Posts Tagged With: વરસાદ

શિયાળામાં વરસાદ? – આગંતુક


તમને થશે કે શિયાળાની શરૂઆતમાં આ વરસાદી ગીત? હા ભાઈ હા, અહીં ખરેખર વરસાદ પડે છે. તમને તો ખબર છે ને કે મને છાંટો-પાણીની બીલકુલ આદત નથી અને વળી ગુજરાતમાં તો આ બધાં ઉપર પ્રતિબંધ છે અને હું કાયદાનું પુરેપુરું પાલન કરુ છું (એ વાત અલગ છે કે મારા અમુક મિત્રોના અંદાજે બયા અલગ છે). ભાવનગરમાં તો હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે અને “મધુવન”ના તો ફૂલો પણ નાચી ઉઠ્યા છે. ખાત્રી નથી થતી? તો જુઓ માત્ર આ બે ફૂલની ઝલક.

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

ગીતના શબ્દો માટે સૌજન્ય: “ટહુકો

Categories: કલા / સંગીત / નૃત્ય / નાટક, મધુવન | Tags: , , | 4 Comments

વેકેશન, વરસાદ અને ગરમાગરમ ભજીયા

મિત્રો,
આનંદો.. આજે ભાવનગરમાં મુશળધાર વરસાદ. ઘણાં વખતથી જેની રાહ જોવાથી હતી તે વરસાદ આજે મન મુકીને વરસ્યો. શ્રીમતીજી સુતા હતા, બાળકો આંગણામાં રમતાં હતા અને એકાએક જોરદાર વરસાદ તુટી પડ્યો. બાળકો તો પુછ્યા વગર નહાવા ઉપડી ગયા. મેં શ્રીમતીજીને જગાડ્યા, સફાળા બેઠા થઈને પુછવા લાગ્યા શું થયું? મેં કહ્યું વરસાદ. હું કશું જ સમજુ તે પહેલા તો મારો હાથ પકડીને મને રીતસર બહાર જ ખેંચી ગયા. અને પછી તો અમે શું ભીંજાણા…..

વરસાદ રહી ગયાં પછી હવે ગરમાગરમ ભજીયા અને સાથે ગરમાગરમ ચાની તૈયારી ચાલે છે. અમેરીકાથી તો કદાચ કોઈ અહીં નહીં આવી શકે પણ અમારા સૌરાષ્ટ્રના મિત્રોને આ મીજબાની માટે ભાવભર્યું આમંત્રણ છે.

Categories: Conversations and Dialogues | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.