Posts Tagged With: રાજકારણ

ગઢ આયા પર સિંહ ગયા

ભા.જ.પા. જીત્યું – આનંદ છે. કામ કર્યું છે પણ હવે જનતાની અપેક્ષા વધારે રહેશે.

આજથી જ ઘર બનાવવા લાગો ત્યારે પાંચ વર્ષે કદાચ ટાર્ગેટ પુરો થશે. જો ટાર્ગેટ પુરો થશે અને મકાનોની ફાળવણી યોગ્ય રીતે જરુરીયાતમંદોમાં થશે તો તેની પછીના પાંચ વર્ષ પાક્કા તે જનતા જનાર્દન તરફથી મતદારો ખાત્રી આપે છે.

જો કે રાજ્ય ચલાવવામાં માત્ર ઘર નથી બનાવવાના હોતા.

રાજ્યના પ્રત્યેક નાગરીકને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ.

નાગરીકોના જાન માલનું રક્ષણ થવું જોઈએ.

પ્રત્યેકને વિકસવાની તક પ્રાપ્ત થવી જોઈએ.

શિક્ષણ અને આરોગ્ય વ્યાજબી દામે મળવા જોઈએ અને નાણાના અભાવે એક પણ વ્યક્તિ અશિક્ષિત કે બીમાર ન રહે તેવી સગવડતાઓ આપવી જોઈએ.

માતા, બહેનો અને દિકરીઓ સન્માનથી જીવે અને ગૌરવવંતા ગુજરાતને ગૌરવવંતુ જાળવી રાખવા માટે સદૈવ પ્રસન્ન રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ.


વિરોધ પક્ષના બે દિગ્ગજ અને જાગૃત નેતા હાર્યા તેનું દુ:ખ છે.

૧. શક્તિસિંહ ગોહિલ
૨. અર્જુન મોઢવાડીયા

હવે વ્યાજબી વિરોધ કોણ કરશે?


શંકરસિંહ અને કેશુભાઈ શું કરશે તે હવે જોવા મળશે.


Categories: ગુજરાત | Tags: , , , , | 2 Comments

આપણે શા માટે અપરાધનો દંડ આપતાં નથી?

કેટલીયે વાર મને વિચાર આવે છે કે આપણાં દેશમાં અપરાધ કરવાની બધાને છુટ છે જ્યારે દંડ ભાગ્યે જ કોઈકને થાય છે.

આના કારણો શું હોઈ શકે?

* દંડ કરનારા પાસે પુરતી સત્તા ન હોય.

* અપરાધ થયો છે તેમ સાબીત કરતાં વર્ષોના વર્ષો નીકળી જાય.

* દંડ કરવાનો અધિકાર જેમને છે તેઓ વધારે મોટા અપરાધી હોઈ તેથી તેનો અંતરાત્મા ડંખતો હોય કે આ સામાન્ય અપરાધી કરતાં તો હું ક્યાંયે વિશેષ અપરાધી છું તેથી તેને દંડ કરવાવાળો હું કોણ.

૧.૭૬ લાખ કરોડના અપરાધીને સજા કેવી રીતે કરી શકાય? ૧.૭૬ કરતાં તો ૧.૮૬ લાખ કરોડ વધારે ન કહેવાય?

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત | Tags: , , | 3 Comments

આપણું ભાવિ આપણાં હાથમાં

નાનો માણસ ભૂલ કરે તો તેને વ્યક્તિગત નુકશાન થાય. કુટુંબનો મોભી ભૂલ કરે તો કુટુંબને નુકશાન થાય. રાષ્ટ્રનો મોભી ભૂલ કરે તો સમગ્ર રાષ્ટ્રને નુકશાન થાય.

રાષ્ટ્રનો મોભી એટલે આપણો નેતા. આપણાં રાષ્ટ્રને નુકશાનીથી બચાવવા અને રાષ્ટનું હિત જળવાય તેવા પ્રયત્નો અને કાર્યો કરી શકે તેવા નેતાઓ જ્યાં સુધી આપણે ન ચૂંટીએ ત્યાં સુધી રાષ્ટ્ર બળવાન ન બની શકે.

આપણાં નેતાઓ આપણામાંથી જ આવે છે. સત્તા મળ્યાં પછી કાં તો તે નીષ્ક્રીય થઈને ભોગ-વિલાસમાં પડી જાય છે અથવા તો મદાંધ બનીને સત્તાના તોરમાં છકી જાય છે. કોઈક ગણ્યાં ગાંઠ્યા રાજનેતાઓ રાષ્ટ્રહિત માટે કાર્યરત બને છે. વધારે રાજનેતાઓ ભ્રષ્ટ અને સ્વાર્થી હોવાથી સારા અને ભદ્ર રાજનેતાઓ ઈચ્છા હોવા છતાં સારું કાર્ય કરી શકતાં નથી.

આવનારા દિવસોમાં આપણે વધુ ને વધુ સારા નેતાઓ શોધવા પડશે. તેમને ચૂંટણી લડવા મોકલવા પડશે અને તેમને જીતાડીને રાજ્યવ્યવસ્થામાં સામેલ કરવા પડશે.

ભ્રષ્ટ નેતાઓને પ્રજા ઈચ્છે ત્યારે પાછા બોલાવી શકે અને તેમની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવા કાયદાઓ લાવવા પડશે અને તેનો અમલ શરુ કરાવવો પડશે.

અત્યારે નેતાઓ સમાજને જ્ઞાતિ / ધર્મ / ગરીબી-અમીરી / શિક્ષિત-અશિક્ષિત / સવર્ણ-દલિત અને બીજા અનેક પ્રકારે વિભાજીત કરીને મત મેળવવાનું રાજકારણ ખેલે છે. પોતાની લાયકાતને આધારે નહીં પણ આવા કોઈ પણ મુદ્દાને આગળ ધરીને મત માંગતા ભીખારીઓને સારી રીતે ઓળખીએ અને તેમને જાકારો આપવા અને સાચા કાર્યશીલ નેતાઓને ચૂંટવા માટે પ્રજાએ એકજૂટ થવું પડશે.

પ્રજા સંગઠીત નથી માટે ભ્રષ્ટ / ધૂર્ત / બદમાશ / લુચ્ચા / લફંગાઓ / ગુંડાઓ આપણે માથે છાણાં થાપે રાખે છે અને પ્રજા મુંગા મોઢે સહન કર્યાં કરે છે. શું હવે પછી આવનારી પ્રત્યેક ચૂંટણીમાં આપણે આ ધૂર્ત-દગાબાજોને હાંકી કાઢીને કર્તવ્ય પરાયણ અને પ્રજાહિત માટે કાર્ય કરે તેવા સક્ષમ અને મૂલ્યનિષ્ઠ નેતાઓ ચૂંટવા માટે કટીબદ્ધ થઈ શકશું?

Categories: પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત, રાષ્ટ્રનો વિકાસ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.