Posts Tagged With: મિત્રતા

મિત્રતાનો દિવસ ?

મિત્રો,

ઘણી જગ્યાએ ૩૦ જુલાઈને મિત્રતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અને ઘણાં દેશોમાં ઓગષ્ટ મહીનાના પ્રથમ રવીવારને મિત્રતાના દિવસ તરીકે ઉજવાય છે.

શું મિત્રતાનો પણ કોઈ એક દિવસ હોય? ના, મિત્રતા તો આજીવન જીંદગીભર નીભાવવાની અને અનુભવવાની હોય છે.

આજના દિવસે હું ફરી વખત ઘોષણા કરું છું કે હું સહુનો મિત્ર છું – એટલે કે કોઈનો શત્રુ નથી.

શું તમે મારા મિત્ર છો ?

Categories: ઉદઘોષણા, પ્રશ્નાર્થ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | 8 Comments

મિત્રતાના દ્વાર ખૂલ્લાં છે – આગંતુક

મિત્રો,

“ભજનામૃત વાણી” જાહેર કરે છે કે તેનો સંચાલક હું અતુલ નટવરલાલ જાની (આગંતુક) જીવ,જંતુ,પશુ,પક્ષી,વનસ્પતિ,ફૂલ,છોડ,વૃક્ષ,નદી,નાળાં,પર્વતો,પર્યાવરણ,સ્ત્રી,પુરુષ અને વ્યંઢળો સહિત સમગ્ર સમષ્ટીનો મિત્ર છું.

* અહીં આનંદ માટે, જ્ઞાન માટે, વાર્તાલાપ માટે, હળવી મજાક માટે, ગંભીર ચર્ચા માટે અથવા તો કશીક હકારાત્મક વાતચીત માટે સહું કોઈનું સ્વાગત છે.

* વાદ-વિવાદથી હું ડરતો નથી તેમ છતાં શક્ય હોય ત્યાં સુધી અહીં વાદ-વિવાદ કરવાથી દૂર રહેવાં અનુરોધ કરું છું.

* મિત્રતામાં નાત-જાત, નાના-મોટાં, સ્ત્રી-પુરુષ એવાં કશાં ભેદ જોવામાં આવશે નહીં.

* Live in relation ને અહીં કોઈ પણ જાતનું પ્રોત્સાહન આપવામાં આવતું નથી.

* સહું મિત્રોએ એક બીજાનું ગૌરવ જળવાય તેવી રીતે વર્તવું.

* હું “એક-પત્નિ-વ્રત” ધારી છું , મારું તથા મારી પત્નીનું અપમાન થાય તેવી કોઈ હરકત અહીં ચલાવી લેવામાં આવશે નહીં.

* મારી પત્નિ “હજાર આંખ વાળી” હોવાથી અને હું તેનાથી ખૂબ જ ડરતો હોવાથી મહેરબાની કરીને કોઈએ મારી છેડછાડ કરવી નહીં.

* સહું મિત્રો આવો અને જલસા કરો.

Categories: ઉદઘોષણા, ભારતિય સંસ્કૃતિ, રસપ્રદ લેખો, સમાચાર | Tags: , , | 2 Comments

આજનું ચિંતન – આગંતુક

મિત્ર કોને કહેવો? મિત્ર વીશે થોડું જોવાનો પ્રયત્ન કરીએ.

મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.

જેવી રીતે ઢાલ લડાઈ સીવાયના દિવસોમાં તો પીઠ ઉપર પડી રહે છે પણ લડાઈ વખતે બધા ઘા તે ઝીલે છે, તેવી રીતે સાચો મિત્ર પણ તેને કહેવાય કે જે સુખના દિવસોમાં તો શાંતિથી બેસી રહે પણ દુ:ખના દિવસોમાં તરત જ તેના મિત્રને મદદ કરવા દોડી જાય.

શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખ દુ:ખ વામીએ, તે લાખનમાં એક.

કેમ છો? કેમ નહીં તેવું કહેવા વાળા મિત્રો તો ઘણા હોય છે, મળે ત્યારે હાથ મીલાવે અને છુટા પડે ત્યારે આવજો કહે તેવા અનેક હોય છે. પણ જેની સાથે સુખ અને દુ:ખ બંને સંકોચ વગર વહેંચી શકાય તેવા મિત્ર તો લાખોમાં એકાદ જ હોય છે.

આધ્યામિક દ્રષ્ટિએ જોઈએ તો આપણું મન જ આપણું મિત્ર છે અને આપણું મન જ આપણું શત્રુ છે. ચંચળ મન માં સતત સંકલ્પ-વિકલ્પ ઉઠતા રહે છે. સારા સંસ્કારોના શુભ વિચારો હશે તો તે આપણી ઉર્ધ્વ ગતિ કરાવશે અને કુસંસ્કારોના મલિન વિચારો હશે તો તે આપણું અધ:પતન કરશે. ભગવદ ગીતામાં પણ ૬ઠ્ઠા અધ્યાય ’આત્મ-સંયમ યોગ’ માં મનને કેવી રીતે કેળવવું તે માટે તથા તેને કેળવવાની આવશ્યકતા ઉપર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે.

Categories: ચિંતન | Tags: | 1 Comment

Create a free website or blog at WordPress.com.