Posts Tagged With: માયા

જળ પ્રપાત હે વહો નિરંતર

જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનંત યુગોથી અનંત રાગથી
ગીત ઊઠે તુજ મહા નિરંતર
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)

મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર ?
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)

અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું (૨)
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુ નું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)

કવિ.. કવિ.. કવિ..

બારીમાંથી બુમો પાડી પાડીને બારીથી માંડ પાંચેક ફુટ દૂર ઉભેલી કવીને હું મોટે મોટેથી બોલાવતો હતો. શક્ય એટલા મોટા અનેક વખત ઘાંટા પાડ્યા પછી એક વખત તેનું બારીમાં ધ્યાન ગયું. તેને મારો અવાજ તો સંભળાયો જ નહીં પણ મને જોઈને તેને લાગ્યું કે હું તેને બોલાવી રહ્યો છું.

વાત એમ હતી કે બહાર કોઈના લગ્ન પ્રસંગે જાનૈયાઓ DJ વાગતું હતુ તેના ઘોંઘાટમાં નાચી રહ્યાં હતા. જાન તો છે…ક રસ્તા પર લગભગ ૫૦ મીટર જેટલી દૂર હતી. ઘોંઘાટ એટલો અતીશય તીવ્ર અને મોટો હતો વળી કવિનું ધ્યાન બારી તરફ નહીં પણ રસ્તા તરફ નાચતા જાનૈયાઓને જોવામાં હતું. તેથી મારા દ્વારા સતત અનેક વખત પડાયેલી બુમો તેને સંભળાતી નહોતી.

આપણું યે એવું જ છે ને? આત્માનું સંગીત નીરંતર એકધારુ સતત અવીરતપણે આપણી સાવ પાસે ગુંજી રહ્યું છે. અને માયાના ઢોલ નગારા અને ઘોંઘાટમાં કદીએ તેના તરફ આપણું ધ્યાન જતુ નથી.


જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ ઝા


Categories: અધ્યાત્મ / યોગ, ચિંતન | Tags: , , , | Leave a comment

ઈશ્વરનું અદભુત માર્કેટીંગ કૌશલ્ય

Sugandh

શબ્દ, સ્પર્શ, રુપ, રસ અને ગંધ તે ઈશ્વરની જીવોને તેની માયાવી દુનિયામાં રમતા રાખવા માટેની કુદરતી તન્માત્રાઓ છે.

Take time to smell the flowers……

Categories: ચિંતન, મધુવન | Tags: , , , , , , , , | Leave a comment

વેકેશન એટલે વેકેશન?

મિત્રો,
આ શું બ્લોગ-ફ્લોગ? રોજ રોજ કાઈને કાઈ લખવું. ક્યાં સુધી આ કોમ્પ્યુટરની માયા? કોમ્પ્યુટર તો કામ માટે છે, આ બ્લોગને એ બધું વળી શું? શુ મળે છે આ બ્લોગ લખવાથી? અજંપો, ઉત્કંઠા, ચિત્તભ્રમણ, અકળામણ, ગુંગળામણ, લોકનિંદા ને એવું એવુ. લા’વ ને બંધ કરુ આ બ્લોગ-લેખન. બંધ કરી જ દઉ, પાકો નિર્ણય થઈ ગયો હ્તો.

પણ ત્યાં એક ખુણામાંથી એક “ટહુકો” ધીરેથી સંભળાયો, અને બધી જ પીડા ભુલીને મેં “બ્લોગ-લેખન” ચાલુ રાખ્યું.

Categories: Conversations and Dialogues | Tags: , , | 2 Comments

Blog at WordPress.com.