Posts Tagged With: માન્યતા

માણસ એટલે માન્યતાનું પુતળું

Man, મનુષ્ય, માનવી, માણસ એ શું છે? જેમાં મન મુખ્ય છે તે Man. પ્રત્યેક મનુષ્યને મન છે, અને આ મન માન્યતાઓથી ભરેલું પડ્યું છે. જુદા જુદા મનુષ્યો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. જોવાની ખુબી એ છે કે પ્રત્યેક મનુષ્ય એમ માને છે કે મારી માન્યતા સાચી છે અને આખું જગત મારી માન્યતા પ્રમાણે જ ચાલે છે.

આપણે ભગવદ ગીતાનો જ દાખલો લઈએ. જેટલા ભાષ્યકારો એટલા ભાષ્યો. હવે તેમાં આધુનીક કહેવાતા મનોવૈજ્ઞાનીક પણ ઉમેરાયા છે અને ભવીષ્યમાં યે પ્રત્યેક મનુષ્ય જ્યારે ભગવદગીતા વાચશે ત્યારે તેના અર્થો તેની માન્યતા મુજબ કરશે. સામાન્ય મનુષ્યો પ્રત્યેક બાબતને પોતાની માન્યતા અનુરુપ જોવા ઈચ્છે છે અને પ્રત્યેક ઘટનાના અર્થઘટન તેમની માન્યતા પ્રમાણે કરશે એટલે કે સામાન્ય મનુષ્યો “જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી” પ્રમાણે જીવતા હોય છે.

સત્યના શોધકો કોઈની કે પોતાની માન્યતા પ્રમાણે જીવતા નથી હોતા તે જગતના શોધાયેલા અને હવે પછી શોધાનારા સત્યો અને તથ્યોની યથાર્થતા પોતાની વિવેક બુદ્ધીની એરણ પર ચકાસે છે અને છેવટે તેની બુદ્ધી અને અનુભુતીને પ્રમાણ ગણીને જગતને મુલવે છે. તેવા માનવો વિશિષ્ટ વ્યક્તિ તરીકે પંકાય છે અને પંકાયેલા ન હોય તો યે વિશિષ્ટ હોય છે. તેવા માણસો માટેની જગતને જોવાની દૃષ્ટી “સૃષ્ટી તેવી દૃષ્ટી” જેવી હોય છે.

Categories: ચિંતન, ભગવદ ગીતા, વિચાર વિમર્શ | Tags: , , , , , | 4 Comments

સત્ય કડવું કે મીઠું?

સત્ય તો હંમેશા સત્ય હોય છે. જો વ્યક્તિની પોતાની માન્યતા પ્રમાણેનું  હોય તો તેને તે મીઠું લાગે છે અને પોતાની માન્યતાથી વિરુદ્ધ હોય તો તેને કડવું લાગે છે.

સત્યમાં  કડવાશ કે મીઠાશ હોતી નથી માત્ર આપણી માન્યતાને આધારે આપણે તેને કડવું કે મીઠું બનાવી દઈએ છીએ.

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

આ બ્લોગના વાચકો જોગ એક સુચના

મિત્રો,

આ બ્લોગ પર વિચિત્ર જોડણીમાં લખવામાં આવે છે તેની સહુ વાચકોએ નોંધ લેવી.

મારી માન્યતા પ્રમાણે વિચિત્ર જોડણી જ સર્વશ્રેષ્ઠ જોડણી છે અને તેને કોઈની માન્યતાની જરુર એટલા માટે નથી કારણકે મોટા મોટા સાહિત્યકારો વાર તહેવારે વિચિત્ર જોડણીમાં લખતાં જ હોય છે.

Categories: અવનવું | Tags: , | Leave a comment

આદર્શ જીવનમાં ચરીતાર્થ થવો જોઈએ કે આદર્શ માટે લડાઈ થવી જોઈએ?

મિત્રો,

લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ ધર્મમાં માનતી હોય છે. આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા લોકો આદર્શ લાગતા હોય છે. પ્રત્યેક વ્યક્તિ કાઈ ને કાઈ માન્યતા ધરાવતી હોય છે.

જે ધર્મમાં માનતા હો તેના આદર્શો અને નીતીઓ જીવનમાં આચરણમાં મુકાવા જોઈએ કે તેને માટે ઝગડો કરવો જોઈએ? ધારોકે હું ભગવદગીતાને આદર્શ આધ્યાત્મિક પુસ્તક ગણતો હોઉ તો મારે તેના સિદ્ધાંતો મારા જીવનમાં અમલમાં મુકવા જોઈએ કે કોઈ ભગવદગીતાને વખોડે તો તેની સાથે લડાઈ શરુ કરવી જોઈએ? ભગવદ ગીતાના સિદ્ધાંતોમાં સામર્થ્ય હશે તો તે પોતાની મેળે જ પોતાનો માર્ગ મેળવી લેવાના છે તેને માટે મારે તેનો ઝનુન પૂર્વક પ્રચાર કરવાનીયે આવશ્યકતા ન હોવી જોઈએ. તેવી રીતે બીજી વ્યક્તિ ઈસુ ખ્રીસ્તમાં માનતી હોય કે મહંમદ સાહેબ, મહાવીર સ્વામી કે ગૌતમ બુદ્ધ કે અન્ય મહાપુરુષના સિદ્ધાંતોમાં માનતી હોય તો તે સિદ્ધાંતો તેમણે તેમના જીવનમાં ઉતારવા જોઈએ કે તેને માટે વાદ-વિવાદ કરવા જોઈએ?

લોકો ઘણી વ્યક્તિને તેમના આદર્શ માનતી હોય છે. જેમ કે કોઈ સ્વામી વિવેકાનંદને, કોઈ કાર્લ માર્ક્સને, કોઈ ગાંધીજીને, કોઈ બક્ષી બાબુને, કોઈ રામકૃષ્ણ પરમહંસને, કોઈ અમીતાભ બચ્ચનને વગેરે. જેમને આદર્શ માને તેમના વિચારો અને આદર્શો તેમના જીવનમાં ઉતારવા જોઈએ કે તેના કોઈ વખાણ કરે તો ફુલાવું જોઈએ અને કોઈ વખોડે તો જાણે બાપે માર્યા વેર હોય તેમ ટંટા ફીસાદ શરુ કરવા જોઈએ?

દરેક વ્યક્તિ કશીક વિચારસરણીમાં માન્યતા ધરાવતી હોય છે. જેમ કે કોઈ સમાજવાદી હોય, કોઈ રેશનાલીસ્ટ હોય, કોઈ ઈશ્વરમાં માનતું હોય, કોઈ ઈશ્વરમાં ન માનતુ હોય, કોઈક પ્રકૃતિના પૂજક હોય, કોઈ સૌંદર્યનાપૂજક હોય, કોઈ વૈજ્ઞાનિક અભીગમ ધરાવતા હોય, કોઈ ધાર્મિક અભીગમ ધરાવતા હોય, કોઈ ભૌતિક્વાદી હોય, કોઈ અધ્યાત્મવાદી હોય વગેરે વગેરે. હવે જેમાં જે માનતું હોય તેવી માન્યતાને અનુરુપ તેમનું જીવન ઘડે તો કશો વાંધો નહીં પણ હું જ સાચો અને બીજા બધા ખોટા કે અધૂરા તેવા દાવા દલીલો કરવાની શું જરુર હશે?


સાહિત્ય ક્ષેત્રે જરા નહીં પણ સંપૂર્ણપણે હટકે લખનાર હોવાની છાપ ધરાવતાં બક્ષી બાબુને શ્રદ્ધાંજલી…


Categories: પ્રશ્નાર્થ | Tags: , , , , , | 2 Comments

આજનું ચિંતન – સૃષ્ટિના નિયમો અને માન્યતા

સૃષ્ટિના નિયમો આપણી માન્યતા મુજબ કાર્ય કરતાં નથી. શાણા માણસો સૃષ્ટિના નિયમો પ્રમાણે માન્યતાઓ બદલે છે. અણઘડ અને મુર્ખાઓ પોતાની માન્યતાઓ મુજબ સૃષ્ટિ ચાલે તેવી ઈચ્છા રાખે છે. અન્ય લોકોએ પણ તેમની માન્યતા મુજબની માન્યતા ધરાવવી જોઈએ તેવી બાલીશ અભીલાષા રાખે છે. સાચી હોય કે ખોટી દરેકને પોતાની માન્યતાઓ ધરાવવાનો અબાધિત અધિકાર છે. આવી માન્યતાઓ રજુ કરવા માટેય સહુ કોઈ સ્વતંત્ર છે. અલબત્ત પોતાની માન્યતા અન્યો પર થોપી દેવાનો કોઈને લેશ માત્ર અધિકાર નથી.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.