મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
Posts Tagged With: મધુવન
“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની
“મધુવન” માં ફૂલો – (આગંતુક)
મિત્રો,
આજે “મધુવન” માં ઉગેલા ફૂલોની ઝલક જોઈએ. પ્રથમ તસ્વીર ગુલાબી ગુલાબની છે. બીજી તસ્વીર લાલ ગુલાબની છે અને તેની વચ્ચે પીળા સ્ત્રી-કેસર કે પૂં-કેસર છે. આમ તો જીવ-વિજ્ઞાન વિશે ખાસ સમજણ ન હોવાથી તેને સ્ત્રી-કેસર કે પૂં-કેસર કહેવાય કે નહીં તે ખબર નથી. લાલ ગુલાબની વચ્ચે રહેલા પીળા રંગના અંકુરોને શું કહેવાય તે કોઈને ખબર હોય તો કહેવા વિનંતી. ત્રીજી તસવીર ગઈ દિવાળીમાં અમે ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયેલા ત્યારે હિમાલય પર આવેલ શ્રી રામકૃષ્ણ મીશનના અદ્વૈત આશ્રમ “માયાવતી” થી લાવેલા બીજમાંથી ઉગેલા છોડ પર ખીલેલા ફૂલોની છે. આ ફૂલનું નામ કોઈને ખબર હોય તો કહેવા વિનંતી.