Posts Tagged With: ભાવનગર

શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ – ભાવનગર

જતો મત – તતો પથ (જેટલા મત તેટલા પથ)


મિત્રો,
ભાવનગર શહેરમાં વસતાં અને સેવા તથા સત્કાર્યમાં રસ ધરાવતાં લોકોને ખાસ જણાવવાનું કે ભાવનગર શહેરમા શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા સહિત્યના વેચાણનું કાર્ય થઈ રહ્યું છે. આ જ પ્રવૃત્તિ ને ગતિ આપવા અને વિસ્તૃત કરવા આપ સહુનો સહકાર અને સૂચન ખૂબ જ આવશ્યક છે. જેના માટે સહુ તા.૧ જાન્યુઆરી ૨૦૧૧ – શનિવારે સાંજે ૬:૦૦ કલાકે કલ્પતરુ દિનના પવિત્ર દિવસે શ્રી ઠાકુર – મા ના આશીષ મેળવી આ કાર્યને નવી દિશા આપવા માટે ભેગા થવાનું આયોજન કરેલ છે. જેમાં આપની ઉપસ્થિતિ અને સહયોગ ખૂબ જ અગત્યનો છે. તો આપને સહ-પરિવાર, મિત્ર-વર્તુળ સહિત ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાશ્રમ
C/o. શ્રી સૂરમ્યભાઈ મહેતા
પ્લોટ નં..૧૫૦૭-A, V-Mart ની પાછળ,
મીઠાવાળાના બંગલાની સામેના ખાંચામા,
સારનાથની બાજુમાં, ઘોઘા-સર્કલ,
ભાવનગર.
ફોન નંબર ૯૪૨૮૮૧૦૮૧૮ / ૯૮૨૪૪૩૮૮૧૪

Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન, સહયોગ/અપીલ, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | Leave a comment

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..



“સૌરાષ્ટ્ર સમાચાર” તા.૨-૧૨-૨૦૧૦ – પાના નં – ૨

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

સંસ્કૃતિ યાત્રામાં જવાનું ચૂક્શો નહીં

મિત્રો,
હવે ભારત ની અનુપમ સાંસ્કૃતિક યાત્રા ના ભાવનગરમાં ૨ દિવસો બાકી રહ્યાં છે. એક વ્યક્તિ સંસ્કૃતિ માટે કેટલું બધું પ્રદાન આપી શકે તે વિશે એક ઝલક મેળવવી હોય તો આ યાત્રા જોવી જ રહી..









Categories: ભારતિય સંસ્કૃતિ, સાહિત્ય | Tags: , , , , | Leave a comment

દક્ષિણામૂર્તિ ખાતે આજથી પુસ્તક મેળો – ભાવનગર

મિત્રો,
ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો.


ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે.



આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ તથા આવતીકાલે તા.૧૩/૧૧/૨૦૧૦ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ૫૦ ટકા વળતરથી સ્ટોક હશે ત્યાં સુધી પુસ્તકો આપવામાં આવશે. તો ભાવનગરની પુસ્તકપ્રેમી જનતાએ આ અલભ્ય લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

ચાલુ પોસ્ટે: આ પોસ્ટ જ્યારે લખાઈ રહી છે ત્યારે ૧૧:૪૦ મીનીટે અહીં ભાવનગરમાં હળવું ઝાપટું પડી રહ્યું છે તેથી પુસ્તકમેળો શરુ થવામાં વહેલું-મોડું થવાનો પુરો સંભવ હોવાનું જણાઈ રહ્યું છે.

Categories: શિક્ષણ, સમાચાર, સાહિત્ય | Tags: , , , | 10 Comments

ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન, ભાવનગર

મિત્રો,
તા.૧૪-૧૫ નવેમ્બર ૨૦૧૦ દરમ્યાન ભાવનગરમાં ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન યોજાશે, તેના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.










અને હા, શ્રી કૃષ્ણ દવેનું આ મજ્જાનું બાળ-ગીત માણવા અહીં ક્લિક કરશો.

Categories: શિક્ષણ | Tags: , , , , , , | 2 Comments

ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની

મિત્રો અને સ્વજનો,

• તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો.

• શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ.

• અતિથી વિશેષ કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ તથા શ્રી નંદકુંવરબા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અંજનીદેવીનું પુષ્પગુચ્છથી અભીવાદન કરવામાં આવ્યું.

• ચાર જુદી જુદી કલા સંસ્થાઓના કલાગુરુઓ ૧. ધરમશીભાઈ શાહ ૨. કાજલબહેન મૂળે ૩. મુરલીબહેન મેઘાણી તથા ૪. વિનિતાબહેન ઝાલા નું શ્રી અંજનીદેવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું.

• કાર્યક્રમની શરૂઆત કલાક્ષેત્રની વિદ્યાર્થીનીઓ દ્વારા જગદ્જનની જગદંબાના વિવિધ સ્વરૂપો રજુ કરતી કૃતિ કથ્થકના તોડા દ્વારા અભીવ્યક્ત કરીને કરવામાં આવી.

• હર્ષાબહેન શુક્લની વિદ્યાર્થીનીઓ દ્વારા ’જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ ગીત ઉપર ભારતનાટ્યમ દ્વારા રજુઆત કરવામાં આવી.

• કાજલબહેન મૂળેની વિદ્યાર્થીનીઓ દ્વારા ’એકલવ્યનો ગુરુપ્રેમ’ વિષય પર નૃત્ય નાટીકા રજુ કરવામાં આવી.

• મુરલીબહેન મેઘાણીની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કથ્થકના તોડા, મૃંદગનો તાલ અને સંગીતની સરગમના ત્રીવેણી સંગમે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

• વિનિતાબહેન ઝાલાની વિદ્યાર્થીનીઓ (જેમાં અમારી દીકરી આસ્થા પણ સામેલ છે) દ્વારા મીરાબાંઈના પદ “બરસે બદરીયા સાવનકી” પર કથ્થકના તોડા, મૃંદંગના તાલ અને સંગીતની સરગમના સુમેળ-સભર ભાવવાહી રજુઆત દ્વારા દર્શકો રસતરબોળ થઈ ગયા હતા અને સમગ્ર યશવંતરાય નાટ્યગૃહ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.

• કાજલબહેન મૂળેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

• કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવતા સિલ્વર બેલ્સના આચાર્યા શ્રી અમરજ્યોતિ બહેને ગદગદ કંઠે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમે મારા ઉપર કોઈ અજબ ભુરકી છાંટી દીધી હોય તેમ લાગ્યું અને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

• શ્રી નિશીથભાઈ મહેતાએ આ કાર્યક્રમ ’ગુરુ વંદના’ માં કઈ રીતે ફેરવાઈ ગયો તે વીશે આનંદપુર્વક રજુઆત કરી હતી.

• આભારવિધી બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો અને પ્રેક્ષકો એક અજબ ભાવજગતને પોતાના હ્રદયની અંદર કંડારીને વીખરાયા હતા.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 4 Comments

કલા ગુર્જરી (ભાવનગર) દ્વારા ગાંધીનગર માં કાર્યક્રમ

સખી અને મિત્રો,
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આજે અમારી દિકરી ચી. આસ્થા અતુલભાઈ જાની, કલાકારોને પ્રોત્સાહન અને આગળ ધપવામાં મદદ કરતી ભાવનગરની પ્રતિષ્ઠીત સંસ્થા “કલા ગુર્જરી” દ્વારા નીર્મીત નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે…..” માં ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે.


સ્થળ: ટાઉન હોલ, ગાંધીનગર
તારીખ: ૧૦/૭/૨૦૧૦

પ્રવાસ સૂચિ

પ્રસ્થાન: સવારે ૧૧ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટસ, ઘોઘાસર્કલ થી પ્રાઈવેટ બસ દ્વારા ગાંધીનગર જવા રવાના

હળવું ભોજન : બપોર ૧:૦૦ કલાકે, બસમાં

ટાઉન હોલ, ગાંધીનગર પહોંચવાનો અંદાજીત સમય: બપોરે ૪:૦૦ કલાકે

હળવો નાસ્તો: સાંજે ૭ કલાકે

નૃત્ય નાટીકા – લગ્ન ગીતો, આકર્ષક વેશભૂષા તથા મનમોહક રજૂઆત (મુખ્ય કાર્યક્રમ – “સાજન બેઠું માંડવે…..”) : રાત્રે ૯:૧૫ કલાક થી …..

ભોજન: રાત્રે ૧૨:૩૦ કલાકે

ભાવનગર પરત આવવા રવાના: રાત્રે ૧:૧૫ કલાકે

ભાવનગર પહોંચવાનો અંદાજીત સમય: સવારે ૫:૩૦ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટ ઘોઘાસર્કલ મુકામે…

વાલીઓને સુચના:- આપના બાળકોને કિંમતી ઘરેણાં પહેરાવી મોકલશો નહીં

સંપર્ક નંબર:
મિતુલ રાવલ: ૯૮૨૫૩૨૬૫૩૨
જ્વલંત ભટ્ટ: ૯૮૨૫૨૦૭૧૭૮
નીરવ પંડ્યા: ૯૮૨૫૦૧૨૫૪૨

Categories: ઉદઘોષણા, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ, સમાચાર | Tags: , | 8 Comments

વેકેશન, ભાવનગર અને પર્યાવરણ

મિત્રો,
ધોરણ ૧૦ નું પરીણામ ધાર્યા કરતા ઘણું ઓછું આવ્યું. હંસ: અને આસ્થાના પરીણામ સારા આવ્યા હતા. અશોકભાઈએ શ્રદ્ધાનું પરીણામ હજુ જણાવ્યું નથી, મને ખાત્રી છે કે સારું જ આવ્યું હશે. ભાવનગરમાં આતાભાઈ ચોકને “નરસિંહ મેહતા” ચોક તરીકે નુત્તન નામાભિધાન કરવામાં આવ્યું છે. અમારા શ્રીમતીજી પીયર ગયા છે (રીસાઈને નહીં હો..) પરંતુ બાળકોને મોસાળ રહેવા મળે તે માટે, મને એકલા એકલા ગમે નહીં એટલે હું પણ સાસરે જઈશ. સાસરે મને સહુથી વધારે અગાશીમાં સુવાનું ગમે. ઠંડો પવન, ઝરમરતા તારલીયા ઈશ્વરની કોઈ ગેબી કચેરીમાં લઈ જાય અને જીભ આપો આપ વિરાટ વિરાટ વદવા લાગે, આંખોની પાંપણ ક્યારે ઢળી જાય તે ખબરે ય ન પડે. સવારમાં પક્ષીઓના કલરવ મંદીરના ઘંટનાદ જેવા લાગે અને સુરજના કીરણો ગલગલીયા કરીને ઉઠાડે અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં ધીરેથી આંખો ઉઘાડીએ.

ભાવનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ૧૦૦૮ લીમડાના છોડનું વૃક્ષારોપણ થયું. ધારાસભ્ય શ્રી વિભાવરીબહેનની ગ્રાંટમાંથી કુમળાં છોડને ગાય-બકરાં ખાઈ ન જાય તે માટે પાંજરા બનાવી આપવામાં આવ્યાં છે. એક છોડ મ્યુનિસિપાલિટીએ આપ્યો, બાકીના બે છોડ પાછલા પ્લોટમાં ઉગી ગયા હતાં તે પણ વાવી દીધા. મને થયું કે ખાલી ઘર ઘર ન કરાય, બહારના જગત પ્રત્યે પણ આપણું કર્તવ્ય છે એટલે પછી લીમડા વાવી જ દીધા. આ તો આગલી રાત્રે શેડ્યુલ કરેલી પોસ્ટ છે. આપ જ્યારે વાંચતા હશો ત્યારે હું તો સાસરે લીલા-લહેર કરતો હોઈશ.

Categories: Conversations and Dialogues | Tags: , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.