Posts Tagged With: ભાભુમા

વૈષ્ણવ જન તો તેને રે કહીયે – નરસિંહ મહેતા

મારા ભાભુમાને શ્રદ્ધાંજલી

સ્વ.અન્નપુર્ણાદેવી બાલકૃષ્ણભાઈ જાની (ભાભુમા)
સ્વર્ગવાસ: તા.૨૫.૮.૨૦૧૦

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

આ ભજન “જયશ્રી ભક્તા” ની વેબ સાઈટ “ટહુકો” પર સાંભળવા અહીં ક્લિક કરો…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 2 Comments

શ્રદ્ધાંજલી (૧)

મારા ભાભુમાને શ્રદ્ધાંજલી

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે

આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો
જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો

આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી
દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

આ અંજલી ગીત ’સમન્વય’ પર સાંભળવા અહીં ક્લિક કરો.

Categories: કુટુંબ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

Blog at WordPress.com.