Posts Tagged With: બુદ્ધિનું પ્રદર્શન

બળાત્કાર – ચાબખા કે બુદ્ધિનું પ્રદર્શન?

દિલ્હીની બસમાં નરાધમોએ નીર્લજ્જ બળાત્કાર કર્યો તે ઘટના ઘણી ધૃણાસ્પદ છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. આક્રોશ છે. સાચો છે. સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને બનાવવો પડશે નહીં તો તેને રાજ્ય ચલાવવાનો કશો અધિકાર નથી.

સામાન્ય બુદ્ધિ ધરાવતા સ્વસ્થ માનવીઓને મારે થોડાક પ્રશ્નો પુછવા છે કે આ ઘટનાને નીચેની બાબતો સાથે શું સંબંધ હશે?

૧. પ્રમુખ સ્વામી સ્ત્રીઓનું મોઢું ન જુવે તેનાથી શું આવા બળાત્કાર થાય છે?

૨. ગાંધીજીએ બ્રહ્મચર્યના વિચિત્ર પ્રયોગો કર્યાં તેનાથી શું આવા બળાત્કાર થાય છે?

૩. રાવણ સીતાને ઉપાડી ગયો. રામના ચરણ સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઈ પણ સીતાને તેણે વનમાં મોકલી દીધા અને તે ધરતીમાં સમાઈ ગયાં તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?

૪. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પ્રત્યેક સ્ત્રીઓને માતૃ સ્વરુપે જોતા અને તેમના ધર્મપત્નિ શારદામણીને સાક્ષાત જગદંબા સ્વરુપ માનતા તથા તેમની શોડષી પૂજા પણ કરેલી. તેમને કામ કરવા કે ઢસરડો કરવા નહીં પણ નારીઓને આધ્યાત્મિક મદદ મળી શકે તે માટે તેમને શિક્ષિત કર્યા અને તેમના દ્વારા શ્રી રામકૃષ્ણ મઠ અને મીશનના ઘણાં સંન્યાસી તથા સ્ત્રી – પુરુષો ઉચ્ચ આધ્યાત્મિક શિક્ષા તરફ વળ્યા તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?

જે ઘટનાને બીજી ઘટના સાથે સીધો કે આડકતરો કશોએ સંબંધ ન હોય તેવા તેવા દાખલા દલીલો અને વાતો મનઘડન રીતે લખવી તેને ચાબખા માર્યા કહેવાય કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય?


વિશ્વમાં થતાં બળાત્કારનાં આંકડાઓ નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.

http://en.wikipedia.org/wiki/Rape_statistics

http://www.nationmaster.com/graph/cri_rap-crime-rapes

Categories: આઘાત/શોક/દુ:ખ, આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર | Tags: , , | 6 Comments

Blog at WordPress.com.