Posts Tagged With: પ્રયોગ

ધ્યાનના પ્રયોગો (૩૯)

योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥

भावार्थ : सम्पूर्ण योगियों में भी जो श्रद्धावान योगी मुझमें लगे हुए अन्तरात्मा से मुझको निरन्तर भजता है, वह योगी मुझे परम श्रेष्ठ मान्य है ॥47॥

સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં જોડાયેલા મનથી મને (નિરંતર) ભજે છે, એ યોગી મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૭)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૮)

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥

भावार्थ : योगी तपस्वियों से श्रेष्ठ है, शास्त्रज्ञानियों से भी श्रेष्ठ माना गया है और सकाम कर्म करने वालों से भी योगी श्रेष्ठ है। इससे हे अर्जुन! तू योगी हो ॥46॥

(સકામ ભાવવાળા) તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ (યોગી) શ્રેષ્ઠ છે અને કર્મ કરનારાઓથી પણ યોગી શ્રેષ્ઠ છે – (એવો મારો) મત છે. તેથી હે અર્જુન! (તું) યોગી થઈ જા.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૬)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૭)

प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो यात परां गतिम्‌ ॥

भावार्थ : परन्तु प्रयत्नपूर्वक अभ्यास करने वाला योगी तो पिछले अनेक जन्मों के संस्कारबल से इसी जन्म में संसिद्ध होकर सम्पूर्ण पापों से रहित हो फिर तत्काल ही परमगति को प्राप्त हो जाता है ॥45॥

પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે (અને) જેનાં પાપો નષ્ટ થઈ ગયાં છે (તથા) પાછલા અનેક જન્મોથી સિદ્ધ થયો છે, તે યોગી પછી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૫)

ટુંકમાં પરમ પદની પ્રાપ્તિનો પંથ લાંબો છે અને પુરુષાર્થ કર્યા વગર પરમ તત્વની અનુભુતિ થાય તેમ નથી તેથી જે આત્મ-કલ્યાણની ભાવના ધરાવે છે તેણે પરમ પદની પ્રાપ્તિ માટે પ્રચંડ પુરુષાર્થ કરવો આવશ્યક છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૬)

श्रीभगवानुवाच
શ્રી ભગવાન બોલ્યા:

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ॥

भावार्थ : श्री भगवान बोले- हे पार्थ! उस पुरुष का न तो इस लोक में नाश होता है और न परलोक में ही क्योंकि हे प्यारे! आत्मोद्धार के लिए अर्थात भगवत्प्राप्ति के लिए कर्म करने वाला कोई भी मनुष्य दुर्गति को प्राप्त नहीं होता ॥40॥

હે પૃથાનંદન! એ માણસનો ન તો આ લોકમાં (અને) ન પરલોકમાં પણ વિનાશ થાય છે; કેમકે હે વહાલા! કલ્યાણકારી કામ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી.

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥

भावार्थ : योगभ्रष्ट पुरुष पुण्यवानों के लोकों को अर्थात स्वर्गादि उत्तम लोकों को प्राप्त होकर उनमें बहुत वर्षों तक निवास करके फिर शुद्ध आचरण वाले श्रीमान पुरुषों के घर में जन्म लेता है ॥41॥

(તે) યોગભ્રષ્ટ પુણ્યશાળીઓના લોકોને પામીને (અને) (ત્યાં) ઘણાં વર્ષો સુધી નિવાસ કરીને (પછી અહીં) શુદ્ધ (મમતારહિત) શ્રીમાન લોકોના ઘરે જન્મ લે છે.

अथवा योगिनामेव कुले भवति धीमताम्‌ ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्‌ ॥

भावार्थ : अथवा वैराग्यवान पुरुष उन लोकों में न जाकर ज्ञानवान योगियों के ही कुल में जन्म लेता है, परन्तु इस प्रकार का जो यह जन्म है, सो संसार में निःसंदेह अत्यन्त दुर्लभ है ॥42॥

અથવા જે (વૈરાગ્યવાન યોગભ્રષ્ટ) જ્ઞાનવાન યોગીઓના કુળમાં જ જન્મ લે છે. આ પ્રકારનો જે આ જન્મ છે, (એ) સંસારમાં ખરેખર ઘણો જ દુર્લભ છે.

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम्‌ ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥

भावार्थ : वहाँ उस पहले शरीर में संग्रह किए हुए बुद्धि-संयोग को अर्थात समबुद्धिरूप योग के संस्कारों को अनायास ही प्राप्त हो जाता है और हे कुरुनन्दन! उसके प्रभाव से वह फिर परमात्मा की प्राप्तिरूप सिद्धि के लिए पहले से भी बढ़कर प्रयत्न करता है ॥43॥

હે કુરુનંદન! ત્યાં તેને પહેલાના મનુષ્ય જન્મની સાધન-સંપત્તિ (અનાયાસે જ) પ્રાપ્ત થઈ જાય છે. પછી તેનાથી (તે) પહેલાં કરતાં પણ વધુ સાધનસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.

पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥

भावार्थ : वह श्रीमानों के घर में जन्म लेने वाला योगभ्रष्ट पराधीन हुआ भी उस पहले के अभ्यास से ही निःसंदेह भगवान की ओर आकर्षित किया जाता है तथा समबुद्धि रूप योग का जिज्ञासु भी वेद में कहे हुए सकाम कर्मों के फल को उल्लंघन कर जाता है ॥44॥

તે (શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્ય) (ભોગોને) પરવશ હોઈને પણ તે પૂર્વજન્મના અભ્યાસના બળે જ (ભગવાન તરફ) આકર્ષાય છે; કેમકે યોગ (સમતા) નો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલાં સકામ કર્મોને ઓળંગી જાય છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૦-૪૧-૪૨-૪૩-૪૪)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૫)

अर्जुन उवाच
અર્જુન બોલ્યા

अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥

भावार्थ : अर्जुन बोले- हे श्रीकृष्ण! जो योग में श्रद्धा रखने वाला है, किन्तु संयमी नहीं है, इस कारण जिसका मन अन्तकाल में योग से विचलित हो गया है, ऐसा साधक योग की सिद्धि को अर्थात भगवत्साक्षात्कार को न प्राप्त होकर किस गति को प्राप्त होता है ॥37॥

હે શ્રીકૃષ્ણ! જેની સાધનમાં શ્રદ્ધા છે, પરંતુ જેનો પ્રયત્ન શિથિલ છે (તે અંત સમયમાં જો) યોગથી વિચલિત થઈ જાય (તો તે) યોગની સિદ્ધિને ન પામતાં કઈ ગતિને પામે છે?

कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥

भावार्थ : हे महाबाहो! क्या वह भगवत्प्राप्ति के मार्ग में मोहित और आश्रयरहित पुरुष छिन्न-भिन्न बादल की भाँति दोनों ओर से भ्रष्ट होकर नष्ट तो नहीं हो जाता? ॥38॥

હે મહાબાહો! સંસારના આશ્રય વિનાનો (અને) ભગવત્પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો (આ – પ્રમાણે) બન્ને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક શું છિન્નભિન્ન થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને?

एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥

भावार्थ : हे श्रीकृष्ण! मेरे इस संशय को सम्पूर्ण रूप से छेदन करने के लिए आप ही योग्य हैं क्योंकि आपके सिवा दूसरा इस संशय का छेदन करने वाला मिलना संभव नहीं है ॥39॥

હે કૃષ્ણ! મારા આ સંશયને સર્વથા છેદવા માટે (આપ જ) લાયક છો; કેમકે આપના સિવાય બીજો આ સંશયનું છેદન કરનાર કોઈ હોઈ શકે નહીં.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૩૭-૩૮-૩૯)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૪)

श्रीभगवानुवाच

શ્રી ભગવાન બોલ્યા :

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्‌ ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥

भावार्थ : श्री भगवान बोले- हे महाबाहो! निःसंदेह मन चंचल और कठिनता से वश में होने वाला है। परन्तु हे कुंतीपुत्र अर्जुन! यह अभ्यास और वैराग्य से वश में होता है ॥35॥

હે મહાબાહો! આ મન ઘણું ચંચળ છે (તેમજ) મુશ્કેલીથી વશ થનારું છે, આ તારું કહેવું બિલકુલ બરાબર છે. છતા પણ હે કુન્તીપુત્ર! (એ) અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥

भावार्थ : जिसका मन वश में किया हुआ नहीं है, ऐसे पुरुष द्वारा योग दुष्प्राप्य है और वश में किए हुए मन वाले प्रयत्नशील पुरुष द्वारा साधन से उसका प्राप्त होना सहज है- यह मेरा मत है ॥36॥

જેનું મન સર્વથા વશમાં નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય (એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ) છે પરંતુ ઉપાયપૂર્વક પ્રયત્નશીલ માણસ દ્વારા (તથા) જેણે મનને વશ કર્યુ છે એવા સાધકને (યોગ) પ્રાપ્ત થઈ શકે છે, આવો મારો મત છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૩૫,૩૬)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૩)

અર્જુન બોલ્યા:

योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।

एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम्‌ ॥

भावार्थ : अर्जुन बोले- हे मधुसूदन! जो यह योग आपने समभाव से कहा है, मन के चंचल होने से मैं इसकी नित्य स्थिति को नहीं देखता हूँ ॥33॥

હે મધુસૂદન! આપે સમભાવે જે આ યોગ કહ્યો છે, (મન) ચંચળ હોવાને લીધે હું આ યોગની નિત્ય સ્થિતિને નથી જોતો.

चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम्‌ ।

तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्‌ ॥

भावार्थ : क्योंकि हे श्रीकृष्ण! यह मन बड़ा चंचल, प्रमथन स्वभाव वाला, बड़ा दृढ़ और बलवान है। इसलिए उसको वश में करना मैं वायु को रोकने की भाँति अत्यन्त दुष्कर मानता हूँ ॥34॥

કેમકે હે શ્રીકૃષ્ણ! મન ઘણું જ ચંચળ, પ્રમથન સ્વભાવનું, દૃઢ (જિદ્દી) (અને) બળવાન છે. એને વશમાં કરવાનું હું (આકાશમાં રહેલા) વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું.

(ભગવદ ગીતા અધ્યાય ૬, શ્લોક ૩૩,3૪)

કોઈ પોસ્ટ વાંચીને વાચક પોતાનો પ્રતિભાવ આપે તેમ ભગવાને આ યોગ કહ્યો તેનો અર્જુને પ્રતિભાવ આપ્યો કે આપ જે યોગનું વર્ણન કરો છો તે યોગની નિત્ય સ્થિતિને હું જોતો નથી. કારણ કે મન ઘણું ચંચળ, મથી નાખનારા સ્વભાવનું, દૃઢ અને બળવાન છે તેને વશ કરવાનું હું વાયુને રોકવાની પેઠે દુષ્કર માનુ છું.

ભગવાને આ યોગ સમજાવ્યા પછી અર્જુન (જીવ) એટલુંતો સ્વીકારે છે કે તે અને મન બંને જુદા છે. વળી મનના સામર્થ્ય સામે પોતાની વારંવાર હાર થાય તેમ હોવાથી યોગમાં એટલે કે પોતાના સ્વરુપમાં નિત્ય સ્થિતિ રાખી શકવાની પોતાની અસમર્થતા પણ સ્વીકારે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૨)

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥

भावार्थ : हे अर्जुन! जो योगी अपनी भाँति सम्पूर्ण भूतों में सम देखता है और सुख अथवा दुःख को भी सबमें सम देखता है, वह योगी परम श्रेष्ठ माना गया है ॥32॥

હે અર્જુન ! જે (ભક્ત) પોતાના શરીરની ઉપમાથી બધી જગ્યાએ (મને) સમાન જુએ છે અને સુખ અથવા દુ:ખનેય બધામાં સમ જુએ છે, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. || (ભ.ગી. અધ્યાય ૬, શ્લોક ૩૨) ||

મનુષ્ય જેવી રીતે સંપુર્ણ શરીરના અવયવોને પોતાના માને છે જેમ કે મારા હાથ, મારા પગ, મારુ માથું વગેરે… જેવી રીતે સઘળી કર્મેન્દ્રિયો સાથે પોતાપણું અનુભવે છે જેમ કે મેં આ કર્યુ, હું ત્યાં ગયો, હું આમ બોલ્યો વગેરે… જેવી રીતે સઘળી જ્ઞાનેન્દ્રીયો સાથે પોતાની એકતા અનુભવે છે જેમ કે મેં સુંઘ્યું, આ વાનગીનો સ્વાદ મને ગમ્યો, આવું સંગીત મને ગમે, ઘોંઘાટ મને પસંદ નથી વગેરે… જેવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે એકતા અનુભવે છે જેમ કે આજે મને મુડ નથી, આ વિષય મને સમજાતો નથી, મને કશું યાદ આવતું નથી, મને ઓળખો છો? હું કોણ છું? વગેરે… વળી પ્રાણ સાથે પણ પોતાની એકતા અનુભવે છે જેમ કે તે ફિલ્મ જોઈને તો મારા ધબકારા વધી ગયેલા, બીપી હાઈ થઈ ગયેલું, આટલું બધું વજન મારાથી ન ઉંચકાય, શાંતિ રાખો હજુ મારા શ્વાસ ચાલે છે વગેરે…

આવી રીતે આત્મભાવમાં જીવતી વ્યક્તિ સમગ્ર બ્રહ્માંડના પ્રાણીપદાર્થો પ્રત્યે શરીરની માફક એકતા અનુભવે છે. જેમ વ્યક્તીગત શરીરમાં થતા સુખ દુ:ખને પોતાના ગણીને તેને સારી રીતે સહન કરે છે અને દુ:ખ દુર કરવાની તથા સુખપ્રાપ્તિ માટેની ઝંખના રાખે છે તે રીતે આત્મભાવમાં જીવતી વ્યક્તિ સમષ્ટિ ના સુખની કામના અને સમષ્ટીના દુ:ખની નીવારણા માટે ખેવના રાખે છે.

મહાપુરુષોને જ્ઞાન થાય તો તે માત્ર પોતાના પુરતુ સીમીત ન રાખતા સમષ્ટી જીવોના કલ્યાણ માટે પ્રયાસ કરતા જોવા મળ્યાના દાખલા છે.

ટુંકમા જેમ સામાન્ય મનુષ્ય માત્ર પોતાના શરીર પ્રત્યે આત્મભાવ રાખે છે તેમ યોગી સમષ્ટી સાથે આત્મભાવ રાખે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૧)

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥

जो एकीभाव में स्थित होकर सम्पूर्ण भूतों में आत्मरूप से स्थित मुझ सच्चिदानन्दघन वासुदेव को भजता है, वह योगी सब प्रकार से बरतता हुआ भी मुझमें ही बरतता है ॥31॥

મારામાં એકાત્મભાવથી સ્થિત થઈને જે ભક્તિયોગી સર્વ ભૂતોમાં રહેલા મારું ભજન કરે છે, તે સર્વ રીતે વર્તતો હોવા છતાં પણ મારામાં વર્તાવ કરી રહ્યો છે અર્થાત તે નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે.

ધ્યાન, ભક્તિ, જ્ઞાન કે નિષ્કામ કર્મ કરનારાના માર્ગો જુદા જુદા લાગતા હોવા છતાં દરેકને સમાન રીતે સમજાઈ ગયું હોય છે કે સર્વત્ર પરમાત્મા રહેલાં છે. સામાન્ય ચેતન સર્વત્ર છે. ભૂતોમાં અંત:કરણની વિશેષતા હોવાથી ભૂતો સર્વ સામાન્ય ચેતનને વિશેષ રીતે પ્રકાશી શકે છે. જેવી રીતે પાવર હાઉસથી નીકળેલ વીજળી તેની સાથે જોડાયેલા પ્રત્યેક તારના અણુએ અણુમાં વ્યાપેલી હોય છે તેવી રીતે સામાન્ય ચેતન ચર અને અચરમાં સચરાચર વ્યાપ્ત છે. જ્યાં વિજળીના તાર સાથે ઉપકરણ જોડવામાં આવે ત્યાં તે ઉપકરણની વિશેષતા પ્રમાણે તે વીજળીનું કાર્ય થાય છે. તેવી રીતે ભૂતોના અંત:કરણની જેવી વિશેષતા કે યોગ્યતા હોય તેવી રીતે તે સામાન્ય ચેતન વિશેષ રીતે અભિવ્યક્ત થાય છે.

વિજળીના વપરાશકર્તા સારી રીતે જાણે છે કે તેમના ઉપકરણો ગમ્મે તેટલા કીંમતી કે ઉપયોગી હોય પણ વીજળી વગર નકામા છે તેવી રીતે સઘળાં ભૂતોમાં ભલેને ગમ્મે તેટલી વિશેષતા હોય પણ તેમને સત્તા અને સામર્થ્યતો પરમાત્માનું સામાન્ય ચેતન જ આપે છે.

તેથી જે યોગી પરમાત્મામાં સ્થિત થઈને પરમાત્માની સત્તા અનુભવી ચૂક્યો છે તે સર્વભૂતોમાં પણ એક માત્ર પરમાત્માં જ સત્તા સ્ફુર્તી આપનાર છે તેમ જાણીને પ્રત્યેક ભૂતો સાથે વ્યવહાર કરતી વખતે પરમાત્મા સાથે જ વ્યવહાર કરી રહ્યો છે તેવો ભાવ અનુભવશે. આવો યોગી સર્વ સાથે જુદા જુદા ભૂતોના અંત:કરણની વિશેષતા મુજબ જુદો જુદો વ્યવહાર કરતો હોવા છતાં હંમેશા પરમાત્મા મા જ સ્થિત હોય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | 2 Comments

ધ્યાનના પ્રયોગો (૩૦)

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥

जो पुरुष सम्पूर्ण भूतों में सबके आत्मरूप मुझ वासुदेव को ही व्यापक देखता है और सम्पूर्ण भूतों को मुझ वासुदेव के अन्तर्गत (गीता अध्याय 9 श्लोक 6 में देखना चाहिए।) देखता है, उसके लिए मैं अदृश्य नहीं होता और वह मेरे लिए अदृश्य नहीं होता ॥30॥

જે સઘળાં ભૂતોમાં મને જુએ છે અને મારામાં સઘળાં ભૂતોને જુએ છે, એને માટે હું અદૃશ્ય નથી થતો અને તે મારે માટે અદૃશ્ય નથી થતાં.

માયાનો સ્વભાવ છે કે તે જેને આશરે રહે છે તેને જ ઢાંકીને પોતાની સત્તા હોય તેમ વર્તે છે. કોઈ સરોવરમાં પાણી પર લીલ છવાઈ ગઈ હોય તો તે લીલ રહે છે તો સરોવરની અંદર રહેલા પાણીના આશરે પણ દેખાવ એવો ઉભો કરે છે કે જાણે ત્યાં માત્ર લીલ જ છે અને પાણી છે જ નહીં. કોઈ પર્વત પર બરફ છવાઈ ગયો હોય તો તે પર્વત જાણે બરફનો બનેલો હોય તેવો દેખાવ ઉભો થશે જ્યારે વાસ્તવમાં તો તે પથ્થરનો જ બનેલો હોય છે પણ બરફ પર્વતને બરફાચ્છાદિત કરી દઈને તેવો દેખાવ ઉભો કરે છે કે જાણે ત્યાં પથ્થર છે જ નહીં.

પ્રકૃતિના ત્રણે ગુણો સાથે તાદાત્મ્ય સાધીને ચૈતન્ય પોતાના સ્વરુપને જ ભુલી જાય તેવો અજીબોગરીબ ખેલ પ્રકૃતિ ખેલે છે અને ચૈતન્યમય આત્માને પોતાના પાશમાં જકડીને મદારી જેમ જંબુરીયાને નચાવે તેમ નચાવે છે.

જે ધ્યાનયોગી સમાધીની અવસ્થાએ પહોંચીને પ્રકૃતિની પેલે પાર રહેલા પ્રદેશની ઝાંખી કરી લે છે તે જાણી લે છે કે સઘળાં જીવો જાણે કે પ્રકૃતિના બનેલા પુતળા હોય તેમ ભલે નાચતા હોય છતાં તેમનું મુળ સત્વ તો ચૈતન્ય જ છે અને તે ચૈતન્યને આશરે રહીને જ પ્રકૃતિ આ બધા ખેલ ખેલે છે. બુદ્ધને જ્યારે સર્વોચ્ચ જ્ઞાન થયું ત્યારે તેમણે અનુભવ્યું કે સઘળું શુન્ય છે. જ્યાં કશું દ્વૈત ન હોય જ્યાં અન્ય કશી સત્તા જ ન હોય ત્યાં સઘળું શુન્ય જ હોવાનું ને. પ્રકૃતિના આ ત્રણે ગુણો તે ચૈતન્યમય બ્રહ્મરુપી શુન્યને આશરે રહેલાં છે.

શુન્યની જ આ સઘલી લીલાં છે. ઈશ્વરને પણ આ સૃષ્ટીની રચના કરવી હોય તો શુન્યનો સહારો લેવો પડે છે. ઈશ્વર એટલે શું ? પ્રકૃતિના સમષ્ટિ શુદ્ધ સત્વગુણમાં પડતા ચૈતન્યનો અભીમાની કે જેણે તે સત્વગુણને વશ કર્યો છે તે ઈશ્વર છે. જ્યારે પ્રકૃતિના વ્યષ્ટિ મલિન સત્વ (થોડા રજોગુણ અને તમોગુણ ભળેલા) માં પડતાં ચૈતન્યના અભીમાનીને જીવ કહે છે. ઈશ્વર અને જીવ વચ્ચે ચૈતન્યરુપે તો કોઈ ભેદ નથી પણ બંનેની ઉપાધીમાં ભેદ રહેલો હોવાથી જાણે કે જીવ અને ઈશ્વર જુદા હોય તેવા ભાસે છે.

જે ધ્યાનયોગી યોગની સર્વોચ્ચ સ્થિતિ સમાધિ પ્રાપ્ત કરી ચૂક્યો છે તે જાણે છે કે પોતાની જે સત્તા અને સ્વરુપ છે તે ચૈતન્યનું છે. તેવી જ રીતે સઘળાં જીવોનું પણ મુળભુત સ્વરુપ તો ચૈતન્યમય જ છે. આથી તે સઘળાં પ્રાણીઓમાં તે એક માત્ર ઈશ્વરને જુએ છે અને તે ઈશ્વર પણ તેની અંદર રહેલા સાત્વિક પ્રકાશને જુએ છે. ઈશ્વર સમષ્ટિ સત્વગુણમાં પ્રતિબિંબિત રહેલું ચૈતન્ય હોવાથી તેનાથી કશુંયે અદૃશ્ય નથી પરંતુ આ સૃષ્ટીની લીલા ચાલુ રહે તે માટે તે પ્રત્યેક જીવો તેને જે સ્વરૂપે ભજે છે તેવા ભાવે તે પણ તેને પ્રતિભાવ આપે છે. એકનું એક ચૈતન્ય કાલીના ભક્તોને કાલીરુપે, રામના ભક્તોને રામરુપે, કૃષ્ણના ભક્તોને કૃષ્ણરુપે, ધ્યાનયોગીને શુન્યરુપે, ઈસુના ભક્તોને ઈસુરુપે, અલ્લાહના બંદાઓને શાંતિ અને અમનરુપે તેમ જેવા ભાવે ભજશે તેવા ભાવે પ્રતિભાવ આપશે. વળી જો કોઈ ઈશ્વર છે જ નહીં પણ આ જગત જ સર્વ કાઈ સારરુપ છે તેવો ભાવ કરશે તો તેની બુદ્ધિમાં જગત જ શ્રેષ્ઠ છે તેવો ભાવ ઉભો કરશે.

આમ ધ્યાનયોગીને તો સમાધીના અનુભવે સમજાયું હોય છે કે તેની સત્તા તે ચૈતન્યમય ઈશ્વરની છે તેથી ઈશ્વર તેનાથી અદૃશ્ય નથી રહેતો અને સઘળાં જીવોમાં પણ તે જ સત્તા રહેલી હોવાથી સઘળાં જીવોમાં પણ તે ઈશ્વરને જ જોશે વળી તે સર્વત્ર ઈશ્વરને જોતો હોવાથી ઈશ્વર સાથે પણ વ્યવહાર કરી શકશે. ક્યાંક આપણે સાંભળીએ છીએ કે રામકૃષ્ણ પરમહંસ કાલી સાથે વાતો કરતા હતા તો આપણને હસવું આવે કારણ કે આપણો ભાવ એવો છે કે મુર્તી કોઈ સાથે વાતો ન કરે તેથી મુર્તી આપણી સાથે વાતો નથી કરતી પણ જેનો મુર્તીભાવ ન રહે પણ મુર્તીમા ઈશ્વરભાવ થઈ જાય તો સઘળે રહેલું ચૈતન્ય તે મુર્તીના માધ્યમથી તે ભક્ત સાથે વાતો કરી શકે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.