Posts Tagged With: પરિવાર

આમાંથી એક્કેય e-Bookનો રંગ તમને લાગ્યો?

તું રંગાઈ જાને રંગમા..

તું રંગાઈ જાને રંગમા..


13 e-Book નો સંપુટ
કુલ પૃષ્ઠ સંખ્યા : 849
File Size: 6.29 MB


આ PDF ને તમારા કોમ્પ્યુટરમાં Download કર્યા પછી જે પુસ્તકના નામ પર Double Click કરશો તે e-Book ખુલશે.


Categories: eBook | Tags: , , , | Leave a comment

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..



“સૌરાષ્ટ્ર સમાચાર” તા.૨-૧૨-૨૦૧૦ – પાના નં – ૨

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

Blog at WordPress.com.