Posts Tagged With: નાથા ભગત

મઢીયામેં હો ગયા મહાન – શ્રી નાથા ભગત

મઢીયામેં હો ગયા મહાન

મઢીયામેં હો ગયા મહાન


અન્ય e-Books માટે અહીં ક્લિકો


Categories: અધ્યાત્મ / યોગ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, eBook | Tags: , , | Leave a comment

અનેકમાં મારો એક જ આત્મા – નાથા ભગત

રાગ: મઢીમાં સાધુ


અનેકમાં મારો એક જ આત્મા, સરખો બીરાજે ભાઈ
રાખવી કોનાથી સાચી સગાઈ, રાખવી કોનાથી સાચી સગાઈ …(૧)

આસક્ત થયો હું મારા સ્વરૂપમાં, મને દ્વૈત જરા ન દેખાય
કોનો કરુ તીરસ્કાર જગતમાં, કરુ કોનાથી પ્રીતી ભાઈ – રાખવી … (૨)

નામી અનામીમાં મુજને ભાળું, મેદની આખુ સ્વરૂપ મારુ લાગે
એકાંતરૂપી અરણ્ય હું માણું, કોલાહલનો ક્લેશ ન લાગે – રાખવી ….(૩)

કોઇ નથી મારે દુશ્મન આ જગમાં, નથી કોઈ દોસ્ત મારે
કોને કોને તરછોડવા જગમાં, કોને ચુંબન કરવા ગાલે – રાખવી ….(૪)

કોને કહેવાં ખરાબ મારે, મને કોઈ પરાયા ન લાગે
નાથાભગત કહે મુજમાં મસ્ત થયો, જ્યાં જોવુ ત્યાં સ્વરૂપ મારુ લાગે – રાખવી ….(૫)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

બ્રહ્મ એક જલતી આગ હૈ – નાથા ભગત

૧) બ્રહ્મ એક જલતી આગ હૈ,
કુદે વોહી વોહી જલ જાવે
કાયર શું બ્રહ્મને સાધે
કોઈ મર્દો સાચા સાધકો આવે

૨) જલાવે કામ શત્રુ કો
જલાવે ક્રોધ દુશ્મન કો
મોટા લોભ – મોહને બાળે
સુક્ષ્મ અહંકાર જલી જાવે

૩) પુત્ર પરિવાર કો જલાદે
માત અને તાત કો બાળે
સગા સંસારના સંબધી
જડ મુળથી જલાવે

૪) જપ તપ વ્રત કો જલાદે
આગ અનુષ્ઠાન કો લગાદે
રિદ્ધિ – સિદ્ધિ સભી બાળે
નવનિધિ કો ભી જલાદે

૫) પક્ષા પક્ષી દ્વૈત અને વાદ
ભ્રમણા ભેદ કો ભી જલાદે
ત્રિવિધ તાપ કો બાળે
અદ્વૈત ભી જલી જાવે

૬) ધ્યાતા ધ્યાન ધ્યેય સહિત
ત્રીપુટી ભી જલી જાવે
અહં બ્રહ્માસ્મિ અનુભવ
કહે નાથા ભગત થઈ જાવે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

પુરા ગુરુજી ભેટીયા હો જી રે – નાથા ભગત

NATHA001

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

નાથા ભગતના ભજનો

મીત્રો,

અહીં નાથા ભગતના ભજનો, કાવ્યો અને હ્રદયના સરળ અને ઉત્કટ ભાવો રજુ કર્યા છે. શ્રી નાથા ભગત, રાણાવાવ થી થોડે દુર આવેલા બખરલા ગામના વતની છે. નાનપણથી જ ભજનો ગાવાનો અને રચવાનો શોખ. પુજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી ના પુર્વાશ્રમના પુત્ર છે. છેલ્લા ચાર વરસથી સતત એકાંતમાં સાધન ભજન કરે છે અને માત્ર પ્રભુ પ્રેમમાં મસ્ત બનીને જીવન વીતાવે છે. તેઓ કશું ભણ્યા નથી પરંતુ જે ખરેખર ભણવા જેવું છે તે ભણી ચુક્યા છે. શ્રી નાથા ભગતના કંઠે ભજનો સાંભળવા તે એક લ્હાવો છે. અહીં તેમની ભાષાનો દોષ ન જોતા ભજનો પાછળ રહેલો ભાવ જ આપ સહુ જોશો તેની મને ખાત્રી છે.

અતુલ.


જે વિરોએ સનાતન ધર્મ અને સંસ્કૃતિ બચાવવા માટે, ભારતમાતાને આઝાદ કરવા માટે દેહના, પ્રાણોના બલિદાન આપી દીધા તેમનું દેશભક્તિનું કાવ્ય લખી, ગાઈ અને એ વિરોને ભાવ-પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિએ. ભારત માતા કી જે, વંદે માતરમ

(નાથા ભગત)


દેશભક્તિનું કાવ્ય (૧)

રાગઃ જહાં ડાલ ડાલ પર સોનેકી

જુઓ મા ભારતિના સંતાનો
જુઓ મા ભારતિના સંતાનો
નિપજે નર ને નારી એવા
દેતા દેહ તણા બલિદાનો
જુઓ મા ભારતિના સંતાનો (૧)

અરે મદન મોહન માલવિયા જુઓ
ગૌરવ રગ રગ હિન્દુ ધરમનું
મા ભારતિ માટે શહિદ થવાનો
ખરો સંકલ્પ ઢીંગરાનો
જુઓ મા ભારતિના સંતાનો (૨)

એક જ વસ્ત્ર વ્રત ધરી દિલમાં
છલકતો સાગર દયાનો
અરે શાંતિ દૂત એ સત્ય અહિંસક
જુઓ મહાત્મા ગાંધી મજાનો
જુઓ મા ભારતિના સંતાનો (૩)

ચીડીયાકો મે બાજ બનાઊ
સવા લાખસે એક યોધો લડાઊ
એ તેગ બહાદુર ગુરુ ગોવિંદસિંહ
થયા પુત્રો સહિત કુરબાનો
જુઓ મા ભારતિના સંતાનો (૪)

અરે પતો નહિ પૃથ્વિ પર
કરી છેલ્લી ભારત મા ને સલામો
એ સુભાષ શુરવીર અડિખમ યોદ્ધા
અરે ખેલ્યા કેવા સંગ્રામો
જુઓ મા ભારતિના સંતાનો (૫)

વીર સાવરકર ચંદ્રશેખરને
ભગતસિંહ મજાનો
ચડી હસ્તે મોઢે ફાંસિ પર
થયા અમર શહિદ યુવાનો
જુઓ મા ભારતિના સંતાનો (૬)

જેનું ભાલું ચેતક ભાળી ટેકને
ધૃજે જંગમાં વીર જુવાનો
એ પરપીડા હરવાના પ્રતાપને
અંગમાં કેવા અભિમાનો
જુઓ મા ભારતિના સંતાનો (૭)

યુધ્ધોમાં ધરણી ધૃજાવે
રણચંડીનું રૂપ ધરીને
એ રોમ રોમ ઝાંસી રાણીને
ઉમંગ ખરો આઝાદિનો
જુઓ મા ભારતિના સંતાનો (૮)

અરે હૈયું હરખી આપે ભવાનિ
સમશેર શિવાજીને
એ સંસ્કૃતિ માટે છત્રપતિને
મળી સમરથ ગુરુની શાનો
જુઓ મા ભારતિના સંતાનો (૯)

આઝાદી માટે હોમાઈ ગયા
ઘણા નર નારિ ને યુવાનો
કહે નાથા ભગત જુગ જુગ એના
રહે કિરતિ ને અમર નામો
જુઓ મા ભારતિના સંતાનો (૧૦)


પરમ પુજ્ય નિવૃત્ત જગદગુરુ શંકરાચાર્ય, પરમ વંદનિય સ્વામી શ્રી સત્યમિત્રાનંદ બાપુના દર્શન કર્યા પછી, ભારતમાતાના દર્શન કર્યા પછી જે અંતરમાં સ્ફુરેલી સ્તુતિ હરિદ્વાર, સમન્વય કુટીર આશ્રમે લખેલી છે. તો ભારતમાતાની સ્તુતિ કરી અને ઋણમાંથી મુક્ત થઈએ. પરમ્મ પૂજ્ય સદગુરુદેવને કોટી કોટી વંદન

(નાથા ભગત)


ભારતમાતાની સ્તુતિ (૨)

ધન્ય ધન્ય ભારત માં તુ ભવાની
તુમ સમ ઓર દયાલુ ન દાની
સાધુ સંતકી માં તુ રખવાલી
શંખ ચક્ર ગદા ત્રિશુલા ધારી
ધન્ય ધન્ય .. (૧)

તુમ્હાર ચરણ ગ્રહે માં કોઈ
સંકટ મીટે સદા સુખ હોઈ
પતિત ત્યાં પાવન થઈ જાઈ
અજ્ઞાની જ્ઞાની બની જાઈ
ધન્ય ધન્ય .. (૨)

સબ દેવીમાં માં તુ દેવી
તુમ્હારી મુર્તિ મહા તેજસ્વી કેવી
શુરવીરોને માં તુ શક્તિ દેનારી
અસુરો કો સંહાર કરનારી
ધન્ય ધન્ય .. (૩)

હરિદ્વાર તપસ્વી ભુમી સારી
કુટીર સમન્વય ત્યાં સેવા ભારી
ગુરૂદેવને પરિશ્રમ ઉઠાઈ
ભારતમાતા મંદિર બનાઈ
ધન્ય ધન્ય .. (૪)

નીત નીત સાધુ ત્યાં ભોજન જમતાં
ગંગામૈયા ત્યાં ખળખળ વહેતા
રામાયણ ગીતાના સ્વર ત્યાં ગૂંજે
રામ નામ વીના કશુ ન સુજે
ધન્ય ધન્ય .. (૫)

શંકા રહે તો જોવો જઈ ભાઈ
ત્યાં ભારતમાતા બીરાજે સદાઈ
નાથાભગત કહે સત્યભજન કૃપા થઈ ભાઈ
ગુરૂ સત્યમિત્રાનંદ અમર રહો ભાઈ
ધન્ય ધન્ય .. (૬)


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.