ઘણાં જન્મો, ઘણાં આત્માઓ
લેખક: ડો.બ્રાયન વૈશ (Brain Weiss)
ભાવાનુવાદક: અશોકભાઈ ન શાહ
ભાવાનુવાદકની પ્રસ્તાવનાનો અંશ
આપણે ત્યાં ના મોટા ભાગના ધર્મ-સંપ્રદાયો આત્માના અસ્તિત્વને તેના અમરત્વને સ્વીકારે છે અને માને છે કે દરેક જીવે તેના વર્તમાન ભવ પહેલા અનેક ભવ કર્યા હોય છે અને મૃત્યુ પછી પણ આવા અનેક ભવો તે કરશે. એમ કહી શકાય કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે આવી શ્રદ્ધા ગળથુથી માંથી લઈને જન્મે છે.
તથાકથિત સુધરેલા દેશના લોકો, ત્યાના વૈજ્ઞાનિકો અત્યાર સુધી આ વાત સ્વીકારતા નહોતા અને એ વાતને સાવ ધતિંગ કે વહેમ નહી તો પણ અંધશ્રદ્ધામાં ખપાવતા હતા.
પરિસ્થિતિ બદલાવાની શરુઆત થઈ ગઈ છે અને આપણે જેનો અનુવાદ વાંચી રહ્યાં છીએ તે અંગ્રેજી પુસ્તક ’Many Lives, Many Masters’ ના લેખક શ્રી બ્રાયન એલ. વૈશ (Brain L. Weiss, M.D.) કે જેઓ એક પ્રખર વૈજ્ઞાનિક છે અને અગાઉ ક્યારેય પુનર્જન્મ, પૂર્વજન્મની વાતોમાં વિશ્વાસ કરતાં નહોતા. તેઓ ’સ્વાનુભવે’ હવે તે વાતમાં સંપૂર્ણપણે વિશ્વાસ કરતા થઈ ગયા છે.
તેમના પુસ્તક નો શ્રી અશોકભાઈ શાહે કરેલ ગુજરાતી ભાવાનુવાદ વાચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
https://bhajanamrutwani.files.wordpress.com/2009/05/darpan.pdf
ડો. Brain L. Weiss ની વેબ સાઈટ જોવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://www.brianweiss.com/