जीवनसूत्राणि
Tips for Happy Living
સ્વામી તેજોમયાનંદ
પ્રકરણ (૧) – પોતાના જીવનની જવાબદારી અપનાવો
૧ | अथ जीवनसूत्राणि प्रस्तूयन्ते | હવે જીવન વિષે સૂત્રો રજૂ કરવામાં આવે છે. |
૨ | यज्ज्ञात्वाभ्यस्य च जीवनं सुखाय भवति | જે જાણીને અને અભ્યાસ કરવાથી જીવન સરળ અને સુખી થાય છે. |
૩ | जीवने द्विविधं कार्यं प्राप्तपरिस्थितिप्रतिकार: स्वभविष्यनिर्माणं च | જીવનમાં બે કરણીય કાર્યો હોય છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સામનો કરવો અને પોતાનું ભવિષ્ય ઘડવું. |
૪ | तत्रान्यस्यान्येन जीवनं जीवितुं न शक्यते | ત્યાં બીજાનું જીવન બીજા વડે જીવવું શક્ય નથી. |
૫ | परस्परं साहाय्यं तु संभवति | જો કે એકબીજાને મદદ કરવી શક્ય છે. |
૬ | साहाय्यस्य स्वीकरणे प्रदाने वाहंकारो न करणीय: | મદદ લેતી વખતે અથવા કરતી વખતે અહંકાર ન કરવો જોઈએ. |
૭ | जीवनं विनयेनैव शोभते | જીવન નમ્રતાથી જ શોભે છે. |
૮ | तस्मात्स्वजीवनभारं स्वीकृत्य सर्वप्रयत्नेन तत्सफलीकुर्यात् | તેથી જ આપણા જીવનની બધી જ જવાબદારીઓનો સ્વીકાર કરીને, આપણા બધા જ પ્રયત્નોથી, એને સફળ બનાવીએ. |
પ્રકરણ (૨) – પૂર્ણ ક્ષમતાનો વિકાસ
૧ | सर्वेजना: सफळतामाप्तुं योग्या: समर्थाश्च | બધા જ લોકો સફળતા મેળવવા માટે યોગ્ય અને સમર્થ હોય છે. |
૨ | यस्मात्स्वतन्त्रता मनुष्यजन्मनो विशेषता | કારણ કે સ્વાતંત્ર્ય એ માનવ જન્મની વિશેષતા છે. |
૩ | अत्र कर्मज्ञानेच्छादिस्वातन्त्र्यमुपलब्धम् | અહીં કર્મ-જ્ઞાન-ઈચ્છા વગેરેમાં સ્વાતન્ત્ર્ય મળેલું છે. |
૪ | तच्चोत्कर्षार्थं योक्तव्यं न तु स्वपरविनाशाय | એનો ઉપયોગ પોતાની ઉન્નતિ માટે કરવો જોઈએ, પોતાના કે બીજાના વિનાશ માટે નહીં. |
૫ | तदर्थमपेक्षिता: सर्वशक्तय: स्वस्मिन्नेव निहिता: | એના માટે જરૂરી બધી જ ક્ષમતા પોતાનામાં જ રાખેલી છે. |
૬ | शक्तयस्तु कायवाग्मनोबुद्धिस्थिता बहि: साधनभूताश्च | શરીર, વાણી, મન, બુદ્ધિ અને બાહ્ય ઉપકરણોમાં આ ક્ષમતાઓ હોય છે. |
૭ | तासामभिव्यक्त्यर्थं तु जीवने श्रेष्ठं लक्ष्यमावश्यकम् | એમની અભિવ્યક્તિ માટે, જીવનમાં ઉતમ ધ્યેય હોવો આવશ્યક છે. |
૮ | द्विविधं हि लक्ष्यं प्राथमिकं चरमं च | ખરેખર, આ ધ્યેય, તાત્કાલિક અને અંતિમ એમ બે પ્રકારનાં હોય છે. |
૯ | एतयोर्मध्ये सामंजस्यमावश्यकम् | એમની વચ્ચે સામંજસ્ય હોવું જ જોઈએ. |
૧૦ | यथा मोक्षप्राप्तये चित्तशुद्धि: | જેવી રીતે મોક્ષની પ્રાપ્તિ માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. |
પ્રકરણ (3) – સામર્થ્ય વૃદ્ધિ
૧ | मानवपुरुषार्थ: सीमित: | મનુષ્યના પ્રયત્નો સીમિત હોય છે. |
૨ | सर्वशक्तिमदीश्वरस्यानुग्रहेण तु स लक्षगुणो भवति | સર્વશક્તિમાન ઈશ્વરના અનુગ્રહથી, એ લાખગણો (અસરકારક) થાય છે. |
૩ | तस्मात्तमेवाश्रित्य पुरुषार्थ: कर्तव्य: | તેથી, એનો એકલાનો જ આધાર લઈને પ્રયત્ન કરવા જોઈએ. |
૪ | तेनैव जीवनं वस्तुत: शोभनं दिव्यं सुखमयं च भवति | તેનાથી જ, જીવન સાચે જ સુંદર, દિવ્ય અને સુખમય બને છે. |
૫ | श्रेयांसि बहुविघ्नानीति प्रसिद्धम् | મહાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઘણાં વિઘ્નો નડે છે, એ સુવિખ્યાત છે. |
૬ | तदा निराशानिरुत्साहादिदोषानुत्सृज्य धैर्यं चात्मविश्वासं च दृढीकुर्वन् साधनमार्गे अग्र एव प्रस्थितव्यम् | પછી નિરાશા, નિરુત્સાહ વગેરે દોષોને ત્યજીને, ધૈર્ય અને આત્મવિશ્વાસ દૃઢ કરીને સાધના માર્ગ પર આગળ જ વધતા રહેવું જોઈએ. |
૭ | भवतु लौकिकसमस्यानां समाधानं तु आध्यात्मिकदृष्टयैव | ખરેખર, બધી જ સાંસારિક સમસ્યાઓનું સમાધાન આધ્યાત્મિક દૃષ્ટિ દ્વારા જ થવું જોઈએ. |
૮ | एवं कर्म निरतोऽवश्यमेव सफलतां प्राप्नोति | આવી રીતે કર્મમાં પ્રવૃત્ત (માણસ) ચોક્કસ સફળતા મેળવે છે. |
૯ | व्यष्टिसमष्टिरुपेण सफलतापि द्विविधा | વ્યક્તિ અને સમષ્ટિ દૃષ્ટિએ સફળતા પણ બે પ્રકારની હોય છે. |
૧૦ | तयोर्मध्ये सामन्जस्यमस्तु | એમની વચ્ચે સામંજસ્ય હોવું જોઈએ. |
૧૧ | अन्यथानर्थ: | નહીંતર અનર્થ થાય છે. |
૧૨ | भवतु सर्वभूतहितकरा सफलता | સફળતા બધાં જ ભૂતમાત્રને કલ્યાણકારી થાઓ. |
પ્રકરણ (૪) – જીવન ઉપયોગી સૂચનો
૧ | विश्रामं विना परिश्रमो न करणीयस्तथैव च कार्यं विना विश्राम: | વિશ્રામ લીધા વગર કાર્ય કરતા ન રહેવું જોઈએ તેમજ કામ કર્યા વગર વિશ્રામ ન કરવો જોઈએ. |
૨ | विचारहीनं कर्म तथा कर्महीनो विचारश्च विफलताया: कारणम् | વિચાર કર્યા વગરનું કર્મ અને કર્મ વગરનો વિચાર એ નિષ્ફળતાનું કારણ છે. |
૩ | प्राप्तस्योपेक्षायां तथाअप्राप्तस्यापेक्षायां दु:खस्य सुरक्षा | પ્રાપ્તની ઉપેક્ષા અને અપ્રાપ્તની અપેક્ષામાં દુ:ખની સુરક્ષા છે. |
૪ | ग्रहदशापेक्षाया मनोदशा समीक्षणीया | ગ્રહ-દશા કરતાં પણ મનની સ્થિતિ ઠીક કરવી યોગ્ય છે. |
૫ | कर्मभाग: स्वाधीन: फलभागस्तु प्रकृतिवश ईति विजानीयात् | કાર્ય કરવું એ પોતાને આધીન છે પણ મળતું ફળ પ્રકૃતિને આધીન છે એમ જાણવું જોઈએ. |
૬ | तस्माद्यत्स्वाधीनं तत्स्वेनैव कृत्वाअन्यस्य चिन्ता परिहर्तव्या | તેથી જે આપણા આધીન છે તે બધું કરીને, બાકીનાં પરિબળોની ચિંતા ન કરવી જોઈએ. |
૭ | यथा भोजनं स्वेनैव क्रियते पाचनं तु प्रकृत्या | જેવી રીતે ભોજન કરવાનું કામ પોતે કરીએ છીએ અને પાચન કરવાનું કામ નિસર્ગ કરે છે. |
પ્રકરણ (૫) – સંબંધોમાં માધુર્ય
૧ | जना आदरणीया विश्वसनीया न तु शंकनीया: | લોકો પર આદર અને વિશ્વાસ રાખો, નહીં કે શંકા કરો. |
૨ | स्वदोषान्प्रति कठोरोऽन्येषां प्रति तु कोमलो भवेत् | પોતાના દુર્ગુણો પ્રત્યે કઠોર પરંતુ બીજાના (દોષો) પ્રત્યે મૃદુ હોવું જોઈએ. |
૩ | पारस्परिकस्नेहविश्वासे वर्तमाने विधिनियमा अनावश्यका: | જો પરસ્પર પ્રેમ અને વિશ્વાસ હોય તો નિયમો અને કાયદાઓની આવશ્યકતા રહેતી નથી. |
૪ | अविद्यमानेऽपि अनावश्यका यतो निष्फला: | એ (પ્રેમ અને વિશ્વાસ) ન હોય તો પણ એમની (વિધિ-નિયમોની) આવશ્યકતા રહેતી નથી કારણ કે તે કામ કરતા નથી. |
૫ | कस्यचिदपि संबन्धस्याधारो यदि लौकिकस्तर्हि स बन्धनकारक आध्यात्मिकस्तु मुक्तिदायको भवति | જો કોઈપણ સંબંધનો આધાર લૌકિક હોય તો તે બંધન કરનારો બને છે, પણ જો તે આધ્યાત્મિક હોય તો તે મુક્તિ આપનારો બને છે. |
૬ | आत्मवल्लोकान्पश्येन्न तु तथा भावयेत् | લોકોને પોતાના આત્માની જેમ જોવા જોઈએ, પણ પોતાના જેવા નહી માનવા જોઈએ. |
૭ | सुखदु:खादिविषयकस्वकल्पनामन्यस्मिन्नारोपयेत् | સુખ-દુ:ખ આદિના વિષયમાં બીજાપર પોતાની માન્યતાઓ ન આરોપવી જોઈએ. |
૮ | तेभ्य: स्वातन्त्र्यं प्रयच्छेत् | તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. |
પ્રકરણ (૬) – વસ્તુઓ સાથેના સંબંધ
૧ | जडपदार्थेभ्यश्चेतनप्राणिन: श्रेष्ठतरा: | જીવો, અચેતન-જડ પદાર્થો કરતાં શ્રેષ્ઠ છે. |
૨ | तस्माज्जडपदार्थानां कृते प्राणिनो न विनाशयितव्या: | જીવંત પ્રાણીઓનો નાશ ન કરવો જોઈએ. |
૩ | मूल्यवत्पदार्थेभ्यो जीवनमूल्यानि श्रेष्ठतराणि | જીવનમૂલ્યો કીમતી વસ્તુઓ કરતાં વધારે શ્રેષ્ઠ છે. |
૪ | तै: सम्पन्न: पुरुष एव सम्माननीयो न तु केवलो धनसम्पन्न: | તેમનાથી (જીવનમૂલ્યોથી) સંપન્ન વ્યક્તિ જ આદરણીય છે, નહીં કે ફક્ત ધનસમ્પન્ન. |
૫ | आदर्शहीन: प्रलोभते पतति नश्यति च | આદર્શવિહીન વ્યક્તિ પ્રલોભનમાં આવી પતન પામે છે અને નાશ પામે છે. |
૬ | आवश्यकतानुसारेणैव जडपदार्थेभ्यो महत्वं स्थानं च दद्यात् | વસ્તુઓને જરૂરી હોય તેટલું જ મહત્વ અને યોગ્ય સ્થાન આપવું જોઈએ. |
પ્રકરણ (૭) – મન પર મનન
૧ | कामक्रोधादिविकाराणां न वशमागच्छेत् | ઈચ્છા, ક્રોધ વગેરે વિકારોના વશમાં ન આવવું જોઈએ. |
૨ | मन:शान्तिविवेकनिधेर्नाशकत्वात् | (તેઓ) મનની શાંતિ અને વિવેકરૂપી ખજાનાનો નાશ કરનારા હોવાથી |
૩ | परेषां चेतसि च तान्नोत्पादयेत् | બીજાના મનમાં પણ તેમને (કામ-ક્રોધાદિ) પેદા ન કરવા જોઈએ. |
૪ | श्रद्धाभक्त्यादिगुणान् संवर्धयेद् अन्येषां ह्रदि च जनयेत् | વ્યક્તિએ પોતાનામાં શ્રદ્ધા, ભક્તિ જેવાં ગુણો વિકસાવવા જોઈએ અને બીજામાં પણ પ્રેરવા જોઈએ. |
૫ | विविधानुभवै: सर्वदा स्वात्मानं शिक्षयेत्यस्मात्तेऽर्थपूर्णा: | કાયમ, વિવિધ અનુભવો થકી પોતે શીખવું જોઈએ, કારણ કે તેનાથી જીવન અર્થપૂર્ણ બને છે. |
૬ | न केनाप्यनुभवेन कटुभवेदपितु मधुरतरो हि भवेत् | કોઈપણ અનુભવના લીધે કડવાશ ઉભી ન થવી જોઈએ, પણ વધારે મીઠાશ જ પેદા થવી જોઈએ. |
૭ | पीडाहीनो लाभस्तथा लाभहीना पीडा नास्ति | પીડા વગરના લાભ તેમજ લાભ વગરની પીડા હોતી નથી. |
૮ | प्राय: सर्वेषां जीवने यत्किश्चिदपूर्णत्वं द्रश्यते | સામાન્ય રીતે બધાના જ જીવનમાં થોડીક તો અપૂર્ણતા દેખાય છે. |
૯ | तस्य पूर्तिलौकिक परिच्छित साधनेन न साध्या किन्तु पूर्णपरमात्मनैव | એની પરિપૂર્ણતા, પરિછિન્ન લૌકિક સાધનો વડે શક્ય નથી ફક્ત પૂર્ણ પરમાત્મા વડે જ શક્ય છે. |
૧૦ | पूर्णद्रष्टिमाश्रित्य पूर्णमेव जीवनं जीवेत् | પૂર્ણતાની દ્રષ્ટિનો આધાર લઈને પૂર્ણ જીવન જીવવું જોઈએ. |
૧૧ | नान्तोऽस्ति जीवनसूत्राणाम् | જીવનસૂત્રોનો કોઈ અંત હોતો નથી. |
૧૨ | यस्मादपारोऽगाधो हि विद्यासागर: | કારણ કે વિદ્યાનો સાગર ખરેખર અપાર અને ગહન છે. |
૧૩ | न कदापि कुत्रापि कस्याश्चिद् अवस्थायामपि भगवन्तं तस्य कृपां च विस्मरेत् | કોઈપણ સમયે, સ્થાને કે અવસ્થામાં પરમેશ્વરને અને એની કૃપાને નહીં ભૂલવાં જોઈએ. |
૧૪ | सर्वोत्तमं हीदं सूत्रम् | આ ખરેખર સર્વશ્રેષ્ઠ સૂત્ર છે. |
૧૫ | अनेन सर्वात्मको भगवान्सदगुरुश्च प्रियेतां तदनुग्रहेण सर्वे सुखिनो भवन्तु | આનાથી, સર્વમાં આત્મરૂપસ્થિત પરમેશ્વર અને સદગુરુ પ્રસન્ન થાઓ અને એમની કૃપાથી બધાં જ સુખી થાઓ. |
- સ્વામી તેજોમયાનંદ