
હે ભાઈ !
હે ભાઈ !
ચુંટણી પહેલાં લોકો પાસે મત આપવા વિનવણી કરતાં હોય ઈ ચુંટણી પછી વટથી હુકમો કેમ બહાર પાડવા લાગતા હશે?
એમાં એવું છે ને કે અમુક લોકો દ્વારા, અમુક લોકોના લાભ માટે અમુક લોકો પર ચલાવાતું રાજ એટલે ભારતીય લોકશાહી.
આમાં તો લોકોને સાચી સત્તા ત્યારે જ મળે કે જ્યારે ખરા અર્થમાં લોકપાલ આવે અને Right to Recall (ચુંટાયેલ ઉમેદવાર યોગ્ય કામગીરી ન કરે તો લોકો તેને પાછો પોતાની ભેળો બેહારી દઈ શકે) લાગુ પડે, ત્યારે જ લોકોને લાગે કે તે ખરી લોકશાહીમાં જીવે છે. ત્યાં સુધી તો શું “ABC” કે શું “XYZ” પ્રજાએ તો પીસાવાનું જ છે.
હે ભાઈ ! આ પ્રધાનમંત્રીના કોટની હરાજી થઈ ઈમ આ ખેડુતોની જમીનની યે હરાજી કરી દેશે?
એમનું હાલે ને તો ઈ યે કરે પણ ખેડુતોની જમીન ઈ કાઈ NRI એ દાનમાં દીધેલો કોટ નથી પણ ખેડુતોએ લોહી અને પરસેવાથી પેઢીઓથી સીંચેલી જનમ ભોમકા છે. ઈ ખેડુતો “જીવ દઈદે પણ જમીન નહીં” ઈ આ ઉધ્યોગપતીઓને હમજાય ત્યારે બહું મોડું ન થઈ જાય તો હારું.