અર્જીત કરેલી સંપતીનું યોગ્ય રીતે રક્ષણ કરવામાં ન આવે તો તે નષ્ટ થતા વાર નથી લાગતી.
Posts Tagged With: ચિંતન
સુખીયા સબ સંસાર હૈ
સુખીયા સબ સંસાર હૈ
ખાયે ઔર સોયે
દુ:ખીયા કબીર દાસ હૈ
જાગે ઔર રોયે
કબીર પરમ તત્વને પામી ગયેલા સંત હતા. તેઓ સંસારીઓને જોતા અને વિચાર કરતાં કે વાહ બધા કેવા ખાય છે, પીવે છે અને જલસા કરે છે.
આ જોઈને કબીરજીને રડવું આવતું. કેટલાંક લોકોનું અરણ્ય રુદન હોય છે જ્યારે સંતોનું કારુણ્ય રુદન હોય છે.
અને તેમને દોહરો સ્ફુર્યો હશે કે:
ચલતી ચક્કી દેખકે, દીયા કબીરા રોય
દો પાટન કે બીચમેં, સાબુત બચા ન કોય
શંકરાચાર્યજી પણ કહે છે કે :
દિનમપિ રજની, સાયં પ્રાત:
શિશિર વંસતો પુનરાયાત
કાલ ક્રીડન્તિ ગચ્છતિ આયુ
તદપિ ન મુન્ચતિ આશાવાયુ
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે
ભગવદગીતા કહે છે કે :
યા નિશા સર્વ ભુતાનિ તસ્યાત જાગર્તિ સંયમિ
અને તેનો સરળ અનુવાદ કરતાં યોગેશ્વરજી સરળ ગીતા દ્વારા કહે છે કે :
વિષયોમાં ઉંઘે બધા, યોગી વિષય ઉદાસ
પ્રભુ પ્રકાશથી દૂર સહુ, યોગી પ્રભુની પાસ
આવા સંતો કે જેમને દુનિયાએ પાગલ ગણ્યાં તે જ ખરા અર્થમાં શાણા હતા અને જેમને આપણે દુન્યવી રીતે સફળ ગણીએ છીએ તેવા સીકંદરો જીવનભર રક્તપાત કરીને છેવટે ખાલી હાથે ચાલ્યા જાય છે.
મતિ (આજનું ચિંતન – આગંતુક)
હે પ્રભુ ! મને એવી મતિ આપજે કે જેથી હું સ્વાર્થી, સત્તા લોલુપ અને ધૂર્ત લોકોએ વિભાજીત કરેલ લઘુમતિ અને બહુમતિને બદલે સર્વની અંદર તને જોઈ શકું.
આટલું કહીને હું આંખો બંધ કરીને ઉંડા વિચારમાં સરી ગયો.
ત્યાંતો આંતરજગતમાં થી એક વિચાર ઉદભવ્યો. જાણે કે પ્રભુ મરક મરક હસતા હસતા મને કહી રહ્યાં હતા. વત્સ આ જ તો મારી માયા છે કે જેમાં શુદ્ર લાભો માટે મુઢમતિઓ ઝગડતા રહે છે અને આ મારુ અને આ તારુ કહીને સર્વ મારુ હોવા છતા જાણે તેમના બાપનો માલ હોય તેમ ભાગલા પાડે છે.
લે હું તને એવી મતિ આપું છું કે જેથી તને સમજાય કે સર્વ કોઈ મારી અંદર અને હું સર્વની અંદર સર્વવ્યાપક પણે રહેલો છું. અલબત્ત આ સર્વના મલિન ભાવો તેમની અવિદ્યાને આધારે રહે છે અને તે અવિદ્યા મારે આશરે રહે છે તેથી તે સર્વ મારામાં છે પણ હું તેમના આ મલિન ભાવોમાં નથી.
ચોર અને શાહુકાર – LOL
એક ચોરને તેના મિત્રએ પુછ્યું કે અલ્યાં તારી અને શાહુકાર વચ્ચે શું ફરક છે?
ચોર કહે યાર, એમાં એવું છે ને કે ચોર તો આપણે બધા છીએ પણ હું પક્ડાઈ જાઉ છું અને જે ચોરી કરવા છતા પકડાયા નથી તે શાહુકાર તરીકે ઓળખાય છે.
એટલે તું શું એમ કહેવા માંગે છે કે શાહુકારો, પ્રતિષ્ઠા પામેલા, મહેનતથી આગળ વધેલા બધાએ ચોર છે?
હા દોસ્ત,
જેમણે આપબળે મહેનત કરીને યોગ્ય પુરુષાર્થ દ્વારા સંપત્તિ મેળવી હોય તેમના સીવાયના બીજા બધા ચોર છે. આપણો જન્મ થયો ત્યારથી આજ સુધી આપણે માતા-પિતા પાસેથી, સમાજ પાસેથી, પ્રકૃતિ પાસેથી સતત કશું ને કશું મેળવતા આવ્યાં છીએ. આપણી શક્તિ, બુદ્ધિ અને સંપત્તિના વિકાસમાં આજુબાજુની વ્યક્તિઓ, પૂર્વજોએ મેળવેલા જ્ઞાન અને ડહાપણ તથા કુદરતનો મોટો ફાળો છે. વળી આ કુદરતને નીયમનમાં રાખનાર અને તેને આપણને જીવવા યોગ્ય બનાવનાર સૃષ્ટી નીયામક કે જેને આપણે પુરી રીતે તો શું પણ અલ્પ રીતે ય જાણતાં નથી તેનોયે મોટો ફાળો છે.
આ સઘળી વ્યક્તિઓ, સમાજ, કુદરત અને સૃષ્ટી કર્તા પ્રત્યેનું ઋણ અદા કર્યા વગરના જેટલાએ લોકો છે તે પછી ચોર તરીકે ઓળખાતા હોય કે શાહુકાર તરીકે શાખ પામ્યાં હોય પણ છે તો ચોર જ..
જો ભાઈ ભગવદ ગીતા કહે છે કે :
( यज्ञादि कर्मों की आवश्यकता का निरूपण )
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबंधनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचर ॥
भावार्थ : यज्ञ के निमित्त किए जाने वाले कर्मों से अतिरिक्त दूसरे कर्मों में लगा हुआ ही यह मुनष्य समुदाय कर्मों से बँधता है। इसलिए हे अर्जुन! तू आसक्ति से रहित होकर उस यज्ञ के निमित्त ही भलीभाँति कर्तव्य कर्म कर ॥9॥
सहयज्ञाः प्रजाः सृष्टा पुरोवाचप्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥
भावार्थ : प्रजापति ब्रह्मा ने कल्प के आदि में यज्ञ सहित प्रजाओं को रचकर उनसे कहा कि तुम लोग इस यज्ञ द्वारा वृद्धि को प्राप्त होओ और यह यज्ञ तुम लोगों को इच्छित भोग प्रदान करने वाला हो ॥10॥
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥
भावार्थ : तुम लोग इस यज्ञ द्वारा देवताओं को उन्नत करो और वे देवता तुम लोगों को उन्नत करें। इस प्रकार निःस्वार्थ भाव से एक-दूसरे को उन्नत करते हुए तुम लोग परम कल्याण को प्राप्त हो जाओगे ॥11॥
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुंक्ते स्तेन एव सः ॥
भावार्थ : यज्ञ द्वारा बढ़ाए हुए देवता तुम लोगों को बिना माँगे ही इच्छित भोग निश्चय ही देते रहेंगे। इस प्रकार उन देवताओं द्वारा दिए हुए भोगों को जो पुरुष उनको बिना दिए स्वयं भोगता है, वह चोर ही है ॥12॥
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥
भावार्थ : यज्ञ से बचे हुए अन्न को खाने वाले श्रेष्ठ पुरुष सब पापों से मुक्त हो जाते हैं और जो पापी लोग अपना शरीर-पोषण करने के लिए ही अन्न पकाते हैं, वे तो पाप को ही खाते हैं ॥13॥
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥
भावार्थ : सम्पूर्ण प्राणी अन्न से उत्पन्न होते हैं, अन्न की उत्पत्ति वृष्टि से होती है, वृष्टि यज्ञ से होती है और यज्ञ विहित कर्मों से उत्पन्न होने वाला है। कर्मसमुदाय को तू वेद से उत्पन्न और वेद को अविनाशी परमात्मा से उत्पन्न हुआ जान। इससे सिद्ध होता है कि सर्वव्यापी परम अक्षर परमात्मा सदा ही यज्ञ में प्रतिष्ठित है ॥14-15॥
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥
भावार्थ : हे पार्थ! जो पुरुष इस लोक में इस प्रकार परम्परा से प्रचलित सृष्टिचक्र के अनुकूल नहीं बरतता अर्थात अपने कर्तव्य का पालन नहीं करता, वह इन्द्रियों द्वारा भोगों में रमण करने वाला पापायु पुरुष व्यर्थ ही जीता है ॥16॥
હવે તને સમજાયું ને કે હું તો માત્ર ચોરીનું નાટક કરું છું પણ આ સમાજને ફોલી ખાનારા પેલા નરાધમો કોણ છે?
આપણાં દુષ્ટ અને ભ્રષ્ટ રાજકારણીઓ, મોટા મોટા મંદીરોમાં લુંટ ચલાવનારા ગાદીપતીઓ, સત્તા હાથમાં આવતા પ્રજાકલ્યાણના કાર્યો કરવાને બદલે પ્રજાને લુંટતા સત્તાધીશો, ભેળસેળ અને છેતરપીંડી કરનારા વેપારીઓ આ બધા તેમના કર્તવ્યથી ચ્યુત થઈને ભલે અઢળક સંપત્તિના ઢગલા પર બેઠા હોય પણ છે તો ચોર, ચોર અને ચોર…
હા હો તારી વાત તો સાચી. ખરેખર તો આ માંધાતાઓ જ મોટા ચોર છે કે જેને આપણે શાહુકાર તરીકે માન સન્માનથી જોઈએ છીએ.
પણ તું જો આવા ચોરીના નાટક કરીશ તો તારી મા આવીને તને લાફો ઝીંકી દેશે.
હા ભાઈ, મનેય માની બહુ બીક લાગે છે એટલે તો જલદી જલદી કહી દીધું કે હું ચોરી નથી કરતો. આ તો ખાલી નાટક છે હો ભાઈશાબ… LOL
આજનું ચિંતન (સગવડ અને સમજણ)
વિજ્ઞાન આપણને સગવડ આપી શકે, સમજણ તો સહુએ જાતે જ કેળવવી પડે.
આજનું ચિંતન – મમત
નાના બાળકોને ક્યારેય એક રમકડાં માટે ઝગડતાં જોયા છે? એક રમકડું પ્રાપ્ત કરવા માટે તેઓ જીવ પર આવીને લડે, ચીસો પાડે, રડે, મારામારી કરે, કપડાં ફાડી નાખે અને બીજું તો શું નું શું યે કરે? કદાચ એવું યે બને કે લડાઈ વખતે રમકડું તુટી યે જાય. થોડા વખત પછી જોઈએ તો રમકડું તો ક્યાંયે એક બાજુ ખુણામાં પડ્યું હોય અને બાળકો વળી પાછી કોઈ અન્ય પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા હોય. તો પછી આવશ્યકતા શું રમકડા માટે હતી કે જેને માટે તેઓ લડ્યા, ચીસો પાડી, મારામારી કરી, કપડાં ફાડી નાખ્યાં અને બીજું કઈ કેટલું યે કર્યું.
ના, ખરેખર તો તે લડાઈ તેમની મમતની હતી.
જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ
વાંચન – વિચારોનું ઈનપુટ
લેખન – વિચારોનું આઊટપુટ
ચિંતન – કોઈ એક વિષય પર વિશેષ વિચારણા
મનન – ફરી ફરીને તેના તે વિચારને વાગોળવો
નિદિધ્યાસન – ચોક્કસ વિચાર સાથે એકરુપ થઈ જવું
અનુભવ – આપણી સાથે ઘટેલી ઘટના
સમાચાર – અન્ય સ્થળે અન્ય લોકો સાથે ઘટેલી ઘટનાની માહિતિ
માન્યતા – આ પ્રમાણે બનશે કે બને છે તેવી ધારણા
હકિકત – આ પ્રમાણે બન્યુ તેવો અનુભવ
એકનો અનુભવ બીજા માટે માન્યતા છે. કોઈ પણ માન્યતાને સ્વાનુભવ દ્વારા પુષ્ટિ ન મળે ત્યાં સુધી તેને હકિકત કહી ન શકાય.
તેમ છતાં
કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને પ્રમાણ માનવામાં ડહાપણ રહેલું છે. જેમ કે અગ્નિને અડવાથી કોઈ દાઝી ગયું છે તે સમાચાર મળ્યાં તેથી માન્યતા બંધાણી કે અગ્નિને અડવાથી દાઝી જવાય. આ માન્યતાને હકિકતમાં બદલવાની જરુર ખરી?
કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને હકિકત બનાવવાનો પુરુષાર્થ કરવા જેવો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ ધ્યાન દ્વારા સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરે છે તો તેનો અનુભવ આપણે માટે માન્યતા છે કે ધ્યાનની પરિપક્વ અવસ્થામાં સર્વોચ્ચ આનંદ મળે છે. જ્યાં સુધી આ માન્યતાને આપણે હકિકતમાં ન બદલીએ ત્યાં સુધી માત્ર માન્યતાથી સર્વોચ્ચ આનંદ ન મળે. જેઓ સર્વોચ્ચ આનંદ મેળવવા ઈચ્છે છે તેમને માટે આ માન્યતાને હકિકતમાં બદલવાનો પુરુષાર્થ આવશ્યક છે.
કહેવાનું તાત્પર્ય તે છે કે કઈ માન્યતાને હકિકતમાં બદલવા માટે પુરુષાર્થ કરવો અને કઈ માન્યતાને હકિકતમાં ન બદલવા પુરુષાર્થ કરવો તેને માટે વિવેકબુદ્ધિની આવશ્યકતા છે.
“જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ” શું આવું સુત્ર આપી શકાય?
શુદ્ધ અને અશુદ્ધ મન
આજે ધમ્મપદના સૂત્રોનો અંગ્રેજી અનુવાદ વાંચી રહ્યો હતો. પ્રથમ બે સૂત્રો વાંચ્યા. વાંચ્યા પછી જો વિચારવામાં ન આવે તો વાંચન શા કામનું?
પ્રથમ સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો અશુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે બળદ સાથે જોડાયેલું ગાડું બળદની પાછળ પાછળ ચાલે છે તેમ દુ:ખ તે માનવીની પાછળ પાછળ ચાલે છે.
બીજું સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો શુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે મનુષ્યની સાથે તેનો પડછાયો હંમેશા સાથે રહે છે તેવી રીતે સુખ તે માનવીની સાથે સાથે રહે છે.
આ સૂત્રો પર વિચાર કરીએ તો જણાઈ આવે છે કે સુખ અને દુ:ખ માટે કોઈ બાહ્ય પરીબળ કારણરુપ નથી. આપણું શુદ્ધ કે અશુદ્ધ મન જવાબદાર છે.
યક્ષ પ્રશ્ન તે છે કે મનને અશુદ્ધ થતાં કેવી રીતે અટકાવવું અને શુદ્ધ કેવી રીતે કરવું? કોઈ આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે મદદ કરશો?
આટલું ગુંચવી નાખવા માટે પુરતું છે
આત્મા,
અંત:કરણ,
પ્રાણ,
ઈંદ્રિયો,
શરીર અને જગત ;
આટલું જ તો છે.
પણ
આટલું ગુંચવી નાખવા માટે પુરતું છે.
આપણું ભાવિ આપણાં હાથમાં
નાનો માણસ ભૂલ કરે તો તેને વ્યક્તિગત નુકશાન થાય. કુટુંબનો મોભી ભૂલ કરે તો કુટુંબને નુકશાન થાય. રાષ્ટ્રનો મોભી ભૂલ કરે તો સમગ્ર રાષ્ટ્રને નુકશાન થાય.
રાષ્ટ્રનો મોભી એટલે આપણો નેતા. આપણાં રાષ્ટ્રને નુકશાનીથી બચાવવા અને રાષ્ટનું હિત જળવાય તેવા પ્રયત્નો અને કાર્યો કરી શકે તેવા નેતાઓ જ્યાં સુધી આપણે ન ચૂંટીએ ત્યાં સુધી રાષ્ટ્ર બળવાન ન બની શકે.
આપણાં નેતાઓ આપણામાંથી જ આવે છે. સત્તા મળ્યાં પછી કાં તો તે નીષ્ક્રીય થઈને ભોગ-વિલાસમાં પડી જાય છે અથવા તો મદાંધ બનીને સત્તાના તોરમાં છકી જાય છે. કોઈક ગણ્યાં ગાંઠ્યા રાજનેતાઓ રાષ્ટ્રહિત માટે કાર્યરત બને છે. વધારે રાજનેતાઓ ભ્રષ્ટ અને સ્વાર્થી હોવાથી સારા અને ભદ્ર રાજનેતાઓ ઈચ્છા હોવા છતાં સારું કાર્ય કરી શકતાં નથી.
આવનારા દિવસોમાં આપણે વધુ ને વધુ સારા નેતાઓ શોધવા પડશે. તેમને ચૂંટણી લડવા મોકલવા પડશે અને તેમને જીતાડીને રાજ્યવ્યવસ્થામાં સામેલ કરવા પડશે.
ભ્રષ્ટ નેતાઓને પ્રજા ઈચ્છે ત્યારે પાછા બોલાવી શકે અને તેમની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવા કાયદાઓ લાવવા પડશે અને તેનો અમલ શરુ કરાવવો પડશે.
અત્યારે નેતાઓ સમાજને જ્ઞાતિ / ધર્મ / ગરીબી-અમીરી / શિક્ષિત-અશિક્ષિત / સવર્ણ-દલિત અને બીજા અનેક પ્રકારે વિભાજીત કરીને મત મેળવવાનું રાજકારણ ખેલે છે. પોતાની લાયકાતને આધારે નહીં પણ આવા કોઈ પણ મુદ્દાને આગળ ધરીને મત માંગતા ભીખારીઓને સારી રીતે ઓળખીએ અને તેમને જાકારો આપવા અને સાચા કાર્યશીલ નેતાઓને ચૂંટવા માટે પ્રજાએ એકજૂટ થવું પડશે.
પ્રજા સંગઠીત નથી માટે ભ્રષ્ટ / ધૂર્ત / બદમાશ / લુચ્ચા / લફંગાઓ / ગુંડાઓ આપણે માથે છાણાં થાપે રાખે છે અને પ્રજા મુંગા મોઢે સહન કર્યાં કરે છે. શું હવે પછી આવનારી પ્રત્યેક ચૂંટણીમાં આપણે આ ધૂર્ત-દગાબાજોને હાંકી કાઢીને કર્તવ્ય પરાયણ અને પ્રજાહિત માટે કાર્ય કરે તેવા સક્ષમ અને મૂલ્યનિષ્ઠ નેતાઓ ચૂંટવા માટે કટીબદ્ધ થઈ શકશું?