Posts Tagged With: ક્રિસમસ

નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

નશો અને બળાત્કારને સીધો સંબંધ છે. ઘણાં ખરા કીસ્સાઓમાં બળાત્કાર નશો કર્યા પછી કરવામાં આવ્યો હોય છે. આપણાં કેટલાંક વિકાસ ઈચ્છુક નવલોહીયા લેખકો કહેતા હોય છે કે ગુજરાતમાંથી દારુ બંધી ઉઠાવી લેવી જોઈએ તેમને હાથ જોડીને કહેવાનું મન થાય છે કે ભાઈઓ તમારે દારુ પીવો હોય તો છાનામાના તમારી રીતે પી લેજો પણ ટોમ, ડીગ અને હેરી માટેય દારુ ઉપલબ્ધ કરવો એટલે રકાસને આમંત્રણ તથા બરબાદી માટે સીધો રસ્તો તૈયાર કરવો તેમ સમજી લેવું.

ઘરમાં આપણી માતાઓ, બહેનો અને દિકરીઓને પુછી જોજો કે તેમના ઘરનો પુરુષ નશો કરીને છાકટો થાય તે તેમને માટે ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ જવા જેવું નથી બનતું?

દિલ્હિમાં એક વર્ષ માટે દારુ પર પ્રતિબંધ મુકીને જોઈ જુવો.બળાત્કારનો દર આપો આપ નીચે આવી જશે.

યાદ રહે કે ક્રીસમસ તે કાઈ નાચ, નશો અને વ્યભિચારનો તહેવાર નથી પણ ઈસુની કરુણા અને પ્રેમનો સંદેશ ફેલાવવાનો તહેવાર છે.

તમારા હ્રદય પર હાથ મુકીને કહેજો કે ખરેખર તમને નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

Categories: પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , | 5 Comments

Blog at WordPress.com.