Posts Tagged With: કહેવાતું જ્ઞાન

Jealousy n Gyan

આજે આપણે મતદાન કરીશું. બે મત આવી ગયા છે. અહીં એક ખુલાસો કરવાનો છે – કોઈ પણ બ્લોગર જેણે ઉમેદવારી ન નોંધાવી હોય તો પણ તેને મત આપી શકાશે. તો આપનો મત જરૂર આપશો.

મિત્રો,

Jealousy (ઈર્ષા) તે માનવ સહજ અવગુણ છે. આ અવગુણ જ્યારે વકરે ત્યારે તે ખાનાખરાબી સર્જે છે. કેટલાંક લોકો પોતાને વિશેષ હોંશીયાર માનતાં હોય છે અને જેની અને તેની સામે શિંગડા ભરાવવાનો શોખ લઈને ફરતાં હોય છે. આવા લોકો પાસે જ્ઞાન હોય છે પણ તે જ્ઞાનનો ઉપયોગ તે બીજા લોકોની ઈર્ષા કરવામાં કરતાં હોય છે. કેટલાંક બ્લોગરો પણ એવા હોય છે. મેં આ વખતે એક એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. ’Jealousy n Gyan’. જે બ્લોગર મહત્તમ Jelousy ધરાવતો હશે તેને આ એવોર્ડ આપવામાં આવશે – Gyan, Extra Qualification ગણાશે.

૧. આ એવોર્ડ દર મહિનાની છેલ્લી તારીખે આપવામાં આવશે.

૨. આ એવોર્ડ વાચકોના પ્રતિભાવ દ્વારા આપવામાં આવશે.

૩. દરેક વાચક માત્ર એક બ્લોગને આ એવોર્ડ માટે મત આપી શકશે.

૪. સહુથી વધુ મત પ્રાપ્ત કરનાર વિજેતા જે તે મહિના માટે આ એવોર્ડ ધારક તરીકે એક મહિના સુધી એટલે કે બીજી ચૂંટણી સુધી રહી શકશે.

૫. ડરપોક મતદારોને મતદાનથી દૂર રહેવાનો અધિકાર છે.

આવતી કાલે જૂન-૨૦૧૧ ની છેલ્લી તારીખ છે તો આવતી કાલે આપણે આ એવોર્ડ માટે પ્રથમ ચૂંટણી યોજશું. જો કોઈને એક પણ મત નહિં મળે તો “ભજનામૃત વાણી” ને તે મહિના માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ઈર્ષાળુઓને આશિર્વાદ.

Categories: વિવાદ/પડકાર | Tags: , | 7 Comments

Create a free website or blog at WordPress.com.