Posts Tagged With: ઉનાળો

આવ્યો ફાગણીયો.. હો રૂડો ફાગણીયો…

Aayo_Faganiyo

મીત્રો,

શીયાળા અને ઉનાળાને જોડતી ઋતુ એટલે વસંત ઋતુ. આ ઋતુમાં શીયાળો ધીરે ધીરે વિદાય લે અને ઉનાળો ધીરે ધીરે તેનું પોત પ્રકાશવા લાગે. ગુજરાતી તારીખીયા પ્રમાણે મહા મહિનો અને ફાગણ મહીનો વસંત ઋતુના ગણાય. મહા મહિનો પુરો થયો. આપણે વસંતને તો વધાવી લીધી. હવે ઉનાળાની શરુઆતે મજાનો ફાગણીયો ફોરમતો આવ્યો છે તો તેનું યે ભાવભીનું સ્વાગત કરશું ને?

દોસ્તો, જીવનમાં સહુને નાની મોટી તકલીફો તો રહેવાની જ છે. તેથી કાઈ ઉત્સવો ઉજવવાનું થોડું છોડી દેવાશે? ઉત્સવો છે તો જીવનનો આનંદ છે. ઉત્સવો આપણને દુ:ખને હસી કાઢવાની અને જીંદગી ઉત્સાહપૂર્વક જીવવાની ખુમારી આપે છે. તો આપ સહુના જીવન પણ આ ફાગણની ફોરમ સાથે મહેંકી ઉઠે તેવી શુભેચ્છાઓ…


ફાગણ ફોરમતો આયો, આયો રે આયો..ફાગણ ફોરમતો આયો.
એના રંગે મલક રંગાયો રે આયો.. ફાગણ ફોરમતો આયો.

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના સર સર અંગ પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો.. ફાગણ ફોરમતો આયો.

ગોળગોળ ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..ફાગણ ફોરમતો આયો.

ગોરી ગોરા છોરા છોરી કરતા રે જોરાજોરી ફાગણને લેતા વધાયો
મળી મેળા રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો … ફાગણ ફોરમતો આયો.

ફાગણ આયો રે ફાગણિયું મંગા દે રસિયાં ફાગણ આયો રે
એના રંગે મલક રંગાયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…

તહુ દમક દમક દાદુર ડણ ડમકત, ગહકત મોર મલ્હાર ઘીરા
પિયુ પિયુ શબદ પુકારત ચાતક, પિયુ પિયુ કોકિલ કંઠ ઘીરા…. ફાગણ ફોરમતો આયો.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા ને ઘણણણ ગિરિવર શિખર દડે
તહુ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા ગડડ ગડડ ઘન ઘોર ગરજે… ફાગણ ફોરમતો આયો.


ગીતના શબ્દનું સૌજન્ય તથા સાંભળવા માટે: મીતિક્ષા.કોમ


Categories: ઉત્સવ, કુદરત, ગમતાંનો ગુલાલ, પ્રકૃતિ, મધુવન, સૌંદર્ય | Tags: , , , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.