Posts Tagged With: આધ્યાત્મિક ડાયરી

સદાચાર સ્તોત્ર (૧૧)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીના તર્પણનું વર્ણન કરે છે:

તર્પણં સ્વસુખેનૈવ સ્વેન્દ્રિયાણાં પ્રતર્પણમ |
મનસા મન આલોક્ય સ્વયમાત્મા પ્રકાશતે || ૧૧ ||

શ્લોકાર્થ: આત્માના આનંદ વડે જ પોતાની ઈંદ્રિયોને સારી રીતે તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. મન વડે મનને જોઈને આત્મા પોતે પ્રકાશે છે.

ટીકા: આત્માના પરમાનંદ સ્વાભાવ વડે જ પોતાની શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોને પરિપૂર્ણ તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. પોતાના પવિત્ર ને એકાગ્ર અંત:કરણ વડે અંત:કરણના અધિષ્ઠાનરૂપ આત્માનો સાક્ષાત્કાર કરીને તેને તે પરમાનંદ વડે પરિતૃપ્ત કરવું તે પણ તર્પણ છે. આ તર્પણ વડે આત્મા પોતે પ્રકાશે છે. ઈંદ્રિયોને તથા અંત:કરણને બહારના વિષયોના સેવનથી કદી પણ તૃપ્તિ થતી નથી, પણ આત્માના આનંદનો અનુભવ થવાથી જ તેમને તૃપ્તિ થાય છે, માટે મુમુક્ષુ યોગીને આ તર્પણ કર્તવ્ય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Spiritual Diary (12/2)

Rajarsi Janakananda

Rajarsi Janakananda

February 12
Divine Love

પ્રભુનો પ્રેમ એ જ વાસ્તવિકતા છે. આપણને પ્રભુના આ પ્રેમની અનુભુતિ થવી જોઈએ જ. કેટલો મહાન, કેટલો આનંદદાયક, એની મહાનતાનું વર્ણન કરવાની શરૂઆત પણ કરી શકું તેમ નથી! દુનિયાના લોકો વિચારે છે “હું આમ કરૂં છું, મેં પેલું માણ્યું. તેઓ ગમે તે કરતા હોય અને આનંદ માણતા હોય તેનો અંત નિશ્ચિત છે. પરંતુ પ્રભુનો પ્રેમ અને આનંદ જે હું અનુભવું છું તે અનંત છે. જેણે તેને એક વખત ચાખ્યો છે તે કદી પણ ભૂલી શકે નહીં, એ એટલો મહાન છે કે એની જગ્યા બીજી કોઈ વસ્તુ લઈ ન શકે. આપણે સર્વે ખરેખર ઈચ્છીએ છીએ, તે પ્રભુનો પ્રેમ છે. અને જ્યારે તમે ઊંડી અનુભૂતિ મેળવો ત્યારે તે તમને મળશે

The love of God is the only Reality. We must realize this love of God — so great, so joyful, I could not even begin to tell you how great it is! People in the world think, “I do this, I enjoy that.” Yet whatever they are doing and enjoying inevitably comes to an end. But the love and joy of God that I feel is without any end. One can never forget it once he tasted it; it is so great he could never want anything else to take its place. What we all really want is the love of God. And you will have it when you attain deeper realization.

Rajarshi Janakananda
“Great Western Yogi”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

Spiritual Diary (11/2)

Paramhansa Yogananda

February 11
Divine Love

સર્વથી મહાન પ્રણય અનંત સાથેનો છે. જીવન કેવું સુંદર બને તે વિષે તમને કોઈ ખ્યાલ નથી. જ્યારે તમે પ્રભુને સર્વત્ર જુઓ, ત્યારે તે આવે, તમારી સાથે વાત કરે અને તમને માર્ગદર્શન આપે, ત્યારે દિવ્ય પ્રેમનો પ્રણય શરૂ થયો કહેવાય.

The greatest romance is with the Infinite. You have no idea how beautiful life can be. When you suddenly find God everywhere, when He comes and talks to you and guides you, the romance of divine love has begun.

Sri Sri Paramahansa Yogananda,
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (10/2)

Paramhansa Yogananda

February 10
Inner Renunciation

પ્રભુ ઈચ્છે છે કે આ આપણી માયાની દુનિયામાંથી આપણે છટકવું જોઈએ. એ આપણા માટે રડે છે, કારણ કે એ જાણે છે કે આપણે માટે મુક્તિ મેળવવાની કેટલી અઘરી છે પરંતુ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તમે એના બાળક છો. તમે તમારી જાતની દયા ખાશો નહીં. પ્રભુ જેટલો ક્રાઈસ્ટ અને કૃષ્ણને પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ તમને કરે છે. તમારે તેનો પ્રેમ મેળવવો જોઈએ, કારણ કે તે શાશ્વત મુક્તિ, અનંત આનંદ અને અમરતાને આવરી લે છે.

The Lord wants us to escape this delusive world. He cries for us, for He knows how hard it is for us to gain His deliverance. But you have only to remember that you are His child. Don’t pity yourself. You are loved just as much by Gods as are Krishna and Jesus. You must seek His love, for it encompasses eternal freedom, endless joy, and immortality.

Sri Sri Paramahansa Yogananda,
“The Divine Romance”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (9/2)

Paramhansa Yogananda

February 9
Inner Renunciation

ત્યાગ એ નકારાત્મક નથી, હકારાત્મક છે. દુ:ખ સિવાય કોઈ પણ વસ્તુને છોડી દેવી તે ત્યાગ નથી. ત્યાગ એ ભોગ આપવાનો માર્ગ છે એમ વિચારવું જોઈએ નહીં. વસ્તુત: એ દિવ્ય રોકાણ છે કે જેમાં આત્મસંયમના થોડાં પૈસાનું રોકાણ લાખ્ખો આધ્યાત્મિક રૂપિયામાં ઉપજશે. આપણી દિવસોરૂપી ઝડપથી પસાર થતી સુવર્ણમુદ્રાઓને અમરત્વ ખરીદવા ખર્ચવી એ શું ડહાપણ નથી?

Renunciation is not negative but positive. It isn’t the giving up of anything except misery. One should not think of renunciation as a path of sacrifice. Rather it is a divine investment, by which our few paise of self-discipline will yield a million spiritual rupees. It is not wisdom to spend the golden coins of our fleeting days to purchase Eternity?

Sri Sri Paramahansa Yogananda,
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (7/2)

Paramhansa Yogananda

February 7
Inner Renunciation

જીવનને માણવું એ બરાબર છે, વસ્તુમાં આસક્ત ન થવું તેમાં સુખનું રહસ્ય છે. ફુલની સુગંધ માણો પરંતુ તેમાં પ્રભુને જુઓ. મેં ઈંન્દ્રિયોની ચેતના એટલા માટે રાખી છે કે તેના ઉપયોગ થકી હું પ્રભુ વિશે હંમેશા જાણું અને વિચારું. “તારા સૌંદર્યને સર્વત્ર નીરખવા માટે મારા નેત્રો ને બનાવાયા છે. તારો સર્વવ્યાપક ધ્વની સાંભળવા મારા કાન બનાવાયા છે.” આ જ યોગ છે, પ્રભુ સાથેનું ઐક્ય. તેને ખોળવા માટે જંગલમાં જવું જરૂરી નથી. જ્યાં સુધી આપણે આપણી જાતને સંસારિક ટેવોથી મુક્ત ન કરીએ ત્યાં સુધી તેઓ આપણને જકડી રાખશે. યોગી પોતાની હ્રદયગુફામાં પ્રભુને શોધવાનું શીખે છે, જ્યાં પણ તે જાય છે ત્યાં પોતાની સાથે પ્રભુની વિદ્યમાનતાની પરમાનંદદાયક ચેતનાને સાથે રાખે છે.

It is all right to enjoy life; the secret of happiness is not to become attached to anything. Enjoy the smell of flower, but see God in it. I have kept the consciousness of the senses only that in using them I may always perceive and think of God. “Mine eyes were made to behold Thy beauty everywhere. My ears were made to here Thine omnipresent voice.” That is Yoga, union with God. It is not necessary to go to the forest to find Him. Worldly habits will hold us fast wherever we may be until we free ourselves from them. The yogi learns to find God in the cave of his heart. Wherever he goes, he carries with him the blissful consciousness of God’s presence.

Sri Sri Paramahansa Yogananda,
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (6/2)

Paramhansa Yogananda

February 6
Inner Renunciation

આળસુ માણસ પ્રભુને કદી શોધી શકે નહીં. નવરૂં મન સેતાનની કાર્યશાળા બને છે. જેઓ કર્મફળની કોઈપણ ઈચ્છા રાખ્યા સિવાય કર્મ કરે છે અને ફક્ત પ્રભુને પામવાની ઈચ્છા રાખીને જીવે છે તેઓ સાચા ત્યાગી છે.

A lazy person never finds God. An idle mind becomes the worship of the devil. But person who work for a living without any wish for the fruits of action, desiring God alone, are true renunciant.

Sri Sri Paramahansa Yogananda,
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (2/5)

Paramhansa Yogananda

February 5
Inner Renunciation

હ્રદયથી દરેક વસ્તુનો ત્યાગ કરો અને અનુભવો કે તમે ફક્ત જટિલ બ્રહ્માંડિય સિનેમામાં ભાગ ભજવો છો. જે પાઠ વહેલો મોડો પુરો થવાનો જ છે. અને પછી તમે તેને સ્વપ્નાની જેમ ભૂલી જશો. આપણું વાતાવરણ આપણામાં આપણી વર્તમાન ભૂમિકાની ભ્રામક અગત્યતા અને આપણી હાલની કસોટીઓની ભ્રમણા ઉત્પન્ન કરે છે. આવી સાંસારિક ચેતનાથી ઉપર ઉઠો. તમારા અંતરમાં ઈશ્વરનો એવો અનુભવ કરો કે તમારા જીવનમાં ફક્ત તેનો જ પ્રભાવ બની રહે.

At heart renounce everything, and realize that you are just playing a part in the intricate Cosmic Movie, a part that sooner or later must be over. You will then forget it as a dream. Our environment produces the delusion in us of the seeming importance of our present roles and our present tests. Rise above that temporal consciousness. So realize God within that He becomes the only influence in your life.

Sri Sri Paramahansa Yogananda,
“Rajarshi Janakananda: Great Western Yogi”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

Spiritual Diary (1/2)

Paramhansa Yogananda

February 1
Inner Renunciation

જેઓ સ્વૈચ્છિક રીતે વધુ મેળવવા માટે થોડું ત્યાગે છે, તેવા ભક્તો દ્વારા પાડેલી શાણી કેડી એટલે સન્યસ્ત. તે શાશ્વત આનંદ ખાતર ઇન્દ્રિયોના ક્ષણિક સુખને છોડે છે. ત્યાગ એ પોતે નિષ્પત્તિ નથી, પરંતુ આત્માના સ્વભાવને પ્રદર્શિત કરવા માટેની ભૂમિકા સ્વચ્છ કરે છે. આત્મસંયમની કઠોરતાઓથી કોઈએ ગભરાવું નહીં; આત્મસંયમ દ્વારા પ્રાપ્ત થતા આધ્યાત્મિક વરદાન મહાન અને અજોડ હોય છે.

Renunciation is the wise path trod by the devotee who willingly gives up the lesser for the greater. He relinquishes passing sense pleasures for the sake of eternal joys. Renunciation is not an end in itself, but clears the ground for the manifestation of soul qualities. No one should fear the rigours of self-denial; the spiritual blessings that follow are great and incomparable.

Sri Sri Paramhansa Yogananda
“God Talks With Arjuna – The Bhagavad Gita”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (23/01)

Paramhansa Yogananda

January 23
Introspection

માનસિક રોજનીશી રાખવી એ સારો વિચાર છે. રાત્રિએ સૂતા પહેલા ટૂંક સમય માટે બેસો અને સરવૈયુ કાઢો. તમે શું બનો છો તે જુઓ. તમારા જીવનની રૂખ તમને પસંદ છે? જો નહીં, તો બદલો.

It is a good idea to keep a mental diary. Before you go to bed each night, sit for a short time and review the day. See what you are becoming. Do you like the trend of your life? If not, change it.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga annual-series booklet”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com.