Posts Tagged With: આદિ શંકરાચાર્ય

તત્વબોધ – આદિ શંકરાચાર્ય

TATVA_BODH01_0001
TATVA_BODH02_0001
TATVA_BODH03_0001

Categories: ચિંતન | Tags: , | 2 Comments

યોગતારાવલી – આદિ શંકરાચાર્ય

યોગતારાવલી સ્તોત્ર શ્લોકાર્થ તથા ટીકા સાથે વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :

યોગતારાવલી

Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૧૮ થી ૨૨ / ૨૯) – આદિ શંકરાચાર્ય




Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૧૨ થી ૧૭ / ૨૯) – આદિ શંકરાચાર્ય



Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૬ થી ૧૧ / ૨૯) – આદિ શંકરાચાર્ય




Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૧ થી ૫ / ૨૯) – આદિ શંકરાચાર્ય



Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | 1 Comment

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય

શ્રી હરિમીડે સ્તોત્ર PDF Format માં Download કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

શ્રી હરિમીડે સ્તોત્ર

Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | Leave a comment

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૭ થી ૪૦ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

૩૭

सत्तामात्रं केवलविज्ञानमजं सत्

सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय ।

साम्नामन्ते प्राह पिता यं विभुमाद्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३७॥

સત્તામાત્ર, કેવલ વિજ્ઞાનરુપ, અજન્મા, સદરૂપ, સુક્ષ્મ ને નિત્ય તે તું છે તેમ પોતાના પુત્રને સામવેદની છંદોગ્યોપનિષદમાં પિતા જે વ્યાપક તથા આદ્યને કહેતા હતા તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૮

मूर्तामूर्ते पूर्वमपोह्याथ समाधौ

दृश्यं सर्वं नेति च नेतीति विहाय ।

चैतन्यांशे स्वात्मनि सन्तं च विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३८॥

પ્રથમ સાકારને ને નિરાકારને દૂર કરીને પછી બ્રહ્મમાં સર્વ દૃશ્યને આ નહિ, ને આ નહિ, એમ ત્યજીને ચેતન સ્વભાવવાળા પોતાના આત્મામાં રહેલા જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૯

ओतं प्रोतं यत्र च सर्वं गगनान्तं

योऽस्थूलाऽनण्वादिषु सिद्धोऽक्षरसंज्ञः ।

ज्ञाताऽतोऽन्यो नेत्युपलभ्यो न च वेद्य-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३९॥

આકાશ સુધી સર્વ જેમાં ઓતપ્રોત છે, જે અસ્થૂલ તથા અનણુ આદિમાં અક્ષર નામથી પ્રસિદ્ધ છે, આનાથી અન્ય જ્ઞાતા પ્રાપ્ત થવા યોગ્ય નથી તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.

૪૦

तावत्सर्वं सत्यमिवाभाति यदेतद्‌

यावत्सोऽस्मीत्यात्मनि यो ज्ञो न हि दृष्टः ।

दृष्टे यस्मिन्सर्वमसत्यं भवतीदं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥४०॥

જ્યાં સુધી તે હું છું એમ દેહમાં જે જ્ઞાતા છે તેનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી જે આ સર્વ છે તે સત્યના જેવું જણાય છે, અને તેનો સાક્ષાત્કાર થયે સતે આ સર્વ અસત્ય થાય છે તે સંસારાંધકારની  નિવૃત્તિ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું.

 

Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | Leave a comment

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૩ થી ૩૬ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

૩૩

कोऽयं देहे देव इतीत्थं सुविचार्य

ज्ञाता श्रोताऽऽनन्दयिता चैष हि देवः ।

इत्यालोच्य ज्ञांश इहास्मीति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३३॥

શરીરમાં આ કોણ દેવ છે? એ પ્રમાણે અહીં સારી રીતે વિચારીને જાણનાર, સાંભળનાર અને આનંદ આપનાર આ જ દેવ છે, આ પ્રમાણે વિચાર કરીને અહીં જ્ઞાનના અંશરૂપ હું છું એમ જેને જાણે છે તે સંસારાંધકારના વિનાશક – બાધક પ્રભુની હું સ્તુતિ કરું છું.

૩૪

को ह्येवान्यादात्मनि न स्यादयमेष

ह्येवानन्दः प्राणिति चापानिति चेति ।

इत्यस्तित्वं वक्त्युपपत्त्या श्रुतिरेषा

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३४॥

જો આ આનંદરુપ પ્રસિદ્ધ આત્મા શરીરમાં ન હોત તો કોણ પ્રાણની ચેષ્ટા કરત? આ આનંદરુપ પ્રસિદ્ધ આત્માં જ પ્રાણની ચેષ્ટા કરે છે, અને અપાનની પણ ક્રિયા કરે છે. આ પ્રમાણે આ શ્રુતિ, યુક્તિ અને  દૃષ્ટાંત વડે આનંદરુપ આત્માનું અસ્તિત્વ કહે છે. તે સંસારરુપ અંધકારનો વિનાશ બાધ કરનાર હરિની (આત્માની) હું સ્તુતિ કરું છું.

૩૫

प्राणो वाऽहं वाक्श्रवणादीनि मनो वा

बुद्धिर्वाहं व्यस्त उताहोऽपि समस्तः ।

इत्यालोच्य ज्ञप्तिरिहास्मीति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३५॥

હું પ્રાણ છું? અથવા વાણી છું? અથવા શ્રવણાદિ છું? અથવા મન છું? અથવા બુદ્ધિ છું? અથવા હું તેમાંથી કોઈ એક છું? અથવા શું સમસ્તરુપ છું? એ પ્રમાણે વિચારીને હું આમાં જ્ઞાનસ્વરુપ જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૬

नाहं प्राणो नैव शरीरं न मनोऽहं

नाहं बुद्धिर्नाहमहंकारधियौ च ।

योऽत्र ज्ञांशः सोऽस्म्यहमेवेति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३६॥

હું પ્રાણ નથી, હું શરીર નથી જ, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર ને બુદ્ધિ નથી, અહીં જ્ઞાનના અંશરુપ છે તે હું જ છું. એમ જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.

 

Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | Leave a comment

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૨૯ થી ૩૨ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

૨૯

एकीकृत्यानेकशरीरस्थमिमं ज्ञं

यं विज्ञायेहैव स एवाशु भवन्ति ।

यस्मिँल्लीना नेह पुनर्जन्म लभन्ते

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२९॥

અનેક શરીરમાં રહેલા જે આ આત્માને એકરૂપ સમજીને અને અનુભવીને વિદ્વાનો શીઘ્ર અહીં જ તે જ રૂપ થાય છે, જેમાં અભેદ ભાવે લીન થયેલા અહીં પુનર્જન્મ પામતા નથી તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૦

द्वन्द्वैकत्वं यच्च मधुब्राह्मणवाक्यैः

कृत्वा शक्रोपासनमासाद्य विभूत्या ।

योऽसौ सोऽहं सोऽस्म्यहमेवेति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३०॥

મધુ બ્રાહ્મણનાં વાક્યો વડે જે દ્વંદ્વનું એકપણું કરીને, અને ઐશ્વર્ય વડે ઈંદ્રની પૂજાને પ્રાપ્ત કરીને, જે આ તે હું, ને તે હું જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૧

योऽयं देहे चेष्टयिताऽन्तःकरणस्थः

सूर्ये चासौ तापयिता सोऽस्म्यहमेव ।

इत्यात्मैक्योपासनया यं विदुरीशं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३१॥

જે આ અંત:કરણમાં રહેલો શરીરમાં ચેષ્ટા કરાવનાર છે, ને જે આ સૂર્યમાં તપાવનારો છે, તે હું જ છું, આ પ્રમાણે આત્માના એકપણાની ઉપાસના વડે જે ઈશ્વરને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું

૩૨

विज्ञानांशो यस्य सतः शक्त्यधिरूढो

बुद्धिर्बुध्यत्यत्र बहिर्बोध्यपदार्थान् ।

नैवान्तःस्थं बुध्यति तं बोधयितारं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३२॥

જે સદ્રૂપ વિજ્ઞાનનો અંશ અવિદ્યામાં પ્રતિબિંબિત અહીં બુદ્ધિને તથા જાણવા યોગ્ય બાહ્ય પદાર્થોને જાણે છે, જે અંતરમાં રહેલા જાણનારને બુદ્ધિ જાણતી નથી જ તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું.

 

Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.