Posts Tagged With: આચાર્ય શ્રીરામ શર્મા

યુગ નિર્માણ યોજનાનો સત્સંકલ્પ – આચાર્ય શ્રીરામ શર્મા

1. અમે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માની એના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારશું.

2. શરીરને ભગવાનનું મંદિર સમજી, આત્મ સંયમ, તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું.

3. મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું.

4. ઈન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ, અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું.

5. હું પોતાને સમાજનું એક અભિન્ન અંગ સમજીશ. અને બધાના હિતમાં પોતાનો હિત સમજીશું.

6. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશ.

7. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જ્નતાનું વાતાવરણ બનાવીશ.

8. અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતાં મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશ.

9. માણસની મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભુતિઓને આધારે નહિં, પરંતુ તેના સદ્દવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું.

10. બીજાની સાથે એવો વ્યવહાર નહિ કરીશ, જે મને પોતાને પસંદ નથી.

11. સંસારમાં સત્પ્રવૃતિઓના પુણ્ય પ્રસાર માટે મારો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું.

12. પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશ.

13. રાષ્ટ્રીય એક્તા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશ, તથા જાતિ- ભાષા, પ્રાંત સંપ્રદાયનાં કારણે પરસ્પર કોઈ ભેદભાવપૂર્ણ વર્તન કરીશ નહિ.

14. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે” આ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.

15. અમે બદલાઈશું – યુગ બદલાશે, અમે સુધરીશું યુગ શુધરશે. આ કથન પર અમારો પરિપૂર્ણ વિશ્વાસ છે.

Categories: ચિંતન | Tags: | 2 Comments

Create a free website or blog at WordPress.com.