Posts Tagged With: આકાશદીપ

યુગ કલ્યાણી – રમેશ પટેલ(આકાશદીપ)

આ રચના શ્રી રમેશભાઈ પટેલના નવા જ કાવ્ય સંગ્રહ “ત્રિપથગા” માં પ્રકાશિત થયેલ છે. આ રચના મોકલવા બદલ શ્રી રમેશભાઈનો ખુબ ખુબ આભાર. આપ તેમનો નીચેના ઈ-મેઈલ એડ્રેસ ઉપર સંપર્ક કરી શકો છો. rjpsmv@yahoo.com


આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,પ.પૂ.પ્રમુખ સ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં સમર્પિત રચના. (રમેશ પટેલ)


જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા

ગુરુવર રામાનંદજીએ નામજ ધરીઆ,શ્રી સહજાનંદ સ્વામી નારાયણમુનિ
ગુર્જર પંથે ઘરઘર ગૂંજે,જયશ્રી સ્વામિનારાયણની સ્તુતિ

ભૂલી પથ ગુણીજન ઘૂમે,વરતે વિષમ કાળની છાયા
હરિસંતો હરખે અંતર અજવાળે,હેલે ચઢી ભક્તિની માયા

ભગવંત શ્રી સહજાનંદ રંગે ઉમંગે,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે,પથપથ પ્રગટે ગ્યાનના ડેરા

મંદિર ગુરુકુળ અક્ષરધામથી,વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમે જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે

વનવાસીને કર્યા સદાચારી,વિશ્વસંતની ક્રુપા અનેરી માણી
હરિમાળામાં દીઠું પ્રભુ શરણું,તપધારી સંતો દિસે યુગ કલ્યાણી

કર જોડી ‘આકાશદીપ’ વંદે,ગ્યાન ભક્તિથી અવની છે શણગારી
પ્રમુખ સ્વામીને ચરણે શરણે, ઝીલશું કરુણા વાણી હિતકારી

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)


દેશે બાંધ્યા , વેશે બાંધ્યા
ગામે બાંધ્યા , ગલીએ બાંધ્યા
ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા

વ્યોમે વિચરી વદે સુનીતા
પથ્વીપટે ના દીઠા સીમાડા
છૂટે મનના સંકુચિત વાડા
ખૂલે બ્રહ્માંડના ધ્વાર ઉઘાડાં

પંડિતાઈ પોથીમાં છાપી હોંશે
સંસ્કારો સંતાડ્યા કાગળ ઓથે
પૂરી પીંજરે જાત પડ્યા કૂવે
કરુણા ભાવને સંકોર્યા ખૂણે

સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
હાય! માનવ થયા કેવા અજાણ્યા

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

આઝાદી – રમેશ પટેલ (આકાશદીપ)

જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી

રંગ દીઠા સવા સવૈયા, આઝાદીના મહા લડવૈયા
જનમભૂમિનાં રતન રૂપાળાં, પ્રગતિપંથના ખેવૈયા

સાગર ઘૂઘવે ગગન ગજવતો, સોમથી બાંધી નાતો
લીલાછમ લહેરે વગળાં ખેતરો, પંખી ગાતાં ગીતો

વતન અમારું પ્યારું પ્યારું, શૌર્ય શક્તિથી શોભે
અહીંયાં આદર સ્નેહ સમર્પણથી યશપતાકા લહેરે આભે

આકાશ આંબશું મહાશક્તિથી, કરી નૂતન યુગ મંડાણ
ધીંગી ધરાના સંસ્કાર શોભાવી પથ્થરે પૂરશું પ્રાણ

દઈ પડકારો રંગે રમશું, માપશું નયા આયામ
ગાંધી રાહે દોરી જગને માતૃભૂમિને કરશું સલામ

આઝાદ દિન પંદરમી ઓગષ્ટ, આનંદ અંતરે ઝૂમે
અણમોલ અમારી આઝાદી, ભારતનો ત્રિરંગો રંગે પ્રેમે

Categories: દેશપ્રેમ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

હેતે રમાડ્યો ગોપલો – રમેશ પટેલ(આકાશદીપ)


એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

ભક્તિ તમારી ભાળી ભગવાને પરમ પ્રતાપી સરતાજ
પારણે આવી પોઢ્યો પરમેશ્વર, ઝુલાવે જશોદા માત
એય ગોકુલ તારું…..

નિષ્કપટ મનડાં દેખી તમારાં,માખણ ચોરે સંગાથ
ભોળાની સાથે ભોળો અમારો,ગાયો ચારે નંદલાલ
એય ગોકુલ તારું…

લાલા લાલાની રટ ગમે ને ,હરખે કપાળું કિરતાર
માતા જશોદાના વહાલે વીંધાણો,થાંભલિયે બંધાયો દાતાર
એય ગોકુલ તારું…

અનંત જન્મોના પુણ્યે પામીયા, પ્રગટ પ્રભુનો પ્યાર
રાધેની બંસરીના નાદે ખૂલ્યાં,વ્રજ વન્દાવન ભાગ્ય
એય ગોકુલ તારું…

લેણદેણથી ના તોલાતો, મારો કામણગારો કાન
યમુના ઘાટે વહાલો વરસાવે, સ્નેહ સુધાનાં પાન
એય ગોકુલ તારું….

ધન્ય ધન્ય ગાય ગોપીઓ ઘેલી,હેતે રમાડ્યો ગોપાલ
જશોદાના લાલ જગના વહાલા, થાઓ ફરી મહેમાન
એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

ગંગાજી – રમેશ પટેલ(આકાશદીપ)

તમેરે દયાળુ દેવ શીવજી
જગ કલ્યાણે જટાએ જીલ્યાં ગંગ
ભગીરથનાં ફળ્યાં રે તપડાં
ત્રિપથગાએ પાવન કીધાં ધરણી અંગ

મંગલ સુંમંગલ દિસે ગંગોત્રી
જેઠસુદ દસમે દશહરાએ દીધાં દર્શન
તમે રે ગંગાજી પુનિત પાવની
તમારે તટે ખીલ્યાં રે તપોવન

હરિદ્વારે ભાવે ઉતારીએ આરતી
તમારે શરણે થાય સુખિયાં જીવન
ગાય ગીતાજી અને ગંગાજીને નમીએ
કળિયુગે મહિમા તમારો રે મહાન

દીપમાળાઓની અમી આંખે ઝીલીએ
અલકનંદા મંદાકિની મનભાવન પુનિત
પાવન સ્નાને વહી જાય દુઃખડાં
પશ્ચ્યાતાપની ડૂબકીથી જીવન થાયે ચકિત

ત્રિવેણી સંગમે દર્શન રુપડાં
ધન્ય ભાગ્ય ખીલ્યાં રે ભરત ક્ષેત્ર
ગંગા સાગરે વગાડે વીણા વિવેકાનંદજી
હરહર ગંગેથી રાજીપો રળીશું ત્રિનેત્ર

તમેરે દયાળું દેવ શીવજી
તમે રે ગંગાજી પુનિત પાવની
મંગલ સુમંગલ દર્શન થશે પાવન
હર હર ગંગેથી ગુંજાવીશું તપોવન
કરજો સુખિયાં અમને આજીવન

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

હીંડોળા – રમેશ પટેલ ‘આકાશદીપ’

નયન રમ્ય હીંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલોને નંદના લાલ,
મારે આંગણીયે આનંદ ગુલાલ

આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
ચાંદી હીંડોળે નંદાલયે ઝૂલે નંદલાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

નોમ અષાઢી વદે હરખે ગિરીરાજ
ઝૂલા શણગાર્યા ઊંચે વૃક્ષોની ડાળ
ગિરી કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

શ્રાવણ સુદ નોંમે ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

શ્રાવણ ભાદોના હીંડોળા મનભાવન
પ્રભુની સન્મુખ પધાર્યા રે શ્રાવણ
ટહૂંકે કોયલ ને વેરે મોરલો કામણ
ચમકે વીજ ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા – રમેશ પટેલ (આકાશદીપ)

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું
હીંચકે ઝૂલતા નીરખી મારા શામળા
વસંતને મોકલી ફૂલડે વધાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
ઉંચા ડુંગરિયે દેવને બેસાડું
ડુંગરની ડગરો શણગારું મારા શામળા
આઠે પહોર તને સજાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
તમને સુવર્ણ સિંહાસને પધરાવું
આનંદથી ચામર ઢોળું મારા શામળા
ધૂપ દીપ આરતીથી મંગલ વરતાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
તમને ગુલાબોની સેજે સુંવાડું
મઘમઘતા અત્તર છંટાવું મારા શામળા
નારદજીને બોલાવી વીણા વગડાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
જીવડો હરિ શરણમાં રમાડું
ભાવ ઝૂલે ભગવાનને હસાડું મારા શામળા
વ્રજનાં મધુરાં માખણ જમાડું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા
વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું
જીવડો હરિ શરણમાં રમાડું
જીવડો હરિ શરણમાં રમાડું

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

વાહ શૂન્ય – રમેશ પટેલ (આકાશદીપ)

શૂન્ય હું શોધું તને, ક્યાં છૂપાયું તું જગે
ધારું તને હું શુન્ય તો, તું વિરાટ થઈ હસે

કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે
જો શૂન્યની અવગણના કરો, પૂર્ણ વિરામ પામો તે ક્ષણે.

ના મને ઉમેરી શકો કે ના બાદ કરી શકો તમે
પણ જો સાથ દો મને, ખુદ મૂલ્યવાન થઈ જાશો તમે.

શૂન્યમાં શું છે કે કંઈ નથી, એ સમજાતું નથી મને
શૂન્યમાં સૂતું છે વિશ્વ, વિલય સર્જન સંગે જગે રમે.

શૂન્ય છું ભાઈ શૂન્ય, પણ અજાયબ શક્તિ છું
શૂન્ય દિસે અવકાશ એટલે તો હું અનંત છું.

શૂન્ય એ શૂન્ય જેવું, તમે સમજો તેમ નથી એ
શૂન્યમાંથી સુષ્ટિ રચાઈ ને શૂન્યમાં જઈ વિરમે.

શૂન્ય છું ભાઈ શૂન્ય, ના હસો વિરમો જરા
આતમનો એકડો લોપાશે, તો તમે પણ શૂન્ય છો ભલા.

વાહ! શૂન્ય! શૂન્ય સમજી જ્યારે વિચાર્યું, તું અસ્તિત્વ થઈને સામે ઊભું
શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું, વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

વાણી કલ્યાણી – રમેશ પટેલ (આકાશદીપ)

શ્રી રમેશભાઈ પટેલે (આકાશદીપ) બે કૃતિઓ મોકલેલ છે. જેમાં પ્રથમ હરિના ઉત્સવ તેમનુ સ્વરચિત પદ છે. જ્યારે બીજી ગદ્ય રચના કેવળ જ્ઞાન તેમણે સંકલિત કરેલ છે. આપ તેમનો નીચેના ઈ-મેઈલ એડ્રેસ પર સંપર્ક કરીશકો છો. rjpsmv@yahoo.com


હરિના ઉત્સવ

રઢિયાળી રાત ,સજતી શણગાર,ટમટમે તારલાની ભાત
ધુમ્મર ચાલે,મહાલતી વહાલે,વરઘોડાની વરણાગી ચાલ
ઓવરણાંએ હરખ્યું પ્રભાત અંતર મંદિરીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

ચાંદનીના ચંદરવે સાગરનાં શમણાંએ,ઊછળતો નૃત્યોનો નાદ
મોંઘેરાં મોતીનો થાળ ભરીને , ગજવોરે શંખોના સાદ
અવની અંબરના મધુરા મેળ અમે માણીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

વીજના હાર હીરલે વાદળ દંદુભીએ, આછેરા દેવ તમે ઝૂમજો
ઘેરા નાદે વગડો વંઠાળીને છાતીએ સુસવાટા ના તણાવજો
આવડા હરખે હરજી તાંડવ ના પલાણીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

ઝરમર ઝરમર ઝીલીએ અમીને,વ્યોમેથી વરસે રે વહાલ
ખળખળ સાદે સંગીતના તાલે , કુદરત છેડે રે સાજ
પથ્થરમાંથી પ્રગટતા સંગીતે અમે ડોલીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

સુમન શણગારે રેશમ ગાલીચે મહેંકતું મઘમઘી જંગલ
ચૈતન્ય ઝીલે આનંદ મંગલ ને ઊછાળે ઉમંગ અનંગ
ભાવ નજરિયે અંતરમાં આશરો ઝીલીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે


કેવળ ગ્યાન

આત્મા જડે એવો જ નથી કોઈને, ફક્ત તીર્થંકર સાહેબોને જડેલો. જગતે જે આત્મા માન્યો છે, તેવો આત્મા નથી. આત્મા સંબંધી જે જે કલ્પનાઓ કરેલી છે તે બધી કલ્પિત છે. શાસ્ત્રોમાં આત્માનું શબ્દગ્યાન આપેલું છે તે સંગ્યા ગ્યાન આપેલું છે. જો સંગ્યા સમજી જાય તો આત્માની પ્રતીતિ થાય અને છેવટે કેવળ ગ્યાન થાય. કેવળ ગ્યાનમાં પૂર્ણ ફોડ હોય. આ જગતમાં જે કંઇ પણ કરવામાં આવે તે જગતને પોષાય યા ના પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી, એવો જે સતત ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે અને એ સમજ રહેવી તે કેવળ ગ્યાન છે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 5 Comments

Create a free website or blog at WordPress.com.