હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ ! સ્પષ્ટ બહુમતી અને ખીચડી સરકાર વચ્ચે હું ફરક છે?

જો આપણાં વર્તમાન પ્રધાનમંત્રી ખોંખારીને, ગળું ફાડીને સંસદમાં અને સંસદ બહાર ભાષણો આપી શકે છે ને ઈ ને સ્પષ્ટ બહુમતી કહેવાય, અને આપણાં પુર્વ વડાપ્રધાન ૧૦ વર્ષમાં ક્યારેય થોડું ઘણુંએ ગળું ખોંખારીને બોલી શક્યા હોય એવું સાંભરતું નથીને એને ખીચડી સરકાર કહેવાય.

હે ભાઈ ! આપણાં પ્રધાનમંત્રી રાષ્ટ્રભક્ત છે એવું ગળું ખોંખારીને કહે છે તો ઈમની પાંહેથી પ્રેરણા લઈને મોદીભક્તો સીધા જ રાષ્ટ્રભક્ત કેમ નહીં બની જતા હોય?

એમાં એવું છે ને કે રાષ્ટ્રભક્ત બનવા માટે રાષ્ટ્રની સમસ્યા જાણવાનો પ્રયાસ કરવો પડે, તેના વિકાસ માટે ફાળો આપવો પડે જ્યારે મોદી ભક્ત બનવા માટે તો એકાદ બ્લોગ, ફેસબુક, વ્હોટ્સ એપ કે ટ્વીટર પણ ચાલી જાય. આ તો સાત્વિકતાના નામે તમોગુણીઓનો દેશ છે જ્યાંસુધી ભક્તિએ મફતમાં અને વગર મહેનતે થતી હોય ત્યાં હુંધી બુદ્ધી કોણ હલાવે? મહેનત કોણ કરે?

Advertisements
Categories: હે ભાઈ ! | ટૅગ્સ: , , , , , , , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ !

આ પ્રભુએ અમારી જેવા ખુદાબક્ષો માટે બજેટમાં કાઈ જોગવાઈ કરી છે કે નહીં?

એમાં એવું છે ને કે આમ તો પ્રભુ અને ખુદા બંને એક જ છે પણ કોણ જાણે કેમ આ પ્રભુએ ખુદાબક્ષોને બક્ષ્યા નથી તેથી ટ્રેનમાં હવેથી ટીકીટ લઈને બેહવાનું રાખજો.

Categories: હે ભાઈ ! | ટૅગ્સ: , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ !

ચુંટણી પહેલાં લોકો પાસે મત આપવા વિનવણી કરતાં હોય ઈ ચુંટણી પછી વટથી હુકમો કેમ બહાર પાડવા લાગતા હશે?

એમાં એવું છે ને કે અમુક લોકો દ્વારા, અમુક લોકોના લાભ માટે અમુક લોકો પર ચલાવાતું રાજ એટલે ભારતીય લોકશાહી.

આમાં તો લોકોને સાચી સત્તા ત્યારે જ મળે કે જ્યારે ખરા અર્થમાં લોકપાલ આવે અને Right to Recall (ચુંટાયેલ ઉમેદવાર યોગ્ય કામગીરી ન કરે તો લોકો તેને પાછો પોતાની ભેળો બેહારી દઈ શકે) લાગુ પડે, ત્યારે જ લોકોને લાગે કે તે ખરી લોકશાહીમાં જીવે છે. ત્યાં સુધી તો શું “ABC” કે શું “XYZ” પ્રજાએ તો પીસાવાનું જ છે.

હે ભાઈ ! આ પ્રધાનમંત્રીના કોટની હરાજી થઈ ઈમ આ ખેડુતોની જમીનની યે હરાજી કરી દેશે?

એમનું હાલે ને તો ઈ યે કરે પણ ખેડુતોની જમીન ઈ કાઈ NRI એ દાનમાં દીધેલો કોટ નથી પણ ખેડુતોએ લોહી અને પરસેવાથી પેઢીઓથી સીંચેલી જનમ ભોમકા છે. ઈ ખેડુતો “જીવ દઈદે પણ જમીન નહીં” ઈ આ ઉધ્યોગપતીઓને હમજાય ત્યારે બહું મોડું ન થઈ જાય તો હારું.

Categories: હે ભાઈ ! | ટૅગ્સ: , , , , , , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ ! આ જનધનનું બેંકમાં ફારમ ભરીને ખાતુ તો ખોલાવ્યું છે તો ઈમાં શું આપણા પરધાન મંત્રી ઓલ્યા કાળા ધનના પનદર લાખ રુપિયા આલવાના છે ઈ વાત સાચી?

અરે બાપા ઈ હંધુય ભુલી જાવ આ તમારુ ખેતર ખેડો છો ને ઈ જમીન તમારી પાંહે રહેવા દે ને તો યે ઉપરવાળાનો આભાર માનજો.

હે ભાઈ ! હાંભળ્યું છે કે ઓલ્યો રામદેવ બાબો આ અમીત શાહના છોકરાના લગનમાં આવ્યો તો ઈ અમીતને હમજાવવા જ આવ્યો હશેને કે ભાઈ કાળા નાણાં લઈને આ ગરીબોને જન ધન ખાતામાં આલો.

બાપા બાપા તમે તો હાવ ભોળા, ઈ બાબો તો હવે Z + ની સુરક્ષામાં ફરે છે ઈને ગરીબોની હું પડી હોય?

હે ભાઈ ! પણ ઈ તો રામલીલા મેદાનમાં લીલા કરતો હતો ને બાઈડીના કપડા પહેરીને ભાગ્યોતો યે ખરો તો ઈને કાળા નાણાનું કાઈ નહીં દાઝતું હોય?

બાપા બાપા ઈને તો ટીવીમાં પેટ હંકોચી ફુલાવીને ને ચોપડીયું અને ઔષધીયું વેચીને બેટ ખરીદવાના હોય ઈ રામલીલા મેદાનમાં લીલા કરે તો જ ઈ ની ઉઠક બેઠક આ નેતાલોગ હારે થાઈ ને.

હે ભાઈ ! આ હાંભળ્યું છે કે અણ્ણાજી કાઈક ખેડુતની હારુ આંદોલન કરવાના છે તો એમાં અમારે જોડાવું કે નઈ?

બાપા ઈ હાચો માણહ છે ઈમ અત્યારે તો મને લાગે છે બાકી તો “ખળે ખબરું પડે” ઈ તમે ક્યાં નથી જાણતા. લ્યો ત્યારે રામ રામ.

Categories: હે ભાઈ ! | ટૅગ્સ: , , , , , , , | Leave a comment

ગરવ કિયો સોઈ નર હાર્યો સિયારામજીસે – કબીર

ગરવ કિયો સોઈ નર હાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો એક રત્નાકર સાગરે‚ રત્નાકર સાગરે
નીર એનો ખારો કરી ડાર્યો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો એક વનની ચણોઠડીએ‚ વનની ચણોઠડીએ
મુખ એનો કારો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો જબ ચકવાને ચકવીએ‚ ચકવાને ચકવીએ
રૈન વિયોગ કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો જબ અંજનીના જાયાએ અંજનીના જાયાએ
પાંવ એનો ખોડો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે

ગરવ કિયો જબ લંકાપતિ રાવણે‚ લંકાપતિ રાવણે
સોન કેરી લંક જલાયો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

કહત કબીરા સુનો ભાઈ સાધુ‚ સુન મેરે સાધુ રે..
શરણે આવ્યો વાં કો તાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…


સૌજન્ય: આનંદ આશ્રમ


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | ટૅગ્સ: , | Leave a comment

ઓટલાને રેઢો મુકીને ઈનામો જીતવામાં પ્રવૃત્ત તેવા બ્લોગલાડીલા યશવંત ભાઈને બ્લોગલે બ્લોગલે અભીનંદન

હવે કોઈ કહેશો કે ઉપરોક્ત બે મહાનુભાવોમાંથી યશવંતભાઈ કોણ છે? મેં તો માત્ર તેમને શબ્દદેહે જ જોયા છે.

Categories: આનંદ | ટૅગ્સ: | 1 ટીકા

શક્તિ વર્તમાનની – એકહાર્ટ ટોલ્લ

Power_of_Now

Power_of_Now

Power_of_Now


આ પુસ્તક અંગ્રેજી માં વાંચવા માટે અહિં ક્લિકો :


Categories: અધ્યાત્મ / યોગ, eBook | ટૅગ્સ: , , , | 2 ટિપ્પણીઓ

સ્વાગત ૨૦૧૫

મિત્રો,

ઈસુ ખ્રીસ્ત ઐતહાસીક છે કે કેમ તે ચર્ચાનો વિષય હોઈ શકે પણ ઈસ્વીસનના વર્ષો આપણા રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલા હોવાથી તેને વ્યવહારીક સત્ય તરીકે સ્વીકારવા જ રહ્યાં. ઈ.સ.૨૦૧૫નું હર્ષ અને ઉલ્હાસભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. ગયા વર્ષે આપણે સદાચાર સ્તોત્રના ૧૪મા શ્લોક પર વિચાર કરવાનો પ્રયાસ કરેલો. આ વર્ષે સદાચાર સ્તોત્રના ૧૫મા શ્લોક પર વિચાર વિમર્શ આગળ ધપાવીએ.

સદાચાર સ્તોત્ર (શ્લોક: ૧૫)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ

ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીના ભોજનને વા ભોગને વર્ણવે છે:

અતીતાનાગતં કિંચિન્ન સ્મરામિ ન ચિન્તયે |
રાગદ્વેષં વિના પ્રાપ્તં ભુંગ્જામ્યત્ર શુભાશુભમ || ૧૫ ||

શ્લોકાર્થ: હું ભુતકાળનું કાઈ સ્મરણ કરતો નથી, ને ભવિષ્યનું કાઈ ચિંતન કરતો નથી. અહીં પ્રાપ્ત થયેલા શુભાશુભને હું રાગદ્વેષ વિના ભોગવું છું.

ટીકા: આત્માનું નિર્લેપપણું વિચારી હું ભૂતકાળમાં પ્રાપ્ત થયેલા ભોજનનું કે ભોગવેલા ભોગોનું કાંઈ પણ સ્મરણ કરતો નથી, અને ભવિષ્યમાં મળવાના ભોજનનો કે પ્રાપ્ત થવાના વિષયોનો કાંઈ પણ વિચાર કરતો નથી. મારા પ્રારબ્ધ કર્માનુસાર મને અહીં મળેલા ઉત્તમ કે કનિષ્ઠ ભોજનનો વા શબ્દાદિ વિષયોનો રાગદ્વેષ રહિત અંત:કરણ વડે પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ કરવા માટે હું ઉપભોગ કરું છું.

Categories: આર્ષદર્શન, ઉદઘોષણા, વિચાર વિમર્શ | ટૅગ્સ: , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

શ્રુતિ સાર સમુદ્ધરણમ

વાચકો / શ્રોતાઓ,

શ્રુતિ સાર સમુદ્ધરણમના પ્રવચનો મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં ચાર વર્ષ ચાલ્યાં. ૨૦૧૧ના જુન મહિનાના પ્રવચનો આપણે રોજના એક લેખે સાંભળી ચુક્યાં છીએ. કોઈને ફરીથી સાંભળવા હોય તો નીચેની લિંક પરથી સાંભળી શકશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૧

હવે પછીના પ્રવચનો નીચેની લિંક પરથી સાંભળી શકાશે અથવા તો Dowmload કરી શકાશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૨

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૩

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૪


ભજનામૃત વાણી પર ૩૧/૧૨/૨૦૧૪ સુધી વિરામ રહેશે. ત્યાર પછીની વાત ત્યાર પછી.


Categories: અધ્યાત્મ / યોગ, પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો | ટૅગ્સ: , , , | Leave a comment

શ્રુતિ સાર સમુદ્ધરણમ (૨૯) – સ્વામી શ્રી આત્માનંદગિરિજી

શ્રુતિ સાર સમુદ્ધરણમ (૨૯)

શ્રુતિ સાર સમુદ્ધરણમ (૨૯)

Categories: પ્રવચન / વ્યાખ્યાન | ટૅગ્સ: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.