હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ ! આ બજેટમાં હું કીધું?

હું તને કે’તો તો ને કે આ હેલીકોપ્ટરમાંથી ઉતરી ઉતરીને નેતાઓ ભાષણો આપવા આવે છે ઈ હાંભળવા જાઈશ નહી, તું માન્યો નહી, તને થયું કે આ નેતાઓ મફતમાં આપણને આટ આટલા પ્રવચનો હંભળાવવા આવે છે તો આપણે ય ટોળે ટોળા હાંભળવા જઈએ. પણ ઈ ભાષણો મફત નોતા, ઈ ભાષણો હારુ જેમણે હેલીકોપ્ટરો આપ્યાં તા, મેદાનો ભાડે રાખ્યા તા, મોટી મોટી જાહેરાતો આપી તી ઈ હંધાયના હવે આપણી ઉપર પાંચ વર્ષ હુંધી બીલ આવશે અને ઈ ય પાછા ચક્રવૃદ્ધી કરવેરા હારે.

Categories: હે ભાઈ ! | Tags: , , , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ ! સ્પષ્ટ બહુમતી અને ખીચડી સરકાર વચ્ચે હું ફરક છે?

જો આપણાં વર્તમાન પ્રધાનમંત્રી ખોંખારીને, ગળું ફાડીને સંસદમાં અને સંસદ બહાર ભાષણો આપી શકે છે ને ઈ ને સ્પષ્ટ બહુમતી કહેવાય, અને આપણાં પુર્વ વડાપ્રધાન ૧૦ વર્ષમાં ક્યારેય થોડું ઘણુંએ ગળું ખોંખારીને બોલી શક્યા હોય એવું સાંભરતું નથીને એને ખીચડી સરકાર કહેવાય.

હે ભાઈ ! આપણાં પ્રધાનમંત્રી રાષ્ટ્રભક્ત છે એવું ગળું ખોંખારીને કહે છે તો ઈમની પાંહેથી પ્રેરણા લઈને મોદીભક્તો સીધા જ રાષ્ટ્રભક્ત કેમ નહીં બની જતા હોય?

એમાં એવું છે ને કે રાષ્ટ્રભક્ત બનવા માટે રાષ્ટ્રની સમસ્યા જાણવાનો પ્રયાસ કરવો પડે, તેના વિકાસ માટે ફાળો આપવો પડે જ્યારે મોદી ભક્ત બનવા માટે તો એકાદ બ્લોગ, ફેસબુક, વ્હોટ્સ એપ કે ટ્વીટર પણ ચાલી જાય. આ તો સાત્વિકતાના નામે તમોગુણીઓનો દેશ છે જ્યાંસુધી ભક્તિએ મફતમાં અને વગર મહેનતે થતી હોય ત્યાં હુંધી બુદ્ધી કોણ હલાવે? મહેનત કોણ કરે?

Categories: હે ભાઈ ! | Tags: , , , , , , , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ !

આ પ્રભુએ અમારી જેવા ખુદાબક્ષો માટે બજેટમાં કાઈ જોગવાઈ કરી છે કે નહીં?

એમાં એવું છે ને કે આમ તો પ્રભુ અને ખુદા બંને એક જ છે પણ કોણ જાણે કેમ આ પ્રભુએ ખુદાબક્ષોને બક્ષ્યા નથી તેથી ટ્રેનમાં હવેથી ટીકીટ લઈને બેહવાનું રાખજો.

Categories: હે ભાઈ ! | Tags: , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ !

ચુંટણી પહેલાં લોકો પાસે મત આપવા વિનવણી કરતાં હોય ઈ ચુંટણી પછી વટથી હુકમો કેમ બહાર પાડવા લાગતા હશે?

એમાં એવું છે ને કે અમુક લોકો દ્વારા, અમુક લોકોના લાભ માટે અમુક લોકો પર ચલાવાતું રાજ એટલે ભારતીય લોકશાહી.

આમાં તો લોકોને સાચી સત્તા ત્યારે જ મળે કે જ્યારે ખરા અર્થમાં લોકપાલ આવે અને Right to Recall (ચુંટાયેલ ઉમેદવાર યોગ્ય કામગીરી ન કરે તો લોકો તેને પાછો પોતાની ભેળો બેહારી દઈ શકે) લાગુ પડે, ત્યારે જ લોકોને લાગે કે તે ખરી લોકશાહીમાં જીવે છે. ત્યાં સુધી તો શું “ABC” કે શું “XYZ” પ્રજાએ તો પીસાવાનું જ છે.

હે ભાઈ ! આ પ્રધાનમંત્રીના કોટની હરાજી થઈ ઈમ આ ખેડુતોની જમીનની યે હરાજી કરી દેશે?

એમનું હાલે ને તો ઈ યે કરે પણ ખેડુતોની જમીન ઈ કાઈ NRI એ દાનમાં દીધેલો કોટ નથી પણ ખેડુતોએ લોહી અને પરસેવાથી પેઢીઓથી સીંચેલી જનમ ભોમકા છે. ઈ ખેડુતો “જીવ દઈદે પણ જમીન નહીં” ઈ આ ઉધ્યોગપતીઓને હમજાય ત્યારે બહું મોડું ન થઈ જાય તો હારું.

Categories: હે ભાઈ ! | Tags: , , , , , , , , | Leave a comment

હે ભાઈ !

હે ભાઈ !

હે ભાઈ ! આ જનધનનું બેંકમાં ફારમ ભરીને ખાતુ તો ખોલાવ્યું છે તો ઈમાં શું આપણા પરધાન મંત્રી ઓલ્યા કાળા ધનના પનદર લાખ રુપિયા આલવાના છે ઈ વાત સાચી?

અરે બાપા ઈ હંધુય ભુલી જાવ આ તમારુ ખેતર ખેડો છો ને ઈ જમીન તમારી પાંહે રહેવા દે ને તો યે ઉપરવાળાનો આભાર માનજો.

હે ભાઈ ! હાંભળ્યું છે કે ઓલ્યો રામદેવ બાબો આ અમીત શાહના છોકરાના લગનમાં આવ્યો તો ઈ અમીતને હમજાવવા જ આવ્યો હશેને કે ભાઈ કાળા નાણાં લઈને આ ગરીબોને જન ધન ખાતામાં આલો.

બાપા બાપા તમે તો હાવ ભોળા, ઈ બાબો તો હવે Z + ની સુરક્ષામાં ફરે છે ઈને ગરીબોની હું પડી હોય?

હે ભાઈ ! પણ ઈ તો રામલીલા મેદાનમાં લીલા કરતો હતો ને બાઈડીના કપડા પહેરીને ભાગ્યોતો યે ખરો તો ઈને કાળા નાણાનું કાઈ નહીં દાઝતું હોય?

બાપા બાપા ઈને તો ટીવીમાં પેટ હંકોચી ફુલાવીને ને ચોપડીયું અને ઔષધીયું વેચીને બેટ ખરીદવાના હોય ઈ રામલીલા મેદાનમાં લીલા કરે તો જ ઈ ની ઉઠક બેઠક આ નેતાલોગ હારે થાઈ ને.

હે ભાઈ ! આ હાંભળ્યું છે કે અણ્ણાજી કાઈક ખેડુતની હારુ આંદોલન કરવાના છે તો એમાં અમારે જોડાવું કે નઈ?

બાપા ઈ હાચો માણહ છે ઈમ અત્યારે તો મને લાગે છે બાકી તો “ખળે ખબરું પડે” ઈ તમે ક્યાં નથી જાણતા. લ્યો ત્યારે રામ રામ.

Categories: હે ભાઈ ! | Tags: , , , , , , , | Leave a comment

Blog at WordPress.com.