હાસ્ય

આજની મજાક

મિત્રો,
ક્યારેક ક્યારેક હું મજાકના મુડમાં પણ હોવુ છું. એક વખત એક પતિ-પત્નિએ લોકોને મુરખ બનાવવાનું નક્કી કર્યું. પતિએ કહ્યું કે હું થોડા દિવસ ગાયબ થઈ જાવ છું – તું આપણા કહેવાતા મિત્રોને એકઠા કરીને કહેજે કે તમારા ભાઈ કશુંયે કહ્યાં વગર ક્યાંક ચાલ્યા ગયા છે – હવે તેની શોધ-ખોળ કેમ કરશું?

બધાં મિત્રો વિચારમાં પડી ગયા કોઈક કહે કે તેની જ્યાં જ્યાં બેઠક હોય ત્યાં તપાસ કરાવો, કોક કહે કોઈ સગા-સંબધીને ત્યાં અચાનક કાઈક કામ આવ્યું હોય ને ગયાં હશે. કોઈક કહે ક્યાંક અકસ્માત તો નહીં થઈ ગયો હોયને? પે’લા બહેન બધું જોતા જાય અને મુંછ ન હોવા છતાં મુંછમાં હસતા જાય. કોઈને કાઈ ખબર પડી નહીં કે શું ઉકેલ કરવો.

તેમનો એક મિત્ર ભારે મજાકીયો હતો અને તે આ નાટકીયા દંપતીને સારી રીતે ઓળખતો હતો. તેથી તેણે બીજે દિવસે છાપામાં પે’લા ભાઈને શ્રદ્ધાંજલી આપતી જાહેર-ખબર છપાવી દીધી.

હે મિત્ર હજારોને હેરાન કરનાર તને અલવિદા
હે મિત્ર તારા જવાથી જાણે ઝાડ ગયું હોય ને જગ્યાં થઈ હોય તેવું લાગે છે
હે મિત્ર તું જ્યાં હો ત્યાં જ રહેજે અહીંયા તને કોઈ યાદ કરતું નથી
હે મિત્ર તારા વિયોગમાં આ એક છેલ્લું સત્કાર્ય તને શ્રદ્ધાંજલિ આપવાનું કરું છુ

અને કહેવાની જરૂર છે કે – તે મિત્ર તાબડતોબ હાજર થઈ ગયાં.


તા.ક. કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં – આમેય હવે ડુંગળીની જેમ પાઘડી યે મોંઘી થઈ ગઈ છે.


મહેરબાની કરીને કોઈ કોમેન્ટમાં લખશો નહીં કે
અતુલભાઈ તમે પણ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
મજાક કરો છો?


Categories: હળવી પળો, હાસ્ય | Tags: | 2 Comments

સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ – બ્રહ્મચારી અમિતાભCategories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સ્વામી વિવેકાનંદ, હળવી પળો, હાસ્ય, Swami Vivekananda | Tags: , , , , | 3 Comments

આજે તમે આટલા ખુશ કેમ છો?

એક દિવસ હું બહુ ખુશખુશાલ હતો. મારો ચહેરો જ મરક.. મરક… થતો હતો જે મારા આનંદની ચાડી ખાતો હતો. મારા એક મીત્રએ મને આટલો બધો રાજી જોઈને થોડા કેતુહલ અને થોડીક ઈર્ષાથી મને પુછ્યું કે અલ્યાં તું આજે આટલો ખુશ કેમ છો?

મે કહ્યું: Very Simple યાર, આજે મેં છાપુ નથી વાંચ્યું, સમાચાર નથી જોયા, કોઈ ઓટલા પરિષદમાં ભાગ નથી લીધો, ભોઈની પટલાઈ નથી કરી, નથી કોમ્પ્યુટર પર એકે બ્લોગ ખોલ્યો કે નથી કોઈની એકે પોસ્ટ વાંચી. બોલ, હવે ૨૧મી સદીમાં આનંદમાં રહેવા માટે આનાથી વધુ કેટલોક પુરુષાર્થ કરવો પડે?

Categories: હળવી પળો, હાસ્ય | Tags: | 2 Comments

આજનો પ્રશ્ન – શું બ્લોગ પર વેપાર થઈ શકે?

મારા એક બ્લોગર મીત્રને મેં પુછ્યું કે: શું બ્લોગ પર વેપાર થઈ શકે?
મીત્ર: હા હા જરૂર થઈ શકે, અહીં તો જાત-જાતના વેપાર થઈ શકે.
મે કહ્યું – કેવા કેવા? એકાદ ઉદાહરણ આપશો?
મીત્ર: તીખાનો.

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , , | 2 Comments

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે.

-નરસિંહ મેહતા

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , , | 1 Comment

’ણ’ કોઈનો નહીં

મિત્રો,
સાચ્ચુ કહું આજની તારીખે પણ મને જો કોઈ કહે કે કક્કો સળંગ બોલી જા તો મારે માથું ખંજવાળવું પડે. વિચારમાં પડી જાઉ.

ક કમળનો ક
ખ ખટારાનો ખ
ગ ગધેડાનો ગ
ઘ ઘડીયાળ નો ઘ

પછી મારે બધા ક્રમ માટે પાછો વિચાર કરવો પડે. જેમ જે અક્ષરો બોલતાં બંને હોઠો ભેગા થાય તે અક્ષરો ઓષ્ઠય કહેવાય

’પ’ ’ફ’ ’બ’ ’ભ’ ’મ’

જે અક્ષરો બોલતાં જીભ દાંતને અડે તેને દંત્ય કહેવાય

’ત’ ’થ’ ’દ’ ’ધ’ ’ન’

જેમનાં દાંત પડી ગયા હોય (મોટી ઉંમરે સ્વાભાવિક છે કે પડી જાય – બહુ મજાકીયા હોય અને સામે કોઈ ઉગ્ર સ્વભાવ વાળાની મજાક કરી હોય તો ય પડી જાય) તેઓ આ અક્ષરો બોલી ન શકે.

તેવી રીતે સ ત્રણ જુદા જુદા અને ત્રણેનો અર્થ પણ જુદો.

સ – સસલાં નો સ
શ – શકોરાં નો શ
ષ – ષટકોણ નો ષ

ઘણાં લોકો ઈરાદાપૂર્વક આવા અક્ષરો ખોટી રીતે લખે. જેમકે સાથી ના બદલે શાથી. સગડી ને બદલે શગડી વગેરે વગેરે.

ઘણાં લોકો ડ ને બદલે ળ લખે જેમ કે કડી ને બદલે કળી.

આ બધાં અક્ષરો વિશે વિચાર કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ણ થી શરુ થતો અક્ષર એકે નથી હોતો એટલે એટલે ’ણ’ કોઈનો નહીં.

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | 15 Comments

હાસ્ય-રસ (૧૩) – જોરાવરસિંહ જાદવ

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | Leave a comment

હાસ્ય-રસ (૧૨) – જોરાવરસિંહ જાદવCategories: હળવી પળો, હાસ્ય | Tags: , | 2 Comments

હાસ્ય-રસ (૧૬) – જોરાવરસિંહ જાદવ
Categories: હાસ્ય, હેલ્લારો | Tags: , | 2 Comments

હાસ્ય-રસ (૧૧) – જોરાવરસિંહ જાદવ

નોંધ: આ લેખ ’નવા નાકે દિવાળી’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | 3 Comments

Create a free website or blog at WordPress.com.