પૃષ્ઠ સંખ્યા: 110
File Size: 14.3 MB
હાસ્ય
શું તમે સજ્જન છો?
શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?
શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?
શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?
પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?
શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?
ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?
આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?
ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.
માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.
આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.
અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.
ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.
સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.
થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?
સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી
અથવા
સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો
સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી
સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય
સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય
સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય
સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું
સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય
આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂
કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?
આજે WordPress નું Notification વાંચીને દંગ થઈ ગયો.
કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?
હવે કોઈ તેના વડીલોના વડીલોના વડીલોના વડીલોનાયે વડીલના નામ, ઠામ તેમની રહેણી કરણી વગેરે વગેરે પુછવા મારી પાસે ન આવશો ભાઈ શાબ 🙂
તમારે જોઈતી પુરાતન કાળની સર્વ વિગતો માટે WordPress નો સંપર્ક કરવા વિનંતી 🙂
દેવ દિવાળી
દેવતા ઉઠ્યાં
માણસો મલકાયાં
ઝટ પરણો
દેવ પરણ્યાં
માણસો હરખાયાં
અમારો વારો
લોકો પરણ્યાં
સંસારે ગુંચવાણા
દેવ મરક્યાં
હળવી પળો
એક ભાઈ એકલા એકલા પેટ પકડીને હસતા હતા. તેને જોઈને એક વટેમાર્ગુ કુતુહલથી ઉભો રહી ગયો અને પુછવા લાગ્યો કે ’તબીયત તો બરાબર છે ને?’
પેલા ભાઈ માંડ માંડ હસવું ખાળીને કહે કે ’હા ભાઈ હા બધું બરાબર છે. ’
વટેમાર્ગુ: તો પછી આમ એકલા એકલા કેમ આટલું બધું હસો છો?
પેલા ભાઈ: પહેલા હું ધિંગાણા ખેલતો હતો – લોકો જોતા હતા અને હસતા હતા.
વટેમાર્ગું : તે તો જાણે કે ઠીક પણ અત્યારે તમે કેમ હસો છો?
પેલા ભાઈ : હવે હું ધિંગાણા જોઉ છું. 🙂
૧૧-૧૧-૧૧
મીત્રો,
૧૦-૧૦-૧૦ ની ઘટના પછી આજે આપણે ૧૧-૧૧-૧૧ માં પ્રવેશ્યાં. ૧ વર્ષ ૧ મહીનો અને ૧ દિવસ પછી આવો સુઅવસર આપણે આંગણે આવ્યો. ગયા વર્ષે આ તવારીખોનો આસ્વાદ આપણે અશોકભાઈની મક્કમ મનોબળીયા કલમે માણેલો. આ વર્ષે આ ઘટનાને હજુ કોઈ વિરલાએ બીરદાવી નથી કે શું?
શું બ્લોગ જગતમાં એવો કોઈ વિરલો નથી કે જે આ ૧૧-૧૧-૧૧ ની ઘટનાને કાવ્ય, ગઝલ, લેખ, ગતકડાં, ભોળકડા, વ્યંગ, હાસ્ય, વિચારપ્રેરક લેખ કે અન્ય કોઈ રીતે રજૂ કરી શકે?
બારી બંધ નહિં થાય
મિત્રો,
હમણાં હમણાં હું મજાકના મુડમાં હોઉ છું. આમ તો આ હાસ્ય-રચના ઘણી જુની છે પણ પ્રસંગોપાત વાગોળવી ગમે તેવી છે.
બે કુટુંબ ટ્રેનમાં જઈ રહ્યાં હતાં, બંનેને એક એક ૧૨-૧૩ વર્ષનો છોકરો હતો. શીયાળાની શરુઆત હતી તેથી થોડી ઠંડી લાગતી હતી અને એક છોકરાને છીંક આવી એટલે તેના પપ્પા ઉભા થઈને બારી બંધ કરવા માટે ગયાં.
ત્યાં તો બીજો છોકરો રડવા લાગ્યો એ એ એ!! મારે બારીની બહાર જોવું છે.
તેના પપ્પાએ બીજા ભાઈને કહ્યું બારી બંધ નહિં થાય.
પેલા ભાઈ કહે ન કેમ થાય – જોતાં નથી મારો છોકરો માંદો જ પડી જાય ને?
બીજા ભાઈ કહે – તમારાથી થાય તેમ કરી લ્યો બારી બંધ નહિં થાય એટલે નહિં થાય.
પેલા ભાઈને બહુ ગુસ્સો આવ્યો નહિં કેમ થાય – તેમ કહીને ધડ દઈને એક તમાચો ઝીંકી દીધો.
બીજા ભાઈ પણ કાઈ ઉણાં ઉતરે તેમ ન હતાં તેણે પેલાનો કાંઠલો પકડીને એવો તો ખેંચ્યો કે પેલા ભાઈ ભોં ભેગા થઈ ગયા. શર્ટના બે બટન તુટી ગયા અને શર્ટ બાંયમાંથી ફાટી ગયો.
ધમાલ આગળ વધે તે પહેલા એક કાકા ઘાંટા પાડીને કહેવા લાગ્યાં – મુર્ખાઓ બંધ કરો આ તમાશો – “બારીને કાચ જ નથી!”
સુજ્ઞેષુ કિં બહુના !!
Virtu-al કે Actu-al
મિત્રો,
મને હમણાં રસ્તામાં એક મિત્ર મળી ગયો
મિત્ર: બોસ ક્યાં છો તું? જાણે આભનો ચાંદ થઈ ગયો છે.
હું: એવું કશું નથી આ જો ને જરા લટાર મારવા નીકળ્યો છું.
મિત્ર: તારી વાતો બધી હવાઈ કિલ્લા જેવી હોય છે તું આ ધરતીનું ફરજંદ છો કે કોઈ બીજા ઉપગ્રહ પરથી ટપકેલો?
હું: જો હવે આવી વાહિયાત વાત ન કર – મેં તને કેટલાયે જન્મદિવસમાં પાર્ટી પણ આપેલ છે હું પણ તારી જેવો જ માણસ છું.
મિત્ર: તો પછી તારી વાતો ક્યારેક સાગરના ઘુઘવાટા જેવી, ક્યારેક વીખરાઈ ગયેલા વાદળાં જેવી, ક્યારેક ધુડની ઉટતી ડમરીઓ જેવી, ક્યારેક તો શું દર વખતે ન સમજાય તેવી કેમ હોય છે? તુ Virtu-al છો કે Actu-al ?
મેં હસીને જવાબ આપ્યો – યાર હું Virtu-al પણ નથી અને Actu-al પણ નથી – હું Atu-al છું 🙂
ચક દે ઈન્ડિયા
“How respectful is d Pakistan Team that their prime minister himself has come to pick them up from mohali to pakistan…”Chak de India..
પાકીસ્તાનની ક્રીકેટ ટીમ કેટલી બધી આદરપાત્ર છે કે જેમના વડાપ્રધાન તેમને મોહાલીથી પાકિસ્તાન તેડી જવા માટે રુબરુ આવ્યાં. ચક દે ઈન્ડિયા.
– ભાવનગરી ગૃપના ઈ-મેઈલમાંથી સાભાર