સ્વરચિત

મુક્તક

પંચાતે નહી પેટ ભરાય
લડતાં સૈનિક પાળીયો થાય
પ્રતિભાવની છોડ મમત
શ્રેય સાધીલે પ્રેય છોડ – મૂઢમતે !

Categories: સ્વરચિત | Tags: , | 4 Comments

મારુ હોવું બસ છે – આગંતુક

મારે કશું થાવું નથી;
મારુ હોવું બસ છે.

મારે કશે જાવું નથી;
મારુ હોવું બસ છે.

મારે કશું ગાવું નથી;
મારુ હોવું બસ છે.

મારે કશું ખાવું નથી;
મારુ હોવુ બસ છે.

મારે હવે ફુલાવું નથી;
મારુ હોવુ બસ છે.

મારે સંકોચાવું નથી;
મારુ હોવુ બસ છે.

મારે હવે ભીંજાવું નથી;
મારુ હોવુ બસ છે.

મારે કશી ક્રીયા નથી;
મારુ હોવુ બસ છે.

મને કશો વિચાર નથી;
મારુ હોવુ બસ છે.

જન્મ-મરણથી પર છું એવો;
મારુ હોવુ બસ છે.

આવન-જાવનથી રહીત એવો;
મારુ હોવુ બસ છે.

શું નિત્ય ને શું લીલા? ખેલ સહુ આટોપી લીધા;
કોનો છગન? કોનો ગગન? – હું તો મારામાં મગન;
મિલન-જુદાઈ “આગંતુક” ને કેવા?
મારુ હોવુ બસ છે.

Categories: સ્વરચિત | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.