સાધના

શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ

શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ

Categories: પુરુષાર્થ, વ્યક્તિત્વ વિકાસ, સાધના | Tags: , | 1 Comment

જ્ઞાનેનેતિ તયો: સમ્યગ્નિષેધાન્તપ્રદર્શનમ

મિત્રો,

ઈ.સ.૨૦૧૩ પૂર્ણ થયું. ગયા વર્ષનો મુખ્ય આદર્શ હતો સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા.

આજથી શરુ થતા ઈ.સ.૨૦૧૪નું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ વર્ષની મુખ્ય વિચારધારા સદાચાર સ્તોત્રના ૧૪મા શ્લોક મુજબની રહેશે.

મૌનં સ્વાધ્યાયો ધ્યાનં ધ્યેયબ્રહ્માનુચિન્તનમ |
જ્ઞાનેનેતિ તયો: સમ્યગ્નિષેધાન્તપ્રદર્શનમ || ૧૪ ||

શ્લોકાર્થ:

મૌન સ્વાધ્યાય છે, ધ્યાન કરવા યોગ્ય બ્રહ્મનું વારંવાર ચિંતન ધ્યાન છે, ને જ્ઞાન વડે તે બંનેના યથાર્થ નિષેધના અવધિનો સાક્ષાત્કાર છે.

ટીકા:

વાણીનો નિરોધ સેવવો વા તૂષ્ણીંભાવને પામવું એ શાસ્ત્રનું સાર્થ અધ્યયન છે. ધ્યાન કરવા યોગ્ય પરમ તત્વમાં વારંવાર પોતાના મનને જોડવું એ ધ્યાન છે, અને પરમ તત્વના અનુભવ વડે યોગીને વાણીના તથા મનના વા મૌનના તથા ધ્યાનના યથાર્થ નિષેધના અવધિરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ચિંતન, મૌન, સદાચાર સ્તોત્ર, સાધના | Leave a comment

ગુજરાતી સાથે નિસબત ધરાવતા તમારા મિત્રવર્તુળમાં આનો પ્રસાર કરવા વિનંતી.

લંડનથી પ્રગટ થતાં ગુજરાતી સામયિક અને વિચારપત્ર ઓપિનિયન (તંત્રી:વિપુલ કલ્યાણી)નો માર્ચ 2013નો અંક પ્રકાશિત થઈ ગયો છે. જે આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.

http://www.gujaratilexicon.com/magazine/opinion/84/download

આશરે 15000થી વધુ વાચકોને PDF ઓપિનિયન દર મહિને એમના inbox માં મળે છે.

માર્ચ 2013નો અંક એ ઓપિનિયનનો ‘આખરી’ અંક છે. 1995થી 2010 સુધીનાં 15 વરસો મુદ્રિત સ્વરૂપે અને ત્યાર બાદ 3 વરસો સુધી ડિજિટલ (PDF) સ્વરૂપે એમ 18 વરસોની સફર પછી ‘ઓપિનિયન’ દર મહિને પ્રગટ થતા અંક સ્વરૂપનો સંકેલો કરે છે. જો કે ઓપિનિયન એની વેબસાઈટ

http://us-mg6.mail.yahoo.com/neo/www.opinionmagznine.co.uk

દ્વારા જીવંત રહેશે અને સર્જકો દ્વારા મળતી કૃતિઓ આ વેબસાઈટ પર પ્રગટ થયાં કરશે.

વિલાયતના ગુજરાતી ડાયસ્પોરામાં, રોજિંદા જીવન અને વાણીવ્યવહારમાં અંગ્રેજીના વાવંટોળ વચ્ચે આ એકલવીરે ગુજરાતી ભાષાનો દીવડો પંડની આડશે આટલાં વરસો સુધી સુધી ટમટમતો રાખ્યો છે. આ માટે આપણા સૌની આ એકલવીરને સલામ. ‘પરદેશમાં ગુજરાતી ભાષા/સાહિત્ય’ની વાત નીકળે ત્યારે ઓપિનિયનનું નામ લીધા વગર ન જ ચાલે. આ બાબતે ઇતિહાસમાં પણ એનું એક આગવું સ્થાન હશે જ. ઓપિનિયનની અનેક દેણગીઓ વચ્ચે આટલી બાબતો ઊડીને આંખે વળગે એવી છે:

– એક પણ જાહેરાત લીધા વગર અઢાર-અઢાર વરસ સામયિક ચલાવવું.

– એકે હજારા શી ખમતી: તંત્રી, સંપાદક, પ્રૂફરીડર, વિતરકથી માંડી જે ગણો તે એક જ વ્યક્તિ અને એના પરિવારની નિષ્ઠા.

– અનેક નવા સર્જકો પહેલીવાર આ સામયિક દ્વારા ગુજરાતી ભાષાને મળ્યા.

– લેખકો અને પ્રતિભાવકોનો, સામયિકમાં છપાતાં ઠામ-ઠેકાણાં દ્વારા, સીધો સંપર્ક.

– ગમે તેવા આકરા પ્રતિભાવો/મંતવ્યોનો સ્વીકાર અને સામયિકમાં સ્થાન.

– તળ ગુજરાતના કોઈ પણ સામયિકમાં પણ દુર્લભ એવી ઊંચા સ્તરની જાગતિક, શિષ્ટ, પ્રકીર્ણ, સાહિત્યિક અને વૈચારિક સામગ્રીનું મૂલ્યનિષ્ઠ પીરસણ.

– ગુજરાતી ડાયસ્પોરા દ્વારા વિલાયત, અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આક્રિકા જેવા દેશોમાં રચાતા સાહિત્યનો અવિરત પ્રચાર-પ્રસાર અને એને તળ ગુજરાતના મુખ્યપ્રવાહના સાહિત્ય સાથે જોડવાનો અપૂર્વ પુરુષાર્થ.

વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા ઓપિનિયન વૈશ્વિક ગુજરાતી કોમમાં કોઈ પણ જાતના વાડા/સિમાડા વગર હજી વધુ પ્રસરે અને ગુજરાતી લખતી – વાંચતી – બોલતી – જીવતી પેઢીઓને પોતીકું વાંચતી, વિચારતી અને લખતી કરે એવી શુભેચ્છાઓ.

વિપુલભાઈ અને ઓપિનિયનને તમારા સંદેશાના એક-બે વેણ આ લિન્ક પર જઈ પાઠવશો તો આભારી થઈશું.

https://www.facebook.com/groups/glauk/permalink/409971089101450/


શ્રી પંચમ શુક્લના ઈ-મેઈલ પરથી સીધું પ્રસારણ


Categories: ગુજરાતી, સમાચાર, સાધના, સાહિત્ય | Tags: , , , | 1 Comment

અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વર


આપણાં સ્વરુપથી આપણે ઈચ્છીએ તો યે વિખુટા પડી શકીએ તેમ નથી. પ્રકૃતિ કે જેની સાથે આપણો વાસ્તવિક સંયોગ કદી શક્ય નથી અને તેમ છતાં તેનો મોહ આપણે છોડી શકતાં નથી તેવા આપણે સહુ શું અર્ધનારીશ્વરના સંતાનો નથી? અડધા જડ અને અડધા ચેતન. શિવરાત્રીના પાવન પર્વે આપણે સહુ સ્વરુપમાં સ્થિત થવા તરફ એક કદમ આગળ વધી શકીએ તેવી શુભેચ્છા.(જેમને સ્વ-સ્થિત થવા યોગ્ય લાગતું હોય માત્ર તેમને માટે, કોઈને પરાણે આગ્રહ નથી હો :smile:)


Categories: અધ્યાત્મ / યોગ, ભારતિય સંસ્કૃતિ, શુભ રાત્રી, સાધના | Tags: , | Leave a comment

સ્વસ્થતા

સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા

સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, પ્રકૃતિ, વ્યક્તિત્વ વિકાસ, સાધના, સૌંદર્ય, સ્વાસ્થ્ય | Tags: , , | 1 Comment

સંસારી ઈશ્વર ચિંતન કરી શકે?

Man_Ishware


એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના કોઈ ગૃહસ્થ ભક્તે કહ્યું કે તમે તો આખો વખત ઈશ્વર સ્મરણમાં રત રહી શકો પણ અમે તો સંસારી છીએ. સંસારના કેટલાયે કામ કરવાના હોય તેમાં ઈશ્વર ચિંતન કેવી રીતે કરીએ?

શ્રી રામકૃષ્ણ સહમત થતાં કહેવા લાગ્યા કે ગૃહસ્થો ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે તેમ છતાં તેઓ ધારે તો ઈશ્વર ચિંતન કરી શકે. થોડા ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે :

તમે શાક બકાલું વેચતી સ્ત્રીને જોઈ છે? તે ઘરાક સાથે ભાવતાલ કરતી જાય, શાક તોળતી જાય અને ખોળામાં છોકરાંને સુવરાવીને ધવરાવતીયે જાય. આ બધા કાર્યમાં ધ્યાન આપતી વખતે તેનું મુખ્ય ધ્યાન તો છોકરામાં જ હોય.

તમે ગામડામાં બેડા લઈને પાણી ભરવા જતી સ્ત્રીઓને જોઈ છે? તે માથા પર બેડા ભરીને પાણી લઈને આવતી હોય, સાથે સાથે બીજી સ્ત્રીઓ સાથે અલક મલકની વાતોએ કરતી જતી હોય પણ તેનું સમગ્ર ચિત્ત માથા પરથી બેડું સરી ન પડે તેમાં જ લાગેલું હોય.

તમે ખાંડણીયામાં અનાજ ખાંડતી સ્ત્રીઓને જોઈ છે? તે એક હાથે અનાજ ઓરતી જાય અને બીજા હાથે સાંબેલાથી ખાંડતી જાય, વચ્ચે વચ્ચે સુચનાઓ દેતી જાય. તેનું સમગ્ર ધ્યાન સાંબેલુ હાથ પર વાગી ન જાય તેમાં જ લાગેલું હોય.

આ રીતે સંસારમાં રહીને ય સંસારના દરેક કાર્ય કરતી વખતે જો મન ઈશ્વર ચિંતનમાં જ લાગેલું રહે તો સંસારમાં રહીને ય ઈશ્વર ભજન થઈ શકે. નહીં તો સંસારમાં રહીને ઈશ્વર ભજન કરવું બહુ કઠણ.


સાધનામાં તમે કેવી રીતે સાધના કરો છો તે મહત્વનું નથી પણ તમારું મન કેટલા ટકા સાધન પરત્વે રાખી શકો છો તે જ મહત્વનું છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સાધના | Tags: , , | 1 Comment

એકત્વ માટે પ્રાર્થના

મીત્રો,

સદભાવના મીશન અંતર્ગત આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના ત્રી-દિવસીય ઉપવાસના પ્રથમ દિવસે તેમણે દેશવાસીઓને લખેલ પત્ર વાંચવા નીચેની લિન્ક પર ક્લીક કરશો.

Narendra Modi’s letter to countrymen on the eve of 3-day fast

Categories: ગુજરાત, સાધના | Tags: , , | Leave a comment

એકત્વ માટે પ્રાર્થના

મીત્રો,

આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ.

નોંધ: આ પોસ્ટનો હેતુ માત્ર ને માત્ર સદભાવનાને વિકસાવવાનો છે. આ બ્લોગ કે બ્લોગરને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી.

Categories: ગુજરાત, સાધના | Tags: , , , , | 7 Comments

Blog at WordPress.com.