સમાચાર

અજાણી વ્યકતિ સાથે ચેટીંગ !

મિત્રો,
મા-બાપ પૈસા ખરચીને બાળકોને ભણવા મુકે છે તેમને મોંઘા કોમ્પ્યુટર અપાવે છે. તેમના ભણતર પાછળ લોહી-પાણી એક કરે છે અને તેમના નબીરાઓ શું કરે છે તે જાણવા માટે વાંચો આ સંવાદ.


22:14
abp1995: HI!!!

me: Hi

22:15
abp1995: AAPNU NAAM ATUL?

me: haa ane aapanu?

abp1995: ANKITA.
22:16
WE ARE FRD?

me: હું ભાવનગર/ગુજરાત/ભારત માં રહું છું. આપ ક્યાં રહો છો?

22:17
abp1995: UPLETA,RAJKOT.

me: હું સોફ્ટવેર વેચવાનો બીઝનેસ કરુ છું, આપ શું કરો છો?

22:18
abp1995: BHANU CHHU

me: શેનો અભ્યાસ કરો છો?

22:19
abp1995: ENGNEERING,

me: કઈ શાખા? કેટલામું સેમેસ્ટર?

abp1995: IT.FINAL SEM,

22:20
me: આપને મારુ ઈ-મેઈલ આઈ ડી કેવી રીતે મળ્યું?

22:21
abp1995: MARI FRD PASE THI.TANE TENA BRD NA MAIL MATHI LIDHU.

22:22
me: મારી મિત્રતાથી આપને શું મદદ મળશે?

abp1995: GHANI BADHI.
22:23
AAP BHAVNAGAR MA KYA RAHO CHHO?

22:24
me: આંબાવાડી,૧૨૦૫,”મધુવન”

22:25
abp1995: AAP NA MARRIG THAY GAYA CHE?

22:26
me: મારે બે બાળકો છે

abp1995: SARI VAAT CHHE>

22:27
me: મારી દૃષ્ટિએ આપે અત્યારે ભણવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ – મિત્રો બનાવવાની બદલે

22:28
abp1995: HA,BAN BHANAVANI SATHE THODI MASTI PAN KARI NA SHAKAY?

22:29
me: ના ભણતી વખતે ભણો – અને રમતી વખતે રમો – ફાઈનલ સેમેસ્ટરમાં તો અભ્યાસ ઉપર ખાસ ભાર મુકવો જોઈએ

22:30
abp1995: HA!
22:31
SHU AAP MANE VADHARE FRD BANAVAVA MA HELP KARSHO?

me: તેનાથી તમારા કે મારા જીવનનો શું વિકાસ થશે?

22:32
abp1995: THODU SHIKHAVA KE JANAVA MALASHE.

22:34
me: જ્યાં સુધી હું તમને ઓળખતો ન હોઉ ત્યાં સુધી હું અન્ય મિત્રોને તમારા મિત્ર બનવાનું કેવી રીતે કહી શકુ?

22:35
abp1995: KEM TAME MANE NATHI OLKHTA?
22:37
RLY.PLS.

22:38
me: ના હજુ સુધી તો ઓળખાણ નથી પડી

22:39
abp1995: ME TAMANE MARU NAM AAPYU.SARNAMU AAPYU.

22:40
me: પણ ઉપલેટામાં રહેતી કોઈ વ્યક્તિને હું નથી ઓળખતો

22:41
abp1995: OK!BYE

me: આવજો

abp1995: BLOG

me: તમારો બ્લોગ છે?

22:42
abp1995: MEANS KE HU TAMARA ID NE BLOG KARU CHHO.

22:43
me: બ્લોગ અને બ્લોક વચ્ચે કોઈ ફરક નથી?

abp1995: UTAVAL MA THAI GAYU,

22:45
me: એટલે તમે મારા આઈ ડી ને બ્લોક કરો છો કે તમે બ્લોગની વાત કરો છો?


Categories: ચેતવણી/સાવધાન, તપાસ, સમાચાર | Tags: , , | Leave a comment

2010 in review

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

About 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 55,000 times in 2010. If it were the Taj Mahal, it would take about 7 days for that many people to see it.

In 2010, there were 623 new posts, growing the total archive of this blog to 1259 posts. There were 885 pictures uploaded, taking up a total of 228mb. That’s about 2 pictures per day.

The busiest day of the year was December 23rd with 722 views. The most popular post that day was વીણેલાં ફૂલ (૧૨/૩) – હરિશ્ચન્દ્ર.

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, gu.wordpress.com, WordPress Dashboard, readgujarati.com, and Google Reader.

Some visitors came searching, mostly for ગીતા પ્રવચનો, રામાયણ, ઓશો, પ્રાણાયામ, and ભજનો સ્તુતિઓ અને.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

વીણેલાં ફૂલ (૧૨/૩) – હરિશ્ચન્દ્ર December 2010

2

e-Books January 2009
7 comments

3

ગીતા પ્રવચનો November 2008
6 comments

4

આધુનિક માનવ શાંતિની શોધમાં February 2009
9 comments

5

શ્રી ભજન રામાયણ May 2009
3 comments

Categories: સમાચાર | Tags: , | 1 Comment

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..“સૌરાષ્ટ્ર સમાચાર” તા.૨-૧૨-૨૦૧૦ – પાના નં – ૨

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

દક્ષિણામૂર્તિ ખાતે આજથી પુસ્તક મેળો – ભાવનગર

મિત્રો,
ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો.


ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે.આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ તથા આવતીકાલે તા.૧૩/૧૧/૨૦૧૦ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ૫૦ ટકા વળતરથી સ્ટોક હશે ત્યાં સુધી પુસ્તકો આપવામાં આવશે. તો ભાવનગરની પુસ્તકપ્રેમી જનતાએ આ અલભ્ય લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

ચાલુ પોસ્ટે: આ પોસ્ટ જ્યારે લખાઈ રહી છે ત્યારે ૧૧:૪૦ મીનીટે અહીં ભાવનગરમાં હળવું ઝાપટું પડી રહ્યું છે તેથી પુસ્તકમેળો શરુ થવામાં વહેલું-મોડું થવાનો પુરો સંભવ હોવાનું જણાઈ રહ્યું છે.

Categories: શિક્ષણ, સમાચાર, સાહિત્ય | Tags: , , , | 10 Comments

મિત્રતાના દ્વાર ખૂલ્લાં છે – આગંતુક

મિત્રો,

“ભજનામૃત વાણી” જાહેર કરે છે કે તેનો સંચાલક હું અતુલ નટવરલાલ જાની (આગંતુક) જીવ,જંતુ,પશુ,પક્ષી,વનસ્પતિ,ફૂલ,છોડ,વૃક્ષ,નદી,નાળાં,પર્વતો,પર્યાવરણ,સ્ત્રી,પુરુષ અને વ્યંઢળો સહિત સમગ્ર સમષ્ટીનો મિત્ર છું.

* અહીં આનંદ માટે, જ્ઞાન માટે, વાર્તાલાપ માટે, હળવી મજાક માટે, ગંભીર ચર્ચા માટે અથવા તો કશીક હકારાત્મક વાતચીત માટે સહું કોઈનું સ્વાગત છે.

* વાદ-વિવાદથી હું ડરતો નથી તેમ છતાં શક્ય હોય ત્યાં સુધી અહીં વાદ-વિવાદ કરવાથી દૂર રહેવાં અનુરોધ કરું છું.

* મિત્રતામાં નાત-જાત, નાના-મોટાં, સ્ત્રી-પુરુષ એવાં કશાં ભેદ જોવામાં આવશે નહીં.

* Live in relation ને અહીં કોઈ પણ જાતનું પ્રોત્સાહન આપવામાં આવતું નથી.

* સહું મિત્રોએ એક બીજાનું ગૌરવ જળવાય તેવી રીતે વર્તવું.

* હું “એક-પત્નિ-વ્રત” ધારી છું , મારું તથા મારી પત્નીનું અપમાન થાય તેવી કોઈ હરકત અહીં ચલાવી લેવામાં આવશે નહીં.

* મારી પત્નિ “હજાર આંખ વાળી” હોવાથી અને હું તેનાથી ખૂબ જ ડરતો હોવાથી મહેરબાની કરીને કોઈએ મારી છેડછાડ કરવી નહીં.

* સહું મિત્રો આવો અને જલસા કરો.

Categories: ઉદઘોષણા, ભારતિય સંસ્કૃતિ, રસપ્રદ લેખો, સમાચાર | Tags: , , | 2 Comments

ભુપેન્દ્રસિંહજી રાઓલને અભિનંદન

મિત્રો,
મારા આદરણીય બ્લોગ મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના મનમાં વર્ષોથી ચાલતા વિચારોના તુમુલ યુદ્ધને પુસ્તક દેહ પ્રાપ્ત થયો છે. આવા અદભુત પ્રસંગે તેમને મારી હ્રદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરું છું. જેવી રીતે અર્જુનને વિષાદ થયો હતો તો તેમાંથી સુંદર ભગવદ ગીતા પ્રાપ્ત થઈ તેવી રીતે તેમને પણ વિષાદ થયો તો આજે આપણને ”કુરુક્ષેત્ર મારા વિચારોનું” પ્રાપ્ત થયું. તેમના આ પુસ્તકની પ્રસ્તાવના નીચે પ્રમાણે છે.


પ્રસ્તાવના
હે! પ્રિય વાચક મિત્રો,
હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઇ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઉલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિ થી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો. હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે.


આ લેખ તેમના બ્લોગ ઉપર વાંચવા અહીં ક્લિક કરશો.


Categories: સમાચાર, સાહિત્ય | Tags: , , , , | Leave a comment

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી

Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, શ્રીરામકૃષ્ણ જ્યોત, સમાચાર, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , , | Leave a comment

કલા ગુર્જરી (ભાવનગર) દ્વારા ગાંધીનગર માં કાર્યક્રમ

સખી અને મિત્રો,
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આજે અમારી દિકરી ચી. આસ્થા અતુલભાઈ જાની, કલાકારોને પ્રોત્સાહન અને આગળ ધપવામાં મદદ કરતી ભાવનગરની પ્રતિષ્ઠીત સંસ્થા “કલા ગુર્જરી” દ્વારા નીર્મીત નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે…..” માં ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે.


સ્થળ: ટાઉન હોલ, ગાંધીનગર
તારીખ: ૧૦/૭/૨૦૧૦

પ્રવાસ સૂચિ

પ્રસ્થાન: સવારે ૧૧ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટસ, ઘોઘાસર્કલ થી પ્રાઈવેટ બસ દ્વારા ગાંધીનગર જવા રવાના

હળવું ભોજન : બપોર ૧:૦૦ કલાકે, બસમાં

ટાઉન હોલ, ગાંધીનગર પહોંચવાનો અંદાજીત સમય: બપોરે ૪:૦૦ કલાકે

હળવો નાસ્તો: સાંજે ૭ કલાકે

નૃત્ય નાટીકા – લગ્ન ગીતો, આકર્ષક વેશભૂષા તથા મનમોહક રજૂઆત (મુખ્ય કાર્યક્રમ – “સાજન બેઠું માંડવે…..”) : રાત્રે ૯:૧૫ કલાક થી …..

ભોજન: રાત્રે ૧૨:૩૦ કલાકે

ભાવનગર પરત આવવા રવાના: રાત્રે ૧:૧૫ કલાકે

ભાવનગર પહોંચવાનો અંદાજીત સમય: સવારે ૫:૩૦ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટ ઘોઘાસર્કલ મુકામે…

વાલીઓને સુચના:- આપના બાળકોને કિંમતી ઘરેણાં પહેરાવી મોકલશો નહીં

સંપર્ક નંબર:
મિતુલ રાવલ: ૯૮૨૫૩૨૬૫૩૨
જ્વલંત ભટ્ટ: ૯૮૨૫૨૦૭૧૭૮
નીરવ પંડ્યા: ૯૮૨૫૦૧૨૫૪૨

Categories: ઉદઘોષણા, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ, સમાચાર | Tags: , | 8 Comments

Blog at WordPress.com.