સમાચાર

આજની કહેવત

ન મામા કરતાં કહેણો મામો શું ખોટો? – કહેવત

કહેણો મામો શું મામાની બધી જવાબદારી નીભાવી શકે?

હા અને ના – એ તો મામો કેવો છે તેના પર આધાર છે.

ન લોકપાલ કરતાં કહેણો લોકપાલ શું ખોટો? – અણ્ણા હજારે

કહેણો લોકપાલ કોને પાંજરામાં પુરી શકશે?

ઉંદર, સિંહ કે પોપટ કોને પાંજરામાં પૂરવો એ તો કહેણો લોકપાલ કેવો છે તેના પર આધાર છે.

Categories: સમાચાર | Tags: , | Leave a comment

ગુજરાતી સાથે નિસબત ધરાવતા તમારા મિત્રવર્તુળમાં આનો પ્રસાર કરવા વિનંતી.

લંડનથી પ્રગટ થતાં ગુજરાતી સામયિક અને વિચારપત્ર ઓપિનિયન (તંત્રી:વિપુલ કલ્યાણી)નો માર્ચ 2013નો અંક પ્રકાશિત થઈ ગયો છે. જે આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.

http://www.gujaratilexicon.com/magazine/opinion/84/download

આશરે 15000થી વધુ વાચકોને PDF ઓપિનિયન દર મહિને એમના inbox માં મળે છે.

માર્ચ 2013નો અંક એ ઓપિનિયનનો ‘આખરી’ અંક છે. 1995થી 2010 સુધીનાં 15 વરસો મુદ્રિત સ્વરૂપે અને ત્યાર બાદ 3 વરસો સુધી ડિજિટલ (PDF) સ્વરૂપે એમ 18 વરસોની સફર પછી ‘ઓપિનિયન’ દર મહિને પ્રગટ થતા અંક સ્વરૂપનો સંકેલો કરે છે. જો કે ઓપિનિયન એની વેબસાઈટ

http://us-mg6.mail.yahoo.com/neo/www.opinionmagznine.co.uk

દ્વારા જીવંત રહેશે અને સર્જકો દ્વારા મળતી કૃતિઓ આ વેબસાઈટ પર પ્રગટ થયાં કરશે.

વિલાયતના ગુજરાતી ડાયસ્પોરામાં, રોજિંદા જીવન અને વાણીવ્યવહારમાં અંગ્રેજીના વાવંટોળ વચ્ચે આ એકલવીરે ગુજરાતી ભાષાનો દીવડો પંડની આડશે આટલાં વરસો સુધી સુધી ટમટમતો રાખ્યો છે. આ માટે આપણા સૌની આ એકલવીરને સલામ. ‘પરદેશમાં ગુજરાતી ભાષા/સાહિત્ય’ની વાત નીકળે ત્યારે ઓપિનિયનનું નામ લીધા વગર ન જ ચાલે. આ બાબતે ઇતિહાસમાં પણ એનું એક આગવું સ્થાન હશે જ. ઓપિનિયનની અનેક દેણગીઓ વચ્ચે આટલી બાબતો ઊડીને આંખે વળગે એવી છે:

– એક પણ જાહેરાત લીધા વગર અઢાર-અઢાર વરસ સામયિક ચલાવવું.

– એકે હજારા શી ખમતી: તંત્રી, સંપાદક, પ્રૂફરીડર, વિતરકથી માંડી જે ગણો તે એક જ વ્યક્તિ અને એના પરિવારની નિષ્ઠા.

– અનેક નવા સર્જકો પહેલીવાર આ સામયિક દ્વારા ગુજરાતી ભાષાને મળ્યા.

– લેખકો અને પ્રતિભાવકોનો, સામયિકમાં છપાતાં ઠામ-ઠેકાણાં દ્વારા, સીધો સંપર્ક.

– ગમે તેવા આકરા પ્રતિભાવો/મંતવ્યોનો સ્વીકાર અને સામયિકમાં સ્થાન.

– તળ ગુજરાતના કોઈ પણ સામયિકમાં પણ દુર્લભ એવી ઊંચા સ્તરની જાગતિક, શિષ્ટ, પ્રકીર્ણ, સાહિત્યિક અને વૈચારિક સામગ્રીનું મૂલ્યનિષ્ઠ પીરસણ.

– ગુજરાતી ડાયસ્પોરા દ્વારા વિલાયત, અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આક્રિકા જેવા દેશોમાં રચાતા સાહિત્યનો અવિરત પ્રચાર-પ્રસાર અને એને તળ ગુજરાતના મુખ્યપ્રવાહના સાહિત્ય સાથે જોડવાનો અપૂર્વ પુરુષાર્થ.

વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા ઓપિનિયન વૈશ્વિક ગુજરાતી કોમમાં કોઈ પણ જાતના વાડા/સિમાડા વગર હજી વધુ પ્રસરે અને ગુજરાતી લખતી – વાંચતી – બોલતી – જીવતી પેઢીઓને પોતીકું વાંચતી, વિચારતી અને લખતી કરે એવી શુભેચ્છાઓ.

વિપુલભાઈ અને ઓપિનિયનને તમારા સંદેશાના એક-બે વેણ આ લિન્ક પર જઈ પાઠવશો તો આભારી થઈશું.

https://www.facebook.com/groups/glauk/permalink/409971089101450/


શ્રી પંચમ શુક્લના ઈ-મેઈલ પરથી સીધું પ્રસારણ


Categories: ગુજરાતી, સમાચાર, સાધના, સાહિત્ય | Tags: , , , | 1 Comment

તમારા વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે?

મીત્રો,

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીની મત ગણતરી શરુ થઈ ગઈ છે. તમારા મત વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવાની જિજ્ઞાસા આપને હોય તે સ્વાભાવિક છે. નીચેની લિંક પર ક્લિક કરો. તમારા મત વિસ્તારને ગુજરાતના નકશામાંથી શોધી કાઢો. ત્યાં માઉસનું પોઈન્ટર લઈ જવાથી તમને તે વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવા મળશે.

Gujarat Assembly Poll Result – 2012

હા ભાઈ હા
જ્ઞાન એટલે મુક્તિ અને અજ્ઞાન એટલે બંધન પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા તો હોવી જોઈએ ને?

Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, ગુજરાત, જીવે ગુજરાત, રાષ્ટ્રનો વિકાસ, સમાચાર | Tags: | Leave a comment

Practising what he preaches

“We cannot sustain ourselves, unless we contribute to the society in someway or the other. I strongly feel if even one person does his bit towards social good, there will be some change.”

વધુ વાંચો : Practising what he preaches – The Hindu

Categories: સમાચાર | Tags: , | Leave a comment

ગુજરાત સરકારનું સ્તુત્ય પગલું

મિત્રો,

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨થી ગુજરાતમાં ગુટખા તથા તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ આવી રહ્યો છે જેની ઉદઘોષણા મુખ્યમંત્રીએ ૧૫મી ઓગષ્ટના રોજ કરીને એક સરાહનીય પગલું ભર્યું છે.

વ્યસનથી થતી બરબાદી નિર્વ્યસની કરતાં વ્યસનીઓ સારી રીતે જાણતાં હોય છે. એક વખત વ્યસનની ચૂંગાલમાં ફસાયા પછી તેમાંથી બહાર આવવું ઘણું કઠીન હોય છે. જે પદાર્થો સહજ અને સરળતાથી પ્રાપ્ય હોય તેની જરુર ન હોય તો યે લોકો તે ગ્રહણ કરતાં થઈ જાય છે. વ્યસનને લગતી પ્રોડક્ટો નાના બાળકો ખુબ ઝડપથી ગ્રહણ કરવા લાગે છે. આરંભમાં મજા માટે ગ્રહણ કરવામાં આવતાં આ પદાર્થો માનવીના ચિત્ત તંત્ર પર એટલો બધો પ્રભાવ પાથરી દે છે કે છેવટે આવા હાનિકારક પદાર્થો ગ્રહણ કર્યા વગર ચાલી શકતું નથી.

ગુજરાતમાં દારુબંધી હોવાને લીધે દારુ છુટથી મળતો નથી તેને લીધે ઘણાં લોકો દારુડીયા થતાં બચી ગયાં છે. તેવી રીતે જો તમાકુને લગતા ઉત્પાદનો પણ મળતાં બંધ થશે તો ઘણાં બધાં લોકો આ દુર્વ્યસનથી બચી શકશે અને આવનારા જીવલેણ અને ભયાનક રોગ સામે સલામત રહી શકશે.

વ્યસનમુક્તિ અને ગુટખા પ્રતિબંધ માટે દિવ્યભાસ્કર અખબારી ગ્રુપે એક મહા-અભીયાન ઉપાડ્યું છે અને નવ રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે. તેમનો ભગીરથ પુરુષાર્થ સ્તુત્ય છે.

આશા રાખીએ કે આવનારા દિવસોમાં સમગ્ર ભારત વર્ષમાં ગુટખા અને તમાકુના જીવલેણ ઉત્પાદનો પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે.

હાલની કેન્દ્ર સરકાર પાસે કશા સત્કાર્યની આશા રાખવી તે મુર્ખતા છે છતાં કદાચ તેમનામાં ક્યારેક સદબુદ્ધિ પ્રવેશે તેવી આંકાંક્ષા સાથે કેન્દ્ર સરકારને ભારતના નાગરીક તરીકે અનુરોધ છે કે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગુટખા અને તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવે.

Categories: આનંદ, ગુજરાત, જીવે ગુજરાત, સમાચાર | Tags: , , , , | 3 Comments

શબ્દપ્રમાણથી અનુભૂતીપ્રમાણ વધારે વિશ્વસનીય છે (સૌરાષ્ટ્ર સમાચારનું જુઠ્ઠાણું – શ્રી કાંતી ભટ્ટે વક્તવ્ય આપેલું)


મીત્રો,

ગઈ કાલે ભાવનગર વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ વક્તવ્ય આપવાના છે તેવા સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં વાંચીને હું તેમને સાંભળવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્રણ કવિઓને સાંભળ્યા બાદ તેમણે કહેલું કે પત્રકારનું કાર્ય તો લેખનનું છે વક્તવ્ય આપવાનું નહી. તેઓ થાકેલા પણ હતાં. વળી વહેલા સુઈ જવાની ટેવ વાળા હોવાથી મોડે સુધી જાગવાનું તેમને નહીં ફાવે તેમ કહીને તેમણે વક્તવ્ય આપ્યું નહોતું. શ્રોતાઓની નારાજગી છતાં તેમનું વક્તવ્ય સાંભળ્યા વગર જ કાર્યક્રમને સમાપ્ત ઘોષીત કરવો પડેલો.

આજે સૌરાષ્ટ્ર સમાચાર લખે છે કે તેમણે વક્તવ્ય આપેલું. તો સૌરાષ્ટ સમાચારના પત્રકારને ખુલ્લો પ્રશ્ન છે કે તેમણે શું વક્તવ્ય આપ્યું હતું? કેટલો સમય આપ્યું હતું? ક્યાં વિષય પર આપ્યું હતું? તે જણાવે :

Categories: અવનવું, ટકોર, પ્રશ્નાર્થ, લોકમત, સમાચાર | Tags: , , , , , , | Leave a comment

ભૂલો,બેદરકારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ

મિત્રો,

આજે એક અરજી ક્યાં પહોંચી છે તેની માહિતિ મેળવવાના સંદર્ભે તાલુકા પંચાયતની ઓફીસે જવાનું થયું. હવે માહિતિ અધિકાર હેઠળ આપણે કોઈ પણ સરકારી કાર્યવાહીની મહિતિ મેળવી શકીએ છીએ જે એક આનંદની વાત છે. ફોર્મ ભરીને તેની ફી ભરવા ગયો તો ફી લેનારા કેશીયર સાહેબ બહાર ચાલ્યા ગયાં હતાં. એક સેવાભાવી સહકાર્યકરે વળી સેલફોનથી વાત કરીને પુછ્યું કે તમે ક્યારે આવશો? અહિં એક ભાઈ ફી ભરવા આવ્યાં છે. પેલા ભાઈએ કહ્યું મને આવતાં વાર લાગશે પણ આમેય તેમનું કામ નહિં થાય કારણ કે મોટા સાહેબની સહી જોઈશે અને તે તો ગેર-હાજર છે માટે તેમને કહો કે કાલે આવે.મારા મનમાં થોડાં પ્રશ્નો થયાં (મને પણ પ્રશ્નો થાય છે).

૧. ઓફીસના સમયે પોતાની ખુરશી પર બેસવાની કેશીયરની ફરજ નથી?

૨. વહિવટી કામ ન અટકે તે માટે ઉપરી અધિકારી ન હોય તો તેમની અવેજીમાં ઈન્ચાર્જ ઓફીસર ન હોવા જોઈએ?

ત્યાંથી બહાર નીકળ્યો તો દિવાલ પર ઠેર ઠેર સુવાક્યો લખેલા જોયા. એક સુવાક્ય વાંચીને મારું ધ્યાન ખેંચાણું અને તરત જ ખીસ્સાવગો મોબાઈલ કાઢીને તેની છબી ઉતારી લીધી.

મને થયું કે હું પેઈન્ટર નથી, મેં કદી સુવાક્યો દિવાલમાં લખ્યાં નથી તો પછી મારી જેવી ભૂલો કરનાર વળી આ ક્યો પેઈન્ટર હશે? હું તો બ્લોગમાં ઘણી વખત ’જય’ નું ’જાય’ લખી નાખું છું પણ આ તો દિવાલ પર ’ઉદારતા’ નું ’ઉદારાતા’ લખી નાખ્યું છે.

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ટકોર, પ્રશ્નાર્થ, સમાચાર | Tags: , , | 3 Comments

શુભ શરુઆત

મિત્રો,

આજે બ્લોગ-જગતમાં લગભગ ગેર હાજર રહ્યો તેનું કારણ શું? આજે મેં ફરી પાછું મારુ કાર્ય ધીરે ધીરે શરુ કર્યું છે. ઘણાં વખતથી હું સોફ્ટવેરનું કાર્ય ખાસ કરી શકતો નહોતો – કારણ? એક આંખની ગાયબી – પણ ધીરે ધીરે હવે થોડી થોડી દૃષ્ટિ આવી રહી છે તો તેવે વખતે વિચાર આવ્યો કે ક્યાં સુધી પગ વાળીને બેસી રહીશ? મન્સૂર અલી ખાન પટૌડિ જો એક આંખે ક્રીકેટ રમી શકતાં તો હું સોફ્ટવેરનું કાર્ય શા માટે ન કરી શકું? એટલે આજે મારા મિત્રની સાથે પાલીતાણા જઈને એક નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું અને બહારગામ સોફ્ટવેરના ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના વેચાણના શ્રી ગણેશ કર્યાં. બોલો છે ને મજાની વાત? તો પછી તમારી સાથે વહેંચ્યા વગર કેવી રીતે રહી શકું?

લ્યો ત્યારે સહુને – શુભ રાત્રી.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સમાચાર | Tags: , | 8 Comments

૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર

મિત્રો,

આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું.

આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ…

ભલે પધાર્યા..

આપનો અતુલ

Categories: આનંદ, ઉદઘોષણા, ઊજવણી, સમાચાર | Tags: , | 2 Comments

જાહેર પ્રવચન – આધુનિક માનવ શાંતિની શોધમાં


નોંધ: આ જ વિષય પર સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનું પુસ્તક વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

https://bhajanamrutwani.wordpress.com/amss/


Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સમાચાર | Tags: , , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.