આપણાં સ્વરુપથી આપણે ઈચ્છીએ તો યે વિખુટા પડી શકીએ તેમ નથી. પ્રકૃતિ કે જેની સાથે આપણો વાસ્તવિક સંયોગ કદી શક્ય નથી અને તેમ છતાં તેનો મોહ આપણે છોડી શકતાં નથી તેવા આપણે સહુ શું અર્ધનારીશ્વરના સંતાનો નથી? અડધા જડ અને અડધા ચેતન. શિવરાત્રીના પાવન પર્વે આપણે સહુ સ્વરુપમાં સ્થિત થવા તરફ એક કદમ આગળ વધી શકીએ તેવી શુભેચ્છા.(જેમને સ્વ-સ્થિત થવા યોગ્ય લાગતું હોય માત્ર તેમને માટે, કોઈને પરાણે આગ્રહ નથી હો :smile:)
શુભ રાત્રી
અર્ધનારીશ્વર
Categories: અધ્યાત્મ / યોગ, ભારતિય સંસ્કૃતિ, શુભ રાત્રી, સાધના
Tags: અર્ધનારીશ્વર, શીવરાત્રી
Leave a comment
શુભ રાત્રી
મીત્રો,
આજથી શરુ થતા નવા વર્ષનો પ્રથમ દિવસ આપનો યે મારી જેમ ઉત્સાહપૂર્ણ રહ્યો હશે.
ગુજરાતી બ્લોગ જગતના પ્રથમ દસ બ્લોગરોને વધાવવાની રાહ જોઈ હતી પણ આયોજકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હશે તેથી પરીણામ જાહેર નહીં કરી શક્યા હોય તેમ લાગે છે. ટુંક સમયમાં આપણને વાચકોને પ્રિય તેવા ૧૦ બ્લોગરો / વેબસાઈટની યાદી પ્રાપ્ત થશે તેવી આશા છે.
આવતી કાલનો ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરે તેવો ઉજવશો તેવી શુભકામના.
નવું વર્ષ સહુને માટે મંગલમય નીવડે તેવી અભ્યર્થના.
શુભ રાત્રી.
Categories: શુભ રાત્રી
1 Comment