નોંધ: સ્પર્ધામાં પ્રવેશની તારીખ ૫/૧/૨૦૧૧ સુધી લંબાવવામાં આવેલ છે.
શિક્ષણ
સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા (રાજ્ય સ્તરીય)
“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની
મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
દક્ષિણામૂર્તિ ખાતે આજથી પુસ્તક મેળો – ભાવનગર
મિત્રો,
ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો.
ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે.
આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ તથા આવતીકાલે તા.૧૩/૧૧/૨૦૧૦ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ૫૦ ટકા વળતરથી સ્ટોક હશે ત્યાં સુધી પુસ્તકો આપવામાં આવશે. તો ભાવનગરની પુસ્તકપ્રેમી જનતાએ આ અલભ્ય લાભ લેવાનું ચૂકવા જેવું નથી.
ચાલુ પોસ્ટે: આ પોસ્ટ જ્યારે લખાઈ રહી છે ત્યારે ૧૧:૪૦ મીનીટે અહીં ભાવનગરમાં હળવું ઝાપટું પડી રહ્યું છે તેથી પુસ્તકમેળો શરુ થવામાં વહેલું-મોડું થવાનો પુરો સંભવ હોવાનું જણાઈ રહ્યું છે.
ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન, ભાવનગર
મિત્રો,
તા.૧૪-૧૫ નવેમ્બર ૨૦૧૦ દરમ્યાન ભાવનગરમાં ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન યોજાશે, તેના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.
અને હા, શ્રી કૃષ્ણ દવેનું આ મજ્જાનું બાળ-ગીત માણવા અહીં ક્લિક કરશો.