વ્યક્તિત્વ વિકાસ

શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ

શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ

Categories: પુરુષાર્થ, વ્યક્તિત્વ વિકાસ, સાધના | Tags: , | 1 Comment

વાત એકની એક પણ દૃષ્ટિકોણ અલગ

એક વિદ્યાર્થીએ પુછ્યું કે મને ૧૨મા ધોરણના છ વિષયો પાસ કરવા માટે સાત માર્કશીટની જરુર પડી આને શું કહેવાય?

બધાએ એકી અવાજે કહ્યું કે ’નિષ્ફળતાની કરુણ કહાની.’

તે વિદ્યાર્થીએ મૃદુ સ્મિત કરતાં કહ્યું કે ના હું તેને ’પુરુષાર્થની પ્રેરક ખુમારી’ તરીકે વર્ણવવાનું પસંદ કરીશ.

શું તમે પેલી ’કરતા જાળ કરોળીયો’ વાળી ઉક્તિ નથી સાંભળી?

જાળું બનાવતા બનાવતાં તે અનેક વખત ભોંયે પછડાયો પણ છેવટે જાળું બનાવીને જ રહ્યો. બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો તેવો આપણે સામાન્ય જીવનના સુખ સગવડો મેળવવા માટે ય ક્યાં કર્યો છે?

તો દોસ્તો, આ વાત યાદ રાખજો કે જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે નાસીપાસ થઈને બેસી રહેશો તો તમારી સફર ત્યાં જ પુરી થઈ જશે પણ જો તમે ફરી પાછા પ્રયાસ કરશો, બેઠા થશો, ઉભા થશો અને ચાલવા લાગશો તો એક દિવસ મંઝીલે અવશ્ય પહોંચી જશો.


स्वाध्यायान्मा प्रमद:


Categories: ચિંતન, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , , | Leave a comment

જીવન ઘડતરની કળા – સ્વામી જગદાત્માનંદ

This slideshow requires JavaScript.


પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન


પૃષ્ઠ સંખ્યા: 217
File Size: 15.8 MB


Categories: પ્રેરણાદાયી સાહિત્ય, વ્યક્તિત્વ વિકાસ, શ્રી રામકૃષ્ણ મીશન, eBook | Tags: , , , | Leave a comment

ત્રિગુણ, ત્રિગુણાતિત અને જીવનમુક્તિ – અપ્પ દિપો ભવ

મનુષ્ય ત્રિગુણી છે. સાત્વિક, રાજસી અને તામસી ત્રણ ગુણવાળી પ્રકૃતિથી બનેલો છે. ત્રણે ગુણથી અલિપ્ત તેવા બ્રહ્મનું જ્યારે અંત:કરણમાં પ્રતિબિંબ પડે છે ત્યારે તે બ્રહ્મના (ચૈતન્યના) પ્રતિબિંબના તેટલા ભાગ પર અંત:કરણ હું પણું કરીને જીવભાવ ધારણ કરે છે. બ્રહ્મ સર્વ સ્થળે અને સર્વકાળે રહેલું હોવાથી જ્યાં સુધી અંત:કરણ છે ત્યાં સુધી તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યાં કરે છે. ચૈતન્ય તો સદાયે આ ત્રણે ગુણોથી અલિપ્ત છે. અંત:કરણ જેવું હોય તેવું પ્રતિબિંબ ભાસે છે.

આ ત્રણે ગુણોમાં ફેરફાર થયાં કરે છે. જ્યારે અંતકરણમાં સાત્વિકતા વધે ત્યારે વ્યક્તિ સજ્જન લાગે ત્યારે તેના દ્વારા થતા કાર્યોમાં સત્વગુણનો પ્રકાશ હોવાથી શુભ કાર્યો થાય.

જ્યારે રજોગુણ વધે ત્યારે વ્યક્તિ અતીશય પ્રવૃત્તિશીલ, લોભી અને કામનાઓથી ભરપુર બને. તેવે વખતે તેના દ્વારા જે કાર્યો થાય તે અન્યના હિતનો વિચાર કર્યા વગર સ્વાર્થ સાધવા સારુ થાય.

જ્યારે તમોગુણ વધે ત્યારે વ્યક્તિમાં આળસ,પ્રમાદ અને જડતા વધે. કર્તવ્યકર્મો અને નિત્યકર્મો કરવાયે તેને અરુચિકર થઈ પડે. તે વ્યક્તિ ઉંઘરેટી, વ્યસની, બદીવાળી, ક્રોધી અને અજ્જડ બની જાય.

આ ગુણો વધ ઘટ થઈ શકે તેવા હોય છે અને થતા હોય છે. કોઈ વ્યક્તિને માટે તે હંમેશા સારો રહેશે, સ્વાર્થી રહેશે કે અજ્જડ રહેશે તેવું ભવિષ્ય ભાખી ન શકાય. જે વ્યક્તિ સત્વગુણ વધારવા પુરુષાર્થ કરે તે સારો બને, જે સ્વાર્થ સાધવામાં રત રહે તેનામાં રજોગુણ વધે અને જે કર્ત્વય અકર્તવ્ય ની સમજ વગર આડેધડ જીવે તેનામાં તમોગુણ વધી જાય.

આ ત્રણે ગુણો ની વધઘટથી એકની એક વ્યક્તિ જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રસંગે જુદી જાતની હોય તેવું ભાસે. અહીં ફરી પાછું યાદ રાખવાનું છે કે આ ત્રણે ગુણોનો ફેરફાર અંત:કરણમાં થાય છે તેનાથી અંત:કરણમાં પડતા ચૈતન્યના પ્રતિબિંબમાં (જીવમાં) ફેરફાર થતો હોય તેવું ભાસે છે પણ ચૈતન્યમાં વાસ્તવમાં કદીએ કોઈ ફેરફાર થતો નથી.

જે વ્યક્તિ પ્રબળ પુરુષાર્થ કરીને પ્રકૃતિના ત્રણે ગુણોને અતીક્રમીને ત્રિગુણાતીત થઈ શકે અને અંત:કરણ સાથેનું તાદાત્મ્ય છોડીને ચૈતન્ય સાથેનું તાદાત્મ્ય સાધી લે તે આ ગુણોમાં વર્તતો હોય તેમ દેખાય છતાં તે જીવભાવથી સર્વથા અલગ રહીને જીવનમુક્તિનો આનંદ અનુભવી શકે.

બુદ્ધે જ્યારે કહ્યું કે “અપ્પ દિપો ભવ” ત્યારે તેનું તાત્પર્ય તેવું હશે? કે “પ્રકૃતિના ઉછીના લીધેલા ત્રણ ગુણોના પ્રકાશથી જીવવાને બદલે સ્વયંપ્રકાશ ચૈતન્યરુપી પ્રકાશથી જીવ.”


શ્રીમદ ભગવદગીતાના ચિંતનને આધારે


Categories: ચિંતન, પ્રશ્નાર્થ, ભગવદ ગીતા, વાંચન આધારિત, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , | Leave a comment

સજ્જનમીટર કેવી રીતે બનાવશો?

મિત્રો,

શું તમે સજ્જન છો? તે પોસ્ટમાં આપણે સજ્જનમીટર વીશે વાત કરેલી. તેમાં કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા ઉત્તરો આપી શકાય તેને વીશે થોડી પૂર્વભુમિકા બાંધેલી. શ્રી અશોકભાઈએ આમાં વિકલ્પોને ભારાંક આપવાનું સૂચન કર્યું છે. સજ્જનમીટર દરેકે પોત પોતાનું બનાવવાનું છે. મારું સજ્જનમીટર તમને નહીં માપે અને તમારું સજ્જનમીટર મને નહીં માપે. જે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવતા હોય કે કાર્ય પદ્ધતિ ધરાવતા હોય તે પ્રમાણે સજ્જનમીટર બનાવવું જોઈએ.

સજ્જનમીટરમાં બે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ.

૧. કેવી કેવી બાબતોથી ધીક્કાર જન્મતો હોય છે.
૨. કેવી કેવી બાબતોથી વિસંગતતા જન્મતી હોય છે.

જેટલી જેટલી બાબતોએ આપણાં મનમાં ધિક્કાર જન્મતો હોય તેટલી બાબતોને નોંધીને તેના પ્રશ્નો બનાવો આ ઉપરાંત જેટલી જેટલી બાબતે સમાજમાં વિસંગતતા ફેલાતી જણાય તેવા પ્રશ્નો બનાવો.

આ પ્રશ્નોના શક્ય તેટલા વિકલ્પ આપો.

ઉત્તમ અથવા તો આદર્શ વિકલ્પને ૧ અને અન્ય દરેક વિકલ્પને ૦ ગુણ આપો.

૫, ૧૦, ૨૦, ૨૫, ૫૦ કે ૧૦૦ પ્રશ્નો રાખો.

પ્રત્યેક પ્રશ્નને ૧૦૦/પ્રશ્નોની સંખ્યા જેટલો ભારાંક આપો.

કુલ જેટલા ગુણ મળ્યાં હોય તેને ભારાંક વડે ગુણો.

જે જવાબ મળશે તે સજ્જનઆંક થશે.

જેટલા પ્રશ્નમાં ૦ ગુણ મળે તે ગુણ વધારવાનો પ્રયાસ કરવાનો છે.

આ ઉપરાંત નવા નવા પ્રશ્નો સમયાંતરે ઉમેરતા રહો.

સજ્જનમીટરમાં દર અઠવાડીએ સ્વ-મૂલ્યાંકન કરો.

જ્યારે સજ્જનઆંક ૧૦૦ થઈ જાય ત્યારે નવા વધારે જટીલ પ્રશ્નો ઉમેરીને સજ્જનમીટર અપડેટ કરો.

સ્વ-મૂલ્યાંકન કરવાનું હોવાથી પ્રશ્નોના જવાબ પ્રામાણીકતાથી સાચા આપો. તેને લીધે જે તે બાબતે ઉત્પન્ન થતો ધિક્કાર દૂર કરવામાં મદદ મળશે અન્યને જોવાના દૃષ્ટીકોણમાં સુધારો થશે.

જેમ જેમ સજ્જન આંક વધતો જશે તેમ તેમ આપણું મન ઘૃણારહિત થતું જશે અને અન્ય સજીવો પ્રત્યે આત્મિયતા વધતી જશે. આમ અંત:કરણ શુદ્ધ થવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.

તો બોલો.. ક્યારે તમારું સજ્જનમીટર બનાવો છો?

Categories: કેળવણી, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , | Leave a comment

સ્વસ્થતા

સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા

સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, પ્રકૃતિ, વ્યક્તિત્વ વિકાસ, સાધના, સૌંદર્ય, સ્વાસ્થ્ય | Tags: , , | 1 Comment

સ્વામી વિવેકાનંદ – યુવા દિન

મીત્રો,

આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. જે યુવા દિન તરીકે ઓળખાય છે. સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનોના પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેમના વિચારોમાં કશુંએ નકારાત્મક નથી પ્રત્યેક બાબતમાંથી કશુંક હકારાત્મક શોધીને તેમણે પ્રભાવક રીતે રજૂ કર્યું છે. આજના યુવાનોને માટે આજેય તેમના શક્તિ અને સામર્થ્યથી ભરપૂર વિચારો એટલા જ લાભપ્રદ છે જેટલા તેમના સમયમાં હતાં.

નીચેની લિંક પરથી આપને તેમના વિચારો વાંચવા મળી શકશે.


સ્વામી વિવેકાનંદ


સ્વામી વિવેકાનંદ

Categories: જન્મદિવસ, વ્યક્તિત્વ વિકાસ | Tags: | Leave a comment

તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે

આજે હંસે: તેમની શાળામાં ચાલતી સ્કાઉટની પ્રવૃત્તિની પ્રારંભીક દિક્ષા પ્રાપ્ત કરી છે.

આસ્થા તો ઘણાં વખતથી ગાઈડ છે.

કવિતાએ NCC ની તાલીમ પ્રાપ્ત કરી છે.

મેં પણ સ્કાઉટની તાલીમ લીધેલી અને જીલ્લા રેલીમાં ભાગ લીધેલો. કેમ નવાઈ લાગે છે? મને ય નવાઈ લાગે છે.

Scout_Diksha

હંસ: અને અન્ય બાળકો જ્યારે આનંદથી દિક્ષા મેળવતા હતા તે વખતે તેમના ચહેરા પર ઝળહળતુ તેજ જોઈને મને હરખ થયો. સારુ છે ને કે તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે.

ખરેખરી આપત્તિથી નહીં પણ આપત્તિ આવશે તેવી કલ્પનાથી જ ઘણાં લોકો હામ હારી જતા હોય છે.


Scouting


Categories: કુટુંબ, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , , , , | Leave a comment

Blog at WordPress.com.