વિચાર વિમર્શ

માણસ એટલે માન્યતાનું પુતળું

Man, મનુષ્ય, માનવી, માણસ એ શું છે? જેમાં મન મુખ્ય છે તે Man. પ્રત્યેક મનુષ્યને મન છે, અને આ મન માન્યતાઓથી ભરેલું પડ્યું છે. જુદા જુદા મનુષ્યો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. જોવાની ખુબી એ છે કે પ્રત્યેક મનુષ્ય એમ માને છે કે મારી માન્યતા સાચી છે અને આખું જગત મારી માન્યતા પ્રમાણે જ ચાલે છે.

આપણે ભગવદ ગીતાનો જ દાખલો લઈએ. જેટલા ભાષ્યકારો એટલા ભાષ્યો. હવે તેમાં આધુનીક કહેવાતા મનોવૈજ્ઞાનીક પણ ઉમેરાયા છે અને ભવીષ્યમાં યે પ્રત્યેક મનુષ્ય જ્યારે ભગવદગીતા વાચશે ત્યારે તેના અર્થો તેની માન્યતા મુજબ કરશે. સામાન્ય મનુષ્યો પ્રત્યેક બાબતને પોતાની માન્યતા અનુરુપ જોવા ઈચ્છે છે અને પ્રત્યેક ઘટનાના અર્થઘટન તેમની માન્યતા પ્રમાણે કરશે એટલે કે સામાન્ય મનુષ્યો “જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી” પ્રમાણે જીવતા હોય છે.

સત્યના શોધકો કોઈની કે પોતાની માન્યતા પ્રમાણે જીવતા નથી હોતા તે જગતના શોધાયેલા અને હવે પછી શોધાનારા સત્યો અને તથ્યોની યથાર્થતા પોતાની વિવેક બુદ્ધીની એરણ પર ચકાસે છે અને છેવટે તેની બુદ્ધી અને અનુભુતીને પ્રમાણ ગણીને જગતને મુલવે છે. તેવા માનવો વિશિષ્ટ વ્યક્તિ તરીકે પંકાય છે અને પંકાયેલા ન હોય તો યે વિશિષ્ટ હોય છે. તેવા માણસો માટેની જગતને જોવાની દૃષ્ટી “સૃષ્ટી તેવી દૃષ્ટી” જેવી હોય છે.

Categories: ચિંતન, ભગવદ ગીતા, વિચાર વિમર્શ | Tags: , , , , , | 4 Comments

સ્વાગત ૨૦૧૫

મિત્રો,

ઈસુ ખ્રીસ્ત ઐતહાસીક છે કે કેમ તે ચર્ચાનો વિષય હોઈ શકે પણ ઈસ્વીસનના વર્ષો આપણા રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલા હોવાથી તેને વ્યવહારીક સત્ય તરીકે સ્વીકારવા જ રહ્યાં. ઈ.સ.૨૦૧૫નું હર્ષ અને ઉલ્હાસભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. ગયા વર્ષે આપણે સદાચાર સ્તોત્રના ૧૪મા શ્લોક પર વિચાર કરવાનો પ્રયાસ કરેલો. આ વર્ષે સદાચાર સ્તોત્રના ૧૫મા શ્લોક પર વિચાર વિમર્શ આગળ ધપાવીએ.

સદાચાર સ્તોત્ર (શ્લોક: ૧૫)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ

ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીના ભોજનને વા ભોગને વર્ણવે છે:

અતીતાનાગતં કિંચિન્ન સ્મરામિ ન ચિન્તયે |
રાગદ્વેષં વિના પ્રાપ્તં ભુંગ્જામ્યત્ર શુભાશુભમ || ૧૫ ||

શ્લોકાર્થ: હું ભુતકાળનું કાઈ સ્મરણ કરતો નથી, ને ભવિષ્યનું કાઈ ચિંતન કરતો નથી. અહીં પ્રાપ્ત થયેલા શુભાશુભને હું રાગદ્વેષ વિના ભોગવું છું.

ટીકા: આત્માનું નિર્લેપપણું વિચારી હું ભૂતકાળમાં પ્રાપ્ત થયેલા ભોજનનું કે ભોગવેલા ભોગોનું કાંઈ પણ સ્મરણ કરતો નથી, અને ભવિષ્યમાં મળવાના ભોજનનો કે પ્રાપ્ત થવાના વિષયોનો કાંઈ પણ વિચાર કરતો નથી. મારા પ્રારબ્ધ કર્માનુસાર મને અહીં મળેલા ઉત્તમ કે કનિષ્ઠ ભોજનનો વા શબ્દાદિ વિષયોનો રાગદ્વેષ રહિત અંત:કરણ વડે પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ કરવા માટે હું ઉપભોગ કરું છું.

Categories: આર્ષદર્શન, ઉદઘોષણા, વિચાર વિમર્શ | Tags: , , , , , , , , , , , , | 2 Comments

ગુજરાતના શાણા મતદારોને હાર્દિક અપીલ

Mitranandsagar is here

પ્રિય મતદારો,

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.

તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્‍કારી પરિણામ લાવવાની ગુપ્‍ત તાકાત ધરાવે છે.

તમને મળેલી આ અણમોલ શક્‍તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્‍તાવાનો વારો નહીં આવે.

મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.

તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના…

View original post 472 more words

Categories: લોકમત, વખત વિત્યાની પહેલા, વિચાર વિમર્શ | 1 Comment

શ્રમીક અને ભગવાનનો કાલ્પનિક સંવાદ

શ્રમીક ભગવાન સન્મુખ ઉતાવળે ઉતાવળે આવીને કહે છે કે હે ભગવાન હું ખુબ કામમાં છું મારે ખુબ મજુરી કરવાની હોય છે. દિવસ રાત તનતોડ મહેનત કરુ ત્યારે જ માંડ હું પેટિયું રળી શકું તેમ છું. હે પ્રભુ મને જલદી જલદી બતાવો કે મારે તમારું ભજન ક્યારે કરવુ? મને તો સમય જ નથી મળતો.

ભગવાન હસીને કહે કે વત્સ હું ધન્ય થઈ ગયો કે આજે તને ઉતાવળે ઉતાવળેય મારી સાથે વાત કરવાનો સમય મળ્યો. સાંભળ આ જગતમાં મે કોઈનેય એટલું કામ નથી આપ્યું કે તે મારા માટે એટલે કે પોતાને માટે સમય ન કાઢી શકે. સૂઈને ઉઠો ત્યારે એક વખત મને સંભારી લ્યો અથવા તો જમતા જમતા મને સ્મરી લ્યો. સુવા જતા પહેલા મારુ સ્મરણ કરો.

મારો વહાલો કબીર તો તેનું કપડા વણવાનું કામ કરતાં કરતાં મારુ સ્મરણ કરી લેતો હતો. મારો આત્મીય રૈદાસ જોડા સીવતા સીવતાયે મને કદી ભૂલતો ન હતો. જ્યારે તારી પાસે દિવસમાં એકાદ વખત પણ મને સ્મરવા જેટલો સમય નથી?

શ્રમીક કહે અરે બાપજી તમે જાણતા નથી કે મારે મારા પાંચ છોકરાને પાળી પોષીને મોટા કરવાના છે. એ બધાનું પુરુ કરવા તો હુ ને મારી બૈરી દિવસ રાત મજુરી કરીએ છીએ, દારુએ અઠવાડીયામાં બે જ વાર પીવાનું રાખ્યું છે અને ચોરી ચપાટી તો રામ રામ, બહુ ભીડ પડે ત્યારે વરહમાં એકાદ વાર કરી લઉ છું. હવે આટલી બધી ઉપાધીમાં હું ક્યાં તમને યાદ કરવા બેસું?

ભગવાન મરક મરક હસતા કહે અરે મારા વ્હાલા જો પુરુ પડે એમ નહોતું તો પગભર થયા વગર પરણ્યો શું કામ? પરણ્યો તો પછી મહેનત કરીને સક્ષમ થતા પહેલા છોકરા શું કામ જણવા લાગ્યો? એકાદ છોકરાથી ન ચાલ્યું તો પાંચ પાંચ છોકરા શું કામ જણવા પડ્યા? વળી દારુ પીવા માટે સમય અને પૈસો બગાડે છે એટલી ઘડી મારું સ્મરણ કર તો તને શું વાંધો આવે છે?

શ્રમીક કહે બાપજી દારુ એ તો અમારું મનોરંજન અને છોકરાં જણવા એ જ તો અમારો આનંદ. તમને ભજીને અમે શું કાંદો કાઢી લેવાના?

ભગવાન કહે જો ભાઈ તું થોડું ઘણુંએ મારું સ્મરણ કર તો તારી બુદ્ધિ શુદ્ધ થાય અને પછી તને સમજાય કે શું સાચું ને શું ખોટું. આમા તો તું તારી ઈચ્છા પ્રમાણે મનફાવે તેમ જીવે છે અને દુ:ખ પડે તો વાંક મારો કાઢવા બેસે છે. મેં તો આ જગતની રચના બધાની સગવડતાને ધ્યાનમાં રાખીને કરી છે. આ સૃષ્ટિમાં મેં ક્યાંયે દુ:ખ કે સુખનું સર્જન કર્યું નથી. દુ:ખ અને સુખ તો જીવે ઉભા કરેલા છે.

મેં મારા વિષે, તારા વિષે (એટલે કે જીવ વિષે) અને આ સૃષ્ટિ વિષે બધું ભગવદગીતામાં સાર રુપે કહી દીધું છે. તેમ છતાં તારી સરળતા માટે તને સરળ ગીતાના સાર રુપ આ છ શ્લોક સંભળાવી દઉ છું.

દેહત્યાગ પહેલાં જ જે કામ ક્રોધનો વેગ,
સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તે જ.

આત્મ જુએ સૌમાં અને અનુભવ કરે સમાન,
જાણે પરની પીડ તે યોગી માન મહાન.

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે એમ તું કરતાં મારી ખોજ.

મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું,
શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.

ચિંતા સઘળી છોડ ને મારું શરણું લે,
પાપ બધાં ટાળીશ હું, શોક તું તજી દે.

આ સાર રુપ શ્લોકનું તું તારુ જે કાર્ય હોય તે કાર્ય કરતાં કરતાં મનન કરજે, ચોક્કસ તારું કલ્યાણ થશે.

ૐ તત સત

Categories: ચિંતન, ભગવદ ગીતા, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચાર વિમર્શ | Tags: , , | Leave a comment

નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

નશો અને બળાત્કારને સીધો સંબંધ છે. ઘણાં ખરા કીસ્સાઓમાં બળાત્કાર નશો કર્યા પછી કરવામાં આવ્યો હોય છે. આપણાં કેટલાંક વિકાસ ઈચ્છુક નવલોહીયા લેખકો કહેતા હોય છે કે ગુજરાતમાંથી દારુ બંધી ઉઠાવી લેવી જોઈએ તેમને હાથ જોડીને કહેવાનું મન થાય છે કે ભાઈઓ તમારે દારુ પીવો હોય તો છાનામાના તમારી રીતે પી લેજો પણ ટોમ, ડીગ અને હેરી માટેય દારુ ઉપલબ્ધ કરવો એટલે રકાસને આમંત્રણ તથા બરબાદી માટે સીધો રસ્તો તૈયાર કરવો તેમ સમજી લેવું.

ઘરમાં આપણી માતાઓ, બહેનો અને દિકરીઓને પુછી જોજો કે તેમના ઘરનો પુરુષ નશો કરીને છાકટો થાય તે તેમને માટે ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ જવા જેવું નથી બનતું?

દિલ્હિમાં એક વર્ષ માટે દારુ પર પ્રતિબંધ મુકીને જોઈ જુવો.બળાત્કારનો દર આપો આપ નીચે આવી જશે.

યાદ રહે કે ક્રીસમસ તે કાઈ નાચ, નશો અને વ્યભિચારનો તહેવાર નથી પણ ઈસુની કરુણા અને પ્રેમનો સંદેશ ફેલાવવાનો તહેવાર છે.

તમારા હ્રદય પર હાથ મુકીને કહેજો કે ખરેખર તમને નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

Categories: પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , | 5 Comments

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ અને “ભયભીત સમાજ” !! – કિન્નર આચાર્ય

અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ

 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”

સંપૂર્ણ લેખ વાંચવા નીચેની લિંક તમારા Browser માં કોપી કરીને ક્લિક કરશો:
http://kinner-aacharya.blogspot.in/2012/12/blog-post.html

Categories: ચેતવણી/સાવધાન, લોકમત, વાતચીત, વિચાર વિમર્શ, વિચારે ગુજરાત | 2 Comments

શું આપણે સફળ અભીનેતા છીએ?

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં અનેક ભૂમિકા ભજવવાની હોય છે. જન્મ થાય એટલે આપણે બાળક હોઈએ છીએ. બાળક તરીકેની ભુમિકા આપણે સહુ સરળતાથી અને સહજતાથી ભજવીએ છીએ. તેમાં આપણે જેવા હોઈએ તેવા પ્રગટ થઈએ છીએ. રડવું આવે ત્યારે રડી લઈએ છીએ, હસવું આવે ત્યારે ખીલખીલાટ હસી લઈએ છીએ. ભુખ લાગે ત્યારે ખાવા પીવા માટે ધમ પછાડા કરીએ છીએ અને ભુખ ન હોય તો ખાવાનો ઈન્કાર કરી દઈએ છીએ. ઉંઘ આવે ત્યારે સુઈ જઈએ છીએ અને શક્ય તેટલા સ્વૈર વિહારી રહીએ છીએ. કપડાનું બંધન ફગાવી દેવા તત્પર હોઈએ છીએ.

જેમ જેમ મોટા થતાં જઈએ છીએ તેમ તેમ કુટુંબ અને સમાજ આપણને કેળવવાનું શરુ કરે છે અને ત્યારથી આપણી પનોતીની શરુઆત થઈ જાય છે. માતા, પિતા, દાદા, દાદી, શિક્ષકો, સગાં વહાલાઓ અને જે કોઈ વડીલો આપણને મળે તે બધા જ આપણને કેળવવા માટે તત્પર હોય છે. જેમ જેમ આપણે કેળવાતા જઈએ છીએ તેમ તેમ આપણે સ્વાભાવિકતા ગુમાવતા જઈએ છીએ.નીયંત્રણો તથા કેળવણીના બોજ હેઠળ વધુ ને વધુ યાંત્રિક બનતા જઈએ છીએ.

માતા-પિતા અને કુટુંબ દ્વારા આપણી ધર્મ, જાતી, કુળ, રીતી રીવાજો વગેરેની અનેક ભ્રામક માન્યતાઓ અનાયાસે અને અનિચ્છાએ પ્રવેશ પામી જાય છે. આપણે આપણું મનુષ્યત્વ ગુમાવીને હિંદુત્વ, મુસ્લિમત્વ, ઈસાઈત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, ઉચ્ચત્વ, નિચ્ચત્વ, શૈવત્વ, વૈષ્ણવત્વ વગેરે વગેરે અસ્વાભાવિક લેબલોનો આપણી જાત પર આરોપ કરીએ છીએ. ધીરે ધીરે આપણાંમાં પ્રાંતિયતા, ભાષાનું અભીમાન, રાષ્ટ્રીયતા વગેરે અભીમાનો પ્રવેશે છે. જેમ જેમ આપણે વિકસતા જવાનો દંભ મોટો કરતાં જઈએ છીએ તેમ તેમ આપણે જુદી જુદી વિશેષતાઓને આધારે આપણાં અન્ય માનવ સમૂહોથી વીખુટા પડતા જઈએ છીએ અને આપણે મર્યાદિત મનુષ્યોના સમાન આચાર વિચાર ધરાવતાં જૂથોમાં વહેંચાઈ જઈએ છીએ.

શિક્ષણ અને વ્યવસાયને આધારે આપણે ડોક્ટર, એંજીનીયર, શિક્ષક, મેનેજર, કર્મચારી, વેપારી, વકીલ, સરકારી ઓફીસર વગેરે અનેક પ્રકારે કાર્યના આધારે વિભાજીત થઈ જઈએ છીએ. દરેકના કાર્યો જુદા, જવાબદારીઓ જુદી, લાભાલાભ જુદા, સવલતો જુદી, સમસ્યાઓ જુદી.

નાગરીક તરીકે આપણાં કર્તવ્યો જુદા હોય છે. માતા-પિતા તરીકે આપણાં કર્તવ્યો જુદા. સંતાન તરીકે આપણાં કર્તવ્યો જુદા, કાર્યક્ષેત્રને આધારે આપણાં કર્તવ્યો જુદાં, પતિ કે પત્નિ તરીકે આપણાં કર્તવ્યો જુદા. જુદા જુદા સંબધો અને જુદા જુદા વ્યવહારો દરમ્યાન આપણે સતત જુદી જુદી ભૂમિકા ભજવવાની હોય છે.

આ પ્રત્યેક ભૂમિકા આપણે જેટલી યથાર્થ રીતે ભજવીએ તેટલા આપણે સફળ અભીનેતા ગણાઈએ અને જે જગ્યાંએ આપણે આપણી યોગ્ય ભૂમિકા ભજવવામાં ઉણાં ઉતરીએ તે સ્થળે આપણે પરિસ્થિતિ સાથે તાલમેલ ગુમાવ્યો કહેવાય. આવી અનેક ભૂમિકાઓ ભજવતાં ભજવતાં મનુષ્ય ભુલી જાય છે કે ખરેખર તે કોણ છે? અહીં શા માટે આવ્યો છે? છેવટે આવી અનંત ભૂમિકાઓ ભજવતો ભજવતો તે અંતિમ ભૂમિકા મૃત્યું શૈયા પર પોઢવાની ભજવે છે. તેને જવું નથી હોતું છતાં કાળ તેને પોતાની ગોદમાં ઉંચકીને લઈ જાય છે. આ સઘળી ભૂમિકાઓથી મુક્ત કરીને આરામ આપવા માટે.

આ જગતમાં બાળક ધન્ય છે અને બીજો તે કે જેણે જીવનનો અંત આવે તે પહેલાં અભિનેતાનો સ્વાંગ છોડીને સ્વરુપસ્થિતિ કરી લીધી તે જીવ ધન્ય છે.

સ્વરુપસ્થિતિ કરનારા બે પ્રકારના હોય છે. ૧. સ્વરુપસ્થિત કર્મયોગી અને ૨. સ્વરુપસ્થિત જ્ઞાનયોગી.

કર્મયોગી કર્મ કરતો કરતો એટલે કે અભીનય કરતો કરતો આ જગતથી અલિપ્ત હોય છે. જ્યારે જ્ઞાનયોગીએ તો અભીનય પણ છોડી દીધો હોય છે.

આપણે સહુ નટ તો છીએ જ પણ જો નટ થવું હોય તો યોગેશ્વર કૃષ્ણ જેવા કર્મયોગી નટવર કે યોગીરાજ શિવજી જેવા જ્ઞાનયોગી નટરાજ થવું જોઈએ.

શું આપણે સફળ અભીનેતા છીએ?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , , | Leave a comment

જ્ઞાન ક્યાંથી મેળવવું?

કારણ વગર કાર્ય સંભવી શકે નહીં.

કારણને દૂર કરવામાં આવે તો કાર્ય ટકી શકે નહીં.

કારણો અપ્રગટ હોય છે કાર્ય પ્રગટ હોય છે.

કોઈ કાર્ય અન્ય કાર્ય માટે કારણરુપ હોઈ શકે.

કાર્ય સ્વીકાર્ય ન હોય અને કારણ જાણતા ન હોઈએ તે પરિસ્થિતિમાં થતી અકળામણ અજ્ઞાન જન્ય અકળામણ છે.

કારણ જાણતા હોઈએ અને કાર્ય સ્વીકાર્ય ન હોય તે પરિસ્થિતિમાં થતી અકળામણ દૂર કરવા માટે કારણને દૂર કરવાનો પુરુષાર્થ થતો હોય છે.

કાર્ય સ્વીકાર્ય ન હોય અને ખોટા કારણને સાચું કારણ સમજતા હોઈએ તો તે પરિસ્થિતિમાં થતો કારણને દૂર કરવાનો પ્રયાસ એટલે વૃથા શ્રમ. આવા વૃથા શ્રમથી કારણ દૂર થવાને બદલે વિપરિત કાર્ય પણ ઉત્પન્ન થઈ શકે.

જીવ અને જગત કાર્ય છે. તેનું કારણ જાણવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યો છે. દરેક લોકો તેવો દાવો કરતાં હોય છે કે તેઓ જાણે છે તે તેનું સાચું કારણ છે અને અન્ય લોકો જેને કારણ માને છે તે સત્યથી વેગળા છે. જે લોકો જેવું માને છે તેવું વર્તે છે. જેવું વર્તે છે તેવું જીવન બને છે. જેવું જીવે છે તેવી આગળની ગતી પામે છે.

જીવ અને જગતનું સાચું કારણ જાણી શકવાની અસમર્થતાને અજ્ઞાન કહે છે. એવું કહી શકાય કે અત્યારની સઘળી ગડમથલ અને સંઘર્ષોના મુળમાં અજ્ઞાન રહેલું છે. અજ્ઞાન ગમે તેટલા કર્મો કરવામાં આવે તો દૂર થઈ ન શકે. અજ્ઞાન માત્ર જ્ઞાનથી દૂર થાય.

જ્ઞાન ક્યાંથી મેળવવું?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , | Leave a comment

મેરે બાદ ભી ઈસ દુનિયામે જિંદા મેરા નામ રહેગા

ઉપરોક્ત ગીતની કડી આપણે ઘણી વખત સાંભળી હશે. કોઈને ત્યાં બાળક અવતરે ત્યારે માતા-પિતા બનનાર હર્ષ અનુભવે કે મેરે બાદ ભી ઈસ દુનિયામે જિંદા મેરા નામ રહેગા.

અનાદી કાળથી આપણે જોતા આવ્યાં છીએ કે આ જગતમાં માત્ર આપણે તેમને જ યાદ કરીએ છીએ જેમણે પોતે મહાન કાર્યો કર્યાં હોય. આપણે હંમેશા મોહનદાસને યાદ કરીએ છીએ તેમના જીવન ચરિત્ર વાંચીએ છીએ કરમચંદના કદી નહીં. સ્વામી વિવેકાનંદના વિચારો વાંચીએ છીએ તેમના માતા-પિતાના નહીં. રામકૃષ્ણ પરમહંસનું કથામૃત વાંચીએ છીએ ખુદિરામનું નહીં.

આપણે ત્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે. દિન પ્રતિદિન વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. જેટલાં લોકો છે તેમને માટે ય પુરતા અન્ન, પાણી અને આવાસ નથી. તે વખતે લોકો માત્ર પોતાનું નામ પોતાની પછી જીવંત રહે તે માટે વસ્તી વધાર્યા કરે તો તે બેવકુફી ગણાય. હાલની સાંપ્રત પરિસ્થિતિમાં પ્રત્યેક દંપતીને માત્ર એક બાળક હોય તે ઈચ્છનીય ગણાય. વધુમાં વધુ બે બાળકો પણ બેથી વધારે બાળકો હોવા તે રાષ્ટ્રિય અપરાધ ગણવો જોઈએ.

સરેરાશ આયુષ્ય ૬૫ (૬૩.૪) વર્ષ હોય. સરેરાશ લોકો ૨૫ વર્ષે લગ્ન કરતાં હોય અને એક દંપતિને બે બાળકો હોય તો બે વ્યક્તિ ગુજરી જાય તેની સામે આશરે ૪ વ્યક્તિ નવી જન્મે. હવે જો બાળકો બે થી વધારે હોય તો આ ગુણોત્તર વળી પાછો વધી જાય.

દરેક બાળકને ઉછેરવાનો, શિક્ષણનો, લગ્નનો, આવાસનો અને વ્યવસ્થિત જીવનશૈલિમાં ગોઠવવા માટેના જરુરી ખર્ચ કરતાં આપણી માથા દીઠ આવક તો ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં નવા નવા લોકો જન્મ્યાં જ કરે અને તેમને રહેવા માટેની પુરતી વ્યવસ્થા ન હોય તો આંતર કલહ, નીચું જીવન ધોરણ, અપરાધ, કુપોષણ, અવ્યવસ્થા આ બધુ જ સર્જાય. હાલમાં આપણાં દેશમાં વ્યાપી ગયેલી અરાજકતાના મુખ્ય કારણોમાં એક કારણ વસ્તી વધારો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ અને અન્ય પાડોશી દેશમાંથી થતી ઘુસણખોરીને લીધે સમસ્યાઓ વધુ વકરે છે. ઘુસણખોરોને અટકાવવાને બદલે તેમને રેશન કાર્ડ અને ભારતીય નાગરીક તરીકેની ઓળખ આપવાનું કાર્ય આપણાં દેશમાં કઈ સરકાર કરી રહી છે તે આપણે સહુ સારી રીતે જાણીએ છીએ.

શું આ દેશનું પ્રત્યેક બાળક ભારતનું સંતાન નથી? આપણો વિચાર માત્ર પોતાના એક કે બે બાળક સુધી જ શા માટે સીમીત રહી જાય છે? એવા દંપતિઓ ન હોઈ શકે કે જે પોતાના સંતાનો ઉત્પન્ન કરવાને બદલે આ દેશના સંતાનોને પોતાના ગણે અને તેમની સેવા માટે કાર્ય કરે.

મધર ટેરેસાને ક્યાં કોઈ બાળકો હતા? દેશના બાળકોને તેમણે પોતાના બાળકો ગણ્યાં. સંતોને ક્યાં બાળકો હોય છે? છતાં તેઓ લોકહિતાર્થે કાર્ય કરતાં કરતાં પોતાનું નામ અમર કરી જ જાય છે ને?

નામ અમર કરવા માટે બાળકોની નહીં સારા કાર્ય કરવાની આવશ્યકતા હોય છે.

Categories: ચિંતન, વિચાર વિમર્શ | Tags: , , | 3 Comments

Blog at WordPress.com.