વિચારે ગુજરાત

શું તમે ગુજરાતના નાગરીક છો?

શું તમે ગુજરાતના નાગરીક છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે ૧૮ વર્ષથી વધુ વય ધરાવો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે મતદાન કરવું જોઈએ તેમ માનો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે કોને મત આપવો જોઈએ તેને માટે બીજાને પુછો છો?
હા
તો આગળ ન વાંચશો.

તમે મતદાન કરવા જવાના છો?
ના
તો આગળ ન વાંચશો.

જો તમે અહીં સુધી પહોચ્યા હો તો તમે ગુજરાતના એક પુખ્ત વયના કે જેનું મગજ હજુ સાબુત છે તેવા નાગરીક છો.

અલ્યા ભૈ કે બુન નાગરીકત્વ તમારું, મત તમારો, તો વિચાર કરીને તમને જે ઉમેદવાર યોગ્ય લાગે ઈને મત આપી આવજોને . . .

કોને મત આપવો કે કોને નહીં એની પંચાત કરવાને બદલે શું તમારી પાંહે બીજા કોઈ અગત્યના કામ નથી?

Categories: ગુજરાત, ગુજરાતી, જીવે ગુજરાત, લોકમત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચારે ગુજરાત | Tags: | Leave a comment

સ્મરી લેજો જરી પળ એક નાની – વિષ્ણુ પંડ્યા

શહીદ દિવસ: વિસ્મૃતિ અને ઉપેક્ષાનું દુર્ભાગ્ય?

આજે ત્રીસમી જાન્યુઆરી છે. દિવ્યભાસ્કરના વાચકોએ તો આ લેખ ગઈ કાલે જ વાંચ્યો હશે તેમને માટે આજે પુનરાવર્તન. કેટલાક એમ માને છે કે તે માત્ર ગાંધીજીની પૂણ્યતિથિ છે, પણ જે દિવસથી તેને ‘શહીદ દિવસ’ તરીકે ઓળખાવાયો છે, તે બ્રિટિશ સામ્રાજ્યની સામે ફાંસી, ગોળી અને આંદામાનની કાળ કોટડીમાં છેલ્લો શ્વાસ લેનારા તમામને યાદ કરવાનો અવસર છે.

૧૮પ૭ના વિપ્લવમાં અઢીથી ત્રણ લાખ નાગરિકોને મોતને ઘાટ ઉતારાયા હતા તે પછી બંગાળમાં અનુશીલન સમિતિ, પંજાબ અને કેનેડામાં ‘ગદર’ પાર્ટી‍, બર્મામાં સૈનિકી વિદ્રોહ, અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપની આઝાદ સરકાર, લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’, બર્લિ‌નમાં ‘બર્લિ‌ન કમિટી’, જર્મનીમાં આઝાદ સરકાર અને પછી શ્યોનાન (સિંગાપોર)થી કોહિ‌મા-ઇમ્ફાલ સુધીની આઝાદ હિ‌ન્દ ફોજમાં મોતને ભેટેલા હજારો સૈનિકો, છેવટનો નૌસેના બળવો… આની ગણતરીમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગવતીચરણ વોરા અને હિ‌ન્દુસ્તાન પ્રજાતાંત્રિક સંઘના યુવકો પણ આવી જાય, તો બીજા અઢી – ત્રણ લાખ ક્રાંતિકારોનાં બલિદાન નોંધાયાં છે.

વધુ વાંચો :

Categories: જાણવા જેવું, વિચારે ગુજરાત | Tags: , , | Leave a comment

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ અને “ભયભીત સમાજ” !! – કિન્નર આચાર્ય

અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ

 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”

સંપૂર્ણ લેખ વાંચવા નીચેની લિંક તમારા Browser માં કોપી કરીને ક્લિક કરશો:
http://kinner-aacharya.blogspot.in/2012/12/blog-post.html

Categories: ચેતવણી/સાવધાન, લોકમત, વાતચીત, વિચાર વિમર્શ, વિચારે ગુજરાત | 2 Comments

ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી? – ભરતકુમાર ઝાલા

“ આપણા મહાપુરુષોના જીવનની સૌથી મોટી કરૂણતા કઇ?”

“ તેમને જીવતે જીવ કે મૃત્યુ બાદ ભગવાન બનાવી દેવામાં આવે અને એ રીતે તેના વિચારો, સિધ્ધાંતોને એટલે ઉંચે ચડાવી દેવાય છે કે કોઈ એની આસપાસ ફરકવાનો વિચાર સુધ્ધાં ન કરે.” આવો પ્રશ્ન કોઈએ કોઈને પૂછ્યો નથી, પણ મને પૂછવામાં આવે તો મારો જવાબ આવો હોય. “આ શું યાર! દર વરસે એપ્રિલમાં કલર મારવાનો.” એક પ્રજા તરીકે આપણી તાસીર એવી રહી છે કે વ્યક્તિના વિચારો કે કાર્યને સમજવાને બદલે આપણને એની ભક્તિ કે વ્યક્તિપૂજામાં યા એકાંગી ટીકામાં જ વધુ રસ પડતો હોય છે. ચાહે એ રામ હોય કે કૃષ્ણ હોય, ગાંધી, સરદાર હોય કે પછી આંબેડકર. એમના કાર્યને સમજવાના, વિચારોને ઓળખવાના યા તેમાંથી પ્રેરીત થવાના કે મર્યાદાઓ પણ જાણવાનો પ્રયત્ન કરવાના કઠિન કામથી છૂટકારો મેળવવાની કદાચ આ સૌથી સહેલી રીત છે. એમને આપણે માનવ કે મહામાનવને બદલે દેવની (કે પછી દાનવની) શ્રેણીમાં મૂકી દઈએ છીએ. આમ કરવાથી આપણો ભક્તિભાવ પણ અકબંધ રહે અને બીજું કશું કરવાની જરૂર નહીં, સિવાય કે જન્મજયંતિ કે મૃત્યુતિથિએ એમનાં બાવલાં સાફ કરવા, તેને હારતોરા કરવા અને એ દિવસ પૂરતાં પક્ષીઓને બીજું સ્થાન શોધી લેવા મજબૂર કરવા.

મહાત્મા ગાંધી વિષે શેખાદમ આબુવાલાએ લખેલું, “ખુરશી સુધી જવાનો તું રસ્તો થઇ ગયો છું.” અલબત્ત, આ વાત ગાંધી જેટલી જ, અથવા તો તેમના કરતાંય વધારે લાગુ પાડી શકાય એ કમનસીબ વ્યક્તિ છે : ડો. ભીમરાવ રામજી આંબેડકર/ Dr. Bhimrao Ramji Ambedkar એટલે કે બાબાસાહેબ આંબેડકર/ Babasaheb Ambedkar.

વધું વાંચો: ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી?

Categories: પ્રશ્નાર્થ, વિચારે ગુજરાત | Tags: , , , | Leave a comment

વાંચો અને વંચાવો

મીત્રો,

ચૈત્ર મહિનામાં થોડો લીમડો ભલે વધારે થઈ જાય – કેમ બરાબર ને? 🙂 😛
હમ ચીજ બડી હૈ ભ્રષ્ટ ભ્રષ્ટ !

Categories: વિચારે ગુજરાત | Tags: , | Leave a comment

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઊજવણી

Categories: ઊજવણી, વિચારે ગુજરાત, સહયોગ/અપીલ | Tags: , , , | 1 Comment

વાંચકો ઓછા હોય કે વધારે શું ફેર પડે?

મિત્રો,
ઘણાં બ્લોગરોને વધારે વાંચકો મેળવવાના ધખારા હોય છે. જો તેના વાચકોની સંખ્યા ઘટી જાય તો તેમને અપચો થઈ જાય છે અને કામ કરતાં હોય ત્યારે પણ ટેન્શન અનુભવતા હોય છે. મારો એક સાદો પ્રશ્ન છે કે જો ૧૦૦૦૦ વાંચકો મળે તો યે શું અને એક વાચક ન મળે તો યે શું? કોયલ કદી પોતાના “ટહુકા” એમ વિચારીને નથી કરતી કે મને કોણ સંભાળશે? અરે એ તો તેની મસ્તીમાં “ટહુકે” છે કોઈને સાંભળવા હોય તો સાંભળે અને ન સાંભળવા હોય તો ન સાંભળે – તેમાં કોયલને શું? ચિત્રકાર ક’દી એમ નથી વિચારતો કે મારુ ચિત્ર કોણ જોશે? બસ તે તો તેની મસ્તીમાં ચિત્ર દોરે છે – કોઈ જોવે તોયે શું? અને ન જોવે તો યે શું? તેવી જ રીતે સાચો બ્લોગર તો પોતાની મસ્તીમાં પોસ્ટ મુક્યાં જ કરે છે – કોઈ વાંચે તોયે શુ? અને ન વાંચે તો યે શુ?


સૌજન્ય:”મધુવન

Categories: વિચારે ગુજરાત | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.