રામકૃષ્ણ પરમહંસ

સંસારી ઈશ્વર ચિંતન કરી શકે?

Man_Ishware


એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના કોઈ ગૃહસ્થ ભક્તે કહ્યું કે તમે તો આખો વખત ઈશ્વર સ્મરણમાં રત રહી શકો પણ અમે તો સંસારી છીએ. સંસારના કેટલાયે કામ કરવાના હોય તેમાં ઈશ્વર ચિંતન કેવી રીતે કરીએ?

શ્રી રામકૃષ્ણ સહમત થતાં કહેવા લાગ્યા કે ગૃહસ્થો ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે તેમ છતાં તેઓ ધારે તો ઈશ્વર ચિંતન કરી શકે. થોડા ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે :

તમે શાક બકાલું વેચતી સ્ત્રીને જોઈ છે? તે ઘરાક સાથે ભાવતાલ કરતી જાય, શાક તોળતી જાય અને ખોળામાં છોકરાંને સુવરાવીને ધવરાવતીયે જાય. આ બધા કાર્યમાં ધ્યાન આપતી વખતે તેનું મુખ્ય ધ્યાન તો છોકરામાં જ હોય.

તમે ગામડામાં બેડા લઈને પાણી ભરવા જતી સ્ત્રીઓને જોઈ છે? તે માથા પર બેડા ભરીને પાણી લઈને આવતી હોય, સાથે સાથે બીજી સ્ત્રીઓ સાથે અલક મલકની વાતોએ કરતી જતી હોય પણ તેનું સમગ્ર ચિત્ત માથા પરથી બેડું સરી ન પડે તેમાં જ લાગેલું હોય.

તમે ખાંડણીયામાં અનાજ ખાંડતી સ્ત્રીઓને જોઈ છે? તે એક હાથે અનાજ ઓરતી જાય અને બીજા હાથે સાંબેલાથી ખાંડતી જાય, વચ્ચે વચ્ચે સુચનાઓ દેતી જાય. તેનું સમગ્ર ધ્યાન સાંબેલુ હાથ પર વાગી ન જાય તેમાં જ લાગેલું હોય.

આ રીતે સંસારમાં રહીને ય સંસારના દરેક કાર્ય કરતી વખતે જો મન ઈશ્વર ચિંતનમાં જ લાગેલું રહે તો સંસારમાં રહીને ય ઈશ્વર ભજન થઈ શકે. નહીં તો સંસારમાં રહીને ઈશ્વર ભજન કરવું બહુ કઠણ.


સાધનામાં તમે કેવી રીતે સાધના કરો છો તે મહત્વનું નથી પણ તમારું મન કેટલા ટકા સાધન પરત્વે રાખી શકો છો તે જ મહત્વનું છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સાધના | Tags: , , | 1 Comment

સંસારમાં કેવી રીતે રહેવું? – શ્રી રામકૃષ્ણ પરમહંસ

એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસના ગૃહસ્થ શિષ્ય શ્રી મ.એ ઠાકુરને પ્રશ્ન પુછ્યો કે સંસારમાં કેવી રીતે રહેવું જોઇએ? તેનો શું જવાબ આપ્યો જે જાણવા માટે વાંચો આ વાર્તાલાપ.



Categories: પ્રશ્નાર્થ, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , | 4 Comments

શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)


મીત્રો,

આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.


http://www.ramakrishna.org/rmk.htm

http://en.wikipedia.org/wiki/Ramakrishna

http://www.om-guru.com/html/saints/ramakrishna.html

http://www.notablebiographies.com/Pu-Ro/Ramakrishna-Sri.html

http://www.writespirit.net/authors/sri_ramakrishna/biography_ramakrishna


તેમને થયેલાં અદભૂત દર્શનોની ઝાંખી કરાવતી નાનકડી ઈ-બુક પણ આપને જોવી જરૂર ગમશે.

શ્રી રામકૃષ્ણ દર્શનમ


Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, જન્મદિવસ, રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , | 6 Comments

શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ – ભાવનગર

જતો મત – તતો પથ (જેટલા મત તેટલા પથ)


મિત્રો,
ભાવનગર શહેરમાં વસતાં અને સેવા તથા સત્કાર્યમાં રસ ધરાવતાં લોકોને ખાસ જણાવવાનું કે ભાવનગર શહેરમા શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા સહિત્યના વેચાણનું કાર્ય થઈ રહ્યું છે. આ જ પ્રવૃત્તિ ને ગતિ આપવા અને વિસ્તૃત કરવા આપ સહુનો સહકાર અને સૂચન ખૂબ જ આવશ્યક છે. જેના માટે સહુ તા.૧ જાન્યુઆરી ૨૦૧૧ – શનિવારે સાંજે ૬:૦૦ કલાકે કલ્પતરુ દિનના પવિત્ર દિવસે શ્રી ઠાકુર – મા ના આશીષ મેળવી આ કાર્યને નવી દિશા આપવા માટે ભેગા થવાનું આયોજન કરેલ છે. જેમાં આપની ઉપસ્થિતિ અને સહયોગ ખૂબ જ અગત્યનો છે. તો આપને સહ-પરિવાર, મિત્ર-વર્તુળ સહિત ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાશ્રમ
C/o. શ્રી સૂરમ્યભાઈ મહેતા
પ્લોટ નં..૧૫૦૭-A, V-Mart ની પાછળ,
મીઠાવાળાના બંગલાની સામેના ખાંચામા,
સારનાથની બાજુમાં, ઘોઘા-સર્કલ,
ભાવનગર.
ફોન નંબર ૯૪૨૮૮૧૦૮૧૮ / ૯૮૨૪૪૩૮૮૧૪

Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન, સહયોગ/અપીલ, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | Leave a comment

વિચાર (11) – શ્રી રામકૃષ્ણ પરમહંસ

Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , | 2 Comments

વિચાર (?)


ઉપરોક્ત ફોટોગ્રાફ જોઈને આપના મનમાં શું વિચાર આવ્યો તે લખવા વિનંતી.


Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: | 8 Comments

મરચું ખાધે તીખું ન લાગે? – શ્રી રામકૃષ્ણ પરમહંસ

શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈ ભક્તએ પુછ્યું : કે શું કર્મના ફળ ભોગવવા જ પડે?

શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : હા જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ, શું મરચું ખાધે તીખું ન લાગે?


Categories: રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો, હાસ્ય | Tags: , | 14 Comments

ધ્યાન ક્યાં કરવું – રામકૃષ્ણ પરમહંસ

ધ્યાન કરવું
મનમાં, વનમાં કે
કોઈ ખુણામાં

Categories: રામકૃષ્ણ પરમહંસ | Tags: | 1 Comment

રામકૃષ્ણ મિશન – વિવેકાનન્દ સ્મૃતિ મંદિર (ખેતડી – રાજસ્થાન)

મીત્રો,

અત્રે અહીં આપણે શ્રી રામકૃષ્ણ મીશનના એક કેન્દ્રનો સંક્ષિપ્ત પરિચય મેળવશું. ખેતડી કેન્દ્રનો આપ નીચેના સરનામે સંપર્ક કરી શકો છો.

Ramakrishna Mission
Vivekananda Smriti Mandir
Khetri, Rajasthan 333 503
Phone: 01593-234312 , 21-5675
Email: rkmkhetri@gmail.com
Website: http://www.rkmissionkhetri.org


kht_gav
Khetdi1
Khetdi2
Khetdi3
Khetdi4
Khetdi5

Categories: રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

ઠાકુર – મા – સ્વામીજી

2

ઈશ્વરપ્રાપ્તિ એ જ માનવ જીવનનું ધ્યેય છે.
– શ્રીરામકૃષ્ણ પરમહંસ

3

જો શાંતિ ઇચ્છતાં હો તો કોઇના દોષ જોતા નહિ.
દોષ જોજો પોતાના, જગતને પોતાનું કરી લેતા શીખો.
– શ્રી મા શારદાદેવી

104

ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.
– સ્વામી વિવેકાનંદ

Categories: રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.