મારુ કુટુંબ

આસ્થાનો જન્મદિવસ – આગંતુક

મિત્રો,
૧૧મી ડીસેમ્બર એટલે અમારા માટે ખુશીનો દિવસ. આજના યાદગાર દિવસે મેં પિતૃત્વ અને કવિતાએ માતૃત્વ પ્રાપ્ત કરેલ. મને યાદ છે તે ૧૩ વર્ષ પહેલાનો સુવર્ણ દિવસ કે જ્યારે સવારના પહોરમાં મેં સમાચાર સાંભળેલા કે ગઈકાલે અડધી રાત્રે તમે એક પુત્રીના પિતા બની ચૂક્યા છો. મારી સવાર સુધરી ગયેલી.

ગઈ કાલે મને એમ હતું કે કાલે સવારે હું અમારી તેજની કટાર જેવી આ દિકરી વિશે સુંદર પોસ્ટ મુકીશ. તેના નૃત્ય,સંગીત અને અભ્યાસની વાત કરીશ. અમારી ખુશી આપની સાથે વહેંચીશ પણ બન્યું કાઈક તેનાથી ઉલટું.

બા તો અત્યારે આશામાસીની દિકરી અમી (અનોખી) ના લગ્ન હતાં એટલે મહેસાણાં ગયાં છે. ઘરમાં બાકી રહ્યાં અમે ચાર. આમ તો ગઈ કાલ રાતથી જ કવિતાની તબીયત ખરાબ હતી. સવારે જેમ-તેમ પરાણે ઉઠીને આસ્થાને તૈયાર કરીને શાળાએ મોકલવા સુધી કાર્યરત રહી શકી. ત્યાર બાદ સુસ્તી વધી, નબળાઈ વધી, શરીરમાં અસ્વસ્થતા વધી. ઉલટીઓ થઈ(ગેરસમજ ન કરતાં – હાલમાં લગ્ન ગાળો ચાલે છે અને બહાર આચર-કુચર થોડું ખવાઈ ગયું હોય તો પાચનમાં ગરબડ થઈ હોય એટલે).

કોમ્પ્યુટર પર પોસ્ટ મુકવાને બદલે મારા ભાગમાં બીજી કામગીરી આવી. પહેલું કામ કવિતાને માથે બામ લગાડીને માથું દાબી આપવાનું કર્યું. ત્યાર બાદ હંસ: માટે બોર્નવિટા બનાવ્યું અને મારા માટે ચા. કવિતાને ચા પીવી છે તેમ પુછ્યું તો કહે કે મારે કશું ખાવું પીવું નથી મને સુવા દ્યો. મેં અને હંસે સવારનો નાસ્તો એક ડીશમાંથી સાથે કર્યો. હંસે બોર્નવિટા અને મેં ચા પીધી (હવે કોઈ બોર્નવિટા અને ચા પીવાના ગેરફાયદા વિશે મહેરબાની કરીને પોસ્ટ ન લખશો). આમ કરવાથી અમારા શરીરમાં ગરમાવો અને સ્ફુર્તિ આવ્યા. ત્યાર બાદ હંસ:ને નવરાવ્યો (ગરમ પાણીએ) – જાણે કે બાળ ગોપાલને નવરાવતો હોઉ તેવા ભાવથી. ત્યાર બાદ હું નાહ્યો (મારી મેળે).

થોડી વાર હંસ: સાથે પ્લાસ્ટિકના દડાથી ક્રીકેટ રમ્યો. રાબેતા મુજબ હંસ જીત્યો. કવિતા જાગી – તેની સાથે પણ અડધો કપ ચા પીધી. અડધી પોસ્ટ લખી. પાછો હંસ:ને શાળાએ મુકવા ગયો. હવે આવીને આ બાકી રહેલ લખવાનું કાર્ય પુરુ કર્યું.

બોલો હવે કોણ કહી શકે કે – કાલે શું થવાનું છે? ન જાણ્યું જાનકી નાથે… – સવારે શું થવાનું છે?

Categories: આનંદ, ઉત્સવ, મધુવન, મારુ કુટુંબ | Tags: , , , , , | 5 Comments

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..



“સૌરાષ્ટ્ર સમાચાર” તા.૨-૧૨-૨૦૧૦ – પાના નં – ૨

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ

મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ


[Youtube=http://www.youtube.com/watch?v=X_ZGzRYGLeg]

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.


શબ્દો માટે “ટહુકો” નો ખાસ આભાર…


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, મારુ કુટુંબ | Tags: , | Leave a comment

શિવ માનસ પૂજા – આદિ શંકરાચાર્યજી મહારાજ

મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, મારુ કુટુંબ | Tags: , | 2 Comments

હનુમાન ચાલીસા

મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ


[Youtube=http://www.youtube.com/watch?v=LzVBd9FOhzY]

હનુમાન ચાલીશા

|| દોહા ||

શ્રી ગુરુચરણ સરોજ રજ,
નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ,
જો દાયકુ ફલ ચારિ ||

બુધ્ધિ હિન તનુ જાનિ કે
સૂમિરૌ, પવન કુમાર |
બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,
હરહુ કલેસ બિકાર ||

જય હનુમાન જ્ઞાન ગુન સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલ ધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ||

મહાબીર બિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન બિરાજ સુબેસા |
કાનન કુંડલ કુંચિત કેસા ||

હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ |
કાંધે મુંજ જનેઉં સાજે ||
શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહા જગ બંદન ||

વિદ્યાવાન ગુની અતિ ચાતુર |
રામ કાજ કરિબે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |
રામ લખન સીતા મન બસિયા ||

સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા |
બિકટ રુપ ધરી લંક જરાવા ||
ભીમરુપ ધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ||

લાય સજીવન લખન જિયાયે |
શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હીં બહુત બડાઈ |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||

સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા |
નારદ સારદ સહિત અહિસા ||

જમ કુબેર દિગપાલ જહાં તે |
કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં |
રામ મિલાય રાજપદ દીન્હાં ||

તુમ્હરો મંત્ર બિભીષન માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ||
જુગ સહસ્ર જોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||

આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||

નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||

ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||

ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||

જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||

જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||

પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ ||

|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષ્ણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, મારુ કુટુંબ | Tags: , | Leave a comment

જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ


જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !


નોંધ: જીવન ને અંજલિરુપ બનાવવાની ભાવનાસભર આ અંજલિ ઘણી જાણીતી છે. આ ભાવગીત ઘણી વેબસાઈટ અને બ્લોગ ઉપર જોઈ શકાય છે તે જ સુચવે છે કે જીવનને અંજલિરૂપ બનાવવાની ભાવના ભારતીય સંસ્કૃતિમાં કેટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે. મનુષ્ય જીવન ભોગ માટે નહીં પણ કશુંક સમાજને પ્રદાન કરવા માટે છે તે વીશે અંગુલી નિર્દેશ કરતું આ ગીત જુદી જુદી જગ્યાએ અનુભવવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

Read ગુજરાતી (એક સુંદર લેખ સાથે)

કવિલોક

મિતિક્ષા.કોમ

સ્વર્ગારોહણ

ગુજરાતી ભજન

ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો

સુલભ ગુર્જરી

વિજયનું ચિંતન જગત

Read ગુજરાતી (માત્ર ગીત)

ગુજરાતી લેક્સીકોન

બીજા અનેક બ્લોગ અને વેબસાઈટો પર પણ આપ આ અંજલિ ગીત માણી શકો છો. અને હા સહુના વ્હાલા “ટહુકો” પર તો આ ગીત હોય જ ને વળી..

ત્રણ જુદા જુદા સ્વરોમાં પ્રથમ બાળકોના, ત્યાર બાદ મહાલક્ષ્મી અવરાણી અને છેલ્લે નિશા ઉપાધ્યાય અને ગૌરવ ધ્રુવ ના સ્વરમાં અહીં તે માણી શકશો.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, મારુ કુટુંબ | Tags: , , | Leave a comment

જીવનની ક્ષણભંગુરતા – આગંતુક

મિત્રો,
ગઈ કાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો. મારા આખા કુટુંબે આનંદપુર્વક તે ઉજવ્યો. કુટુંબના સહુથી વરીષ્ઠ જેમને અમે પ્રેમથી “ભાભુમા” કહીને સંબોધીએ છીએ અને જેમનું નામ જ અન્નપુર્ણાદેવી છે તેવા વાસ્તવમાં અન્નપુર્ણાબહેનના આશીર્વાદ સહુ કોઈએ લીધા. આખો દિવસ નજીક અને દૂર રહેતા બહેનો, ફઈબાઓ અને સગાં વહાલાઓ એકબીજાને પ્રેમપૂર્વક મળ્યા અને દિવસ સરસ રીતે પસાર કર્યો. હજુ તો કાલે બધા મળ્યા અને છુટા પડ્યા અને જોગાનુજોગ કેવો કે ફરી પાછું આજે બધાને મળવુ પડે છે પણ તે ભાભુમા ના આશીર્વાદ લેવા માટે નહીં પરંતુ ભાભુમાની અંતિમયાત્રા માટે. અરેરે જીવનની કેવી ક્ષણભંગુરતા.

મારા પ્રેમાળ ભાભુમા એ આજે ધરાધામમાંથી શાંત ચીત્તે, પૂર્ણ સ્વસ્થતાથી વિદાય લીધી. પ્રભુ તેમના શાંત અને પવિત્ર આત્માને પોતાના આનંદધામમાં નિવાસ આપે તેવી પ્રાર્થના.

Categories: ચિંતન, મારુ કુટુંબ | Tags: , | Leave a comment

Blog at WordPress.com.