ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો

શ્રુતિ સાર સમુદ્ધરણમ

વાચકો / શ્રોતાઓ,

શ્રુતિ સાર સમુદ્ધરણમના પ્રવચનો મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં ચાર વર્ષ ચાલ્યાં. ૨૦૧૧ના જુન મહિનાના પ્રવચનો આપણે રોજના એક લેખે સાંભળી ચુક્યાં છીએ. કોઈને ફરીથી સાંભળવા હોય તો નીચેની લિંક પરથી સાંભળી શકશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૧

હવે પછીના પ્રવચનો નીચેની લિંક પરથી સાંભળી શકાશે અથવા તો Dowmload કરી શકાશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૨

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૩

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૪


ભજનામૃત વાણી પર ૩૧/૧૨/૨૦૧૪ સુધી વિરામ રહેશે. ત્યાર પછીની વાત ત્યાર પછી.


Categories: અધ્યાત્મ / યોગ, પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો | Tags: , , , | Leave a comment

છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે ૨૭મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ તે વખતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદની છેલ્લી બેઠકમાં આ ભાષણ આપ્યું હતું.

વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે: પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હ્રદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ’સહાય;પરસ્પર વેર નહીં.’ ’સમન્વય;વિનાશ નહીં.’ ’સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ – સ્વામી વિવેકાનંદ

૨૬મી સપ્ટેમ્બર,૧૮૯૩ના રોજ વિશ્વધર્મ પરિષદમાં બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કરતાં સ્વામી વિવેકાનંદે આ પ્રવચન આપ્યું હતું.

હિંદુ ધર્મ કે બૌદ્ધ ધર્મ, કોઈ એકબીજા સિવાય જીવી શકે નહીં. બન્ને વચ્ચે જે તફાવત છે તે જોતાં, બૌદ્ધ ધર્મ બ્રાહ્મણની બુદ્ધિપ્રતિભા અને તત્વજ્ઞાન વિના ચલાવી ન શકે; તેમ જ બ્રાહ્મણને બૌદ્ધ ધર્મની કરુણાની ભાવના વિના ન ચાલે. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેની જુદાઈ હિંદના પતનનું કારણ છે. તેને લીધે જ આજે હિંદમાં ત્રીસ કરોડ ભિખારીઓ છે, અને છેલ્લાં હજાર વર્ષથી તે પરદેશી વિજેતાઓનું ગુલામ બન્યું છે. એટલે આપણે બ્રાહ્મણની અપ્રતિમ બુદ્ધિનો, મહાન વિભૂતિ બુદ્ધની કારુણ્યની ભાવના સાથે, એમના અભિજાત આત્મા સાથે, તેનો અજબ સંયોગ કરવો જોઈએ.

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , , , | Leave a comment

ભેદભાવ શા માટે !

વિશ્વધર્મ પરિષદમાં એક નાનકડી વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે માનવ માનવ વચ્ચેના ભેદભાવ અને અણબનાવનું કારણ સંકુચિતતા, પોતાનો જ દૃષ્ટિકોણ સાચો છે તથા અન્યનો દૃષ્ટિકોણ ખોટો છે તેવી જડ માન્યતાઓ છે. મનુષ્યની બુદ્ધિના વિકાસની સાથે સાથે સમજણ પણ વિકસે કે આ જગત માત્ર આપણી સંકુચિત દૃષ્ટિથી જોઈએ છીએ તેવો નાનક્ડો કુવો નથી પરંતુ અનેક શક્યતાઓથી ભરેલ મહાસમુદ્ર છે અને આપણે સહુ આ મહા સમુદ્રમાં તરતાં નાનકડાં જળચરો છીએ. જે જેટલી વિશાળ જળરાશીમાં તરી શકે તેટલો તેનો આનંદ વધારે અને જે માત્ર પોતાના ખાબોચીયાને જ સર્વસ્વ માને છે તે તો કાદવમાં કુદા કુદ કરીને છેવટે તેના ક્ષુલ્લક ખાબોચીયામાં જ જીવન પુરુ કરે છે.

Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | 2 Comments

ખરેખર શું સર્વ ત્રાસનો મૃત્યુઘંટ વગ્યો હતો?

૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો – વિશ્વધર્મ પરિષદમાં અપાયેલ આ વક્તવ્ય ઘણું જાણીતું છે. પ્રવચનને અંતે સ્વામી વિવેકાનંદ એવી આશા વ્યક્ત કરે છે કે :

આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.

આજે ય આપણે જોઈએ છીએ કે સ્વામીજીની આશા સંપૂર્ણ પણે ફળીભૂત થઈ નથી. સર્વ પ્રકારની સંકુચિત વૃત્તિઓ અને સર્વ ઝનુનવાદોનો મૃત્યુઘંટ વગાડવા માટે આજની તારીખે ય અથાક પરીશ્રમ અને ભગીરથ પુરુષાર્થની આવશ્યકતા છે.

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

બાળ કેળવણી આજના સંદર્ભમાં – માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

મીત્રો,

ભાવનગર શહેરની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવ નીમીત્તે “બાળ કેળવણી આજના સંદર્ભમાં” વિષય પર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મનનીય પ્રવચન આપેલ જે અત્રે સાંભળીશું ને?


https://madhuvan1205.files.wordpress.com/2011/04/bal_kelavani_ajana_sandarbhama.jpg
Categories: કેળવણી, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શિક્ષણ | Tags: , | 2 Comments

*** સદ્‌ભાવના પર્વ-૩ *** – અહેવાલ: ભાવેશ જાદવ – જુનાગઢ

મીત્રો,
મહુવામાં શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં ત્રીજું સદ્‌ભાવના પર્વ યોજાયું તેનો સંક્ષિપ્ત અહેવાલ જુનાગઢના શ્રી ભાવેશ જાદવની કલમે વાંચવા તથા પર્વની ઝલક રજૂ કરતા ફોટોગ્રાફ્સ માણવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

*** સદ્‌ભાવના પર્વ-૩ *** અહેવાલ

ફોટોગ્રાફ દ્વારા ઝલક

Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સાહિત્ય | Tags: , , , | Leave a comment

જાહેર પ્રવચન – આધુનિક માનવ શાંતિની શોધમાં


નોંધ: આ જ વિષય પર સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનું પુસ્તક વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

https://bhajanamrutwani.wordpress.com/amss/


Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સમાચાર | Tags: , , , , , | Leave a comment

અનાસક્તિ – વિવેકવાણી

Categories: ચિંતન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રીરામકૃષ્ણ જ્યોત, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

વિવેકવાણી

Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: | Leave a comment

Blog at WordPress.com.