ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ

તર્ક અને સહજજ્ઞાન

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા પૂર્ણ

મિત્રો,

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા પૂર્ણ થઈ. આ યાત્રા આપને કેવી લાગી? આ યાત્રા આપના જીવન જીવવા પ્રત્યેના દૃષ્ટિકોણમાં કશો બદલાવ લાવી? જો કશો બદલાવ આવ્યો હોય તો કેવા પ્રકારનો તે પ્રતિભાવના ખાનામાં લખી શકો છો અથવા તો મનોમન પણ તે વિશે ચિંતન કરી શકો છો.

ગાંધીજી વિશે વિશેષ વાતો ગાંધી ગૌરવમાંથી પદ્ય સ્વરુપે આસ્વાદવા મળી શકે તેમ છે તો ગાંધી જીવનના રસજ્ઞો તે અહીં ક્લિક કરવાથી માણી શકશે.

હવે ફરી પાછો હું યથેચ્છ બ્લોગ-ભ્રમણ કરીશ અને ટીકા ટિપ્પણીઓનો પ્રવાહ પણ વહેવડાવીશ. જો કે બોલવા કરતાં ન બોલવામાં વધારે આનંદ આવે છે તે જાણવા છતાં યે

જાનામી ધર્મં ન ચ મે …

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

નૂત્તન વર્ષાભિનંદન

નૂત્તન વર્ષાભિનંદન

નૂત્તન વર્ષાભિનંદન

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 4 Comments

ચંપારણ અને આગળ (ગાંધી ગૌરવ) – યોગેશ્વરજી

Champaran


ગાંધીગૌરવમાંથી સાભાર


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ

રામ… રામ… રામ

દયાના સાગર થઈ ને
કૃપા રે નિધાન થઈ ને
છોને ભગવાન કહેવડાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે
ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી

તમારો પડછાયો થઈ ને
વગડો રે વેઠ્યો એને
લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાઓ

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો


માવજીભાઈની પરબેથી વધુ એક ઊઠાંતરી


રામ તમે સીતાજીની તોલે ન આવો


ચોરી કરવા માટેય મોકો કે તક જોવી જોઈએ, ખરુને? 🙂


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | Leave a comment

વૈશાખનો બપોર

મિત્રો,

વાવાઝોડા અને માવઠાની કમોસમી અસર પછી ફરી પાછો વૈશાખ તેનો બળબળતો બપોર લઈને આવી પૂગ્યો છે. વિકસિત દેશો ભલે ચંદ્ર, મંગળ અને ગુરુ પર રોકેટ ઉડાડ્યા કરતાં. શ્રદ્ધાળુઓ ભલે મંદિરમાં ઘંટ વગાડે. વિવેકપંથીઓ ભલેને તેમનો વિવેક સતત બીજાને ભાંડવામાં દાખવ્યાં કરતાં. અધ્યાત્મવાદીઓ ભલે ધ્યાન ધારણામાં રત રહે.

જેમ ભુખે ભજન ન હોય ગોપાલા તેવી રીતે જેમના પેટ ભરાઈ ગયા હોય તેમને જ ઠાલી ચર્ચાઓમાં સમય બગાડવો પોસાય.

કેટલાકને વિકસિત(આ શબ્દ સામે વાંધો ઉઠાવનારાયે છે) દેશોમાં બેઠા બેઠા ચિનાઓ ભાગોળે આવી જશે તેવા સ્વપ્નાઓ આવશે તો કેટલાકની ધૂર્ત દેશોના સૈનિકો આપણાં સૈનિકોના માથા વાઢી જાય છે તેવા દૃશ્યોથી ઉંઘ ઉડી જતી હશે. કેટલાક ગુર્જરવાસીઓ સિંહો મધ્યપ્રદેશમાં પહોંચી જશે તેની યે ચિંતામાં દુબળા પડી ગયાં છે. ક્યાંક વળી ભદ્રંભદ્ર પારસી ટીકીટ બુકિંગ ક્લાર્કના મુક્કાઓ ખાય છે. ક્યાંક વળી ચાલીસાઓની રમઝટેય બોલશે. ક્યાંક તો આખેઆખી નાટક મંડળી આવી પુગી છે તો ક્યાંક કથાવાર્તાઓ હાલશે.

આપણે તો આજે માવજીભાઈની પરબેથી સીધી જ “વૈશાખનો બપોર”ની ઉઠાંતરી કરવાના મુડમાં છીએ.

સાહિત્યમાં મારી જેવા એક અર્ધ ટેકનીકલ માણસને સમજણ ન પડે. છંદ, અછંદ, સ્વચ્છંદ કે કુછંદ તેમાંયે ખાસ સમજણ નહીં. જો કે સીધી સાદી ગુજરાતીમાં આલેખાયેલું શ્રી રામનારાયણ પાઠક્નું આ કાવ્ય મને સ્પર્શી ગયું. તેમના દિકરી શ્રી ભારતીબહેન અમને શ્રી દક્ષિણામુર્તિ શાળામાં ગુજરાતી ભણાવતા તે ય યાદ આવી ગયું.

લ્યો ત્યારે માણો આજે વૈશાખનો બપોર

વૈશાખનો બપોર
(મિશ્ર ઉપજાતિ)

વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કંઈ રજાનો
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યા હતા આળસમાં હજી જનો
જંપ્યાં હતાં બાળક ખેલતાં એ
ટહૂકવું કોયલ વિસર્યો’તો
સંતાઈ ઝાડે વિહગો રહ્યાં’તાં

ત્યારે મહોલ્લા મંહિં એ શહેરના
શબ્દો પડ્યાં કાન : ‘સજાવવાં છે
ચાકુ, સજૈયા, છરી, કાતરો કે ?’
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા
માથે વીંટી ફીંડલું લાલ મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમે
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉઘાડે પગ એ ઉઘાડે
આઠેકનો બાળક એક દૂબળો

‘બચ્ચા લખા ! ચાલ જરાય જોયેં
એકાદ કૈં સજવા મળેના
અપાવું તો તુર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યો,
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને.’

એ બાળકના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા, છરી, કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે ?

ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું – ‘અલ્યા તું કહીંનો કહે તો !’
‘બાપુ, રહું હું દૂર મારવાડે.’
દયા બીજાને થઈ ને કહે ‘જુઓ !
આવે જનો દૂર કહીં કહીંથી
જુઓ જુઓ દેશ ગરીબ કેવો ?’
અને કહે કોઈ વળી ભણેલો,
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ ;
ચાલે નહીં આવી સરાણ હાવાં !’

ને ટાપશી પૂરી તંહિં બીજાએ
‘નવી સરાણે જન એક જોઈએ
પોષાય ત્યાં બે જણા તે શી રીતે ?’
‘બાપુ સજાવો કંઈ !’ ‘ભાઈ, ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’

અને ફરી આગળ એહ ચાલ્યો,
‘સજાવવાં ચપ્પુ છરી’ કહેતો,
ને તેહની પાછળ બાળ તેના
જળે પડેલા પડઘા સમુ મૃદુ
બોલ્યો ‘છરી ચપ્પુ સજાવવાં છે ?’

જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડી :
‘બચ્ચા લખા ! ધોમ બપોર ટહેલ્યાં
છતાં મળી ના પઈની મજૂરી.’
બોલ્યો : ‘અરે ભાઈ ! ભૂખ્યા છીએ દ્યો
આધાર કૈં થાય જરાક પાણીનો.’

કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે,
‘અરે બધો દેશ ભર્યો ગરીબનો,
કોને દઈએ ને દઈએ ન કોને ?’
કોઈ કહે, ‘એ ખરી ફર્જ રાજ્યની.’
ને કો કહે : ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય !’

ત્યાં એકને કૈંક દયા જ આવતાં,
પત્ની કને જઈ કહ્યું : ‘કંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દ્યો.’
‘જોવા સિનેમા જવું આજ છે ને !
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે ?
ભૂલી ગયા છેક જ આવતાં દયા ?’
દયા તણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સૂઝ્યું ન આપવાનું !

ને ત્યાં સિનેમાસહગામી મિત્ર કહે :
‘દયા બયા છે સહુ દંભ ; મિથ્યા
આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત.’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર ;
મજૂરી કે અન્નની આશા ખોટી.
છતાં વધુ મંદ થતા અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે :
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને !’

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતા ગાંઠ અને પડીકાં
હાલ્લાં, જરા કૈં બટકાવવાને
બોલાવિયા આ પરદેશી બેઉને :
‘અરે જરા ખાઈ પછીથી જજો.’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાંને બટકુંક નાખ્યું.

દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર :
હતી તંહિ કેવળ માણસાઈ !

-રામનારાયણ વિશ્વનાથ પાઠક

અલ્યાં ભઈ બ્લોગજગતમાં તમારો ડંકો વાગતો હોઈ કે નઈ પણ જો આ કાવ્યના શબ્દો તમારા હ્રદય પર થોડી ઘણીએ અસર કરી શક્યાં હોય તો વાસ્તવિક જગતમાં તમે માણહ છો ઈ વાત પાક્કી. પછી ભલેને તમારામાં બુદ્ધિ
કે શ્રદ્ધા હોઈ કે ન હોઈ ઈ ની કાઈ પરવા નથી.


http://www.mavjibhai.com/kavita%20files/vaishakhnobapor.htm


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 6 Comments

નિત્ય અને લીલા

પ્રભુને ઘણીએ વાર થાય
બધીએ લીલા સંકેલી
નિત્યમાં સ્થિત થઈ જાઉ
અને ત્યાં તો
કોઈ મીરા, નરસિંહ, કબીર, પ્રહલાદ, શબરી
નામી અનામી કોઈ ભક્તનો પોકાર સાંભળીને
વ્હાલો
ફરી પાછો
દોડી આવે
લીલાસ્વરુપે.

નિત્ય કહો કે લીલા કહો
જીવભાવનાને સારુ હરિના વેશ ઝાઝા
તત્વ તો
એકનું એક.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

હું જ સાચો છુ – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી

hujsacho

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: , | 2 Comments

કૃષ્ણ દવેને રુબરુ સાંભળવા તે એક લ્હાવો છે

મીત્રો,

ગુજરાતી બ્લોગ-જગતમાં જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેના નામથી ભાગ્યેજ કોઈક અપરીચિત હશે. હમણાં ભાવનગરમાં પુસ્તક મેળાની મોસમ ચાલે છે. ’પ્રસાર’, ’કિતાબ ઘર’ દ્વારા અગાઉથી જ પુસ્તકમેળા યોજાઈ ગયેલા અને હાલમાં ’વિજ્ઞાન નગરી’માં પુસ્તક મેળો ચાલી રહ્યો છે. આ પુસ્તક મેળા અંતર્ગત રોજ સાંજે એક જાણીતા કવિ કે સાહિત્યકારને સાંજે સાડા છ વાગ્યે નીમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને રસીક શ્રોતાઓ તેમના દ્વારા પીરસાતી કૃતિઓનો આનંદ માણે છે.

આજે આપણાં જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે તે નીમીત્તે પધાર્યા હતા. તેમની કવિતા તો આપ સહુ ઈન્ટરનેટના માધ્યમથી માણી જ ચૂક્યાં હશો પણ એટલું જરુર કહીશ કે તેમને રુબરુ સાંભળવા તે એક લ્હાવો છે.

Krushna_Dave

નીચેની લિંક પરથી આપ તેમને અને તેમની રચનાઓને માણી શકશો.

કૃષ્ણ દવે

મોબાઈલ કેમેરા દ્વારા ઝીલેલ ચિત્રપટ અનુકુળતા પ્રાપ્ત થશે તો ક્યારેક આપની સમક્ષ રજુ કરીશ.

સતત એક કલાક સુધી તેમની અસ્ખલિત વાકધારામાં ભીજાઈ ને છેવટે તેમના હસતાં અક્ષર એટલે કે હસ્તાક્ષર પ્રાપ્ત કરીને આ આનંદમય પ્રસંગને વાગોળતો વાગોળતો સ્વગૃહે પાછો ફર્યો.


Krushna_Dave_Signature_1


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

સ્વાગત ૨૦૬૯

રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો તે વાતને આજે ૨૦૬૮ વર્ષના વહાણાં વાય ગયાં. આજે આપણે તે પ્રતાપી રાજા વિક્રમાદિત્યની સંવત ૨૦૬૯માં વર્ષમાં પ્રવેશીએ છીએ ત્યારે આજના રાજવીઓને ઢંઢોળીએ કે એક રાજવી ધારે તો જનકલ્યાણના કેટલા કાર્યો કરી શકે તે વિક્રમાદિત્ય પાસેથી શીખે.

આપણાં ૫૫૦થી વધારે સાંસદોના ૧૧૦૦થી વધારે હાથ ધારેતો દેશની કાયકલ્પ કરી શકે છે. હે વિશ્વની સહુથી મોટી લોકશાહીના સાંસદો આ નવા વર્ષે મહાન ભારતની દીન જનતા આપને બે હાથ જોડીને પ્રાર્થે છે કે દેશહિત માટે થઈ શકે તો કશુંક કાર્ય કરજો પણ દેશદ્રોહનું કાર્ય મહેરબાની કરીને બંધ કરજો.

પૂજે જનો સહુ ઉગતાં રવિને

સહુને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , , , | 4 Comments

Create a free website or blog at WordPress.com.