બળતરા/કકળાટ

એક પ્રસ્તાવિત કાળો કાયદો

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ચેતવણી/સાવધાન, દેશપ્રેમ, પ્રશ્નાર્થ, બળતરા/કકળાટ, ભ્રષ્ટાચાર સામે લડત, લોકમત, વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

વિકાસ ન જોઈ શકે પણ વિકસવાની પ્રાર્થના પણ ન સાંભળી શકે – બળતરા

મીત્રો,

અમુક લોકો ગુજરાતનો વિકાસ જોઈ શકતાં નથી. જ્યારે જ્યારે ગુજરાત કશુંક સારુ કાર્ય કરે, સારા લોકો તેના વખાણ કરે એટલે અમુક લોકોને હ્રદયમાં લ્હાય બળે છે. તેઓ ગુજરાતને વગોવવાનો એક પણ પ્રયાસ છોડતાં નથી. શા માટે તે લોકો પોતાના ઘર સંભાળવાને બદલે ગુજરાતમાં ડખલ કરવા આવે છે? જુના, ચવાઈ ગયેલા માંડ માંડ ઠરેલાં પ્રશ્નો ફરી ફરી રજૂ કરીને તે લોકોના માનસને ભડકાવવાનો પ્રયાસ કરે છે. આવા લોકોને ઓળખીએ – તેમાંના ઘણાં તો પોતાને ગુજરાતી અને ગુજરાતના મિત્ર હોવાનો પોકળ દાવો કરે છે.

આખી દુનિયા ગુજરાતની વિરુધ્ધ થઈ જશે તો પણ મને ખાત્રી છે કે ગુજરાત કદી ઝુકશે નહિં – તે હંમેશા પ્રગતિ કરશે, વિકાસ કરશે અને સમગ્ર વિશ્વને હંમેશા નવો રાહ ચિંધશે.

આજે શ્રી રામજીના ચરણોમાં એક પ્રાર્થના – સબકો સન્મતિ દે ભગવાન.

Categories: બળતરા/કકળાટ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.