ટેકનીકલ/તકનીકી

વર્ગીકૃત રીતે બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણનું ક્રમાંકન

મિત્રો,

લાંબી પ્રતિક્ષાના અંતે આપણને બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ – ૨૦૧૩નું પરીણામ મળ્યું છે. આ પરીણામ મતના આધારે નીચે પ્રમાણે છે.

http://funngyan.com/bgbs1303/

બ્લોગ જગતમાં બે પ્રકારના બ્લોગરો છે.

૧. સ્વતંત્ર મૌલિક રીતે લખાણ લખનારા.

૨. જુદા જુદા કવિઓ, લેખકો, સાહિત્યકારોની વિવિધ કૃતિઓને સંપાદીત કરીને પ્રકાશીત કરનારા.

આ ઉપરાંત કેટલાંક બ્લોગરો સ્વતંત્ર રીતે લખી શકે છે અને સાથે સાથે ગમતાનો ગુલાલ પણ કરતાં રહે છે. તેમને ક્યાં વર્ગમાં રાખવા તે દ્વિધા હોવાથી તેમનેય સંપાદન કરનારા જ ગણી લઈએ.

આ પ્રમાણે વર્ગીકૃત કર્યા બાદ જો આ સર્વેક્ષણનું ક્રમાંકન જોઈએ તો તે કાઈક આવા પ્રકારનું મળે છે.

મૌલિક લખાણ લખનારા બ્લોગને આ રીતે ક્રમાંકીત કરી શકાય.

1.પ્લાનેટ જેવી (જય વસાવડા)

2.મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી)

3.Good છે! (અધીર અમદાવાદી)

4.અસર – યશવંત ઠક્કર

5.કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ)

6.સાયબર સફર (હિમાંશુ કિકાણી)

7.શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર)

8.Nirav Says (નીરવ)

9.હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)

૧0.વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી

11. News Views Reviews (કિન્નર આચાર્ય), પ્રત્યાયન (પંચમ શુક્લ)

12.ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)

૧3.રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)

14.અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી),

15.નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), ગદ્યસૂર (સુરેશ જાની)

મેગેઝીન પ્રકારના બ્લોગને આ પ્રમાણે ક્રમાંકીત કરી શકાય.

1. રીડ ગુજરાતી (મૃગેશ શાહ)

2. અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ)

3. લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ)

4. મોરપીંછ (હિના પારેખ)

5. ટહુકો (જયશ્રી ભક્ત)

6. રણકાર (નીરજ શાહ)

7. દાદીમાની પોટલી (અશોક દેસાઈ),

8. નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)

9.અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)

10.સમન્વય (ચેતના શાહ)

અવર્ગીકૃત રીતે બાકીના બ્લોગને મત પ્રમાણે જે તે સ્થાને યથાવત  રાખીએ તો:

21. ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ

22.સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ

23.મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)

24. વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ

25. સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું


સર્વેક્ષણના આયોજક, બ્લોગરો અને વાચકોની જય હો !

ગુજરાતીઓને ગુજરાતી માટે ગુજરાતી દ્વારા અભીનંદન…

——————————————————————————-

Categories: ટેકનીકલ/તકનીકી, લોકમત | Tags: , , | 15 Comments

વર્ડપ્રેસના બ્લોગરો શું આ જાણે છે?

પ્યારા બ્લોગરો,

વર્ડપ્રેસ ઘણી સુવિધાઓ આપતું હોય છે જેનાથી ઘણી વખત આપણે અજાણ હોઈએ છીએ. વર્ડપ્રેસના
સંચાલન વિભાગમાં

Screen Option છે.

તેમાં જવાથી

Right Now
Recent Comments
Your Stuff
What’s Hot
QuickPress
Recent Drafts
Stats

આટલા વિકલ્પો મળે છે. તેની બાજુમાં રહેલ ચોરસ બોક્સ જેને ચેક બોક્સ કહેવાય તેના પર ક્લિક કરવાથી (ચેક કરવાથી) તે વિકલ્પ સંચાલનની સ્ક્રીનમાં દેખાશે. અને જો તેને ફરી વખત ક્લિક કરવામાં આવશે (અન ચેક) તો તે વિકલ્પ સ્ક્રીનમાં દેખાતો બંધ થઈ જશે. આ વિકલ્પો શું કાર્ય કરે છે તે તમે જાતે પ્રયોગ કરીને જોઈ જુઓ. અહીં હું માત્ર

What’s Hot

વિકલ્પ વિશે વાત કરીશ.

What’s Hot વિકલ્પ પસંદ કરવાથી તેના ૪ Tab દેખાશે.

WordPress.com News
Top Blogs
Top Posts
Latest

તે દરેક Tab પર ક્લિક કરવાથી જે તે Tab ને લગતી ૧૦ માહિતિ મળશે. જેમ કે

Wordpress.Com News પર ક્લિક કરવાથી વર્ડપ્રેસ દ્વારા પ્રસારીત થયેલ છેલ્લા દસ સમાચાર જાણવા મળશે.

Top Blogs પર ક્લિક કરવાથી જે તે ભાષાના હાલમાં સહુથી વધુ વંચાતા બ્લોગની યાદી મળશે. અહીં જે તે ભાષાની વાત અગત્યની છે. તમે જે ભાષામાં તમારો બ્લોગ રાખ્યો હશે તે ભાષાના Top Blogs ની યાદી મળશે.

Top Posts પર ક્લિક કરવાથી જે તે ભાષાની સહુથી વધુ વંચાતી દસ પોસ્ટની યાદી મળશે.

Latest પર ક્લિક કરવાથી જે તે ભાષાની તાજેતરમાં પ્રસારીત થયેલી દસ પોસ્ટની યાદી જોવા મળશે.

ધારો કે તમે તમારી ભાષા અંગ્રેજી રાખી છે તો તમને ગુજરાતી બ્લોગની યાદીને બદલે અંગ્રેજી બ્લોગની યાદી મળશે. તેવી રીતે હિન્દિ, ચાઈનીસ, જાપાનીસ કે ફ્રેંચ ભાષા રાખી હશે તો તે ભાષાના બ્લોગની યાદી જોવા મળશે. સ્વાભાવિક છે કે જો તમે ગુજરાતી ભાષા સીવાયની અન્ય ભાષા રાખી હોય તો જેમણે ગુજરાતી ભાષા રાખી હોય તેમને તમારા બ્લોગ પર થતી પ્રવૃત્તિની માહિતિ અહીં બેઠા ન મળે. ઘણી વખત તમારો બ્લોગ કે લેખ વધારે વંચાતો હોય તોએ તે આ યાદીમાં ન આવે. તો જેમણે તેમની ભાષા ગુજરાતી ન રાખી હોય તેઓ આજે જ તેમની ભાષા ગુજરાતી કરી દેશે ને?

આ ભાષા ગુજરાતી ક્યાંથી કરવી?

સાવ સહેલું છે.

સંચાલન માં જાવ.

ત્યાં નીચેના ભાગમાં Setting છે ત્યાં જાવ.

તેમાં સહુથી નીચેનો વિકલ્પ ભાષાનો છે ત્યાં જઈને અનેક ભાષાઓમાંથી ગુજરાતી પસંદ કરો.

ત્યાર બાદ તેની નીચે રહેલ Save વિકલ્પ પર ક્લિક કરવાનું ન ભુલશો.

આટલું કરવાથી તમેય આવી જશો વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગ-જગતમાં.

શું તમે ગુજરાતી બ્લોગ-જગતમાં છો?

નથી તો રાહ કોની જુવો છો?

અત્યારે જ આવી જાવ યાર..

Categories: ટેકનીકલ, ટેકનીકલ/તકનીકી | Tags: , , , | 5 Comments

આનંદો – Streamline Your Photos With New Tiled Galleries
Streamline Your Photos With New Tiled Galleries


Categories: ટેકનીકલ/તકનીકી | Tags: | Leave a comment

સ્લાઈડ શો કેવી રીતે બનાવશો?

મિત્રો,

ઘણી વખત આપણે છબીઓના સંગ્રહને સ્લાઈડ શો સ્વરુપે રજુ કરવા ઈચ્છતા હોઈએ છીએ. વર્ડપ્રેસ તે માટેની સરળ સુવિધા પુરી પાડે છે. હવે આપણે ક્રમ બદ્ધ રીતે જોઈએ કે સ્લાઈડ શો કેવી રીતે બનાવી શકાય.

તમારા વર્ડપ્રેસ એકાઉન્ટના Admin માં Login થઈને User Name તથા Password આપો. તેથી તમે સંચાલન ના પેજ ઉપર પ્રવેશ કરશો.

ડાબા હાથ પર રહેલ વિકલ્પોની હારમાળામાંથી Media પર માઉસનું પોઈન્ટર લઈ આવો. તેથી તેમાં બે વિકલ્પો મળશે.

૧.Library

૨. નવું ઉમેરો

તેમાંથી નવું ઉમેરો પર ક્લિક કરો.

અહીં તમે jpg, jpeg, png, gif, pdf, doc, ppt, odt, pptx, docx, pps, ppsx, xls, xlsx પ્રકારની ફાઈલ અપલોડ કરી શકો છો. સામાન્ય રીતે છબીઓ jpg કે jpeg ફોર્મેટમાં હોય છે.

Files અપલોડ કરવા માટે બે પ્રકારના અપલોડર અત્યારે વર્ડપ્રેસ પર ઉપલબ્ધ છે.

૧. Browser uploader – એક એક ફાઈલ વારાફરતી અપલોડ કરવા માટે.

૨. Multi-files uploader – એક કે વધારે ફાઈલ એક સાથે અપલોડ કરવા માટે

Browser uploader થી ફાઈલ upload કરવા માટે browse પર ક્લિક કરો તેથી ફાઈલનું લિસ્ટ મળશે. જરુરી ફાઈલ વારાફરતી પસંદ કરીને તેને upload કરો.

Multi-Files uploader થી ફાઈલ upload કરવા માટે Select Files પર ક્લિક કરો. અથવા તો Drop here પર જરુરી files ને ડ્રેગ કરીને મુકી શકો છો.

જરુરી Files ને પસંદ કરીને Open પર ક્લિક કરવાથી બધી ફાઈલ અપલોડ થઈને સ્ક્રીન પર જોવા મળશે.

Save all changes બટન પર ક્લિક કરીને તેને સંગ્રહિત કરો.

આ બધી ફાઈલો તમારી Media Library માં સંગ્રહિત થઈ જશે.

હવે નવો લેખ ઉમેરવા માટે ડાબા હાથ પર રહેલ વિકલ્પોની હારમાળામાંથી Post વિકલ્પ પર માઉસનું પોઈન્ટર લઈ જાવ.

ત્યાર બાદ નવું ઉમેરો પસંદ કરો.

લેખને યોગ્ય શિર્ષક આપો.

હવે ઈચ્છિત છબીઓને લેખમાં ઉમેરવા માટે Upload/Insert વિકલ્પ પર ક્લિક કરો.

Add Media નામનું પેજ ખુલશે.

તેમાંથી Media Library નામનો વિકલ્પ પસંદ કરો.

તમારી Media Library માં રહેલી બધી છબીઓ દેખાશે. વધારે છબીઓ જોવા માટે ૨,૩,૪ વગેરે પેજ પર ક્લિક કરવાથી પહેલા અપલોડ કરેલી છબીઓ પણ દેખાશે. હવે તમારી પસંદગીની છબી સામે રહેલ Show બટન પર ક્લિક કરો. પરીણામે તે છબી થોડી વિસ્તૃત દેખાશે અને તેની પ્રોપર્ટી જોવા મળશે. તેની નીચે તેની સાઈઝ માટેના વિકલ્પો હશે. યોગ્ય સાઈઝ પસંદ કરીને Insert into post પર ક્લિક કરો.

જો તમે Text મોડમાં કામ કરતાં હશો છબી દર્શાવવા માટેનો જરુરી HTML કોડ લખાશે અને જો Visual મોડમાં કામ કરતાં હશો તો છબી દેખાશે.

આ રીતે જેટલી છબી દર્શાવવા ઈચ્છતા હો તેટલી છબીઓ વારાફરતી Upload/Insert વિકલ્પથી પસંદ કરો.

જેટલી છબીઓ દર્શાવવા ઈચ્છતા હો તે insert થઈ જાય પછી એક લાઈન ચોરસ કૌંસ માં ’[ ]’ slideshow લખીને ઉમેરો

હવે જો તમે માત્ર સ્લાઈડ શો જ બતાવવા ઈચ્છતા હો તો ઉપર Insert કરેલ છબીઓ દુર કરી દ્યો.

સ્લાઈડ શોને અનુરુપ લખાણ લખીને પોસ્ટ ને યોગ્ય ટેગ તથા કેટેગરી આપીને ’પ્રસિદ્ધ કરો’ બટન પર ક્લિક કરીને લેખને પ્રસિદ્ધ કરો.

આ રહ્યો આ રીતે તૈયાર કરેલ એક લેખ


This slideshow requires JavaScript.


ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ
ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ગાનચતુરાય ગાનપ્રાણાય ગાનંતરાત્મનૈ
ગાનોત્સુકાય ગાનમત્તાય ગાનોત્સુકમનસે
ગુરુપૂજિતાય ગુરુદૈતાય ગુરુકુલસ્થાયિને
ગુરુર્વિક્રમાય ગુહ્યપ્રવરાય ગુરવે ગુણગુરવે
ગુરુદૈત્યગલચ્છેત્રે ગુરુધર્મસદારાધ્યાય
ગુરુપુત્રપરિત્રાત્રે ગુરુપાખંડખંડકાય

ગીતસારાય ગીતતત્વાય ગીતગોત્રાય ધીમહિ
ગૂઢગુલ્ફાય ગંધમત્વાય ભોજપ્રદાય ધીમહિ
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ગ્રંથગીતાય ગ્રંથગેયાય ગ્રંથાંતરાત્મને
ગીતલીનાય ગીતાશ્રવાય ગીતવાદ્યપટવે
ગેયચરિતાય ગાયકવરાય ગંધર્વપ્રિયકતે
ગાયકાધીન વિગૃહાય ગંગાજલપ્રણયવતે
ગૌરીસ્મવંદનાય ગૌરીહૃદયનંદનાય
ગૌરભાનુસુતાય ગૌરીગણેશ્વરાય

ગૌરીપ્રણયાય ગૌરીપ્રવનાય ગૌરભાવાય ધીમહિ
ગૌસહસ્ત્રાય ગોવર્ધનાય ગોપગોપાય ધીમહિ
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ


શરુઆતમાં slideshow બનાવવો થોડો અઘરો લાગશે પણ મહાવરાથી ફાવટ આવી જશે. તો ક્યારે પ્રસિદ્ધ કરો છો આપના તરફથી એક ઝાકમ ઝોળ slideshow?

Categories: ટેકનીકલ/તકનીકી | Tags: | 3 Comments

ચોક્કસ સમયે બ્લોગ પર નવો લેખ કઈ રીતે મુકશો?

ધારો કે તમે એક વ્યસ્ત તબીબ છો. તમે વર્ડપ્રેસમાં બ્લોગ કે વર્ડપ્રેસ પાસેથી ખરીદેલ જગ્યાં દ્વારા વેબ સાઈટ ચલાવો છો. આ ઉપરાંત તમને કવિતા લખવાનો શોખ છે. તમે ઈચ્છો છો કે દર અઠવાડીએ ચોક્કસ દિવસે ચોક્કસ સમયે તમે લખેલી તરોતાજા કવિતા તમારા વાચકો અને પ્રશંસકોને મળી રહે. કવિતા લખવા માટે તો તમને અઠવાડીયાનો સમય મળે છે પણ પ્રગટ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે કરવી છે તો આ કાર્ય કેવી રીતે કરશો?

ધારોકે તમે એક ઉગતા લેખક કે લેખીકા છો. તમારા લેખ તમારા વાચકો અને પ્રશંસકોને નીયમીત રીતે વાંચવા ગમે છે. જો કે લેખક કે લેખીકા સામાજીક પ્રાણી હોવાથી સ્વાભાવિક છે કે તેને અન્ય જવાબદારીઓ નીભાવવાની હોય. તેવે વખતે તેમની પાસે લેખ તો તૈયાર હોય પણ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પ્રગટ કરવા માટે અવકાશ ન હોય. તો તેમના વાચકો અને પ્રશંસકોને રાજી રાખવા તે શું કરી શકે?

ધારોકે તમે કોઈ એક વિષય પર રોજ ચોક્કસ સમયે સળંગ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છો છો. તો આ કાર્ય તમે કેવી રીતે કરી શકો?

જો તમે વર્ડપ્રેસના બ્લોગર કે સાઈટ ધારક હો તો તમારા માટે આ કાર્ય સરળ બની શકે છે માત્ર વર્ડપ્રેસની થોડીક જાણકારીથી. વર્ડપ્રેસ આપણને Schedule Post પ્રસિદ્ધ કરવાની સગવડતા આપે છે. કેવી રીતે તે થઈ શકે તે હવે જોઈએ :

સહુ પ્રથમ તો તમે તમારા admin A/c માં Log in થાવ.

જેમ કે :

https://bhajanamrutwani.wordpress.com/wp-admin/

જો તમે User Name અને Password યાદ રાખવાનું કહ્યું હશે તો તમે સીધાં જ સંચાલનમાં પહોંચી જશો. નહીં તો તમને User Name અને Password પુછશે. તે આપો.

ત્યાર બાદ

Post માં જઈને નવું ઉમેરો પસંદ કરો.

તેમાં લેખનું યોગ્ય શિર્ષક તથા લેખની વિગત ઉમેરો.

ત્યાર બાદ Publish Immediately ની બાજુમાં રહેલ સંપાદન કરો વિકલ્પ પર ક્લિક કરો.

તેમ કરવાથી તેમાં મહિનો, તારીખ, વર્ષ, કલાક તથા મિનિટ પુછશે.

તમે જે દિવસે આ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે દિવસ તથા જે સમયે લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે સમય દાખલ કરો.

ત્યાર બાદ OK પર ક્લિક કરો.

ત્યાર બાદ Schedule વિકલ્પ પસંદ કરો. હવે નિશ્ચિંત થઈને તમારા વ્યસ્ત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ.

બોલો છે ને તમારા વાચકો અને પ્રશંસકોને રાજી રાખવાનો સરળ ઉપાય?

ન સમજાય તો ઈ-મેઈલ એડ્રેસ તો તમારી પાસે છે જ ને? ઈ-મેઈલ કરો :

atuljaniagantuk@gmail.com

લ્યો ત્યારે – સરળ અને સફળ બ્લોગિંગ માટે હાર્દિક શુભેચ્છાઓ 🙂

Categories: ટેકનીકલ/તકનીકી | Tags: , , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.