ગુજરાત

શું તમે ગુજરાતના નાગરીક છો?

શું તમે ગુજરાતના નાગરીક છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે ૧૮ વર્ષથી વધુ વય ધરાવો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે મતદાન કરવું જોઈએ તેમ માનો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે કોને મત આપવો જોઈએ તેને માટે બીજાને પુછો છો?
હા
તો આગળ ન વાંચશો.

તમે મતદાન કરવા જવાના છો?
ના
તો આગળ ન વાંચશો.

જો તમે અહીં સુધી પહોચ્યા હો તો તમે ગુજરાતના એક પુખ્ત વયના કે જેનું મગજ હજુ સાબુત છે તેવા નાગરીક છો.

અલ્યા ભૈ કે બુન નાગરીકત્વ તમારું, મત તમારો, તો વિચાર કરીને તમને જે ઉમેદવાર યોગ્ય લાગે ઈને મત આપી આવજોને . . .

કોને મત આપવો કે કોને નહીં એની પંચાત કરવાને બદલે શું તમારી પાંહે બીજા કોઈ અગત્યના કામ નથી?

Categories: ગુજરાત, ગુજરાતી, જીવે ગુજરાત, લોકમત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચારે ગુજરાત | Tags: | Leave a comment

Web-ગુર્જરી ઈન્ટરનેટના આકાશે તરતી મુકાશે

ત્રણ પ્રકારે કાર્ય થઈ શકે.

૧. કર્તા – કોઈ કાર્ય જાતે કરવું.

૨. કારિતા – કોઈની પાસે કાર્ય કરાવવું.

૩. અનુમોદિતા – કોઈ કાર્યને અનુમોદન આપવું.

ગુજરાતી e-જગત માટે આનંદના સમાચાર છે કે કવિશ્રી કલાપીના જન્મ દિવસે અને ભારતના પ્રજાસત્તાક દિવસે આપણું ગુજરાતી e-જગત Web-ગુર્જરી રુપી એક વિશાળ વટવૃક્ષની સંકલ્પનાથી એકત્ર થઈ રહ્યું છે. અલબત્ત આજે તો તે વૃક્ષનું બીજારોપણ થશે તેને રક્ષવાનું, ઉછેરવાનું અને સંવર્ધિત કરવાનું ઉત્તરદાયિત્વ આપણી સહુની ઉપર છે.

આ પ્રસંગ પરની વિશેષ જાણકારી તથા રસપ્રદ લેખ વાંચવા માટે પહોંચો શ્રી અમોના આંગણે.

આ વટવૃક્ષની સંપૂર્ણ સંકલ્પનાના સૂત્રધાર શ્રી જુગલકીશોરભાઈનો આજે ૨૫મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે તો તેમને અભીનંદવાનું ન ભુલશો.

Categories: આનંદ, ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી, ગુજરાત, જન્મદિવસ | Tags: , | 3 Comments

દૃઢ નેતા લોકશાહીમાંયે હોય છે.

diggajs

મિત્રો,

આજે મારે આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના થોડા વખાણ કરવા છે. લોકશાહીમાંયે દૃઢ નેતા કેવા હોય તે તેમણે સારી રીતે દર્શાવી આપ્યું છે.

તેઓ કાર્ય કરે છે અને કાર્યની જાહેરાત પણ કરે છે.

તેઓ અધિકારીઓ અને નેતાઓ પાસેથી કામ લઈ શકે છે અને તેમને દાબમાંયે રાખી શકે છે.

તેમની વાણી પ્રભાવક છે તેમ છતાં તેમાં ઉદ્દંડતાનો બીલકુલ છાંટો નથી.

વડીલો / ગુરુજનો / મુરબ્બીઓ અને સાધુ સંતો પ્રત્યેનો તેમનો વ્યવહાર વિનમ્ર છે.

તેઓ રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આકર્ષી શકે છે.

સતત તેમને સોંપાયેલા નાના મોટા કાર્યક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહીને તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે અને તે પદ જાળવી રાખવામાં ત્રણ ત્રણ ટર્મ સુધી સફળ થયાં છે.

વિરોધીઓને હરાવવા અને હંફાવવા માટે તેઓ જાણીતા છે.

ગુજરાતની જનતામાં બાળકો / યુવાનો / મહિલાઓ / પ્રૌઢો અને વૃદ્ધ સુધી પ્રત્યેક વર્ગની વ્યક્તિઓમાં તેમના ચાહકો છે.

આપણી લોકશાહીને આજે આવા દૃઢતા વાળા વધુને વધુ નેતાઓની જરુર છે.

ક્યારેક તેઓ કવિતા યે લખે છે.

ગુજરાતની ઉત્સવ પ્રિય જનતા વચ્ચે ઉત્સવો ઉજવવા તેમને પ્રિય છે.

શું મોદી સાહેબ તેમની જેવા નેતાઓની બીજી યુવા હરોળ તૈયાર કરી શકશે?

Categories: ગુજરાત | Tags: , | 1 Comment

ટેકનોલોજી જોડણી વિવાદ ઉકેલી શકે

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે. સાર્થ જોડણીમાં ઘણાં અટપટા નિયમો અને અપવાદ છે તેને લીધે સાર્થ જોડણીમાં સાવ સાચું લખવુ ઘણું અઘરુ અને ક્યારેક તો અશક્ય કે આકાશકુસુમવત બની જાય છે. તેનો સહેલો રસ્તો ઉંઝા જોડણી દ્વારા શોધવામાં આવ્યો છે. તે રસ્તો આમ તો સહેલો છે છતાં તેમાં યે મુશ્કેલીઓ છે. જેમ કે નાનપણથી શાળામાં સાર્થનું શિક્ષણ આપવામાં આવ્યું હોય. સાર્થ જોડણી પ્રમાણેના ચિન્હો મનમાં અંકિત થઈ ગયા હોય. હવે જ્યારે તે ચિન્હો ઉંઝામાં લખવાથી ફરી જાય ત્યારે સાક્ષરોને તે ઘણું કઠે. ઘણાં શબ્દો એવા છે કે જેમાં હ્રસ્વ કે દિર્ઘથી અર્થ ફરી જાય.

જેમ કે

દિન – દીન
પિતા – પીતા

કોમ્પ્ય઼ુટર સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય. આમેય શ્રી વિશાલભાઈ મોણપરા ઘણાં વરસોથી ગુજરાતી ભાષાની સુપેરે સેવા કરી રહ્યાં છે. તેમણે ગુજરાતી સ્પેલ ચેકર તથા ગુજરાતીમાં લખવા માટે ટાઈપ પેડ વિકસાવ્યા છે. આ ઉપરાંત તેમણે યુનિકોડમાંથી ફોન્ટમાં અને ફોન્ટમાંથી યુનિકોડમાં દસ્તાવેજોને રુપાંતરીત કરવાની સગવડ વિકસાવેલ છે. હવે જો તેઓ ઉંઝામાંથી સાર્થમાં અને સાર્થમાંથી ઉંઝામાં દસ્તાવેજોને રુપાંતર કરવાનું સોફ્ટવેર બનાવી આપે તો કાર્ય ઘણું સરળ થઈ જાય.

આમેય આપણે વિશાલભાઈને સન્માનવાના જ છીએ તો સન્માન સમારંભ વખતે વિશાલભાઈ પાસે ઉંઝા થી સાર્થ અને સાર્થથી ઉંઝા માં રુપાંતરણ સોફ્ટવેરની રીટર્ન ગીફ્ટ ની આશા રાખી શકાય?

શું કહો છો વિશાલભાઈ?

Categories: ગુજરાત, પ્રશ્નાર્થ, સમસ્યા અમે સમાધાન | Tags: , , , , , , | 5 Comments

ગઢ આયા પર સિંહ ગયા

ભા.જ.પા. જીત્યું – આનંદ છે. કામ કર્યું છે પણ હવે જનતાની અપેક્ષા વધારે રહેશે.

આજથી જ ઘર બનાવવા લાગો ત્યારે પાંચ વર્ષે કદાચ ટાર્ગેટ પુરો થશે. જો ટાર્ગેટ પુરો થશે અને મકાનોની ફાળવણી યોગ્ય રીતે જરુરીયાતમંદોમાં થશે તો તેની પછીના પાંચ વર્ષ પાક્કા તે જનતા જનાર્દન તરફથી મતદારો ખાત્રી આપે છે.

જો કે રાજ્ય ચલાવવામાં માત્ર ઘર નથી બનાવવાના હોતા.

રાજ્યના પ્રત્યેક નાગરીકને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ.

નાગરીકોના જાન માલનું રક્ષણ થવું જોઈએ.

પ્રત્યેકને વિકસવાની તક પ્રાપ્ત થવી જોઈએ.

શિક્ષણ અને આરોગ્ય વ્યાજબી દામે મળવા જોઈએ અને નાણાના અભાવે એક પણ વ્યક્તિ અશિક્ષિત કે બીમાર ન રહે તેવી સગવડતાઓ આપવી જોઈએ.

માતા, બહેનો અને દિકરીઓ સન્માનથી જીવે અને ગૌરવવંતા ગુજરાતને ગૌરવવંતુ જાળવી રાખવા માટે સદૈવ પ્રસન્ન રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ.


વિરોધ પક્ષના બે દિગ્ગજ અને જાગૃત નેતા હાર્યા તેનું દુ:ખ છે.

૧. શક્તિસિંહ ગોહિલ
૨. અર્જુન મોઢવાડીયા

હવે વ્યાજબી વિરોધ કોણ કરશે?


શંકરસિંહ અને કેશુભાઈ શું કરશે તે હવે જોવા મળશે.


Categories: ગુજરાત | Tags: , , , , | 2 Comments

તમારા વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે?

મીત્રો,

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીની મત ગણતરી શરુ થઈ ગઈ છે. તમારા મત વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવાની જિજ્ઞાસા આપને હોય તે સ્વાભાવિક છે. નીચેની લિંક પર ક્લિક કરો. તમારા મત વિસ્તારને ગુજરાતના નકશામાંથી શોધી કાઢો. ત્યાં માઉસનું પોઈન્ટર લઈ જવાથી તમને તે વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવા મળશે.

Gujarat Assembly Poll Result – 2012

હા ભાઈ હા
જ્ઞાન એટલે મુક્તિ અને અજ્ઞાન એટલે બંધન પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા તો હોવી જોઈએ ને?

Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, ગુજરાત, જીવે ગુજરાત, રાષ્ટ્રનો વિકાસ, સમાચાર | Tags: | Leave a comment

શું તમે જાગૃત નાગરીક છો?

શું તમે ગુજરાતના નાગરીક છો?

શું તમારા મત વિસ્તારની ચુંટણી આજે અથવા તો ૧૭/૧૨/૨૦૧૨ ના રોજ યોજાયેલી છે?

જો હા તો મતદાન અવશ્ય કરો.

મતદાન કરો અને ગર્વથી કહો કે હું ગૌરવવંતા ગુજરાતનો જાગૃત મતદાર છું.

મતદાન કરો અને ગર્વથી કહો કે હું ગૌરવવંતા ગુજરાતનો જાગૃત મતદાર છું.

Categories: ગુજરાત | Leave a comment

ગુજરાત સરકારનું સ્તુત્ય પગલું

મિત્રો,

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨થી ગુજરાતમાં ગુટખા તથા તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ આવી રહ્યો છે જેની ઉદઘોષણા મુખ્યમંત્રીએ ૧૫મી ઓગષ્ટના રોજ કરીને એક સરાહનીય પગલું ભર્યું છે.

વ્યસનથી થતી બરબાદી નિર્વ્યસની કરતાં વ્યસનીઓ સારી રીતે જાણતાં હોય છે. એક વખત વ્યસનની ચૂંગાલમાં ફસાયા પછી તેમાંથી બહાર આવવું ઘણું કઠીન હોય છે. જે પદાર્થો સહજ અને સરળતાથી પ્રાપ્ય હોય તેની જરુર ન હોય તો યે લોકો તે ગ્રહણ કરતાં થઈ જાય છે. વ્યસનને લગતી પ્રોડક્ટો નાના બાળકો ખુબ ઝડપથી ગ્રહણ કરવા લાગે છે. આરંભમાં મજા માટે ગ્રહણ કરવામાં આવતાં આ પદાર્થો માનવીના ચિત્ત તંત્ર પર એટલો બધો પ્રભાવ પાથરી દે છે કે છેવટે આવા હાનિકારક પદાર્થો ગ્રહણ કર્યા વગર ચાલી શકતું નથી.

ગુજરાતમાં દારુબંધી હોવાને લીધે દારુ છુટથી મળતો નથી તેને લીધે ઘણાં લોકો દારુડીયા થતાં બચી ગયાં છે. તેવી રીતે જો તમાકુને લગતા ઉત્પાદનો પણ મળતાં બંધ થશે તો ઘણાં બધાં લોકો આ દુર્વ્યસનથી બચી શકશે અને આવનારા જીવલેણ અને ભયાનક રોગ સામે સલામત રહી શકશે.

વ્યસનમુક્તિ અને ગુટખા પ્રતિબંધ માટે દિવ્યભાસ્કર અખબારી ગ્રુપે એક મહા-અભીયાન ઉપાડ્યું છે અને નવ રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે. તેમનો ભગીરથ પુરુષાર્થ સ્તુત્ય છે.

આશા રાખીએ કે આવનારા દિવસોમાં સમગ્ર ભારત વર્ષમાં ગુટખા અને તમાકુના જીવલેણ ઉત્પાદનો પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે.

હાલની કેન્દ્ર સરકાર પાસે કશા સત્કાર્યની આશા રાખવી તે મુર્ખતા છે છતાં કદાચ તેમનામાં ક્યારેક સદબુદ્ધિ પ્રવેશે તેવી આંકાંક્ષા સાથે કેન્દ્ર સરકારને ભારતના નાગરીક તરીકે અનુરોધ છે કે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગુટખા અને તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવે.

Categories: આનંદ, ગુજરાત, જીવે ગુજરાત, સમાચાર | Tags: , , , , | 3 Comments

એકત્વ માટે પ્રાર્થના

મીત્રો,

સદભાવના મીશન અંતર્ગત આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના ત્રી-દિવસીય ઉપવાસના પ્રથમ દિવસે તેમણે દેશવાસીઓને લખેલ પત્ર વાંચવા નીચેની લિન્ક પર ક્લીક કરશો.

Narendra Modi’s letter to countrymen on the eve of 3-day fast

Categories: ગુજરાત, સાધના | Tags: , , | Leave a comment

એકત્વ માટે પ્રાર્થના

મીત્રો,

આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ.

નોંધ: આ પોસ્ટનો હેતુ માત્ર ને માત્ર સદભાવનાને વિકસાવવાનો છે. આ બ્લોગ કે બ્લોગરને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી.

Categories: ગુજરાત, સાધના | Tags: , , , , | 7 Comments

Blog at WordPress.com.