કુટુંબ

દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો

અતુ..લ….

બાની બુમ સાંભળીને હું દોડતો આવ્યો અને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ તને ખબર છે ને કે આપણે સાત-આઠ દિવસ ઘર સંભાળવનું છે. હા બા મને ખબર છે. શું કામ હતુ તે કહો.

જો આગળના ફળીયામાં આંબાનો મ્હોર ખર્યા કરે છે અને કેટલો કચરો પડે છે. હવે મારા પગ ચાલતા નથી તો તું કચરો વાળી નાખીશ?

હા બા તેમાં શું? હમણાં કચરો વાળવા લાગું છું.

હજુ તો કચરો વાળવાનો પુરો થાય ન થાય ત્યાં તો બાએ બુમ પાડી અ..તુ…લ….

ફરી પાછો બા પાસે પહોંચીને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ હમણાં પાણી આવશે. પીવાનું પાણી તું ભરી લઈશ ને?

હા બા હમણાં ભરી લઉ છુ.

પાણી ભરાવાનું પુરુ થયું ત્યાં તો બાનો ફરી સાદ આવ્યો અ..તુ…લ….

પાછો પહોંચ્યો બા પાસે કે શું બા?

પાણી ભરાઈ ગયું?

હા

તો પાછળના પ્લોટમાં દાદાની વાડીમાં આંટો મારી આવ. ત્યાં આંબામાં મ્હોર કેવોક આવ્યો છે તે જોતો આવ અને ખાસ તો જોજે કે ત્યાં આજે નવા જ ફુલ ખીલ્યાં છે. જા ત્યાં જઈને બધું જોઈ આવ અને થોડા ફોટાએ પાડી લેજે ત્યાં હું લોટ બાંધી રાખું છું એટલે તને ગરમા ગરમ રોટલી જમાડી શકું.

સારુ બા હું હમણાં જ જઈને આવું છું.

અને દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો…તમે થોડી વાર આ પ્રાકૃતિક વૈભવ માણો ત્યાં હું બાના હાથની ગરમા ગરમ રોટલીનું ભોજન જમીને આવું હો.. અને હા, ઓડકાર ખાતો ખાતો પાછો આવું ત્યાં સુધી તમે અહીં રહેશો ને?

Categories: કુટુંબ, કુદરત, કેળવણી, પ્રકૃતિ, પ્રશ્નાર્થ, મધુવન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સૌંદર્ય | Tags: , , | Leave a comment

તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે

આજે હંસે: તેમની શાળામાં ચાલતી સ્કાઉટની પ્રવૃત્તિની પ્રારંભીક દિક્ષા પ્રાપ્ત કરી છે.

આસ્થા તો ઘણાં વખતથી ગાઈડ છે.

કવિતાએ NCC ની તાલીમ પ્રાપ્ત કરી છે.

મેં પણ સ્કાઉટની તાલીમ લીધેલી અને જીલ્લા રેલીમાં ભાગ લીધેલો. કેમ નવાઈ લાગે છે? મને ય નવાઈ લાગે છે.

Scout_Diksha

હંસ: અને અન્ય બાળકો જ્યારે આનંદથી દિક્ષા મેળવતા હતા તે વખતે તેમના ચહેરા પર ઝળહળતુ તેજ જોઈને મને હરખ થયો. સારુ છે ને કે તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે.

ખરેખરી આપત્તિથી નહીં પણ આપત્તિ આવશે તેવી કલ્પનાથી જ ઘણાં લોકો હામ હારી જતા હોય છે.


Scouting


Categories: કુટુંબ, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , , , , | Leave a comment

મારી સખી-કવિતા

મારી સખી-કવિતા

મીત્રો,

દરેકનું જીવન અનેક ચઢાવ-ઉતાર વાળું હોય છે. મારા જીવનમાં યે ચઢાવ-ઉતાર ઓછા નથી આવ્યાં. છેલ્લાં પંદર વર્ષોમાં મારા જીવનમાં કવિતા જીવન-સંગીની બનીને આવી. તેણે મને શું નથી આપ્યું? આપણે ત્યાં પત્નિની વિભાવના જુદા જુદા કાર્ય દરમ્યાન જુદી જુદી કરવામાં આવી છે. જેમ કે :

..
કાર્યેષુ મંત્રી
કરણેષુ દાસી
ભોજ્યેષુ માતા
શયનેષુ રંભા
મનોનુકૂલા ક્ષમયા ધરિત્રી

એકની એક જીવનસંગીની અનેક ભૂમિકા નીભાવે છે.

કવિતા વિશે જ્યારે કશુંક કહેવાનું હોય તો કહી શકું કે તે મધુવનમાં આવી ત્યારથી અમારા જીવનમાં એક તાજગી પ્રવેશી છે. તેની હાજરી માત્રથી વાતાવરણ ભર્યું ભર્યું લાગે છે. તે ગુસ્સો કરે, વ્હાલ કરે, નીવેદન કરે, કશીક માગણી કરે, લાગણી વ્યક્ત કરે, રીસાય, ખીજાય, અબોલા લે કે કોઈ પણ ક્રીયા કરે તે દરેક વખતે તેની એક છટા, તેનું એક માધુર્ય એક લાવણ્ય પ્રગટ થાય.

એક ખાનગી વાત કહી દઉ કે તે જ્યારે પ્રસન્ન હોય ત્યારે હું સ્વસ્થ રહું છું અને મારા કાર્યો ઉત્સાહથી કરી શકું છું. જો તે છંછેડાઈ ગઈ હોય કે રીસાઈ ગઈ હોય તો મારા ગાત્રો ગળી જાય છે. હું અસ્વસ્થ થઈ જાઉ છું. હું ફરી પાછો ત્યારે સ્વસ્થ થઈ શકું છું કે જ્યારે તે પુન: પ્રસન્ન થાય.

સમગ્ર મધુવન પરિવારને તેણે સ્નેહ-પૂર્વક એક તાંતણે બાંધી લીધો છે અને અમારા કુટુંબના કેન્દ્ર સ્થાને રહીને તેણે જીવનને જીવવાલાયક બનાવી દીધું છે.

અંતે એક મુક્તક કહીને વિરમું :

ત્યાં લગી આશ સૃષ્ટિની – જ્યાં લગી ઉગતા ફૂલો
જીંદગી જીવવા જેવી – જ્યાં લગી કવિના કુળો

Categories: ઉદઘોષણા, કુટુંબ | Tags: , | 8 Comments

વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે

મીત્રો,

મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં છું. છુ ને? તો ચાલો જીવીએ – 🙂Categories: ઉત્સવ, ઊજવણી, કુટુંબ, ભારતિય સંસ્કૃતિ, ભાવનગર, મધુવન | Tags: , , , , | Leave a comment

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ

મીત્રો,

આજે મારે આપ સહુની સાથે એક દુ:ખદ સમાચાર વહેંચવાના છે.

શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
નૈનં દહતિ પાવક:
ન ચૈન ક્લેદયન્ત્યાપૌ
ન શોષયતિ મારુત:

અહીં આત્માનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી કે ડુબાડી શકતું નથી કે વાયું શોષી શકતો નથી.

પરંતુ શરીર પર આ બધાં જ તત્વોની અસર થાય છે. આપણને બ્લોગના માધ્યમથી અવનવી માહિતિ પીરસીને ટુંક સમયમાં બ્લોગ જગતમાં જાણીતાં થનાર બ્લોગ “કનકવો” કે જેમણે હાલમાં થોડીક અંગત સમસ્યાઓને લીધે બ્લોગિંગ સ્થગિત કરેલ છે તે બ્લોગના બ્લોગર શ્રી જયભાઈના પીતાજીનું તા.૦૪-૦૪-૨૦૧૧ ના રોજ સવારે ૮:૧૫ કલાકે અચાનક તીવ્ર હ્રદયરોગના હુમલાથી અવસાન થયેલ છે.

તેમના પિતાશ્રી ગજેન્દ્રભાઈ ત્રીવેદી એક કુટુંબ વત્સલ સદગૃહસ્થ હતાં. આજીવન કર્તવ્ય પરાયણ રહીને કુટુંબની જવાબદારી હસતાં મુખે નીભાવતાં નીભાવતાં અચાનક જ સહુને રડતાં મુકીને ચાલ્યાં ગયાં. આ ઘટનાથી તેમના પરિવાર પર વજ્રઘાત થયો છે. તેમના પત્નિ શ્રીમતિ મધુમલતીબહેન, તેમના પૂત્રો વિજય અને જય તથા પુત્રવધૂ પુનમ પર જાણે વિજળી પડી હોય તેમ સહુ સ્તબ્ધ બની ગયા છે. તેમના સ્વજનો અને સ્નેહીઓના હ્રદયમાં સન્નાટો છવાઇ ગયો છે.

સદગતની ઈચ્છા અનુસાર તેમના ચક્ષુનું અને દેહનું દાન કરવામાં આવેલ છે.

બ્લોગ પરિવારના આપણાં જ એક સદસ્ય પર આવેલ આ વિપત્તિ વેળાં સહાનુભુતી અને સહ્રદયતા ધરાવતાં મિત્રોને શ્રી જયભાઈના ઈ-મેઈલ પર સાંત્વનાનો ઈ-મેઈલ મોક્લવા નમ્ર અનુરોધ છે.

jay.trivedi@gmail.com

Categories: આઘાત/શોક/દુ:ખ, કુટુંબ | Tags: , , , , , , , , | 3 Comments

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..“સૌરાષ્ટ્ર સમાચાર” તા.૨-૧૨-૨૦૧૦ – પાના નં – ૨

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

गोविन्द दामोदर माधवेति – ગોવિંદ દામોદર સ્તોત્ર

મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ


Categories: કુટુંબ, ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, સ્તોત્ર | Tags: , , , | Leave a comment

શ્રદ્ધાંજલી (૧)

મારા ભાભુમાને શ્રદ્ધાંજલી

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે

આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો
જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો

આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી
દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

આ અંજલી ગીત ’સમન્વય’ પર સાંભળવા અહીં ક્લિક કરો.

Categories: કુટુંબ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

“મધુવન” માં નાનકડો માધવ

Categories: કુટુંબ | Tags: , , | Leave a comment

તુલસી વંદનાCategories: આનંદ, કુટુંબ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.