કાશ

કાશ !

મીત્રો,

દર સોમવારે શ્રી અરવિંદભાઈ અડાલજા તરફથી એક ઈ-મેઈલ Mondya Montra મળે છે. તેમાં કશીક પ્રેરણાત્મક વાત હોય છે.

આજે આવેલ eMail ની વાત કરીએ :

દેડકાનો એક સમુહ પસાર થઈ રહ્યો હતો. વચ્ચે એક કાદવથી ભરેલું મોટું ખાબોચીયું આવ્યું. બે દેડકા તેમાં પડી ગયા. બંને બહાર નીકળવાની ખુબ મહેનત કરવા લાગ્યા.

બહાર રહેલા દેડકાઓ કહેવા લાગ્યા ’રહેવા દ્યો આ કાદવમાંથી તમે બહાર નીકળી નહીં શકો.’

બંને દેડકાએ વધુ જોર લગાડ્યું.

ફરી બહારથી દેડકાઓનું બુમરાણ શરુ થયું કે ’શાંતિથી મરી જાવ – તમે આમાંથી બહાર નહીં નીકળી શકો.’

એક દેડકાએ હતાશ થઈને પ્રયત્ન છોડી દીધો. અને મરી ગયો. બીજા દેડકાએ પ્રયાસ ચાલુ રાખ્યો.

ફરી થી બહારથી દેકારો કે ’અલ્યા જો પેલો તો મરી ગયો હવે તું યે છાનો માનો જંપી જા અને મરણને સ્વીકારી લે.’

પેલા દેડકાએ તો ખૂબ જોરથી પ્રયાસ કર્યો અને બહાર નીકળી આવ્યો.

બધા દેડકા તેને ઘેરીને પુછવા લાગ્યા કે અમે આટ આટલી બુમરાણ કરીને તને સમજાવતા હતા કે હવે તારું મોત નિશ્ચિત છે તેમ છતાં તું કેવી રીતે બહાર નીકળી શક્યો?

પેલા દેડકાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું કે હું બહેરો છું મને એમ કે તમે મને બહાર આવવા માટે પ્રોત્સાહન આપો છો તેથી હું વધારે ને વધારે પ્રયાસ કરતો રહ્યો.

પ્રેરણા અને પ્રોત્સાહનના થોડાક શબ્દો બીજા માટે જીવનનું પ્રેરક બળ બની શકે છે અને નકારાત્મક કે નીરાશાત્મક વિચારો અન્યને ભીરું અને મુડદાલ બનાવી શકે છે માટે શબ્દોનો ઉપયોગ હંમેશા સભાનતાથી કરવો જોઈએ.

કાશ બીજો દેડકો યે બહેરો હોત !

Categories: કાશ | Tags: , , , , | 7 Comments

કાશ !

कागा काको धन हरे कोयल कीसे कछु देत
मीठी वाणी बोलके सबका मन हर लेत ।

तुलसी मीठे वचन से सुख उपजत चहु और
वशीकरण यह मंत्र है तज दे वचन कठोर ।

सत्यं वद प्रियं वद ।

કાશ ઉપરોક્ત વાક્ય આપણે માત્ર કંઠસ્થ નહી પણ બુદ્ધિમાં સ્થિત કર્યા હોત અને તેના લક્ષ્યાર્થ રુપે આપણી જિહ્વાને કેળવવાનું શીખ્યા હોત તો આનું આ જગત વધારે રહેવા લાયક ન બન્યું હોત? હજુએ મોડું નથી થયું – જાગ્યા ત્યારથી સવાર.

Categories: કાશ | Tags: | 2 Comments

Blog at WordPress.com.