આનંદ
બાળકો માટેનો બ્લોગ
સાથીઓ / દોસ્તો / મિત્રો / યારો
બાળકોને ધ્યાનમાં રાખીને એક નવોનક્કોર તરોતાજા બ્લોગ બનાવવામાં આવ્યો છે. જેનું નામાભિધાન છે “કિલ્લોલ“. અહીં કોઈ પણ ઉંમરના બાળકનું ધિંગામસ્તી કરવા માટે હ્રદયપૂર્વક સ્વાગત છે.
आम आदमी
Don’t Underestimate the power of common man.
I mean आम आदमी.
જો ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી આટલી સફળતા મળતી હોય તો ખરેખર ભ્રષ્ટાચાર દૂર થાય તો આ દેશ ફરી પાછો सोनेकी चिडिया બને તેમાં કોઈ સંશય નથી.
શરુઆત થઈ ચૂકી છે.
આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ અભીનંદન અને ખરેખર આમ આદમી માટે કામ કરનારી પાર્ટી બને તેવી શુભેચ્છાઓ.
ऋतुनां कुसुमाकरं
પ્યારા ગુજરાતીઓ,
કુંભમાં સ્નાન કરવુ હોય તે ભલે કરે.
સરોવરમાં માછલાં પકડવા હોય તે ભલે પકડે.
અરે ભાઈ વેલણ ટાઈટ દિવસે ગૃહિણીઓ વેલણ ટાઈટ કરીને પતિદેવોને સીધા દોર રાખે તો ભલે રાખે.
નવલોહીયા યુવાનો અને લેખકો ભલે વેલેન્ટાઈન ડે નીમીત્તે જીન્સના આવેગોને ધસમસતા રાખે.
ટુંકમાં જેને જેમ કરવું હોય તેમ ભલે કરે છેવટે તો બધા આનંદ કરવા આવ્યા છે ને? તો ભલેને સહુ કોઈ તેમની મતિ પ્રમાણે આનંદ કરતાં. અલબત્ત કોઈને નુકશાન પહોંચાડ્યા વગર સ્તો.
અમે તો વસંતોત્સવ મનાવશું.
લ્યો ત્યારે સહુને વસંતના વધામણાં.
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
શબ્દ સૌજન્ય: મધુવન
Web-ગુર્જરી ઈન્ટરનેટના આકાશે તરતી મુકાશે
ત્રણ પ્રકારે કાર્ય થઈ શકે.
૧. કર્તા – કોઈ કાર્ય જાતે કરવું.
૨. કારિતા – કોઈની પાસે કાર્ય કરાવવું.
૩. અનુમોદિતા – કોઈ કાર્યને અનુમોદન આપવું.
ગુજરાતી e-જગત માટે આનંદના સમાચાર છે કે કવિશ્રી કલાપીના જન્મ દિવસે અને ભારતના પ્રજાસત્તાક દિવસે આપણું ગુજરાતી e-જગત Web-ગુર્જરી રુપી એક વિશાળ વટવૃક્ષની સંકલ્પનાથી એકત્ર થઈ રહ્યું છે. અલબત્ત આજે તો તે વૃક્ષનું બીજારોપણ થશે તેને રક્ષવાનું, ઉછેરવાનું અને સંવર્ધિત કરવાનું ઉત્તરદાયિત્વ આપણી સહુની ઉપર છે.
આ પ્રસંગ પરની વિશેષ જાણકારી તથા રસપ્રદ લેખ વાંચવા માટે પહોંચો શ્રી અમોના આંગણે.
આ વટવૃક્ષની સંપૂર્ણ સંકલ્પનાના સૂત્રધાર શ્રી જુગલકીશોરભાઈનો આજે ૨૫મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે તો તેમને અભીનંદવાનું ન ભુલશો.
તમારા વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે?
મીત્રો,
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીની મત ગણતરી શરુ થઈ ગઈ છે. તમારા મત વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવાની જિજ્ઞાસા આપને હોય તે સ્વાભાવિક છે. નીચેની લિંક પર ક્લિક કરો. તમારા મત વિસ્તારને ગુજરાતના નકશામાંથી શોધી કાઢો. ત્યાં માઉસનું પોઈન્ટર લઈ જવાથી તમને તે વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવા મળશે.
Gujarat Assembly Poll Result – 2012
હા ભાઈ હા
જ્ઞાન એટલે મુક્તિ અને અજ્ઞાન એટલે બંધન પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા તો હોવી જોઈએ ને?
ગુજરાત સરકારનું સ્તુત્ય પગલું
મિત્રો,
તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨થી ગુજરાતમાં ગુટખા તથા તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ આવી રહ્યો છે જેની ઉદઘોષણા મુખ્યમંત્રીએ ૧૫મી ઓગષ્ટના રોજ કરીને એક સરાહનીય પગલું ભર્યું છે.
વ્યસનથી થતી બરબાદી નિર્વ્યસની કરતાં વ્યસનીઓ સારી રીતે જાણતાં હોય છે. એક વખત વ્યસનની ચૂંગાલમાં ફસાયા પછી તેમાંથી બહાર આવવું ઘણું કઠીન હોય છે. જે પદાર્થો સહજ અને સરળતાથી પ્રાપ્ય હોય તેની જરુર ન હોય તો યે લોકો તે ગ્રહણ કરતાં થઈ જાય છે. વ્યસનને લગતી પ્રોડક્ટો નાના બાળકો ખુબ ઝડપથી ગ્રહણ કરવા લાગે છે. આરંભમાં મજા માટે ગ્રહણ કરવામાં આવતાં આ પદાર્થો માનવીના ચિત્ત તંત્ર પર એટલો બધો પ્રભાવ પાથરી દે છે કે છેવટે આવા હાનિકારક પદાર્થો ગ્રહણ કર્યા વગર ચાલી શકતું નથી.
ગુજરાતમાં દારુબંધી હોવાને લીધે દારુ છુટથી મળતો નથી તેને લીધે ઘણાં લોકો દારુડીયા થતાં બચી ગયાં છે. તેવી રીતે જો તમાકુને લગતા ઉત્પાદનો પણ મળતાં બંધ થશે તો ઘણાં બધાં લોકો આ દુર્વ્યસનથી બચી શકશે અને આવનારા જીવલેણ અને ભયાનક રોગ સામે સલામત રહી શકશે.
વ્યસનમુક્તિ અને ગુટખા પ્રતિબંધ માટે દિવ્યભાસ્કર અખબારી ગ્રુપે એક મહા-અભીયાન ઉપાડ્યું છે અને નવ રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે. તેમનો ભગીરથ પુરુષાર્થ સ્તુત્ય છે.
આશા રાખીએ કે આવનારા દિવસોમાં સમગ્ર ભારત વર્ષમાં ગુટખા અને તમાકુના જીવલેણ ઉત્પાદનો પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે.
હાલની કેન્દ્ર સરકાર પાસે કશા સત્કાર્યની આશા રાખવી તે મુર્ખતા છે છતાં કદાચ તેમનામાં ક્યારેક સદબુદ્ધિ પ્રવેશે તેવી આંકાંક્ષા સાથે કેન્દ્ર સરકારને ભારતના નાગરીક તરીકે અનુરોધ છે કે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગુટખા અને તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવે.
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)
મીત્રો,
આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
http://www.ramakrishna.org/rmk.htm
http://en.wikipedia.org/wiki/Ramakrishna
http://www.om-guru.com/html/saints/ramakrishna.html
http://www.notablebiographies.com/Pu-Ro/Ramakrishna-Sri.html
http://www.writespirit.net/authors/sri_ramakrishna/biography_ramakrishna
તેમને થયેલાં અદભૂત દર્શનોની ઝાંખી કરાવતી નાનકડી ઈ-બુક પણ આપને જોવી જરૂર ગમશે.
૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર
મિત્રો,
આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું.
આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ…
ભલે પધાર્યા..
આપનો અતુલ