આધ્યાત્મિક કાર્યક્રમો

ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની

મિત્રો અને સ્વજનો,

• તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો.

• શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ.

• અતિથી વિશેષ કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ તથા શ્રી નંદકુંવરબા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અંજનીદેવીનું પુષ્પગુચ્છથી અભીવાદન કરવામાં આવ્યું.

• ચાર જુદી જુદી કલા સંસ્થાઓના કલાગુરુઓ ૧. ધરમશીભાઈ શાહ ૨. કાજલબહેન મૂળે ૩. મુરલીબહેન મેઘાણી તથા ૪. વિનિતાબહેન ઝાલા નું શ્રી અંજનીદેવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું.

• કાર્યક્રમની શરૂઆત કલાક્ષેત્રની વિદ્યાર્થીનીઓ દ્વારા જગદ્જનની જગદંબાના વિવિધ સ્વરૂપો રજુ કરતી કૃતિ કથ્થકના તોડા દ્વારા અભીવ્યક્ત કરીને કરવામાં આવી.

• હર્ષાબહેન શુક્લની વિદ્યાર્થીનીઓ દ્વારા ’જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ ગીત ઉપર ભારતનાટ્યમ દ્વારા રજુઆત કરવામાં આવી.

• કાજલબહેન મૂળેની વિદ્યાર્થીનીઓ દ્વારા ’એકલવ્યનો ગુરુપ્રેમ’ વિષય પર નૃત્ય નાટીકા રજુ કરવામાં આવી.

• મુરલીબહેન મેઘાણીની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કથ્થકના તોડા, મૃંદગનો તાલ અને સંગીતની સરગમના ત્રીવેણી સંગમે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

• વિનિતાબહેન ઝાલાની વિદ્યાર્થીનીઓ (જેમાં અમારી દીકરી આસ્થા પણ સામેલ છે) દ્વારા મીરાબાંઈના પદ “બરસે બદરીયા સાવનકી” પર કથ્થકના તોડા, મૃંદંગના તાલ અને સંગીતની સરગમના સુમેળ-સભર ભાવવાહી રજુઆત દ્વારા દર્શકો રસતરબોળ થઈ ગયા હતા અને સમગ્ર યશવંતરાય નાટ્યગૃહ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.

• કાજલબહેન મૂળેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

• કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવતા સિલ્વર બેલ્સના આચાર્યા શ્રી અમરજ્યોતિ બહેને ગદગદ કંઠે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમે મારા ઉપર કોઈ અજબ ભુરકી છાંટી દીધી હોય તેમ લાગ્યું અને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

• શ્રી નિશીથભાઈ મહેતાએ આ કાર્યક્રમ ’ગુરુ વંદના’ માં કઈ રીતે ફેરવાઈ ગયો તે વીશે આનંદપુર્વક રજુઆત કરી હતી.

• આભારવિધી બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો અને પ્રેક્ષકો એક અજબ ભાવજગતને પોતાના હ્રદયની અંદર કંડારીને વીખરાયા હતા.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 4 Comments

નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવમાં સંયમ સાધના શિબિર સંપન્ન થઈ

તા.૨૬.૭.૨૦૧૦
ભાવનગર,

પોરબંદર નજીક આવેલ રાણાવાવ ગામે જામનગર રોડ પર આવેલ શ્રી નિર્વાણધામ યોગાશ્રમમાં દર વર્ષની માફક આ વખતે પણ યોજાયેલી ’સંયમ સાધના શિબિર’ સુપેરે સંપન્ન થઈ હતી. પોતાનું પાર્થિવ શરીર છૂટી ગયા બાદ દિવ્ય ચેતના સાથે એકરૂપ થઈ ગયેલ શ્રી નિર્વાણધામ યોગાશ્રમના પાવન સંત શ્રી ભજનપ્રકાશનંદગિરિજી (બાપુજી) દ્વારા તેમના સદશિષ્યા શ્રીપુર્ણાત્માનંદજીની આગ્રહભરી વિનંતિ થી શરુ કરાયેલી આ શિબિર સાધકોને પરમાત્મા તરફ વળવા માટે ઘણીજ પ્રેરણાદાયક છે. તા.૧૮ થી ૨૪ જુલાઈ ૨૦૧૦ દરમ્યાન યોજાયેલ શિબિરનું સંચાલન બાપુજીના સદશિષ્યો શ્રી અમૃતાત્માનંદજી તથા શ્રી પુર્ણાત્માનંદજી દ્વારા કરવામાં આવેલ. વિદ્વાન અને ભુતપુર્વ DFO તથા યોગ અને જ્ઞાનના ઉંડા મર્મજ્ઞ ગાદીપતિ શ્રી પરમાત્માનંદજીએ પોતાની યુરોપ તથા અમેરિકાની તાજેતરની ટૂર પરથી પરત આવીને ૨૨ મી જુલાઈ એ પુન: આશ્રમમાં પધારીને શિબિરની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ શિબિર અહીં પ્રતિ વર્ષ યોજવામાં આવે છે. તેમાં મગ, ફળ, દૂધ, છાશ, ખીચડી જેવા સાદા અને પચવામાં હલકા તથા પૌષ્ટિક ખોરાક જ લેવામાં આવે છે. સાધકો આ શિબિરમાં એકમેકની સાથે એક પરિવારની જેમ પરસ્પર પ્રેમ પુર્વક અત્મિયતાથી રહીને આ શિબિરમાં ભાગ લે છે. આ શિબિરમાં પ્રવેશ માટે માત્ર મનુષ્ય હોવું આવશ્યક છે – એટલે કે કોઈ પણ મનુષ્ય આ શિબિરમાં ભાગ લઈ શકે છે (મનુષ્ય શરીર ધારણ કરનાર દરેક લોકો મનુષ્ય નથી હોતા). શિબિરમાં શ્રીમદ ભગવદ ગીતા,ઉપનિષદો અને જ્ઞાન તથા ભક્તિ વીશે ચિંતન કરવામાં આવે છે. પ્રતિ વર્ષ પર્યાવરણને તથા સહુ શિબિરાર્થીઓની અનુકુળતાને ધ્યાનમાં રાખીને સંચાલનકર્તાઓ શિબિરનો મહત્તમ લાભ શિબિરાર્થીઓને મળે તે રીતે શિબિરનું સમય-પત્રક ગોઠવે છે.

આ વખતનું સમય-પત્રક નીચે પ્રમાણે હતું.

સ્નાનાદિ નિત્યકર્મ પુરુ કરીને,
૫ થી ૬ – ધ્યાન
૬ થી ૭ – શ્રમ યજ્ઞ
૭ થી ૮ – દૂધ / ચા / કોફી, ફળાહાર, અન્ય દેહધાર્મિક ક્રીયાઓ
૮ થી ૯ – નિત્ય પ્રાર્થના, શ્રીમદ ભગવત ગીતાના ૩ અધ્યાયનું સામુહિક પઠન
૯ થી ૧૦ – ભક્તો દ્વારા ભજન અને કિર્તન
૧૦ થી ૧૧ – શિબિરાર્થીઓ દ્વારા શ્રીમદ ભગવત ગીતા વીશે પોતાના ચિંતનની રજુઆત
૧૧ થી ૧૧:૩૦ – વિશેષજ્ઞ દ્વારા વિશેષ સમજુતી
૧૧:૩૦ થી ૧૨:૦૦ – હળવી પળો
૧૨ થી ૧ – મધ્યાન્હ ભોજન (મગ, કેળા, ચિકુ, ખારેક, આદુ, છાશ વગેરે)
૧ થી ૨:૩૦ – આરામ, અન્ય કાર્યો (કપડા ધોવા, વાંચન વગેરે)
૨:૩૦ થી ૩:૦૦ – હળદરવાળું દુધ / ચા / કોફી
૩:૦૦ થી ૫:૩૦ – સંતોના અધ્યાત્મલક્ષી પ્રવચનો
૫:૩૦ થી ૬:૦૦ – પ્રાર્થના તથા સંધ્યા આરતી
૬:૦૦ થી ૭:૦૦ – સ્વેચ્છા વિહાર
૭:૦૦ થી ૮:૦૦ – ભોજન (ખીચડી-ઘી, દુધ)
૮:૦૦ થી ૧૦:૦૦ – પોતપોતાના સ્વાધ્યાય
૧૦:૦૦ – આરામ

ત્યાર બાદ ૨૫મી તારીખે સહુ શિબિરાર્થીઓ ગુરુપુર્ણીમાનો મહોત્સવ ઉજવીને છુટા પડ્યા. આપ સર્વે આવતા વર્ષે ગુરુપુર્ણિમા પહેલા બરાબર ૬ દિવસ પૂર્વે યોજાતી આ શિબિરમાં ભાગ લેવા જરૂર પધારશો.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, ભારતિય સંસ્કૃતિ | Tags: , , , , , | Leave a comment

સ્વામી નિખિલેશ્વરાનંદ અમેરીકાના પ્રવાસે

મિત્રો,
શ્રી રામકૃષ્ણ ભાવધારા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉંડી આસ્થા ધરાવનારા લોકો માટે ખુશ ખબર છે. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ મેમોરીયલ, વડોદરાના પ્રેસીડેન્ટ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદ ૧૮ જુન ૨૦૧૦ થી ૩ ઓગસ્ટ ૨૦૧૦ સુધી અમેરીકામાં વિવિધ સ્થળોએ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરશે. પૂજ્ય સ્વામીજીએ અનેક યુવાનોને માર્ગદર્શન આપ્યું છે અને અનેકના જીવનમાં પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમનું ’આધુનિક માનવ શાંતીની શોધમાં’ પુસ્તક અનેક લોકોને જીવનમાં શાંતી પ્રદાન કરનારુ બન્યું છે. તેમનો અમેરીકાનો શક્યત: કાર્યક્રમ નિચેની લિન્ક ઉપરથી જાણી શકાશે.

http://rkmvm.com/sn/futureprograms.htm

વધુ વિગત માટે આપ નીચેના સરનામે અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકો છો.

http://rkmvm.com/sn/contact_us.htm

તો અમેરીકામાં રહેનારા મિત્રો, સ્વજનો, ભારતીય સંસ્કૃતિના વિકાસમાં તથા તેના પ્રચાર પ્રસારમાં રસ ધરાવનારાઓને આ સમાચારથી ખુશી થશે તેવી આશા રાખું છું.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, ઉદઘોષણા, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: | Leave a comment

મીઠું મ્હો

મિત્રો,
“મધુવન” મા મંગલગાન થયું. પનીહારીઓ ના “ટહુકા” થી વાતાવરણ દિવ્ય બની ગયું. કોઈ કોઈને ભાવ સમાધી થઈ ગઈ. વાતાવરણમાં એક દિવ્યતા પ્રસરી ગઈ. સર્વ કોઈ મીઠું મ્હો કરીને હરખાતા હરખાતા મનમાં એક અવર્ણનીય આનંદ લઈને છુટા પડ્યા.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, ઉદઘોષણા, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

શ્રી રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (વર્ષ ૨૦૦૯-૧૦ ના મહોત્સવનું સૂચિપત્ર)

List of Celebrations & Activities for April 2009 – March 2010 (According to Vishuddha Siddhanta Almanac)
calendar-2009-10

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Tags: | Leave a comment

Inauguration of Shri Ma Sarada Physiotherapy & Cerebral Palsy Rehabilitation Centre

rkm_rajkot

rkm_rajkot_0001

rkm_rajkot_0002

rkm_rajkot_0003

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | 4 Comments

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ – ચતુર્થ વાર્ષિકોત્સવ

rkm_vadodara_varshokotsav

rkm_vadodara_varshokotsav_0001

rkm_vadodara_varshokotsav_0002

rkm_vadodara_varshokotsav_0003

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

ધ્યાન અને સદ દર્શન

શ્રી રામદાસ આશ્રમ, ભાવનગરમાં તા.૧૫-૧૧-૨૦૦૮ થી ૮-૧૨-૨૦૦૮ સુધી સ્વામી એકરસાનંદજીના સાનિધ્યમાં રોજ સવારે ૭-૦૦ થી ૮-૦૦ ધ્યાન થશે.

રોજ સાંજે ૬-૩૦ થી ૭-૩૦ સદ દર્શન (રમણ મહર્ષિ) ઉપર સ્વામીજી પ્રવચનો આપશે.

સર્વ જિજ્ઞાસુઓને પધારવા માટે રામદાસ આશ્રમ તરફથી હાર્દિક આમંત્રણ છે.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

|| શ્રીરામકૃષ્ણ પુરાણ – શ્રીરામકૃષ્ણ પુંથિ ||

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૨ નવેમ્બર ૨૦૦૮ થી ૩૦ નવેમ્બર ૨૦૦૮ સુધી દરરોજ સાંજે ૭ થી ૯ શ્રીરામકૃષ્ણ પુરાણ (શ્રીરામકૃષ્ણ પુંથિ) વિષય ઉપર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણનો લાભ લેવા દરેક ભક્તજનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રી સ્વામી ધૃવેશાનંદજી તરફથી નિમંત્રણ આપવામાં આવેલ છે.

કથાકારઃ શ્રી નલિનભાઈ કેશવલાલ શાસ્ત્રી, રાજકોટ
સંગીતકારઃ શ્રી જિતુભાઈ અંતાણી, રાજકોટ
સહગાન અને વાદ્યવૃંદઃ સાથી મિત્રો

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

આધ્યત્મિક પ્રવચનો – (સ્થળઃ રામદાસ આશ્રમ, ભાવનગર)

(ભાવનગરમાં શ્રી રામદાસ આશ્રમ ખાતે નિત્ય સત્સંગ કાર્યક્ર્મો ચાલતાં રહે છે. સમર્થ જ્ઞાની સંતો અહીં વારાફરતી આવીને ભાવનગરની અધ્યાત્મ-પ્રિય જનતાની જ્ઞાન પિપાસા સંતોષવા માટે હંમેશા કૃપા કરતાં રહે છે. આ આશ્રમના સંચાલિકા શ્રી મોટીબહેનના સતત પુરૂષાર્થથી આ મહાકાર્ય સુપેરે ચાલી રહ્યું છે.)

જામનગરના સ્વામિની પૂ.નિજાત્માચૈત્યનજીના આધ્યાત્મિક પ્રવચનોનું શ્રી રામદાસ આશ્રમ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા સર્વ અધ્યાત્મ-પ્રિય જનતાને સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.

તારીખઃ ૧૬-૧૦-૨૦૦૮ થી ૨૪-૧૦-૨૦૦૮ સુધી.
સમયઃ સવારે ૭ થી ૮ (કૈવલ્ય ઉપનિષદ)
સાંજે ૬-૩૦ થી ૭-૪૫ (આધ્યાત્મિક પ્રવચનો)

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

Create a free website or blog at WordPress.com.