અવનવું

આ બ્લોગના વાચકો જોગ એક સુચના

મિત્રો,

આ બ્લોગ પર વિચિત્ર જોડણીમાં લખવામાં આવે છે તેની સહુ વાચકોએ નોંધ લેવી.

મારી માન્યતા પ્રમાણે વિચિત્ર જોડણી જ સર્વશ્રેષ્ઠ જોડણી છે અને તેને કોઈની માન્યતાની જરુર એટલા માટે નથી કારણકે મોટા મોટા સાહિત્યકારો વાર તહેવારે વિચિત્ર જોડણીમાં લખતાં જ હોય છે.

Categories: અવનવું | Tags: , | Leave a comment

૨૧મી સદીની વાર્તા

લીલી અને પીળી બંને સજાતીય દંપતિ છે. લીલી ઉંચી હોવાથી પતિનું પાત્ર ભજવે છે પીળી થોડી નીચી હોવાથી પત્નિનું પાત્ર ભજવે છે. લીલી બોયકટ વાળ રાખે છે. જીન્સ ટીશર્ટ પહેરે છે. પીળી સાડી પહેરે છે. લાંબા વાળ રાખે છે.

લાલ અને બાલ બંને સજાતીય દંપતિ છે. લાલ ઉંમરમાં મોટો હોવાથી અને તેનો અવાજ થોડો ઘોઘરો હોવાથી પતિનું પાત્ર ભજવે છે. તે દાઢી મુંછ રાખે છે. બાલનો અવાજ થોડો સ્તૈણ છે. ઉંમરમાં તે થોડો નાનો છે. તે ક્લીન શેવ રાખે છે. પંજાબી ડ્રેસ પહેરીને ફરે છે. બાલ પત્નિનું પાત્ર ભજવે છે.

બંને દંપતીના કુટુંબીજનો આ સંબંધથી ખુશ ન હોવાથી તેમને પોતપોતાના ઘરમાંથી કાઢી મુક્યાં છે. પણ બંને દંપતીઓ સ્વતંત્ર રીતે તેમના જીવનમાં ખુશ ખુશ છે.

એક વખત લાલ-બાલ અને લીલી-પીળી દંપતીને એક્બીજાનો પરીચય થાય છે. ધીરે ધીરે આ પરીચય વધતો જાય છે. ધીરે ધીરે લાલને બાલને બદલે લીલી પ્રત્યે અને લીલીને પીળીને બદલે લાલ પ્રત્યે આકર્ષણ થવા લાગે છે. તેવી જ રીતે પીળીને બાલ ગમવા લાગે છે અને બાલ પીળી પ્રત્યે આસક્ત થતો જાય છે.

બંને દંપતિઓ સહમતિથી તેમની જોડી બદલે છે.

બંનેના કુટુંબીજનો આ નવા સંબંધને અપનાવીને તેમને પાછા તેમના ઘરે રહેવા બોલાવી લે છે. બધા બહુ રાજી રાજી છે.

બે વર્ષ પછી લાલ-લીલી અને બાલ-પીળી દંપતી એક બગીચામાં એકબીજાને એક પુત્રી અને એક પુત્ર સાથે મળે છે. બધા સાથે મળીને ઉજાણી કરે છે.

ખાધુ પીધું ને રાજ કર્યું.

Categories: અવનવું | Tags: , | Leave a comment

શું તમે સજ્જન છો?

શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?

શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?

શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?

પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?

શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?

ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?

આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?

ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.

માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.

આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.

અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.

ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.

સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.

થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?

સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી

અથવા

સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો

સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી

સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય

સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય

સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય

સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું

સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય

આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂

Categories: અવનવું, ચિંતન, પ્રશ્નાર્થ, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હાસ્ય | Tags: , | 7 Comments

માધ્યમ દોષી નથી પણ માધ્યમ દ્વારા શું પીરસવામાં આવે છે તેના પર તેની સારી નરસી અસર નીપજે છે

મીત્રો,

ઘણી વખત આપણે કેટલાક અનુભવી વડીલો દ્વારા સાંભળીએ છીએ કે ફીલ્મો દ્વારા દર્શાવાતા હિંસા અને જાતીય આવેગોને ઉત્તેજીત કરતા દૃશ્યો બાળ માનસ તથા સમાજને વિપરીત અસર પહોંચાડે છે અને તેને લીધે સમાજમાં ગુન્હાખોરી વધે છે. આમાં મુળ વાત ફીલ્મો કોણે બનાવી છે અને તેના વિષય વસ્તુ શું છે તેની પર જ તેના સારા નરસા પરીણામો નીપજતા હોય છે.

ફીલ્મો દ્વારા હકારાત્મક કે નકારાત્મક કોઈ પણ બાબત રજુ કરી શકાય. માધ્યમને દોષ દેવાને બદલે માધ્યમ દ્વારા પીરસાતા વિષય વસ્તુની પસંદગીમાં દીગ્દર્શકો, વિતરકો અને પ્રેક્ષકોએ સાવધાન રહેવું જરુરી છે.

આજે માણીએ એક ફીલ્મી ગીત ઈન્ટરનેટના માધ્યમ દ્વારા :

દૃશ્ય તો દૃશ્ય છે. દૃશ્યની અસર કેવી ઉપજશે તેનો સઘળો આધાર દૃષ્ટા પર રહેલો છે.

Categories: અવનવું, કલા / સંગીત / નૃત્ય / નાટક, ગમતાંનો ગુલાલ | Tags: , , | Leave a comment

સાચો જવાબ આપો

આપણું સામાન્ય જ્ઞાન ઘણી વખત કાચું હોય છે.

એક વેપારી ૫૦૦ ગ્રાહકોને એક વર્ષમાં ૨૫ કરોડ રુપિયાનો માલ વેચે તો તેનું ટર્ન-ઓવર ૨૫ કરોડ રુપિયા કહેવાય પણ શું તેણે ૨૫ કરોડ ગ્રાહકોને માલ વેચ્યો તેમ કહેવાય?

એક અખબાર રોજની ૧૦,૦૦૦ નકલ છાપતું હોય તો તેનો ફેલાવો એક વર્ષમાં ૩૬૫,૦૦,૦૦ નકલનો કહેવાય કે ૧૦,૦૦૦ નકલનો?

હવે તમે સમજી ગયા હશો કે મારો ઈશારો વાચક અને ક્લિકની ભેળસેળ ન સમજતા બ્લોગરો પરત્વે છે.

કોઈ બ્લોગ પર x વાચકો દ્વારા y વર્ષમાં z ક્લિક્સ થાય તો તે બ્લોગના વાચકોની સંખ્યા કેટલી?

૧. x
૨. y
૩. z

કોણ સાચો જવાબ આપશે?

Categories: અવનવું | Tags: | 2 Comments

શિક્ષક દિને અંધ કન્યાએ ગૃહમાતાની ભૂમિકા ભજવી


આ કન્યા સંપૂર્ણ અંધ છે. તે કે.કે.અંધ શાળા ભાવનગરમાં ૧૧મા ધોરણમાં ભણે છે. ૫મી તારીખે શિક્ષક દિવસ હતો. શાળાએ વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમ રાખ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષક તરીકે ભણાવવાનું હતું. આ વિદ્યાર્થીનીએ આ ખાસ દિવસે ગૃહમાતા તરીકેની ભૂમિકા ભજવી હતી. મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ ભટ્ટે તેમનો આ ફોટોગ્રાફ લીધો હતો.તેનું નામ જસ્મીન છે અને તે વ્હોરા છે. બીજી અન્ય વિદ્યાર્થીનીઓએ તેને આવી સુંદર રીતે તૈયાર થવા માટે મદદ કરી હતી.

Categories: અવનવું, કેળવણી | Tags: , , , | 1 Comment

साहित्य संगीत कला विहीन:

साहित्य संगीत कला विहीन: साक्षात पशु: पुच्छ:विषाण हीन ।
तृणम न: खाध्नापि तद भागदेयं परम पशुनाम ।

જે વ્યક્તિને સાહિત્ય અથવા સંગીત અથવા તો કલામાં રસ નથી તે પશુ સમાન છે. પશુઓનું સદભાગ્ય છે કે તે પરમ પશુ સમાન હોવા છતાં તેનો ચારો નથી ચરી જતા (અપવાદ – આજના રાજકારણીઓ, ઉદાહરણ – લાલુપ્રસાદ યાદવ)

Categories: અવનવું, ચિંતન, સંસ્કૃત | Tags: , , | Leave a comment

શબ્દપ્રમાણથી અનુભૂતીપ્રમાણ વધારે વિશ્વસનીય છે (સૌરાષ્ટ્ર સમાચારનું જુઠ્ઠાણું – શ્રી કાંતી ભટ્ટે વક્તવ્ય આપેલું)


મીત્રો,

ગઈ કાલે ભાવનગર વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ વક્તવ્ય આપવાના છે તેવા સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં વાંચીને હું તેમને સાંભળવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્રણ કવિઓને સાંભળ્યા બાદ તેમણે કહેલું કે પત્રકારનું કાર્ય તો લેખનનું છે વક્તવ્ય આપવાનું નહી. તેઓ થાકેલા પણ હતાં. વળી વહેલા સુઈ જવાની ટેવ વાળા હોવાથી મોડે સુધી જાગવાનું તેમને નહીં ફાવે તેમ કહીને તેમણે વક્તવ્ય આપ્યું નહોતું. શ્રોતાઓની નારાજગી છતાં તેમનું વક્તવ્ય સાંભળ્યા વગર જ કાર્યક્રમને સમાપ્ત ઘોષીત કરવો પડેલો.

આજે સૌરાષ્ટ્ર સમાચાર લખે છે કે તેમણે વક્તવ્ય આપેલું. તો સૌરાષ્ટ સમાચારના પત્રકારને ખુલ્લો પ્રશ્ન છે કે તેમણે શું વક્તવ્ય આપ્યું હતું? કેટલો સમય આપ્યું હતું? ક્યાં વિષય પર આપ્યું હતું? તે જણાવે :

Categories: અવનવું, ટકોર, પ્રશ્નાર્થ, લોકમત, સમાચાર | Tags: , , , , , , | Leave a comment

વિચાર વલોણું

એક વખત એક વિચાર વલોણાં ફેરવીને મેલનો જથ્થો એકત્ર કરીને લોકોને દર્શાવતાં ભાઈએ માતાજીના પૂજકો ને જ માત્ર શા માટે વખોડો છો અન્ય ભણેલા ગણેલા પણ અભણ કરતાયે વધુ અંધ શ્રદ્ધાળું હોય છે તેને શા માટે ધોકાવતા નથી? તેવો પ્રશ્ન પુછ્યો. તેથી ભણેલા ગણેલા અંધશ્રદ્ધાળુંઓ હચમચી ગયા અને માતાજીના પૂજકો ગેલમાં આવી ગયાં.

તે લોકોને કોણ સમજાવે કે હે પુજકો ભણેલા ગણેલા ની સામે ધોકો પછાડવાથી કાઈ તમારી અંધશ્રદ્ધાને માન્યતા નથી મળી જતી. તમે ભણેલા હો / અમીર હો / ગરીબ હો કે અભણ હો પણ સમજ્યાં વગર જે કોઈ કાર્ય કરશો તેના પરીણામો માત્ર ને માત્ર તમારે ભોગવવા પડશે બીજા લોકોને તો માત્ર હસવાનું થશે.


એક કહેવત: કાગડા ભાઈને હસવું થાય ને દેડકા ભાઈનો જીવ જાય.


Categories: અવનવું | Tags: | Leave a comment

પાસવર્ડ બદલ્યો

મીત્રો,

આજે સહકુટુંબ ઘણાં બધા સગા / સ્નેહી / સ્વજનોને મળવા ગયાં. બાની ઈચ્છા હતી કે તેમના સ્વજનોને મળવું છે – વડીલોની ઈચ્છાને તો માન આપવું જોઈએ ને?

હેમાબહેનના ઘરે ગયાં. તેમણે અમને સહકુટુંબ જમાડ્યા. અમને સહુને આનંદ થયો.

આજે ભજનામૃત વાણી અને gmail ના પાસવર્ડ બદલ્યાં. મારે ય એકાઉન્ટ ખોલવું હોય તો keypass ની મદદથી ખોલવું પડે છે. કોઈ હેકરને મારા આ એકાઉન્ટના પાસવર્ડ મળે તો મને તરત જાણ કરશો અને શું કરવાથી પાસવર્ડ કે કોમ્પ્ય઼ુટર હેક ન થઈ શકે તે જણાવશો – જાણ કરનારને કશો બદલો આપવામાં નહીં આવે કે તેમની સાથે બદલાની ભાવના નહીં રાખવામાં આવે.

અનુકુળતાએ આવતા રહેજો –
પ્રતિભાવ આપતા રહેજો –
Like પર ક્લિક કરતા રહેજો –
આ સીવાય બીજું શું શું થઈ શકે તે ય કહેતા રહેજો –

આમાંથી કાઈ થાય કે ન થાય તો યે હસતા રહેજો – 🙂

Categories: અવનવું | Tags: , | 2 Comments

Create a free website or blog at WordPress.com.