અધ્યાત્મ / યોગ

जीवनसूत्राणि (Tips for Happy Living) – સ્વામી તેજોમયાનંદ

जीवनसूत्राणि

Tips for Happy Living

સ્વામી તેજોમયાનંદ

 

પ્રકરણ (૧) – પોતાના જીવનની જવાબદારી અપનાવો

अथ जीवनसूत्राणि प्रस्तूयन्ते હવે જીવન વિષે સૂત્રો રજૂ કરવામાં આવે છે.
यज्ज्ञात्वाभ्यस्य च जीवनं सुखाय भवति જે જાણીને અને અભ્યાસ કરવાથી જીવન સરળ અને સુખી થાય છે.
जीवने द्विविधं कार्यं प्राप्तपरिस्थितिप्रतिकार: स्वभविष्यनिर्माणं च જીવનમાં બે કરણીય કાર્યો હોય છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સામનો કરવો અને પોતાનું ભવિષ્ય ઘડવું.
तत्रान्यस्यान्येन जीवनं जीवितुं न शक्यते ત્યાં બીજાનું જીવન બીજા વડે જીવવું શક્ય નથી.
परस्परं साहाय्यं तु संभवति જો કે એકબીજાને મદદ કરવી શક્ય છે.
साहाय्यस्य स्वीकरणे प्रदाने वाहंकारो न करणीय: મદદ લેતી વખતે અથવા કરતી વખતે અહંકાર ન કરવો જોઈએ.
जीवनं विनयेनैव शोभते જીવન નમ્રતાથી જ શોભે છે.
तस्मात्स्वजीवनभारं स्वीकृत्य सर्वप्रयत्नेन तत्सफलीकुर्यात् તેથી જ આપણા જીવનની બધી જ જવાબદારીઓનો સ્વીકાર કરીને, આપણા બધા જ પ્રયત્નોથી, એને સફળ બનાવીએ.

 પ્રકરણ (૨) – પૂર્ણ ક્ષમતાનો વિકાસ

सर्वेजना: सफळतामाप्तुं योग्या: समर्थाश्च બધા જ લોકો સફળતા મેળવવા માટે યોગ્ય અને સમર્થ હોય છે.
यस्मात्स्वतन्त्रता मनुष्यजन्मनो विशेषता કારણ કે સ્વાતંત્ર્ય એ માનવ જન્મની વિશેષતા છે.
अत्र कर्मज्ञानेच्छादिस्वातन्त्र्यमुपलब्धम् અહીં કર્મ-જ્ઞાન-ઈચ્છા વગેરેમાં સ્વાતન્ત્ર્ય મળેલું છે.
तच्चोत्कर्षार्थं योक्तव्यं न तु स्वपरविनाशाय એનો ઉપયોગ પોતાની ઉન્નતિ માટે કરવો જોઈએ, પોતાના કે બીજાના વિનાશ માટે નહીં.
तदर्थमपेक्षिता: सर्वशक्तय: स्वस्मिन्नेव निहिता: એના માટે જરૂરી બધી જ ક્ષમતા પોતાનામાં જ રાખેલી છે.
शक्तयस्तु कायवाग्मनोबुद्धिस्थिता बहि: साधनभूताश्च શરીર, વાણી, મન, બુદ્ધિ અને બાહ્ય ઉપકરણોમાં આ ક્ષમતાઓ હોય છે.
तासामभिव्यक्त्यर्थं तु जीवने श्रेष्ठं लक्ष्यमावश्यकम् એમની અભિવ્યક્તિ માટે, જીવનમાં ઉતમ ધ્યેય હોવો આવશ્યક છે.
द्विविधं हि लक्ष्यं प्राथमिकं चरमं च ખરેખર, આ ધ્યેય, તાત્કાલિક અને અંતિમ એમ બે પ્રકારનાં હોય છે.
एतयोर्मध्ये सामंजस्यमावश्यकम् એમની વચ્ચે સામંજસ્ય હોવું જ જોઈએ.
૧૦ यथा मोक्षप्राप्तये चित्तशुद्धि: જેવી રીતે મોક્ષની પ્રાપ્તિ માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે.

 પ્રકરણ (3) – સામર્થ્ય વૃદ્ધિ

मानवपुरुषार्थ: सीमित: મનુષ્યના પ્રયત્નો સીમિત હોય છે.
सर्वशक्तिमदीश्वरस्यानुग्रहेण तु स लक्षगुणो भवति સર્વશક્તિમાન ઈશ્વરના અનુગ્રહથી, એ લાખગણો (અસરકારક) થાય છે.
तस्मात्तमेवाश्रित्य पुरुषार्थ: कर्तव्य: તેથી, એનો એકલાનો જ આધાર લઈને પ્રયત્ન કરવા જોઈએ.
तेनैव जीवनं वस्तुत: शोभनं दिव्यं सुखमयं च भवति તેનાથી જ, જીવન સાચે જ સુંદર, દિવ્ય અને સુખમય બને છે.
श्रेयांसि बहुविघ्नानीति प्रसिद्धम् મહાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઘણાં વિઘ્નો નડે છે, એ સુવિખ્યાત છે.
तदा निराशानिरुत्साहादिदोषानुत्सृज्य धैर्यं चात्मविश्वासं च दृढीकुर्वन् साधनमार्गे अग्र एव प्रस्थितव्यम् પછી નિરાશા, નિરુત્સાહ વગેરે દોષોને ત્યજીને, ધૈર્ય અને આત્મવિશ્વાસ દૃઢ કરીને સાધના માર્ગ પર આગળ જ વધતા રહેવું જોઈએ.
भवतु लौकिकसमस्यानां समाधानं तु आध्यात्मिकदृष्टयैव ખરેખર, બધી જ સાંસારિક સમસ્યાઓનું સમાધાન આધ્યાત્મિક દૃષ્ટિ દ્વારા જ થવું જોઈએ.
एवं कर्म निरतोऽवश्यमेव सफलतां प्राप्नोति આવી રીતે કર્મમાં પ્રવૃત્ત (માણસ) ચોક્કસ સફળતા મેળવે છે.
व्यष्टिसमष्टिरुपेण सफलतापि द्विविधा વ્યક્તિ અને સમષ્ટિ દૃષ્ટિએ સફળતા પણ બે પ્રકારની હોય છે.
૧૦ तयोर्मध्ये सामन्जस्यमस्तु એમની વચ્ચે સામંજસ્ય હોવું જોઈએ.
૧૧ अन्यथानर्थ: નહીંતર અનર્થ થાય છે.
૧૨ भवतु सर्वभूतहितकरा सफलता સફળતા બધાં જ ભૂતમાત્રને કલ્યાણકારી થાઓ.

પ્રકરણ () – જીવન ઉપયોગી સૂચનો

विश्रामं विना परिश्रमो न करणीयस्तथैव च कार्यं विना विश्राम: વિશ્રામ લીધા વગર કાર્ય કરતા ન રહેવું જોઈએ તેમજ કામ કર્યા વગર વિશ્રામ ન કરવો જોઈએ.
विचारहीनं कर्म तथा कर्महीनो विचारश्च विफलताया: कारणम् વિચાર કર્યા વગરનું કર્મ અને કર્મ વગરનો વિચાર એ નિષ્ફળતાનું કારણ છે.
प्राप्तस्योपेक्षायां तथाअप्राप्तस्यापेक्षायां दु:खस्य सुरक्षा પ્રાપ્તની ઉપેક્ષા અને અપ્રાપ્તની અપેક્ષામાં દુ:ખની સુરક્ષા છે.
ग्रहदशापेक्षाया मनोदशा समीक्षणीया ગ્રહ-દશા કરતાં પણ મનની સ્થિતિ ઠીક કરવી યોગ્ય છે.
कर्मभाग: स्वाधीन: फलभागस्तु प्रकृतिवश ईति विजानीयात् કાર્ય કરવું એ પોતાને આધીન છે પણ મળતું ફળ પ્રકૃતિને આધીન છે એમ જાણવું જોઈએ.
तस्माद्यत्स्वाधीनं तत्स्वेनैव कृत्वाअन्यस्य चिन्ता परिहर्तव्या તેથી જે આપણા આધીન છે તે બધું કરીને, બાકીનાં પરિબળોની ચિંતા ન કરવી જોઈએ.
यथा भोजनं स्वेनैव क्रियते पाचनं तु प्रकृत्या જેવી રીતે ભોજન કરવાનું કામ પોતે કરીએ છીએ અને પાચન કરવાનું કામ નિસર્ગ કરે છે.

 પ્રકરણ () – સંબંધોમાં માધુર્ય

जना आदरणीया विश्वसनीया न तु शंकनीया: લોકો પર આદર અને વિશ્વાસ રાખો, નહીં કે શંકા કરો.
स्वदोषान्प्रति कठोरोऽन्येषां प्रति तु कोमलो भवेत् પોતાના દુર્ગુણો પ્રત્યે કઠોર પરંતુ બીજાના (દોષો) પ્રત્યે મૃદુ હોવું જોઈએ.
पारस्परिकस्नेहविश्वासे वर्तमाने विधिनियमा अनावश्यका: જો પરસ્પર પ્રેમ અને વિશ્વાસ હોય તો નિયમો અને કાયદાઓની આવશ્યકતા રહેતી નથી.
अविद्यमानेऽपि अनावश्यका यतो निष्फला: એ (પ્રેમ અને વિશ્વાસ) ન હોય તો પણ એમની (વિધિ-નિયમોની) આવશ્યકતા રહેતી નથી કારણ કે તે કામ કરતા નથી.
कस्यचिदपि संबन्धस्याधारो यदि लौकिकस्तर्हि स बन्धनकारक आध्यात्मिकस्तु मुक्तिदायको भवति જો કોઈપણ સંબંધનો આધાર લૌકિક હોય તો તે બંધન કરનારો બને છે, પણ જો તે આધ્યાત્મિક હોય તો તે મુક્તિ આપનારો બને છે.
आत्मवल्लोकान्पश्येन्न तु तथा भावयेत् લોકોને પોતાના આત્માની જેમ જોવા જોઈએ, પણ પોતાના જેવા નહી માનવા જોઈએ.
सुखदु:खादिविषयकस्वकल्पनामन्यस्मिन्नारोपयेत् સુખ-દુ:ખ આદિના વિષયમાં બીજાપર પોતાની માન્યતાઓ ન આરોપવી જોઈએ.
तेभ्य: स्वातन्त्र्यं प्रयच्छेत् તેમને સ્વતંત્રતા આપવી જોઈએ.

પ્રકરણ (૬) – વસ્તુઓ સાથેના સંબંધ

जडपदार्थेभ्यश्चेतनप्राणिन: श्रेष्ठतरा: જીવો, અચેતન-જડ પદાર્થો કરતાં શ્રેષ્ઠ છે.
तस्माज्जडपदार्थानां कृते प्राणिनो न विनाशयितव्या: જીવંત પ્રાણીઓનો નાશ ન કરવો જોઈએ.
मूल्यवत्पदार्थेभ्यो जीवनमूल्यानि श्रेष्ठतराणि જીવનમૂલ્યો કીમતી વસ્તુઓ કરતાં વધારે શ્રેષ્ઠ છે.
तै: सम्पन्न: पुरुष एव सम्माननीयो न तु केवलो धनसम्पन्न: તેમનાથી (જીવનમૂલ્યોથી) સંપન્ન વ્યક્તિ જ આદરણીય છે, નહીં કે ફક્ત ધનસમ્પન્ન.
आदर्शहीन: प्रलोभते पतति नश्यति च આદર્શવિહીન વ્યક્તિ પ્રલોભનમાં આવી પતન પામે છે અને નાશ પામે છે.
आवश्यकतानुसारेणैव जडपदार्थेभ्यो महत्वं स्थानं च दद्यात् વસ્તુઓને જરૂરી હોય તેટલું જ મહત્વ અને યોગ્ય સ્થાન આપવું જોઈએ.

પ્રકરણ (૭) મન પર મનન

कामक्रोधादिविकाराणां न वशमागच्छेत् ઈચ્છા, ક્રોધ વગેરે વિકારોના વશમાં ન આવવું જોઈએ.
मन:शान्तिविवेकनिधेर्नाशकत्वात् (તેઓ) મનની શાંતિ અને વિવેકરૂપી ખજાનાનો નાશ કરનારા હોવાથી
परेषां चेतसि च तान्नोत्पादयेत् બીજાના મનમાં પણ તેમને (કામ-ક્રોધાદિ) પેદા ન કરવા જોઈએ.
श्रद्धाभक्त्यादिगुणान् संवर्धयेद् अन्येषां ह्रदि च जनयेत् વ્યક્તિએ પોતાનામાં શ્રદ્ધા, ભક્તિ જેવાં ગુણો વિકસાવવા જોઈએ અને બીજામાં પણ પ્રેરવા જોઈએ.
विविधानुभवै: सर्वदा स्वात्मानं शिक्षयेत्यस्मात्तेऽर्थपूर्णा: કાયમ, વિવિધ અનુભવો થકી પોતે શીખવું જોઈએ, કારણ કે તેનાથી જીવન અર્થપૂર્ણ બને છે.
न केनाप्यनुभवेन कटुभवेदपितु मधुरतरो हि भवेत् કોઈપણ અનુભવના લીધે કડવાશ ઉભી ન થવી જોઈએ, પણ વધારે મીઠાશ જ પેદા થવી જોઈએ.
पीडाहीनो लाभस्तथा लाभहीना पीडा नास्ति પીડા વગરના લાભ તેમજ લાભ વગરની પીડા હોતી નથી.
प्राय: सर्वेषां जीवने यत्किश्चिदपूर्णत्वं द्रश्यते સામાન્ય રીતે બધાના જ જીવનમાં થોડીક તો અપૂર્ણતા દેખાય છે.
तस्य पूर्तिलौकिक परिच्छित साधनेन न साध्या किन्तु पूर्णपरमात्मनैव એની પરિપૂર્ણતા, પરિછિન્ન લૌકિક સાધનો વડે શક્ય નથી ફક્ત પૂર્ણ પરમાત્મા વડે જ શક્ય છે.
૧૦ पूर्णद्रष्टिमाश्रित्य पूर्णमेव जीवनं जीवेत् પૂર્ણતાની દ્રષ્ટિનો આધાર લઈને પૂર્ણ જીવન જીવવું જોઈએ.
૧૧ नान्तोऽस्ति जीवनसूत्राणाम् જીવનસૂત્રોનો કોઈ અંત હોતો નથી.
૧૨ यस्मादपारोऽगाधो हि विद्यासागर: કારણ કે વિદ્યાનો સાગર ખરેખર અપાર અને ગહન છે.
૧૩ न कदापि कुत्रापि कस्याश्चिद् अवस्थायामपि भगवन्तं तस्य कृपां च विस्मरेत् કોઈપણ સમયે, સ્થાને કે અવસ્થામાં પરમેશ્વરને અને એની કૃપાને નહીં ભૂલવાં જોઈએ.
૧૪ सर्वोत्तमं हीदं सूत्रम् આ ખરેખર સર્વશ્રેષ્ઠ સૂત્ર છે.
૧૫ अनेन सर्वात्मको भगवान्सदगुरुश्च प्रियेतां तदनुग्रहेण सर्वे सुखिनो भवन्तु આનાથી, સર્વમાં આત્મરૂપસ્થિત પરમેશ્વર અને સદગુરુ પ્રસન્ન થાઓ અને એમની કૃપાથી બધાં જ સુખી થાઓ.

 

  • સ્વામી તેજોમયાનંદ

 

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , | 1 Comment

સ્વાગત ૨૦૧૬

મિત્રો,

ઈ.સ.૨૦૧૬નું હર્ષ અને ઉલ્હાસભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું.

ગયા વર્ષે આપણે સદાચાર સ્તોત્રના ૧૫મા શ્લોક પર વિચાર કરવાનો પ્રયાસ કરેલો. આ વર્ષે સદાચાર સ્તોત્રના ૧૬મા શ્લોક પર વિચાર વિમર્શ આગળ ધપાવીએ.

સદાચાર સ્તોત્ર (૧૬)

હવે સંન્યાસનું તથા ત્યાગનું સ્વરૂપ કહે છે:

હઠાભ્યાસો હિ સંન્યાસો નૈવ કાષાયવાસસા |
નાહં દેહોSહમાત્મેતિ નિશ્ચયો ન્યાસલક્ષણમ || ૧૬ ||

શ્લોકાર્થ: હઠાભ્યાસ જ સંન્યાસ છે, ભગવાં વસ્ત્ર વડે નહિ જ. હું દેહ નથી, હું આત્મા છું, એવો નિશ્ચય તે ત્યાગનું લક્ષણ છે.

ટીકા: ઊર્ધ્વગતિ વાળા પ્રાણને તથા અધોગતિવાળા અપાનને પ્રાણાયમ વડે એકત્ર કરવાનો અભ્યાસ કરવો, ને દૃશ્યમાં રહેલો રાગ ત્યજવો, તે જ વાસ્તવિક સંન્યાસ છે, અંત:કરણની યોગ્યતા વિના માત્ર ભગવાં વસ્ત્રો ધારણ કરી લેવાં તે વડે વાસ્તવિક સંન્યાસ થતો નથી જ. હું આ સ્થૂલ શરીર નથી, પણ બ્રહ્મથી અભિન્ન આત્મા છું, આવો નિશ્ચય કરી દૃશ્યને મનમાંથી કાઢી નાંખવું તે ત્યાગનું સ્વરૂપ છે.

Categories: અધ્યાત્મ / યોગ, સદાચાર સ્તોત્ર | Tags: , , , , , , | Leave a comment

યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ:

મિત્રો,

કહેવાય છે કે યોગ શબ્દ યુજ ધાતુ પરથી બનેલો છે. જેનો અર્થ થાય છે જોડવું કે જોડાવું.

જોડાણ બે પ્રકારના હોય છે.

૧. પૂર્વે કદી ન જોડાયા હોય અને પ્રથમ વખત જોડાતા હોય.
૨. પૂર્વે જોડાયા હોય પછી વિખુટા પડ્યા હોય અને પુન: જોડાતા હોય.

પ્રચલીત યોગમાં મુખ્યત્વે આસનો આવે છે જ્યારે યોગ ની પ્રચલીત માન્યતાથી વિરુદ્ધ શ્રી પતંજલી મહારાજ યોગની વિશિષ્ટ વ્યાખ્યા આપે છે :

યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ:

ચિત્તની વૃત્તિનો નિરોધ તે યોગ છે.

આ વ્યાખ્યા જોઈએ તો તેમાં જાણે કે કશુ જોડવાનું ન હોય પણ ચિત્તની વૃત્તિનો નિરોધ કરવાનો હોય તેમ લાગે.

પતંજલી મુનીના યોગ દર્શનનું ખરેખર લક્ષ્ય શું છે?

લક્ષ્ય છે નીર્બીજ સમાધી.

હવે ચિત્તની વૃત્તિનો નિરોધ કરવાથી આવી સમાધી થઈ શકે?

જવાબ મળે છે કે હા થઈ શકે કારણ કે જીવાત્માને પોતાના સ્વરુપથી વિમુખ કરનારી આ ચિત્તની વૃત્તિ સીવાય અન્ય કશું જ નથી.

સામાન્ય જીવની ત્રણ અવસ્થા હોય છે.

૧. જાગ્રત ૨. સ્વપ્ન અને ૩. સુષુપ્તિ

આ ત્રણે અવસ્થામાં ચિત્તની વૃત્તિ સતત પ્રવૃત રહેતી હોય છે.

જે સમયે ચિત્ત વૃત્તિ રહિત બને તે સમયે જીવ ચતુર્થ એટલે કે તુરીય અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં તે હરહંમેશ જેની સાથે જોડાયેલ છે તે એક માત્ર બ્રહ્મમાં સ્થીત હોય છે.

ફરી પાછી ચિત્તની વૃત્તિ ઉઠે એટલે જીવનો પરમાત્માથી કહેવાતો વિયોગ થાય છે.

આવો વિયોગી જીવાત્મા ફરી પાછો પરમાત્મા સાથે ક્યારે જોડાઈ શકે?

જ્યારે ચિત્તની વૃત્તિનો નિરોધ થાય ત્યારે.

તો આત્મા અને પરમાત્મા વાસ્તવમાં ક્યારેય અલગ છે જ નહીં, માત્ર જીવોને તેમના ચિત્તની ચંચળ વૃત્તિ બહીર્મુખ બનાવીને જાણે કે પરમાત્માથી વીખુટા પડી ગયા હોય તેવો ભ્રમ ઉભો કરે છે અને આ ભ્રમ જો યથાર્થ રીતે દુર થાય તો બ્રહ્મ તો સર્વત્ર રહેલું જ છે.

આમ શ્રી પતંજલી મુનીના યોગ દર્શન પ્રમાણે સઘળી સાધનાઓ ચિત્ત વૃત્તિના નિરોધ માટેની છે.

આપ સહુને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ –


વિશેષ વાંચન માટે શ્રી યોગેશ્વરજી દ્વારા લખાયેલ Yog Darshan (યોગદર્શન) ઉપયોગી થશે :


Categories: અધ્યાત્મ / યોગ | 2 Comments

ઈશ્વર ભાઈ કે બહેન ?

ઘણા લોકો ઈશ્વરને પરમ પિતા સ્વરુપે પૂજે છે જ્યારે ઘણા લોકો ઈશ્વરને માતા સ્વરુપે પૂજન કરીને તૃપ્ત થાય છે.

પ્રશ્ન થાય કે ઈશ્વર સ્ત્રી કે પુરુષ ?

આ પ્રશ્ન જ ખોટો છે. ઈશ્વર સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. માનવી દેહધારી છે અને જ્યાં સુધી કોઈક પ્રતીક કે આકૃતી નો વિચાર ન કરે ત્યાં સુધી કોઈ અમુર્ત તત્વની ધારણા બાંધી શકતો નથી. ઈશ્વર સર્વ દૃષ્ય જગતનું અધીષ્ઠાન હોવાથી તે મૂર્ત સ્વરુપે તો માત્ર તેની વિભુતી દ્વારા જ પ્રગટ થાય છે અને તે પણ માત્ર સાવ નાનકડા અંશ રુપે. તે વિરાટ અસ્તિત્વની ઝાંખી કોઈ કોઈ મર્ત્ય માનવી જુદા જુદા સમયે જુદી જુદી વિભુતીઓ દ્વારા સહેજ સાજ મેળવીને ય ધન્ય ધન્ય થઈ જાય છે. શું મીઠાની પુતળી સાગરનું માપ કાઢી શકે? શું એક મકોડો ગોળના પર્વતનું વર્ણન કરી શકે કે શું એકાદ કીડી સાકરબજારની બધી સાકરના માપનો અંદાજ મેળવી શકે?

માનવી તેના નાના ગજથી વીરાટ ઈશ્વરને માપવાના પ્રયાસ કરે છે ત્યારે તેના ટુંકા ગજને કારણે ઈશ્વરને ય ભાઈ કે બહેન, સ્ત્રી કે પુરુષ કે કોઈ મુર્તીમંત સ્વરુપ દ્વારા પામવાનો પ્રયાસ કરે છે.

જ્યારે ભગવદગીતાના ૧૦મા અધ્યાયમાં થોડીક વિભુતીઓનું વર્ણન કર્યા પછી ભગવાન કહે છે કે :

મારા દૈવી રુપનો અંત ના જ આવે,
આ તો થોડું છે કહ્યું કોણ બધું ગાવે?

જે જે સુંદર, સત્ય ને પવિત્ર પ્રેમલ છે,
મારા અંશ થકી થયું જાણી લેજે તે.

બધું જાણીને તું વળી કરીશ અર્જુન શું?
મારા એક જ અંશમાં વિશ્વ બધુંય રહ્યું.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ભગવદ ગીતા | 1 Comment

શક્તિ વર્તમાનની – એકહાર્ટ ટોલ્લ

Power_of_Now

Power_of_Now

Power_of_Now


આ પુસ્તક અંગ્રેજી માં વાંચવા માટે અહિં ક્લિકો :


Categories: અધ્યાત્મ / યોગ, eBook | Tags: , , , | 2 Comments

શ્રુતિ સાર સમુદ્ધરણમ

વાચકો / શ્રોતાઓ,

શ્રુતિ સાર સમુદ્ધરણમના પ્રવચનો મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં ચાર વર્ષ ચાલ્યાં. ૨૦૧૧ના જુન મહિનાના પ્રવચનો આપણે રોજના એક લેખે સાંભળી ચુક્યાં છીએ. કોઈને ફરીથી સાંભળવા હોય તો નીચેની લિંક પરથી સાંભળી શકશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૧

હવે પછીના પ્રવચનો નીચેની લિંક પરથી સાંભળી શકાશે અથવા તો Dowmload કરી શકાશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૨

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૩

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૪


ભજનામૃત વાણી પર ૩૧/૧૨/૨૦૧૪ સુધી વિરામ રહેશે. ત્યાર પછીની વાત ત્યાર પછી.


Categories: અધ્યાત્મ / યોગ, પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૯)

योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥

भावार्थ : सम्पूर्ण योगियों में भी जो श्रद्धावान योगी मुझमें लगे हुए अन्तरात्मा से मुझको निरन्तर भजता है, वह योगी मुझे परम श्रेष्ठ मान्य है ॥47॥

સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં જોડાયેલા મનથી મને (નિરંતર) ભજે છે, એ યોગી મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૭)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૮)

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥

भावार्थ : योगी तपस्वियों से श्रेष्ठ है, शास्त्रज्ञानियों से भी श्रेष्ठ माना गया है और सकाम कर्म करने वालों से भी योगी श्रेष्ठ है। इससे हे अर्जुन! तू योगी हो ॥46॥

(સકામ ભાવવાળા) તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ (યોગી) શ્રેષ્ઠ છે અને કર્મ કરનારાઓથી પણ યોગી શ્રેષ્ઠ છે – (એવો મારો) મત છે. તેથી હે અર્જુન! (તું) યોગી થઈ જા.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૬)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૭)

प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो यात परां गतिम्‌ ॥

भावार्थ : परन्तु प्रयत्नपूर्वक अभ्यास करने वाला योगी तो पिछले अनेक जन्मों के संस्कारबल से इसी जन्म में संसिद्ध होकर सम्पूर्ण पापों से रहित हो फिर तत्काल ही परमगति को प्राप्त हो जाता है ॥45॥

પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે (અને) જેનાં પાપો નષ્ટ થઈ ગયાં છે (તથા) પાછલા અનેક જન્મોથી સિદ્ધ થયો છે, તે યોગી પછી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૫)

ટુંકમાં પરમ પદની પ્રાપ્તિનો પંથ લાંબો છે અને પુરુષાર્થ કર્યા વગર પરમ તત્વની અનુભુતિ થાય તેમ નથી તેથી જે આત્મ-કલ્યાણની ભાવના ધરાવે છે તેણે પરમ પદની પ્રાપ્તિ માટે પ્રચંડ પુરુષાર્થ કરવો આવશ્યક છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૩૬)

श्रीभगवानुवाच
શ્રી ભગવાન બોલ્યા:

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ॥

भावार्थ : श्री भगवान बोले- हे पार्थ! उस पुरुष का न तो इस लोक में नाश होता है और न परलोक में ही क्योंकि हे प्यारे! आत्मोद्धार के लिए अर्थात भगवत्प्राप्ति के लिए कर्म करने वाला कोई भी मनुष्य दुर्गति को प्राप्त नहीं होता ॥40॥

હે પૃથાનંદન! એ માણસનો ન તો આ લોકમાં (અને) ન પરલોકમાં પણ વિનાશ થાય છે; કેમકે હે વહાલા! કલ્યાણકારી કામ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી.

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥

भावार्थ : योगभ्रष्ट पुरुष पुण्यवानों के लोकों को अर्थात स्वर्गादि उत्तम लोकों को प्राप्त होकर उनमें बहुत वर्षों तक निवास करके फिर शुद्ध आचरण वाले श्रीमान पुरुषों के घर में जन्म लेता है ॥41॥

(તે) યોગભ્રષ્ટ પુણ્યશાળીઓના લોકોને પામીને (અને) (ત્યાં) ઘણાં વર્ષો સુધી નિવાસ કરીને (પછી અહીં) શુદ્ધ (મમતારહિત) શ્રીમાન લોકોના ઘરે જન્મ લે છે.

अथवा योगिनामेव कुले भवति धीमताम्‌ ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्‌ ॥

भावार्थ : अथवा वैराग्यवान पुरुष उन लोकों में न जाकर ज्ञानवान योगियों के ही कुल में जन्म लेता है, परन्तु इस प्रकार का जो यह जन्म है, सो संसार में निःसंदेह अत्यन्त दुर्लभ है ॥42॥

અથવા જે (વૈરાગ્યવાન યોગભ્રષ્ટ) જ્ઞાનવાન યોગીઓના કુળમાં જ જન્મ લે છે. આ પ્રકારનો જે આ જન્મ છે, (એ) સંસારમાં ખરેખર ઘણો જ દુર્લભ છે.

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम्‌ ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥

भावार्थ : वहाँ उस पहले शरीर में संग्रह किए हुए बुद्धि-संयोग को अर्थात समबुद्धिरूप योग के संस्कारों को अनायास ही प्राप्त हो जाता है और हे कुरुनन्दन! उसके प्रभाव से वह फिर परमात्मा की प्राप्तिरूप सिद्धि के लिए पहले से भी बढ़कर प्रयत्न करता है ॥43॥

હે કુરુનંદન! ત્યાં તેને પહેલાના મનુષ્ય જન્મની સાધન-સંપત્તિ (અનાયાસે જ) પ્રાપ્ત થઈ જાય છે. પછી તેનાથી (તે) પહેલાં કરતાં પણ વધુ સાધનસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.

पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥

भावार्थ : वह श्रीमानों के घर में जन्म लेने वाला योगभ्रष्ट पराधीन हुआ भी उस पहले के अभ्यास से ही निःसंदेह भगवान की ओर आकर्षित किया जाता है तथा समबुद्धि रूप योग का जिज्ञासु भी वेद में कहे हुए सकाम कर्मों के फल को उल्लंघन कर जाता है ॥44॥

તે (શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્ય) (ભોગોને) પરવશ હોઈને પણ તે પૂર્વજન્મના અભ્યાસના બળે જ (ભગવાન તરફ) આકર્ષાય છે; કેમકે યોગ (સમતા) નો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલાં સકામ કર્મોને ઓળંગી જાય છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૦-૪૧-૪૨-૪૩-૪૪)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.