ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૯) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આ લેખश्रृंખલામાં ઓરા. કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે વિસ્તૃત ચર્ચા થઈ. વિશેષ ચર્ચા પહેલાં એક વાત. માહિતીસંગ્રહ તો ઘણો કર્યો. પરંતુ વારંવાર કહ્યું છે તેમ ફાયદો તો અને તો જ થાય કે જો કંઈ અમલમાં મૂકી શકીએ. બાકી તો ‘પોથીમાંનાં રીંગણાં’. મહાન ચીની ફિલોસોફર લાઓ તઁઝૂએ 1500 વર્ષ પહેલાં કહેલું “The journey of a thousand miles begins with one step.” આવો, આપણે પણ એક બેબી સ્ટેપ લઈએ. 21 દિવસની એક ચેલેન્જ ઉઠાવીએ જેમાં પોતાના વિચારો અને લાગણીઓ સાથે ચોક્કસ માર્ગદર્શન અનુસાર રમીશું, અમુક ટૂંકા (આશરે 10 મિનિટનાં) ધ્યાન કરીશું અને પરિણામ જાતે જ જોઈશું. ડો. દિપક ચોપરા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ આ કેપ્સ્યુલ કોર્સની પ્રક્રિયા સરળ છે. નિષ્ઠાપૂર્વક આ પ્રક્રિયા કરીએ તો વિવિધ ચક્રોનું સંતુલન સ્વયંભૂ થશે. એક વૉટ્સ અપ ગ્રુપ (21 Days of Abundance) આ માટે બનાવું છું. Abundance મતલબ ‘તમામ પ્રકારની સુખાકારી’ એમ સમજવાનું છે. જે કોઈને ખરેખર જાતને સમજવામાં અને સુધારવામાં રસ હોય તે જોડાઈ શકે છે. ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે: https://chat.whatsapp.com/HxwrrwhoUrZFSFRk2H9VEC

લિંક રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને મોકલી શકો છો, ગ્રુપમાં જોડાવા માટે કોઈ ચાર્જ નથી. અત્યંત કોમપેક્ટ અને છતાં અનેક વસ્તુઓને આવરી લેતી આ પ્રક્રિયા રહેશે અને જોડાયેલાં બધાં સભ્યો સાથે જ આ પ્રક્રિયા કરશે. 21 દિવસ સુધી પ્રતિબધ્ધ થઈ એ નાની-નાની માનસિક એક્સરસાઇઝ કરીશું તો આ કદાચ જિંદગીનો એક મોટો બદલાવ સાબિત થઈ શકે. જે લોકોને આ 21 દિવસની વિષયવસ્તુ (contents) જાણવામાં રસ હોય તે +91-7984581614 પર વોટ્સ અપ કરી શકે છે.

ખાસ નોંધ: ગ્રુપમાં જોડાવા માટે અંતિમ તારીખ 14 ઓક્ટોબર, 2019 સોમવાર રહેશે. 15 તારીખ સવારથી આપણે ગ્રુપની પ્રવૃત્તિ ચાલુ કરીશું. ત્યાર બાદ ગ્રુપમાં નવા સભ્યો લઇ શકાશે નહિ.

આવીએ સહસ્ત્રારચક્ર સંતુલન માટેના ઉપાયો પર. 8 ઉપાય લેખ 19માં જોયા. હવે આગળ વધીએ.

9. આરામ – કદાચ સૌથી સરળ ઉપાય. પૂરતો આરામ અને ઊંઘ લઈએ. (કદાચ શબ્દ એટલા માટે કે ઘણા લોકો પાસે સમય અને અનુકૂળતા હોય તો પણ આરામ કે ઊંઘ લઇ શકતા નથી). ઊંઘમાં શરીરના કોષોમાં જરૂરી પ્રક્રિયા થઈ બધાં ચક્રોનું સંતુલન થતું હોય છે અને વિશેષતઃ તો ક્રાઉનચક્રનું. એ સિવાય: જરૂરી ઈશ્વરીય સંકેત સ્વપ્ન દ્વારા પણ ડાઉનલોડ થતા હોય છે. અનેક કિસ્સાઓ રેકોર્ડ પર છે કે જેમાં કોઈ ને કોઈ રૂપે સ્વપ્નમાં માહિતી પહોંચી હોય. એક દાખલો મારા એક નજીકના સંબંધી નો જ છે જેમના પિતાશ્રીનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. ઘરનો બધો આર્થિક રોકાણનો વહીવટ અને રેકોર્ડ તેમની પાસે હતો. ઘરમાં કોઈને પૂરી માહિતી ન હતી. અવસાનના આશરે એક મહિના પછી પિતાજીએ સ્વપ્નમાં આવી તેમના પુત્રને બધી જ માહિતી આપી કે ક્યાં રોકાણ છે, તેનો રેકોર્ડ ક્યાં છે વિગેરે. આ તો થઇ એક સામાન્ય વાત. એ સિવાયની અનેક મહત્ત્વની માહિતી આ સમયે મળે છે કારણ કે ઊંઘ દરમ્યાન શરીરના કોષો તો પુનર્જીવિત થાય છે પરંતુ ચેતના પણ સૂક્ષ્મ જગતમાં વિહાર કરી પરત આવે છે, સાથે ઘણી માહિતી ખેંચી લાવે છે.

10 કલર થેરાપી – સીધું ને સટ. આ ચક્રનો રંગ જાંબલી-વાયોલેટ. એટલે આ રંગનો વધુ માં વધુ ઉપયોગ કરીએ. આ કલરના કપડાં પહેરીએ અથવા રૂમાલ/મોજાંમાં આ કલરનો ઉપયોગ કરીએ. ઘર/ઑફિસની સજાવટમાં બની શકે તેટલો ઉપયોગ કરીએ, ખોરાકમાં પણ વધુ ઉપયોગ કરીએ, જાંબલી રંગનું પ્રાધાન્ય હોય તેવા પેઈન્ટિંગ્સ નજરે પડે તેમ રાખીએ,

એક સંબંધિત વાત. સામાન્ય રીતે જે રંગ વધુ પસંદ આવે તે રંગ જે ચક્રનો હોય ત્યાં થોડું વધુ ધ્યાન આપવું જરૂરી.

11, પ્રાર્થના: ખૂબ જ સરળ ઉપાય. જે પણ શક્તિને માનતા હોઈએ તેને અને જેના માટે કરવી હોય તે કોઈ પણ વ્યક્તિ કે ઘટના (પૂર, ધરતીકંપ વિગેરે) માટે પ્રાર્થના કરવી જોઈએ. જ્યાં ખુદનો સ્વાર્થ ન હોય તેવી પ્રાર્થના તો વિશેષ લાભદાયી છે. જેના માટે પ્રાર્થના થાય તેના કરતાં પણ વિશેષ પ્રાર્થના કરનારને લાભદાયી છે. વિવિધ વિચારો અને લાગણીઓને કારણે બહુ મોટી માત્રામાં ઊર્જા ગુમાવીએ છીએ. પ્રાર્થના આ ઘસારાને ખાળે છે. પ્રાર્થનાના અસંખ્ય લાભ હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું જ છે, અનેક સ્ટડી થયેલા છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો પ્રાર્થના કરીએ છીએ તેનો મતલબ જ એ થયો કે એટલો તો ઈગો ઓછો છે કે કોઈ બીજી, ખુદથી વધુ શક્તિશાળી કોઈ સત્તા છે તેવું તો માનીએ છીએ. અજાણી વ્યક્તિ માટે કરીએ તો તેનો અર્થ એ થયો કે કરુણાનો ભાવ જાગૃત થયો છે. અંતરથી પાર્થના કરતી વખતે બ્રહ્માંડની શક્તિઓનું સીધું જોડાણ ક્રાઉનચક્ર સાથે થાય અને સ્વાભાવિક રીતે જ ક્રાઉનચક્ર સંતુલિત પણ થાય.

પ્રાર્થનાની શક્તિને જાણીને વિશ્વરભરમાં અનેક પ્રાર્થનાધામ કાર્યરત છે. સભાન લોકો એક નાના સમૂહમાં પણ વિદેશોમાં Prayer Circles બનાવે છે અને અલગ-અલગ જગ્યાએ હોય તો પણ એક સાથે પ્રાર્થના કરે છે.

આ સાથે એક પ્રાર્થનાધામની લિંક મુકું છું. આ પ્રાર્થનાધામમાં થયેલી પ્રાર્થનાઓના અત્યંત સારા પરિણામો હજારો લોકોએ અનુભવેલાં છે. ઓન-લાઈન પ્રાર્થના નોંધાવવાની હોય છે. નિઃશુલ્ક સેવા છે. એક ફોન નંબર પણ લિંકમાં આપેલો છે જે ફક્ત અને ફક્ત અકસ્માત, ઓપેરેશન જેવી ઇમર્જન્સી પરિસ્થિતિ માટે જ છે. ઇચ્છુક લોકો આ પ્રાર્થનાધામનો લાભ લઇ શકે છે.

https://en.samarpanmeditation.org/ashram/prayer_centre/index

વિવિધ સંજોગોમાં અને વિવિધ સમયે કેવી પ્રાર્થના થઈ શકે તે માટેની એક નાની ઇંગલિશ પુસ્તિકા આ સાથે જોડું છું.

12. ખુદને વધુ ને વધુ શિક્ષિત કરીએ. મર્યાદિત દ્રષ્ટિકોણથી બહાર નીકળવું હોય તો નવી-નવી જાણકારી મેળવવી જ રહી. હવે તો ઇન્ટરનેટને કારણે માહિતીનો મહાસાગર પ્રાપ્ત છે. એ સિવાય પણ પુસ્તકો વાંચીએ, વિડિઓઝ જોઈએ, અલગ-અલગ વિષયો પર પોડકાસ્ટ સાંભળીએ, સેમિનારમાં ભાગ લઈએ; ટૂંકમાં અલગ-અલગ માહિતી જૂદા-જૂદા વિષયની મેળવીએ, આપણી માન્યતોથી તદ્દન વિરુદ્ધ કંઈ જાણવા મળે તો એ પણ ખુલ્લા હૃદયથી સ્વીકારીએ. મહાન ફિલસૂફ સોક્રેટીસને આદર્શ બનાવીએ જેમણે કહ્યું હતું કે The more I know, the more I realize I know nothing. આ માટે પૈસા ખર્ચવા પડે તો એ પણ કરીએ, એ જ સાચું રોકાણ છે. એક ઊંડે ઘર કરી ગયેલી પેટર્ન મોટા ભાગના લોકોમાં એ છે કે બીજે બધે આપણે ખર્ચ કરીએ જેમ કે કપડામાં, નવી ગાડીમાં, ગોગલ્સમાં, મોજશોખમાં. લેપટોપને તરત અપગ્રેડ કરીએ પરંતુ જયારે ખુદને પૈસા ખર્ચ કરીને અપગ્રેડ કરવાની વાત આવે ત્યારે ધીરા પડી જઈએ. આ માનસિક ઘરેડમાંથી બહાર આવીશું તો ચોક્કસ ફાયદામાં જ રહેશું.

13. એનર્જી મેડિસિન: રેકી, પ્રાણીક હીલિંગ, કી ગોંગ, ફાલૂન ગોંગ, યોગ, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, મસાજ, EFT (Emotional Freedom Technique), સાઉન્ડ થેરાપી, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થેરાપી વિગેરે અનેક પદ્ધતિઓ હવે પ્રચલિત થઈ છે જે શરીરની એનર્જી સિસ્ટમને પ્રભાવિત કરે છે. જે અનુકૂળ હોય તે પદ્ધતિ અપનાવીએ.

14. નિસ્વાર્થ સેવા (Volunteering): નિસ્વાર્થ પ્રવૃત્તિ જેવી કે જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય, સેવાભાવી સંસ્થાઓમાં સ્વયંસેવક તરીકે સેવા આપવી વિગેરે પ્રવૃત્તિ સહસ્ત્રારચક્રની સ્થિતિ સુધારવામાં મદદરૂપ બને છે. અન્ય લોકો સાથેનું નિસ્વાર્થ જોડાણ મજબૂત બને છે, એક સંતોષની લાગણી આપે છે, મનોવિજ્ઞાનની રીતે જોઈએ તો માર્સલૉના પિરામિડનો સિદ્ધાંત અત્યંત પ્રચલિત છે. તે મુજબ બાકીની બધી જ જરૂરિયાત પૂર્ણ થઈ જાય ત્યાર બાદ સૌથી ઉપર Self Actualizationની ખુદની જ જરૂરિયાત છે જેમાં અન્ય માટે કંઈ નિસ્વાર્થ રીતે કરવાથી એક અનેરો સંતોષ મળે છે. માર્સલૉના પિરામિડનું આ સૌથી ઉપરનું શિખર છે, જે રીતે ક્રાઉનચક્ર ચક્રમાળામાં સૌથી ઉપરનું શિખર છે. માર્સલૉ પિરામિડનું ચિત્ર આ સાથે આપેલ છે.

15. ઘરમાં જ મંદિર: જો શક્ય હોય તો અલાયદો રૂમ અને જગ્યા ઓછી હોય તો એક એવો ખૂણો રાખીએ કે જ્યાં આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિ શાંતિથી કરી શકીએ. 2/3 દિવસ બહારગામ જવું હોય તો પણ તૈયારી કરીએ છીએ, કયા કપડાં જોઈશે, બીજું શું જોઈશે, કયા વાહનથી જઈશું અને આવીશું વિગેરે. તો પછી એક લાંબી યાત્રા તો બધાએ કરવાની છે જ. ‘વારા ફરતી વારો, આજે તારો તો કાલે મારો’. એ યાદ રાખીને થોડી તૈયારી કરીએ. ધ્યાન/પૂજાપાઠ/આધ્યાત્મિક વાંચન વિગેરે આ જગ્યામાં કરીએ. આ રૂમ કે જગ્યાનો ઉપયોગ આ સિવાયના કાર્ય માટે શક્ય તેટલો ઓછો કરીએ. પવિત્ર જગ્યાએ જઈએ ત્યારે વાઈબ્રેશન્સનો અથવા શાંતિનો અનુભવ થાય છે તેવો જ અનુભવ થોડા જ સમયમાં આ જગ્યા/રૂમમાં થવા લાગશે. આ રૂમ/જગ્યાની સજાવટ એવી રીતે કરીએ કે ત્યાં જતાં જ અનેરી શાંતિનો અનુભવ થાય. આ એવી વાત છે જ્યાં આપણું ધ્યાન કદાચ ઓછું છે. ધ્યાન કે પૂજા માટે અલગ રૂમ હોય પણ એને વિશિષ્ઠ રીતે સજાવેલો ન હોય તેવું મોટા ભાગે બને છે. આ સાથેના સૂચન કામ આવશે.

– ઘરની એવી જગ્યા પસંદ કરીએ કે જ્યાં સ્વાભાવિક રીતે ‘ફીલ ગુડ’ ફેક્ટર હોય.

– અહીં ઓછામાં ઓછો સામાન રાખીએ. ‘No Clutter’ સિદ્ધાંત.

– કુદરતની અનુભૂતિ થાય, બારી-બારણાંમાંથી લીલોતરી દેખાય અથવા થોડા કુદરતી પ્લાન્ટ્સ રાખીને કુદરતનો એહસાસ કરી શકાય તો અતિ ઉત્તમ.

– ધ્યાનમાં સરી પડીએ તેવું હળવું સંગીત વાગતું રહે તેવી વ્યવસ્થા કરી શકાય.

– લવંડર કે સુખડ જેવી કુદરતી સુગંધ આ જગ્યાએ ફેલાવી શકીએ. ધૂપ-અગરબત્તીનો ઉપયોગ કરીએ.

– આ જગ્યાને આપણી પસંદ અનુસાર એક ‘પર્સનલ ટચ’ આપીએ. બેલ્સ, ક્રિસ્ટલ્સ, આર્ટવર્ક, બુદ્ધની મૂર્તિ, એફર્મેશન્સના પથ્થર આવે છે તે – કંઈ પણ વિચારી શકીએ.

– કલરની શરીર અને મન પર અસર થાય તે બધા હવે જાણીએ જ છીએ. માટે આ જગ્યાની દીવાલો પર મનને શાંતિ આપે તેવો રંગ હોવો જોઈએ.

– ડિસ્કો ક્લબમાં જેમ એક અલગ જ પ્રકાશ વ્યવસ્થા હોય છે તેમ આ રૂમમાં એક અલગ જ દિવ્ય વાતાવરણ ઉભું કરે તેવી પ્રકાશ વ્યવસ્થા ગોઠવી શકાય.

– મ્યુઝિક પ્લેયર સિવાયના કોઈ ઇલેકટ્રોનિક ગેઝેટ્સ આ રૂમમાં ન રહેવા દઈએ. TV અને ફોન/મોબાઈલ તો નહિ જ.

– જો શક્ય હોય તો ધ્યાનખંડની છત પિરામિડ આકારમાં બનાવી શકાય. નહીંતર ફોલ્ડિંગ પિરામિડ ઓન-લાઈન સ્ટોર પર મળે છે તે વસાવી શકાય.

– લેબ્રન્થ (Labyrinth) : જે ઘરમાં લોન અથવા મોટી ખુલ્લી જગ્યા હોય ત્યાં આ થઈ શકે. એક અત્યંત પ્રાચીન, ઈસ્વીસન પૂર્વેથી યુરોપમાં પ્રચલિત આ વ્યવસ્થા છે. વિશિષ્ટ પ્રકારે વોક વે તૈયાર કરેલો હોય છે. તેમાં ચાલવાથી ધ્યાનમાં સરી પડાય છે એટલે કે ‘Walking Meditation’ છે. સાથેનું બ્રોશર જોવાથી વધુ ખ્યાલ આવશે. http://www.holytrinitygnv.org/…/Labyrinth-tri-fold…

હવે વિરામ લઈએ. તમામ ચક્રોને સાર્વત્રિક અસર કરે તેવા આ ચક્રોના મુકુટ એટલે કે ક્રાઉનચક્રને સશક્ત/સંતુલિત કરવાના બાકીના થોડા રસ્તા હવે પછીના લેખમાં જોઈશું. સહસ્ત્રરચક્રની ધ્યાનપદ્ધતિ વિષે પણ તેમાં જ સમજીશું. શક્ય હશે તો અત્યાર સુધીનાં લેખોનો સારાંશ પણ એ લેખમાં સમાવવાની કોશિશ કરીશું. લેખમાળાનો પ્રથમ તબક્કો એ સાથે પૂર્ણ થશે. અનેક સંલગ્ન રોચક વાતો છે જે ત્યાર બાદ કરીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: